એડવેન્ચર ટ્રાવેલનાં દિવાનાઓ માટે ખાસ છે આ ‘એલ્ટીટ્યૂડ સિન્ડ્રોમ’

એડવેન્ચર ટ્રાવેલનાં દિવાનાઓ માટે ખાસ છે આ ‘એલ્ટીટ્યૂડ સિન્ડ્રોમ’

Wednesday October 14, 2015,

6 min Read

એડવેન્ચર ટ્રાવેલ કંપની 'એલ્ટિટ્યૂટ સિન્ડ્રોમ'ની શરૂઆત આ વર્ષનાં શરૂઆતમાં જ થઇ હતી. આ કંપનીનું લોન્ચિંગ બે ઉત્સાહી નવજુવાનિયાઓએ કર્યું છે. પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવાં આ બંનેએ તેમની કોર્પોરેટ નોકરી પણ છોડી દીધી હતી.આ ટ્રેકિંગ કંપનીથી તે લોકોને તેમનાં ટ્રેકિંગ અનુભવો શેર કરવાં ઇચ્છે છે.

લોકોનો પ્રતિભાવ જોઇ બંને મિત્રોએ અનુભવી અને બિન અનુભવી બંને પ્રકારનાં ટ્રેઈનર્સને ધ્યાનમાં રાખી કેમ્પનું આયોજન કરવાનું વિચારી લીધુ હતું. વર્ષનાં પહેલાં જ છ મહિનામાં જ ‘એલ્ટિટ્યૂડ સિન્ડ્રોમ’ દ્વારા ઉતરાખંડમાં છ ટ્રેક્સનું આયોજન કર્યું હતું તેમજ ભૂટાન, નેપાળ અને ઉતરાખંડમાં અન્ય સાત ટ્રેક્સનું આયોજન પણ થઇ ગયું છે.

એક નાનકડાં વિચારથી શરૂ થઇ કંપની

ગત વર્ષનાં અંત સુધી આ કંપનીનાં માલિક સાજિશ જીપી એક બ્લોગર, ટ્રેકર અને ટ્રેઈનિંગ કપની પ્રોમેટિસનાં કો-ફાઉન્ડર હતાં. એક દિવસ પોતાની ઓફિસમાં કામ કરતાં કરતાં જ તેમને ‘એલ્ટીટ્યૂડ સિન્ડ્રોમ’ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. તેમને તે સમયે ટ્રેકિંગ, એડવેન્ચર અને ટ્રાવેલ ક્ષેત્રે કંઇક કરવાની ઇચ્છા થઇ હતી. “હું પોતાની એડવેન્ચર કંપની શરૂ કરવા બાબતે આ પહેલાં ક્યારેય એટલો ગંભીર નહતો. પણ એક સાંજે મને આ નામ સુઝ્યું અને બસ પછી મે નક્કી કરી લીધું કે મારે આ નામ સાથે એક કંપની શરૂ કરવી જ છે.” તે જ સમયે સાજિશે ઓનલાઇન ચેક કર્યું અને તે જોઇને જ ખુશ થઇ ગયો કે ‘એલ્ટીટ્યૂડ સિન્ડ્રોમ’ નામનું ડોમેઇન અવેઇલેબલ હતું. બસ પછી શું, તેમણે તે જ સમયે આ ડોમેઇન નેમ બૂક કરાવી લીધુ. અને ત્યારથી સાજિશે ક્યારેય પાછળ વળીને નથી જોયું.

image


સાજિશને તેનાં જેવા જ ઉત્સાહી સાથીદારની જરૂર હતી. જે તેને તેનાં કોલેજ મિત્ર રણદીપ હરીનાં રૂપમાં મળી ગયો હતો. રણદીપ પણ એડવેન્ચરનો શોખીન છે અને તે ઘણી વખત સાજિશ સાથે ટ્રેકિંગ કરી ચૂક્યો હતો. આ કંપની માટે રણદીપે પણ પોતાની કોર્પોરેટ જોબ છોડી દીધી હતી. રણદીપે ઉમેર્યુ હતું કે, તે જેની સાથે ટ્રેકિંગ પર જાય છે તે લોકો પાછા આવીને તેને અવશ્ય પૂછે છે કે તેઓ ફરી ક્યારે આવી ટ્રેકિંગ ટ્રિપ પર જઈ શકશે. તેથી તે જાણતો હતો કે તેની પાસે ટ્રેકિંગનો સારો એવો અનુભવ છે અને તેથી જ સાજિદે જ્યારે મને તેનો આઈડિયા કહ્યો તો હું તેના પર કામ કરવાં તૈયાર થઇ ગયો હતો. રણદીપ કહે છે, “મેં આ કામને એક તક સમજી જેમાં મને મારા મનગમતા કામની સાથે પૈસા પણ મળશે.”

પૈસા વસૂલ પ્રસ્તાવ- એક યાદગાર, જીવન બદલનારો અનુભવ

સાજિશનાં જણાવ્યાં પ્રમાણે, ‘એલ્ટીટ્યૂડ સિન્ડ્રોમ’ કંપનીનું મોડલ કુદરતનાં સાનિધ્યમાં પર્વતોથી લગાવ ધરાવનારા લોકોને જોડવાનો છે. આ માટે કંપની ડ્રાઈવિંગ ફિલોસોફી પ્રમાણે તેનાં લક્ષ્યને પ્રાપ્ત કરવા ઇચ્છે છે. આ ફિલોસોફી મુજબ ટ્રેકિંગનો અર્થ ફક્ત કોઇ એક સ્થળ પર પહોંચવાનો જ નથી રહેતો.

કંપનીની કેટલીક ખાસ વાતો

લાંબી મુસાફરી જે ખરાબ હવામાન અને બિનઅનુભવી ટ્રેકર્સને પણ તક આપે છે:

રણદીપ કહે છે, “અમે તે વાત સ્પષ્ટ કરવા ઇચ્છીએ છીએ કે, ધીમે ચાલનારી વ્યક્તિ પણ ટ્રેકિંગનો આનંદ લઇ શકે અને તેને ટ્રેકિંગનાં છેલ્લા પોઇન્ટ સુધી જઇ શકે છે. ઘણાં લોકો વિચારે છે કે તેઓ ક્યારેય ટ્રેકિંગ પર નહીં જઇ શકે કારણકે તેમની હવે ઉંમર થઇ ગઇ છે કે પછી તે ફિટ નથી. જ્યારે, આ ટ્રેકિંગ એક એવી પદયાત્રા છે જેમાં ગમે તે ઉંમરની વ્યક્તિ હોય જો તેની ઇચ્છા હોય તો તે ટ્રેકિંગ કરી શકે છે.”

નાના નાના ગ્રુપ:

સાજિશ કહે છે, “અમારા અનુભવથી અમે શીખ્યા છીએ કે, મોટાભાગનાં ટ્રેકિંગ માટે 12 લોકોનું ગ્રુપ આદર્શ સંખ્યા છે. જોકે અમે ટ્રેકિંગ માટે ઓછામાં ઓછા 5 અને વધુમાં વધુ 15 લોકોનું ગ્રુપ લઇ જઇએ છીએ.” કંપનીનું માનવું છે કે ગ્રુપ જેટલું નાનું હશે ટ્રેકિંગનો અનુભવ એટલો જ મજેદાર હશે. (કલ્પના કરો કે ટોઈલેટ ટેન્ટની સામે 20-30 લોકોનું લાઇન લગાવીને ઠંડીમાં ઉભા હોય તો કેવાં લાગે.)

સાંસ્કૃતિક અનુભવ:

મોટાભાગનાં ટ્રેકિંગનું પ્લાનિંગ સ્થાનિક ઉત્સવ દરમિયાન થાય છે. અથવા તો એવી વ્યવસ્થા કરવામાં આવે છે કે ગ્રુપને સ્થાનિક લોકોનાં નજીક રહેવાની અને તેમની સંસ્કૃતિ જાણવાની અને સમજવાની તક મળે.

સહયોગી સ્ટાફની ખાસ ટીમ (ગાઇડ, કૂલી, રસોઇયા વગેરે):

એલ્ટીટ્યૂડ સિન્ડ્રોમે હિમાલયનાં વિવિધ ક્ષેત્રમાં આ ખાસ ટીમ સાથે કરાર કર્યો છે. તેમજ આખી દુનિયામાં નવી નવી જગ્યાઓ શોધવામાં સ્થાનિક ટીમ ખૂબ મદદ કરે છે.

વિવિધ પ્રકારનાં ભોજન:

‘એલ્ટીટ્યૂડ સિન્ડ્રોમ’નાં સંસ્થાપકનું માનવું છે કે ભોજન એક એવી બાબત છે જે સૌથી વધારે કંપનીની કિંમત પર અસર કરે છે. “તેથી જ અમે એક સામાન્ય ઓપરેટર કરતાં આ બાબતનું સૌથી વધુ ધ્યાન રાખીએ છીએ.” સાજિશ વધુમાં કહે છે, “હાલમાં જે વિકલ્પો છે તે કાં તો એકદમ પ્રીમિયમ છે કાં બજેટમાં છે. અમે આ બંનેની વચ્ચેનો વિકલ્પ લઇને આવ્યાં છીએ. જેમાં 25થી 50 વર્ષનાં પ્રોફેશનલને એક આરામદાયક અને અત્યંત વાસ્તવિક અનુભવ મળી શકે.”

તમે તમારા ગ્રુપ સાથે અથવા તો કંપની તરફથી ઓફર કરવામાં આવેલાં ગ્રુપમાં જોડાઇ શકો છો. અહીં બંને પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

રોડમેપ:

સાજિશ અને રણદીપ હાલમાં તેમનાં ટ્રેકિંગ મોડલને વિદેશમાં પણ સફળ બનાવવાની દિશામાં કામ કરી રહ્યાં છે. હાલમાં તેઓ હિમાલય પર ટ્રેકિંગ કેમ્પસનું આયોજન કરે છે. કંપનીનાં ન ફક્ત ભારતનાં અલગ અલગ સ્થળો પર ટીમ અને નેટવર્ક છે પણ તે વિદેશમાં પણ તેનાં નેટવર્કને જમાવવાનો પ્રયાસ કરી રહી છે. કંપની ઇચ્છે છે કે તેની સાથે જોડાયેલાં તમામ ગ્રુપ વધુમાં વધુ સાંસ્કૃતિક અનુભવો મેળવે અને લોકલ ભાષા, ભોજન અને સંસ્કૃતિથી માહિતગાર થાય. ઉદહારણ તરીકે, તેમની નવી ઓફર છે કે ઉત્તરાખંડનાં દયારા બુગ્યાલ વિસ્તારમાં એક યોગ ટ્રેક. તેઓ તેમની કંપનીને ફક્ત નફાની રીતે નથી જોતા. તેઓ એક બુટીક બિઝનેસ સ્થાપવાનો લક્ષ્ય પણ રાખે છે. પર્સનલ રીતે દરેક વસ્તુ અને બાબતનું ધ્યાન રાખવું તેમજ બધાને અનુકૂળ રહે તે વાતને મહત્તવ આપવાને તેઓ ખૂબ જોર આપી રહ્યાં છે. “જો અમે તેમાં સફળ રહીયે તો તે અમારા માટે પૈસા વસુલ પ્રસ્તાવ બની જાય છે. જો અમે આ બાબતને ફક્ત પૈસાથી જ જોડીશું અને બિઝનેસની રીતે જ આ ટ્રેકિંગ કંપની ચલાવીશું તો થોડા જ સમયમાં અમારી કંપની ખલાસ થઇ જવાનું જોખમ રહેશે.”

ફંડિંગ: જ્યાં ઇચ્છા હોય ત્યાં પૈસો લગાવો

‘એલ્ટીટ્યૂડ સિન્ડ્રોમ’ હાલમાં તેનાં ખાનગી ફંડ, પરિવાર અને મિત્રો તરફથી મળતી મદદથી ચાલે છે. સાજિશ કહે છે, “ખૂબ બધા લોકો, મિત્રો, પરિવાર અને રોકાણકારોએ અમારા આ નવિન કોન્સેપ્ટમાં વિશ્વાસ મૂક્યો હતો. તેમજ તેઓ અમને મદદ કરવાં આગળ આવ્યાં. કેટલાંકે તો ભવિષ્યમાં ફ્રી ટ્રેક્સ યોજવાનાં વાયદા પણ આપ્યાં છે. જ્યારે અન્ય કેટલાંક આ કંપનીનો ભાગ બનવા ઇચ્છતા હતાં કારણ કે તેઓને અમારો કોન્સેપ્ટ ખૂબ પસંદ આવ્યો હતો.”

જ્યાં સુધી ભવિષ્યમાં ફંડિંગની યોજના છે, રણદીપ કહે છે, “અમે જોઇશું, અમે ફક્ત એટલે ફંડ ભેગું કરવાં નથી ઇચ્છતા કારણ કે કંપની પાસે એક મજબૂત ફંડ હોવું જરૂરી છે. ક્યારેક અમને વધુ ફંડની જરૂર લાગશે તો અમે કોઇ એવા વ્યક્તિની મદદ લેવાનું પસંદ કરીશું જેને ટ્રાવેલમાં રસ હોય. અમે આ ઇન્ડસ્ટ્રીમાં પા..પા.. પગલી કરીને આગળ વધવાનું શીખ્યા છીએ. છતાં એક વર્ષમાં અમે આટલાં આગળ નીકળી ગયા. મને લાગે છે કંપનીનાં વિકાસ માટે અમારે હજુ એક વર્ષનો સમય આપવો જોઇએ. તે બાદ જ કહી શકાય કે કંપની હવે મજબૂત બની રહી છે.” છેલ્લે સાજિશ ચહેરા પર એક સ્મિત સાથે કહે છે, “એક વાત તો પાક્કી છે કે અમે સાચી દિશામાં આગળ વધી રહ્યાં છે.”