યુટ્યુબની બારીકાઈને સમજો, સમજદારીથી કામ લો અને ધૂમ રૂપિયાની કમાણી કરો

1

છેલ્લા એક દાયકામાં આપણે જોયું કે યુટ્યુબ આપણા જ્ઞાનવર્ધક મનોરંજનનું એક લોકપ્રિય માધ્યમ બની ગયું છે. અને આજે તે આપણી સામે પૈસા કમાવવાના વિકલ્પ તરીકે પણ હાજર છે. વર્ષ 2005થી શરૂ થયેલી યુટ્યુબની સફર આજે પોતાનાં અનેક રૂપો લઈને આપણી સામે આવી ચૂક્યું છે. તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે ભારતની મોટી મોટી ફિલ્મ નિર્માતા કંપનીઓ યુટ્યુબને ધ્યાનમાં રાખીને પોતાની ફિલ્મના પ્રમોશનના કાર્યક્રમો બનાવી રહી છે. વાયરલ ફિવર એઆઈબી જેવા કાર્યક્રમો ખાસ યુટ્યુબના દર્શકો માટે જ બનાવવામાં આવે છે. આ ઉપરાંત ઘણા નિર્દેશકો ખાસ યુટ્યુબ ઉપર પોતાની શોર્ટ ફિલ્મો લોન્ચ કરે છે. ટીવી ઉપર આવતી સિરિયલોને પણ યુટ્યુબ ઉપર મૂકવામાં આવતી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. તેમને જોનારાની સંખ્યા પણ ખૂબ જ વધારે છે. આવામાં તે લોકો ટીવી ઉપરાંત યુટ્યુબ ઉપરથી પણ પૈસા કમાઈ રહ્યા છે. ઘણી ફિલ્મોના ટ્રેલર અને પોસ્ટર પણ યુટ્યુબ ઉપર લોન્ચ થઈ રહ્યા છે. યુટ્યુબ આજે દરેક લોકોના મોબાઇલમાં પણ ઉપલબ્ધ હોવાને કારણે લોકો ગમે ત્યાં પ્રવાસ ઉપર જાય તો પણ યુટ્યુબ ઉપર વીડિયો જોઈ શકે છે. તમારે તે વીડિયો જોવા માટે કોઈ ખાસ સ્થળે જવાની જરૂર નથી. તેના કારણે તે ટીવી અને અન્ય માધ્યમો કરતાં સુલભ તેમજ સરળ માધ્યમ છે.


આવો, યુટ્યુબ મારફતે પૈસા કેવી રીતે કમાવા તે જાણીએ!

યુટ્યુબની કમાણીનું સૌથી મોટું સાધન જાહેરખબર બની શકે છે. તમે અપલોડ કરેલા વીડિયોને કેટલા લોકો જુએ છે તેના ઉપર તમારી કમાણીનો આધાર રહેશે. ઉદાહરણ તરીકે તમારા દ્વારા અપલોડ કરવામાં આવેલા વીડિયોને દસ હજાર લોકોએ જોયો અને કોઈ બીજા વીડિયોને દસ લાખ લોકોએ જોયો તો દસ લાખની વ્યૂઅરશિપ ધરાવતા વીડિયોને ઘણા વધારે પૈસા મળશે. તેથી અપલોડ કરીને એ નક્કી કરવાનું રહેશે કે એવા વીડિયોને પસંદ કરવાનો કે જેને વધુમાં વધુ લોકો જુએ.

અપલોડિંગ અને અન્ય જરૂરી શરતો

સૌથી પહેલાં તમારે ગૂગલ ઉપર એકાઉન્ટ બનાવવાનું રહેશે. કારણ કે તમારું યુટ્યુબ એકાઉન્ટ તમારા જી-મેઇલ એકાઉન્ટ ઉપર ચાલશે. ત્યાર બાદ યુટ્યુબમાં જઈને સાઇન ઇન કરો જેમાં તમને વીડિયો અપલોડિંગનું ઓપ્શન મળશે. ત્યાંથી તમારા વીડિયોને અપલોડ કરો. ત્યાર બાદ તમારે વીડિયોને મોનોટાઇઝ કરવાનો રહેશે. મોનોટાઇઝ કરવાનો અર્થ એ છે કે તમારા વીડિયોમાં જાહેરખબર દેખાઈ શકે. તેની સાથે જ તમારે ગૂગલ એડસેન્સમાં એપ્લાય કરવાનું રહેશે. જેમાં તમારાં ખાતાં અંગેની માહિતી માગવામાં આવશે. થોડા સમય બાદ તમને કન્ફર્મેશન મેઇલ મળશે. એટલે કે જો તમારા વીડિયોને વધુ લોકો જોવા લાગશે તો ગુગલ તમારાં એડસેન્સ ખાતામાં નાણાં જમા કરાવશે. પણ એ નાણાં તમે તમારાં ખાતાંમાં ત્યારે જ ટ્રાન્સફર લઈ શકો છો કે જ્યારે તે રકમ 100 ડોલર કે તેના કરતાં વધારે થાય.

શું કરવું અને શું ન કરવું:

  • યુટ્યુબ ઉપર કોઈનું કોપીરાઇટ કન્ટેન્ટ અપલોડ ન કરશો
  • કન્ટેન્ટ ઓરિજિનલ હોય અને તેની વીડિયો ક્વોલિટી સારી હોવી જોઇએ. તો જ કોઈ તમારો વીડિયો જોવાનું પસંદ કરશે.
  • તમારા વીડિયોનું નામ રાખવા માટે સરળ શબ્દોનો પ્રયોગ કરો.
  • તમારા વીડિયોમાં કોઈનાં અંગત જીવન ઉપર પ્રહારો ન હોવા જોઇએ.
  • સરકારી નિયમો અને કાયદાનું પાલન કરીને જ કન્ટેન્ટની પસંદગી કરો.
  • વીડિયોનાં માધ્યમથી અશ્લીલતા ન પીરસશો નહીંતર તમારું એકાઉન્ટ બ્લોક થઈ શકે છે.
  • સારા કી વર્ડની પસંદગી તમારા વીડિયોને હિટ કે ફ્લોપ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે. ઘણી વખત સારું કન્ટેન્ટ હોવા છતાં પણ તમારો વીડિયો વધારે નથી જોવાતો. તેનું મુખ્ય કારણ સારા કી વર્ડની પસંદગી કરવામાં નથી આવી હોતી તે હોય છે.
  • વીડિયો બનાવતાં પહેલાં થોડું રિસર્ચ જરૂર કરો. અને તેવા વિષયની પસંદગી કરો કે જેના ઉપર વધારે કામ કરવામાં ન આવ્યું હોય.
  • નાની નાની દેખાતી વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. કારણ કે તે વધુ જોવાય છે.
  • કોપીરાઇટનું તો ધ્યાન રાખવાનું જ છે સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે વીડિયો ક્યાંયથી ચોરી કરવામાં ન આવ્યો હોય.

તમારા વીડિયોનો પ્રચાર-પ્રસાર કેવી રીતે કરશો?

સરળ શબ્દો હોવાને કારણે તમને વધારે દર્શકો તો મળી જ જશે તેમ છતાં પણ તમારે તમારી રીતે પણ મહેનત કરવી પડશે. જેમ કે તમારે તમારા વીડિયોની લિન્ક ફેસબૂક, ટ્વિટર અને અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર મૂકવા પડશે. જેના કારણે વધુમાં વધુ લોકો તમારો વીડિયો જોઈ શકશે.

આજે આપણે એક તરફ જ્યાં ખૂબ જ પ્રગતિ સાધી રહ્યાં છીએ તેવામાં બેકાર યુવાનોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. તેવામાં યુટ્યુબ મારફતે તમે ઘરે બેઠા કમાણી કરી શકો છો અને પોતાની જાતને આર્થિક રીતે પગભર કરી શકો છો. તમારે બસ ઉપરોક્ત નાની નાની વાતોનું ધ્યાન રાખવાનું છે. જે લોકો નોકરી સાથે પોતાની આવક વધારવા માગતા હોય તો તેઓ પણ આ માધ્યમથી પોતાની આવકમાં વધારો કરી શકે છે. વિદ્યાર્થીઓ પણ ઇચ્છે તો આ માધ્યમથી પોતાનાં માટે સારા એવા પોકેટમની કમાઈ શકે છે.

Related Stories

Stories by YS TeamGujarati