સોફ્ટવેર કૉડિંગથી પાણીપુરી વેચવા સુધી: પ્રશાંત કુલકર્ણીની 'ચટર પટર' સફર

સોફ્ટવેર કૉડિંગથી પાણીપુરી વેચવા સુધી: પ્રશાંત કુલકર્ણીની 'ચટર પટર' સફર

Thursday January 14, 2016,

3 min Read

બહાર જઈને ચટપટુ ખાવાનું કોને પસંદ ન પડે, મોટાભાગના લોકો આવા ખાવાના શોખીન હોય છે. ઈન્ફોસિસમાં કામ કરતા પ્રશાંતે જ્યારે એક દિવસ રસ્તાના કિનારે પાણીપુરી ખાધી તો તેમને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું અને તે બીમાર પડી ગયા, ત્યારબાદ લગભગ 4 મહિના સુધી તેઓ પોતાના મનપંસદ ખોરાકથી દૂર રહ્યા. તેમણે આ ઘટનાને પ્રેરણા સ્વરૂપે લીધે અને તેઓ પાણીપુરી વિશે જાણકારી એકત્ર કરવા લાગ્યા. ત્યારે તેમને ખબર પડી કે આ ઉત્પાદનની તો કોઈ બ્રાન્ડ જ નથી. ત્યારબાદ પ્રશાંતે દેશની પ્રથમ પાણીપુરી બ્રાન્ડ ‘ગપાગપ’ શરૂ કરી.

image


પ્રશાંત કુલકર્ણીને નોકરીના શરૂઆતી દિવસોમાં લાગી રહ્યુ હતુ કે આ કામ તેના ગજા બહારની વાત છે અને ઓક્ટોબર 2011માં તેમણે પોતાની નોકરી છોડી એક અલગ જ સંસાર શરૂ કર્યો. ઉદ્યોગસાહસિકતા પર વિશ્વાસ રાખનાર પ્રશાંતને પોતાનો મિલિયન ડોલરવાળો આઈડિયા એક ખરાબ અનુભવમાંથી મળ્યો. આજે તેમની ટીમમાં આરતી અને પલ્વવી કુલકર્ણી પણ છે. આ તમામ ‘ગપાગપ’ બ્રાન્ડ થકી તૈયાર થનારા 80 પ્રકારની ભેળ, 27 પ્રકારની ચાટ, પૌવા અને અન્ય ચીજોનું કામ જોવે છે. તેમણે આ કામનું નામ આપ્યું છે ‘ચટર પટર’. ‘ચટર પટર’ના નામથી લગભગ 112 પ્રકારની પાણીપુરી વેચવામાં આવે છે. આ ઉપરાંત ફેંચ ફ્રાઈઝ, ચાટ પિઝ્ઝા, ઈડલી ફ્રાઈઝ, ઈડલી ચાટ, અને ખાખરા ચાટ પણ ‘ચટર પટર’ના નામથી વેંચાય છે.

image


ચટર પટરની શરૂઆત ખૂબ ઝડપથી થઈ. તેમનું બિગ બજાર સાથે ટાઈ અપ છે. તેથી દરેક બિગ બઝારના સ્ટોરમાં તેનો એક સ્ટોલ હોય છે. હાલ તેની પહોંચ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં છે. હાલમાં જ ચટર પટરનો એક આઉટલેટ અમદાવાદમાં ખૂલ્યું છે. જો કે આ તેટલું પણ સરળ નહોતું. પ્રશાંતને અનેક સમસ્યાઓ સામે લડવું પડે છે. જેવી કે લોજિસ્ટિક અને સપ્લાઈ ચેન. જેના દ્વારા પોતાના સામાન જેવા કે પાણીપુરીનો મસાલો, ભેળ માટેના મસાલાને ઈન્દોરથી અનેક સ્થળ સુધી પહોંચાડી શકાય. જો કે તેમણે અનેક લોકો સાથે મળીને વિકલ્પ શોધવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેમને યોગ્ય સાથી ન મળ્યો જે તેમની જરૂરીયાતોને પૂર્ણ કરી શકે. એટલુ જ નહીં, જે તેમના બજેટ અનુસાર કામ કરી શકે.

image


પ્રશાંત ઈચ્છે છે કે ચટર પટરને તેઓ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બનાવે. ભારતીય માર્કેટમાં હલચલ મચાવ્યા બાદ તેમની યોજના વિદેશમાં પણ પોતાનું કામ ફેલાવવાની છે. જો કે ઓસ્ટ્રલિયા અને લંડનમાં તેમના કામને લઈને અનેક પ્રકારે પૂછપરછ થઈ છે. પરંતુ હાલ પૂરતું તેમણે તેના પર કામ મોકૂફ રાખ્યું છે. 

image


તેઓ ઈચ્છે છે કે, આ ક્ષેત્રમાં વિદેશમાં વિસ્તર્યા પહેલા પોતાના દેશમાં જ મજબૂતી પ્રદાન કરવામાં આવે. પ્રશાંતનું આ સપનું આ બેબુનિયાદ પણ નથી. કારણકે, દેશમાં ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ ખૂબ ઝડપથી વિસ્તરી રહ્યા છે. વર્ષ 2011માં જ ક્વિક રેસ્ટોરન્ટ ઉદ્યોગ આશરે 1.36 બિલિયન ડોલરનો હતો. જે દર વર્ષ 35 ટકાના દરથી વધી રહ્યો છે. આશા રાખવામાં આવી રહી છે કે આ વર્ષના અંત સુધીમાં માર્કેટ 4.5 બિલિયન ડોલર સુધી પહોંચી જશે. તેને કારણે આ લોકોની રહેણી કરણીમાં ફેરફાર આવ્યો છે, અને તેમનો ખર્ચ કરવાની તાકાત પણ પહેલાથી વધી છે. પ્રશાંત એક કારોબારી પરિવારમાંથી આવે છે. તેમનો પરિવારનો વ્યવસાય ઓટોમોબાઈલ માટે ટ્યુબ બનાવવાનો છે. એમબીએ કર્યા બાદ પ્રશાંતે ચટર પટર શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમની સાથે જોડાયેલા લોકો કહે છે કે, પ્રશાંતમાં અન્યથી અલગ વિચારવાની તાકાત છે.


લેખક- શ્યામલ દવે

અનુવાદક- YS ટીમ ગુજરાતી