ગ્રામીણ ભારતના મૂલ્યો સાથે સુમેળ સાધનાર શહેરીજન

0

અજય ચતુર્વેદી ‘Wharton & Penn Engineering’માંથી ગ્રેજ્યુએટ થયા પછી સિટિબેંકમાં સારી પોસ્ટ પર નોકરી કરતો હતો. ખૂબ સારી સેલેરી પણ મળતી હતી. એક દિવસ અચાનક તેને આ રોજિંદી કામગીરીથી કંટાળો આવ્યો અને તે સામાન પેક કરીને સીધો હિમાલય પહોંચી ગયો. તેને ઓફિસમાંથી બે અઠવાડિયાની ફરજિયાત રજા આપવામાં આવી હોવાથી તેના માટે આ વેકેશન પણ ફરજિયાત હતું. ત્યાર પછી ત્યાં જે બન્યું તેણે અજયને જવાબ આપી દીધો કે જીવન શું છે. ત્યારપછીના 6 મહિના અજય ત્યાં જ રહ્યો.

તે હવે પોતાની નોકરી અને કામથી સંતુષ્ટ નહોતો. તેણે પુનઃમૂલ્યાંકન કર્યું અને તેના મગજમાં એક બાબત સ્પષ્ટ થઈ ગઈ કે હવે શું કરવું છે. અજય અનુભવો યાદ કરતા જણાવે છે, “હું બિટ્સ પિલાનીમાંથી ભણીને બહાર આવ્યો ત્યાર પછી પહેલી નોકરીમાં બે વર્ષ કરતા વધુ સમય ટકી શક્યો નહીં. તે સમયે માર્કેટ વધી રહ્યું હતું (1990) અને મને મારી અંદર રહેલા મૂડીવાદનો અનુભવ થઈ ગયો. મોટા કડાકા બાદ પણ હું પેન એન્જિનિયરિંગ એન્ડ વ્હોર્ટનમાં ગયો અને ત્યાંથી મારી અસલી સફરની શરૂઆત થઈ. અહીંયા રહીને જ મારા મગજમાં કેટલાક સવાલો ઉભા થયા.

હિમાલય(કેદારનાથ)માં રખડ્યા પછી અજયનું જીવન અને તેના અનુભવો બદલાઈ ગયા, આખરે અજયે તમામ કામ પડતા મૂકીને 2010માં ગ્રામીણ ભારતને વેગ આપવાના વિચારો સાથે નવું જ સાહસ કરવાનું નક્કી કર્યું. આ સાહસ તેને જીવનના સાચા મર્મ સુધી લઈ જનારું હતું. આ એ જ સમય હતો જ્યારે 'હરવા'ના પાયા નખાયા.

અજયની એક દ્રઢ માન્યતા હતી કે સરકાર ક્ષમતાનું સર્જન કરે છે પણ યોગ્ય તકનું સર્જન કરતી નથી. નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા લોકોને સારી રીતે તાલીમ તો આપવામાં આવે છે પણ પછી પૂરતી તક ન હોવાથી તેઓ આયા, કામવાળા, ચોકીદાર કે પછી ડ્રાઈવર જેવી નોકરીઓ કરવા લાગે છે અને તેમની સ્કિલ ધોવાઈ જાય છે. તે વધુમાં જણાવે છે કે, તમે જો કોઈ કાર્યમાં જોડાઈ ન શકતા હોવ તો તેના વિશે ટિપ્પણી કરવાનો પણ તમને અધિકાર નથી. ગ્રામીણ ભારતમાં જે સમસ્યાઓ છે તેના નિકાલ માટે બૌદ્ધિકોએ મૂળમાં જવાની જરૂર છે. આપણે મૂલ્યોનું સર્જન કરવાનું છે જે ખૂબ જ જરૂરી છે.

‘હારવા’ ભારતીય મૂલ્યો સાથે સુમેળ સાધવાની સાથે સાથે બીપીઓ, સમુદાય આધારીત ખેતી તથા ગામડાંમાં માઈક્રો ઈન્સ્યોરન્સ જેવા ક્ષેત્રોની તાલિમ આપે છે. પોતાના વિઝન અને અસરના કારણે ‘હારવા’એ છેલ્લાં ત્રણ વર્ષમાં ઘણો વિકાસ કર્યો છે. તેઓ માત્ર નફાને ધ્યાનમાં રાખીને કરાતા વ્યવસાયોની જ તાલિમ આપતા નથી. ગ્રાસરૂટ લેવલે કોઈપણ કામની શરૂઆત કપરી અને મુશ્કેલ હોય છે તેમ ‘હારવા’ને પણ મુશ્કેલી નડી હતી પણ હવે તેના વિકાસના માપદંડો અને પ્રક્રિયા વિશે જાણ્યા પછી વધારે ને વધારે લોકો તેને આવકારી રહ્યા છે.

માઈક્રોફાઈનાન્સ તેમના પ્રોજેક્ટનો એક ભાગ હતું પણ ઉદ્યોગોની વર્તમાન સ્થિતિને જોતા અજય અને તેના સાથીઓએ ‘હારવા એમ્પ્લોઈ લોન પ્રોગ્રામ’ (હેલ્પ)ને અટકાવી દીધો. ‘હારવા સુરક્ષા’ તાજેતરમાં જોડવામાં આવેલો નવો કાર્યક્રમ છે જેમાં બજાજ એલાયન્ઝ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં લોકોને માઈક્રો ઈન્સ્યોરન્સ પૂરા પાડવામાં આવે છે. તેમની કામગીરીની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપતા અજય કહે છે કે, હાલમાં હારવા દ્વારા 20 હારવા ડિજિટલ હટ અથવા તો એક્સપીઓ (બીપીઓ, કેપીઓ, એલપીઓ) ચલાવવામાં આવે છે જેમાંથી પાંચ ‘હારવા’ની માલિકીના છે જ્યારે બાકીના ફ્રેન્ચાઈઝી તરીકે આપ્યા છે. આ ડિજિટલ હટ ભારતના 14 રાજ્યોમાં ફેલાયેલા છે જેમાં 70 ટકા કર્મચારીઓ મહિલાઓ છે. દરેક હટ 3 થી 4 ગામડાને જોડીને કામ કરે છે. અમે લોકો 1,000 પરિવારોને કામ આપીએ છીએ જે ખેતી, સ્ટુડન્ટ હેલ્પડેસ્ક અને ઈન્સ્યોરન્સના વેચાણ જેવા કામ દ્વારા 1,500 થી 14,000 જેટલી આવક મેળવે છે.

‘હારવા’નો ઝડપથી વિસ્તાર કરવા માટે તેને ભાગીદારી મોડલ પર આગળ વધારવામાં આવે છે જેમાં ફ્રેન્ચાઈઝી લેનારને ખાસ વળતર મળતું નથી. આ દ્વારા જે પરિવર્તન આવ્યું છે તે જોતા લોકો કહે છે કે, આ જે કંઈ પણ છે તે હારવાને આભારી છે. અજય પોતાના આગામી લક્ષ્ય વિશે જણાવે છે કે, તે મિડલ લેવલ મેનેજમેન્ટને મજબૂત કરવા માગે છે જેથી સંસ્થાનું કામ સરળતાથી અને સારી રીતે થઈ શકે તથા એવું પરિવર્તન આવે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ મોડલનું અનુકરણ કરવામાં આવે.

નબળું માળખું અને પૂરતી કનેક્ટિવિટીનો અભાવ અજયને હારવા એક્સપીઓ અને અન્ય કેન્દ્રો શરૂ કરવામાં મુશ્કેલીરૂપ સાબિત થયા. બીજો સૌથી મોટો પડકાર હતો લોકોની માનસિકતા બદલવાનો અને તેમને હારવાના મહત્વના લક્ષ્ય વિશે સમજ આપીને વિકાસમાં યોગદાન આપવા સાથે લેવા. ઓછા દરના કારણે હારવાના એક્સપીઓ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા અન્ય બીપીઓ કરતા અલગ પડે છે. આ વિશે ખુલાસો કરતા અજય જણાવે છે કે, પ્રામાણિકતા ત્યારે જ આવે છે જ્યારે યોગ્ય તક આપવામાં આવે (વ્હાઈટ કોલર જોબમાં પણ લાગુ પડે છે) જે લોકો અને સમુદાયને હારવા દ્વારા મળે છે. અમે અમારા માઈક્રો ઈન્સ્યોરન્સ પ્લાન પર 7% વ્યાજ આપીએ છીએ.

અજયનું કામ વૈશ્વિક સ્તરે નોંધનીય બન્યું વખાણાયું છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા યંગ ગ્લોબલ લિડર 2013 તરીકે તેનું સન્માન કરવામાં આવ્યું હતું. એમ્સ્ટરડેમ સ્કૂલ ઓફ લિડરશીપ દ્વારા તેને દુનિયાના 50 શ્રેષ્ઠ સર્જનાત્મક નેતામાં સ્થાન આપવામાં આવ્યું છે. તેના આ સાહસ અને નેતૃત્વમાં જેણે અસર કરી તે બાબતોને અજય અહીંયા જણાવે છે. ઘણી વખત એવું બને છે કે તમે જે કામ કરતા હોવ તેનાથી કંટાળો આવે અને ફ્રસ્ટ્રેશન જન્મે છતાં તમારે કામ કરતા રહેવું પડે છે. ફેસબૂકે દુનિયાના એક અબજ લોકો સાથે જે કર્યું તે મારે ગ્રામ્ય ભારતના લોકો પર કરવાનું હતું. અમે આપણા દેશના અર્થતંત્રને સાથ મળે તે રીતે કામ કરવા માગીએ છીએ નહીં કે સબસિડાઈઝ કન્ઝયુમર મોડલ આધારે. મારા મતે તે વધારે મુશ્કેલ છે. અમે અવકાશને સમજીએ છીએ અને તેમાં રહેલા મૂલ્યોને સમજાવીએ છીએ.

Khushbu is the Deputy Editor at YourStory Gujarati. You can reach her at khushbu@yourstory.com

Related Stories

Stories by Khushbu Majithia