‘આઈકા’- મહિલાઓ દ્વારા સંચાલિત કેરળનું પહેલું બાયોટેક સ્ટાર્ટઅપ

‘આઈકા’- મહિલાઓ દ્વારા સંચાલિત કેરળનું પહેલું બાયોટેક સ્ટાર્ટઅપ

Friday November 06, 2015,

5 min Read

આઈકા (Aeka)ની વાત આજથી સાત વર્ષ પહેલાં પૂર્વ ત્રિવેન્દ્રમના શ્રી ચિત્રા થિરુનલ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં શરૂઆત થઈ હતી જ્યારે ચંદ્રમૌલી અને ગાયત્રી થંકાચીએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ સંસ્થાના જૈવ પ્રોદ્યોગિકી અને જૈવ રસાયણિક એન્જિનિયરિંગ એસસીટીસીઈ બેચની આ જોડી તથા તેમના અન્ય સહાધ્યાયીઓનું જોયેલું એક સ્વપ્ન, આઈકા બાયોકેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ કેરળના ત્રિવેન્દ્રમમાં આવેલું પહેલું એવું જૈવ પ્રોદ્યોગિકી અને જૈવ રસાયણ (biotech & biochemical) સ્ટાર્ટઅપ (સાહસ) છે જેનું સંપૂર્ણ સંચાલન મહિલાઓના હાથમાં છે.

આ કંપની જૈવ પ્રોદ્યોગિકી અને જૈવ રાસાયણિક તથા કાણ્વિક ઉત્પાદનો ઉપરાંત જૈવિક મૂળના રસાયણોનું ઉત્પાદન અને અર્ક બનાવે છે. ચંદ્રમૌલી જણાવે છે કે આઈકાની ટીમ રચનાત્મકતા, ટીમવર્ક, સંશોધન અને એકતાને પ્રોત્સાહન આપવા માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવાના ઈરાદા સાથે જ કામ કરે છે. તેઓ વધુમાં જણાવે છે, "તેના બદલામાં તેઓ અમને અમારા ઉદ્દેશપૂર્તિ કરનારા ઉત્પાદો, કે જે સામાન્ય લોકો માટે ઉપયોગી છે તેને તૈયાર કરવાના પ્રયાસોમાં અમારી મદદ કરે છે."


image


કેન્દ્રીય ટીમ

ચંદ્રમૌલી અને ગાયત્રી બંને ત્રિવેન્દ્રમની એસસીટી કોલેજ ઓફ એન્જિનિયરિંગથી જૈવ પ્રોદ્યોગિકી અને જૈવ રસાયણિકમાં સ્નાતકની ડીગ્રી પ્રાપ્ત કરી ચૂક્યા છે. ત્યારબાદ આદ્રરાએ યૂકેના વોરવિક બિઝનેસ સ્કૂલમાંથી સંપૂર્ણ શિષ્યવૃત્તી સાથે મેનેજમેન્ટમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી. ચંદ્રમૌલી અને ગાયત્રીને ક્રમશઃ પ્રોજેક્ટ મેનેજમેન્ટ, માર્કેટિંગ તથા જૈવ પ્રોદ્યોગિકી માર્કેટિંગના ક્ષેત્રમાં કામ કરવાનો ખાસ્સો અનુભવ છે.

આઈકાની વૈજ્ઞાનિક ટીમનું નેતૃત્વ નિધિન શ્રીકુમાર કરે છે જે એનઆઈટી કાલીકટથી પીએચડી કરી રહ્યા છે અને સાથે તે એનઆઈઆઈટી-સીએસઆઈઆરમાં એક રિસર્ચ ફેલો પણ છે. આઈકીની પ્રયોગશાળા જયરામ કે. સંભાળે છે જેમણે એસસીટીસીઈથી જૈવ પ્રોદ્યોગિકી અને જૈવ રસાયણમાં બીટેક કર્યા બાદ મનિપાલ યુનિવર્સિટીથી ઔદ્યોગિક જૈવ પ્રોદ્યોગિકીમાં એમટેક કર્યું છે. આદ્રરા જણાવે છે કે, અમારી સાથે માર્ગદર્શક અને સલાહકાર તરીકે સંશોધન ક્ષેત્રમાં 42 વર્ષનો અનુભવ ધરાવતા વી.પી. પોટ્ટી જોડાયેલા છે જેમના નામે અત્યાર સુધીમાં 100થી વધુ સંશોધન પત્રો છે.


image


પડકારો અને પિતૃપ્રધાન સમાજના તર્ક-વિતર્ક

કેરળ જેવી જગ્યામાં જ્યાં નહીવત બાયોટેક સ્ટાર્ટઅપ છે ત્યાં બાયોટેક કંપની શરૂ કરવી પડકારજનક હતું. આદ્રરા જણાવે છે કે તેમના પડકારોમાંથી એક તુમારશાહી પણ હતી. તેમને સૌથી વધારે જે પડકારોનો સામનો કરવો પડ્યો તે છે કાયદાકિય પ્રક્રિયાઓ વિશે યોગ્ય સમજ આપનારા સ્વતંત્ર અને વ્યાપક સ્ત્રોતનો અભાવ. તે ઉપરાંત આઈકા જેવી કંપની માટે લાઈસન્સ લેવા પણ પડકારજનક હતું. આદ્રરા વધુમાં જણાવે છે કે, માર્ગદર્શક, સલાહકાર અને સ્થાનિક અધિકારીઓનું વલણ ઘણું સહાયક હતું અને અનુભવી લોકોથી મળનારા મુલ્યવાન સલાહ-સૂચનોએ અમને પ્રારંભિક પડકારોનો સામનો કરવામાં ઘણી મદદ કરી.

બીજી તરફ ચંદ્રમૌલી જણાવે છે કે, તે આ બાબતોમાં ખૂબ જ ભાગ્યશાળી રહી છે કે, અધિકારીઓ અને ગ્રાહકો તથા સામાન્ય લોકો સાથે મોટાભાગની ચર્ચાઓ દરમિયાન તેમને વિનમ્ર અને સરળ વાતાવરણ મળ્યું તેમ છતાં ઘણા તબક્કે તેમને પિતૃપ્રધાન સમાજનો સામનો કરવો પડ્યો હતો.

ચંદ્રમૌલી વધુમાં જણાવે છે કે, એવું કહેવું પણ કપરું છે કે અમારી સફર સરળ રહી હતી. ઘણા તબક્કે અમારે એવા લોકોનો સામનો કરવો પડ્યો જેઓ એ જાણવા માગતા હતા કે ખરેખર અમારી પાછળ કોણ છે. તેમને એ વાતનો સહેજપણ વિશ્વાસ નથી આવતો કે બે યુવતીઓ વ્યવસાય ચલાવવા અંગે વિચારી પણ શકે છે. એવા ખાસ ઉદાહરણો નથી પણ જેટલા છે તે લોકવાયકા જેવા થઈ ગયા છે.

સુવિધાઓ અને પ્રોડક્ટનું નિર્માણ

3 ઓક્ટોબર 2014થી સંચાલનની શરૂઆત કર્યાના માત્ર એક મહિના પછી નવેમ્બરમાં આઈકાને કેરળ ફાઈનાન્સ સેક્ટરની મદદથી કેરળ સરકારની કેરળ સ્ટેટ એન્ટરપ્રિન્યોર ડેવલપમેન્ટ મિશન સ્કિમ હેઠળ પસંદ કરવામાં આવી.


image


ચંદ્રમૌલી જણાવે છે કે, આ બાબત તેમના માટે માઈલસ્ટોન સાબિત થઈ કારણ કે તેના દ્વારા કંપનીની સ્થાપના બાદ પહેલું બાહ્ય રોકાણ પ્રાપ્ત કરવામાં સફળ થઈ હતી. ત્યારબાદ જાન્યુઆરીમાં કંપનીની ત્રિવેન્દ્રમમાં પોતાની પ્રયોગશાળાની સ્થાપના કરતા નાનકડા સ્તરે ઉત્પાદનની સુવિધાનો પ્રારંભ થયો. આઈકાએ અહીંયા પણ તમામ સુવિધાઓ સાથે વેટ પ્રયોગશાળા, પાયાગત વિશ્લેષણાત્મક પ્રયોગશાળા અને પાઈલટ સ્કેલ બાયોકેમિકલ ઉત્પાદન જેવી સંસ્થાઓ શરૂ કરી.

ફેબ્રુઆરી મહિનામાં તેમણે પોતાની માર્કેટિંગ બ્રાન્ચ, આઈકા લેબનો પાયો નાખ્યો જે તેમની માર્કેટિંગની કામગીરી ઉપરાંત બજારને સંલગ્ન કામ સંભાળે છે.

આ વર્ષે જ 1 જૂનથી કંપનીના માર્ગદર્શક અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. વી.પી. પોટ્ટીએ કંપનીની નવી પ્રયોગશાળામાં વૈજ્ઞાનિક કાર્યોની શરૂઆત કરી દીધી છે. ચંદ્રમૌલી જણાવે છે કે, અમારું આ કેન્દ્ર શહેરની મધ્યમાં છે અને તે ઈકો ફ્રેન્ડલી, પ્રદૂષણમુક્ત અને લીલોતરીથી ભરપૂર હોવાની સાથે સંપૂર્ણ રીતે પ્રવાહ-મુક્ત છે. અમારી પ્રયોગશાળા અને પ્રોડક્શન હાઉસ માઈક્રોબાયોલોજી, બાયોટેક્નોલોજી, ગુણવત્તા નિયંત્રણ અને રાસાયણિક કામો માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. જુલાઈમાં તેમણે પ્રયોગશાળાના સ્તરે પરીક્ષણ અને ઉત્પાદનની શરૂઆત કરી હતી અને પોતાની પ્રોડક્ટની શ્રેણી તૈયાર કરી હતી.

આ વર્ષે સપ્ટેમ્બરમાં તે પોતાની નવી વેબસાઈટને દુનિયાની સામે લાવ્યા જેની મદદથી આ ટીમ ઓનલાઈન અને સોશિયલ મીડિયાના ક્ષેત્રમાં પોતાની ઉપસ્થિતિ જણાવવામાં અને માર્કેટમાં વધુ સારી રીતે સ્થાપિત થવામાં સફળ રહ્યા. આઈકાએ 9 ઓક્ટોબર 2015માં સુરક્ષિત અને રસાયણ મુક્ત ખેતીને પ્રોત્સાહન આપવા માટે માઈક્રોબિયલ પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર્સની પહેલી શ્રુંખલા હેઠળ પોતાની પહેલી પ્રોડક્ટ શ્રેણીની શરૂઆત કરી.

આ શ્રેણીમાં નીચે જણાવેલા ઉત્પાદનો છે જેમાંથી દરેક વિશિષ્ટ ઈચ્છિત પાક અને પ્રયોગના પ્રકારો માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવ્યા છે.

સસ્યા સૂત્રઃ બીજ અને મૂળના ઉપચાર દ્વારા નર્સરી અને બાગાયતના ઉપયોગ માટે

સસ્યા મિત્રઃ ફોલિયરના માધ્યમથી રસોઈ, ઘરેલુ કે ટેરેસ ગાર્ડન અને નાના ફાર્મ માટે

સસ્યા રક્ષાઃ ફોલિયર દ્વારા બગીચા અને ખેતરો માટે

સસ્યા પોષકઃ ફોલિયર, બીજ અને મૂળના માધ્યમથી મોટા ખેતરો માટે

સસ્યા પોષક પ્લસઃ ફોલિયર, બીજ અને મૂળના માધ્યમથી છોડની રોપણી માટે

ટીમ અને તેમનું લક્ષ્ય

એક ટીમ તરીકે આઈકા પર્યાવરણને સૌથી વધુ મહત્વ આપવામાં વિશ્વાસ ધરાવે છે. ચંદ્રમૌલી જણાવે છે કે, તેની સાથે સાથે તેમનું સમગ્ર ધ્યાન સ્થાનિક સમુદાયોની જરૂરીયાત પૂરી કરવા પર હોય છે અને પછી તેઓ વ્યાપક ક્ષેત્રમાં અસરકારક પ્રોડક્ટ અને સમસ્યા ઉકેલ વિકસિત કરવા તરફ ધ્યાન આપે છે.

તે વધુમાં જણાવે છે કે, આઈકાનો રોજિંદો ઉદ્દેશ એવા ઉકેલ લાવવા તરફનો છે જે સામાજિક અને પર્યાવરણીય આવશ્યકતાઓ માટે સમાધાન શોધવામાં સફળ થાય. ચંદ્રમૌલી કહે છે, "અમે નાના સ્તરે શરૂઆત કરવાનો એક જાગ્રત નિર્ણય લીધો છે અને આ બધું કરીને જ ઊર્જાનો વ્યય ન થાય તે જોવાનું કામ પણ આપણા હાથમાં જ છે. પર્યાવરણના મિત્ર બનીને લોકોના વિકાસ માટે આગળ આવવું અને યોગદાન આપવું તે જ અમારા પ્રયાસોનો આધાર છે.

આર્થિક આયોજન અને ભવિષ્ય

આ કંપનીએ રેવન્યુ વધારવા માટે પ્રોડક્ટ મોડલ અપનાવ્યું છે જેના હેઠળ કંપની પોતાના લક્ષિત ગ્રાહકો માટે પ્રોડક્ટ તૈયાર કરે છે અને વેચીને કમાણી કરે છે. પોતાના પહેલાં જ વર્ષમાં આઈકાએ પોતાની સુવિધાઓની સફળ સ્થાપના કરવાની સાથે સાથે એમબી-પીજીપી શ્રેણીના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

આઈકાનો ઈરાદો પોતાને એક એવી કંપની તરીકે સ્થાપિત કરવાનો છે જે સ્થાનિક જરૂરિયાતોને એ રીતે પૂરી કરે જે સ્થાનિક તથા વૈશ્વિક ગ્રાહકો માટે પણ પ્રાસંગિક હોય.