ઑનલાઇન શોપિંગમાં હવે કલાકો ન બગાડો! Hoppingo.com પર મેળવો મનગમતી ચીજો...

0

વિશ્વમાં ઑનલાઈન શોપિંગનું ચલણ જે રીતે વધી રહ્યું છે, તે જોતા તેમાં એક નવી મુશ્કેલી આકાર લઇ રહી છે. અને તે છે મનગમતી ચીજો માટે કલાકો સુધી જુદીજુદી વેબસાઈટસ ફંફોસવામાં સમય બગાડવો. અનેક સાઈટસ જોયા પછી પણ મનગમતી ચીજો યોગ્ય કિંમતે નથી મળી શકતી. અને બધી સાઈટસ પર કયા ભાવ ચાલે છે તે પણ જલદીથી જાણી શકાતું નથી.

આ સમસ્યાનું સમાધાન છે ભારતની પહેલી ક્યુરેટેડ ઈ કોમર્સ વેબસાઈટ Hoppingo.com! જે ઑનલાઈન ખરીદી સરળ બનાવે છે. તેમાં દરેક કેટેગરીની શ્રેષ્ઠ પ્રોડક્ટ સરળતાથી મળી આવે છે. આ વિશે અમે વાત કરી કંપનીના સ્થાપક સ્વાતિ ગાલા, ભાસ્કર વિશ્વનાથન ,રાહુલ બુધરેજા અને મયૂર સેઠી સાથે.

Hoppingo.com શું છે? અને તે કેવી રીતે કામ કરે છે?

અમે ગ્રાહકોની જરૂરિયાતો સમજીએ છીએ અને બધી કેટેગરીઝની સાથે જ સારા સ્ટોર્સની સુંદર પ્રોડકટ્સને ક્યુરેટ કરીએ છીએ. Hoppingo.com પર પણ ગ્રાહક ઈ-કોમર્સ સાઈટ પરથી જ સામાન ખરીદી શકે છે. જોકે ટ્રેડીશનલ સર્ચમાં ઘણી વાર યુનિક ડીઝાઈન અને શાનદાર પ્રોડક્ટ નથી મળતી. તેથી અમે પ્રોડક્ટ સર્ચની પ્રોસેસ સરળ બનાવી દઈએ છીએ. આમ એક જ છત નીચે આપ બધા જ સ્ટોર્સ પાસેથી ખરીદી શકો છો.

Hoppingo.com બનાવવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો? અને આ પહેલા તમે શું કરતા હતા?

સ્વાતિને ઑનલાઈન શોપિંગનો ખૂબ જ શોખ હતો. અને તે કલાકો સુધી એવી સાઈટસ પર જોતી રહેતી. છતાં તેને જોઈએ તેવી ચીજો મેળવવામાં ઘણી તકલીફ પડતી. સ્વાતિને લાગતું કે જેમ zomato.com પર જઈને તમે રેસ્ટોરેન્ટ શોધી શકો છો, તેમ મનપસંદ પ્રોડક્ટ વેબસાઈટ પર કેમ ન મળે? ટ્રેડીશનલ સર્ચ અનેકવાર પ્રોડક્ટ વેચનારા સાથે ભેદભાવ કરે છે કે પછી એની સાથે બનાવટ પણ કરી શકે છે. આ એ સમય હતો કે જ્યારે ઓકટોબર, 2013માં સ્વાતિને એવો વિચાર આવ્યો કે વેબસાઈટસ પરની શાનદાર પ્રોડક્ટને ગ્રાહકો સુધી પહોંચાડવા શું કરી શકાય? અને લોકોની 'વધુને વધુ દેખાડો'ની વૃત્તિને પોષવી હોય તો શું કરવું જોઈએ?

સ્વાતિના વિચારો અને આઈડીયાને મજબૂતીથી અમલમાં મૂકવામાં મયૂરે સૌથી મોટી ભૂમિકા ભજવી. અનેક ઈ-કોમર્સ વેબસાઈટસ પર કામ કર્યા પછી મયૂરને ખબર હતી કે આવનારા સમયમાં પ્રોડક્ટ ડીસ્કવરી એ સૌથી મોટો પડકાર જ છે. મયૂર અને સ્વાતિની મીડિયા ટીમના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે; Hoppingo.com

આ કેટલું મોટું માર્કેટ છે? અને આવનારા સમયમાં તેની સંભાવના કેટલી?

'એસોચેમ' ના રીપોર્ટ મુજબ 2019 સુધીમાં ઈ-કોમર્સ ઇન્ડસ્ટ્રીનો આંકડો 100 અબજ ડોલરને ઓળંગી જશે. આ સેક્ટરનો આંકડો દર વર્ષે 35% ના દરે વધતો જશે. ગ્રાહકોની વ્યસ્તતા પણ વધતી જવાની છે. તેવા લોકો વધુને વધુ આવી ક્યુરેશન વેબસાઈટ પર આવશે.

ટીમ વિશે જણાવો

મયૂર આ વેન્ચરમાં જોડાયા તે પહેલાં સ્વાતિ એક કો-ફાઉન્ડર અને ટીમ મેમ્બર શોધી રહ્યાં હતાં. તે સમયે મયૂર પોતાની ડીજીટલ એજન્સી એમ.પી.ઓ.જી. ડીજિટલ ચલાવતા હતા. મયૂરે અનેક ઈ-કોમર્સ વેબસાઈટ પર કામ કર્યું અને રેવન્યુ ચેનલ સ્થાપિત કરવા મદદ કરી. જયારે સ્વાતિએ મયૂરને Hoppingo.com વિશે વાત કરી ત્યારે એ બંનેએ સાથે મળી આ પ્રોજેક્ટ પર કામ કરવાનો નિર્ણય લઇ લીધો.

ટીમના બીજા સભ્યોમાં રાહુલ બુધરેજા અને ભાસ્કર વિશ્વનાથન સામેલ છે. રાહુલ સિંગાપોરમાં નેલ્સનના એક્ઝીક્યુટીવ ડીરેક્ટર રહી ચુક્યા છે. અમે ભાસ્કર IITian છે. એ ન્યૂયોર્કમાં ફાઈનાન્સ કંપની સાથે 16 વર્ષ કામ કરી ચૂક્યા છે.

સાથે જ પ્રોડક્ટ ક્યુરેટર્સ, કન્ટેન્ટ રાઈટર્સ, સોશિયલ મીડિયા અને માર્કેટિંગ મેનેજર, ડીઝાઈનર, ઓપરેશન એક્ઝીક્યુટીવ અને પ્રોગ્રામર્સ સામેલ છે. સાથે જ આ ઉદ્યોગના અનેક જાણીતાં નામ મેન્ટર્સ તરીકે સાથે જોડાયા છે. જો કે હજુ તો તેઓ વિકાસના માર્ગે છે અને સારી ટેલેન્ટની શોધમાં છે.

ભાસ્કર કહે છે, "અમે સાચા સમયે લીધેલો આ યોગ્ય નિર્ણય છે. કેમ કે તેજીથી વધતા માર્કેટમાં અને વ્યસ્ત ગ્રાહક માટે એક્સપર્ટ ક્યુરેટેડ પ્રોડક્ટ ,સરળ સૂચના અને લેટેસ્ટ ટ્રેન્ડ વિશે જાણકારી આપવાનું કામ કરે છે. હું Hoppingo.comનો એક ભાગ બનવા માટે ઘણો ખુશ છું.

આવનારા મહિનાઓમાં તમારી કઈ યોજનાઓ છે?

અમે આવનારા સમય માટે ખૂબ જ ઉત્તેજિત છીએ. અમે અમારા હાલના ગ્રાહકોનો વિશ્વાસ ક્યુરેશન અને કન્ટેન્ટના માધ્યમથી જીત્યો છે. અને તે અમારી પાસે ફરીથી આવે છે. અમારો ઈરાદો હજુ વધુ લોકો સુધી પહોંચવાનો છે. અને અમે ઑનલાઈન શોપિંગ માટે દોસ્ત, સલાહકાર અને ગાઈડની ભૂમિકા નિભાવવા ઇચ્છીએ છીએ.

ગ્રાહકો હંમેશા સાચી સલાહ અને ભલામણોને જ શોધતા હોય છે. અને અમે તેમને સાચી રીતે નિભાવીએ છીએ. અમારું ફોકસ ઇનોવેશન અને ગુણવત્તાવાળી સર્વિસ છે. કેટલીક ઈ-કોમર્સ કંપનીઓ પાસે માર્કેટિંગ બજેટ નથી. જેથી એ હંમેશા સંઘર્ષ કરતી રહે છે. આવી કંપનીઓ માટે અમે લાભદાયી પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ.

એક ઉદ્યમી તરીકે આપને શું પ્રેરિત કરે છે? સામે શું લક્ષ્ય છે?

જ્યારે સ્વાતિએ પહેલીવાર pintrest.comનો ઉપયોગ કર્યો તો તેને તે ખૂબ ગમ્યું. સ્વાતિ Hoppingo.comને પણ એવું પ્લેટફોર્મ બનાવવા ઈચ્છતી હતી. જ્યાં લોકોનો 'વાઉ' ઉદગાર સ્વાભાવિક હોય. જ્યારે લોકો અમને કહે છે કે આ પ્રોડક્ટ સારી મળી ગઈ, ત્યારે અમને અત્યંત ખુશી થાય છે. અમારી સમગ્ર તાકાત ગ્રાહકોના સંતોષ માટે જ લગાવીએ છે. અમે એવી કેટલીય સાઈટસ હાઈલાઈટ કરીએ છીએ કે જે યુનિક પ્રોડક્ટ આપે છે. આમ એવી ઈ-કોમર્સ કંપનીઓ ઘણી છે જેમનું પોતાનું નામ નથી બની શક્યું. પણ એ ઑનલાઈન સામાન વેચે છે. અમે તેમને મદદરૂપ પુરવાર થઈએ છીએ.

તમારું ભાવિ વિઝન શું છે?

અમારું લક્ષ્ય આ કેટેગરીમાં માર્કેટ લીડર બનવાનું છે અને Hoppingo.comનો હેતુ સિદ્ધ કરવા લોકોનો સહયોગ મેળવવાનું છે.

રાહુલ કહે છે કે ભારતનું ઈ-કોમર્સ માર્કેટ સૌથી તેજી સાથે આગળ વધી રહ્યું છે. આજે હજારો સાઈટસ ચાલી રહી છે. અને આવનારા સમયમાં હજારો વેબસાઈટ લોન્ચ થશે. Hoppingo.com આવા સમયમાં માર્કેટની મોટી મુશ્કેલીઓનો હલ કરવા કોશિશ કરે છે. અમે અનેક વેબસાઈટ તેમજ પ્રોડક્ટની ભીડમાંથી સારું પસંદ કરવા અમે ગ્રાહકોને મદદ કરીશું. આ એક બુટિક શોપિંગ જેવું થશે. સાથે જ મનોરંજક કન્ટેન્ટ બનાવીશું જેનાથી કંપનીઓ પોતાના ટાર્ગેટ સુધી પહોંચવામાં ઉપયોગ કરી શકે.

લેખક- તરુષ ભલ્લા

અનુવાદક- હરિક્રિષ્ના શાસ્ત્રી

Related Stories