હવે રિક્ષા માટે માથાકૂટ નહીં કરવી પડે

0

સવાર-સવારમાં ઓફિસ જવા માટે રિક્ષા પકડવાની માથાકૂટ, કોઈ રિક્ષા ડ્રાઈવર જવા તૈયાર ન થાય, તો કોઈ મીટર કરતાં બમણાં પૈસા માગે, તો વળી કોઈ મીટર ઉપરાંત રૂ. 20-30 વધારે માંગે. ભારતમાં રિક્ષા પકડવી તેમાં આવી જ માથાકૂટ રહેલી છે. ભારતમાં રિક્ષા સૌથી વધારે ઉપયોગમાં લેવાતું અને કમનસીબે સૌથી અવિશ્વસનીય પરિવહન છે. એક તરફ સમગ્ર વિશ્વના ટેક્સી બજાર ઉપર ઉબેર પોતાનો કબજો જમાવી રહી છે તો બીજી તરફ લોકો માને છે કે ભારતમાં ઑટોરિક્ષા ઉદ્યોગ મારફતે કમાવું પણ એટલું જ અગત્યનું છે. આ અસંગઠિત ક્ષેત્રને સંગઠિત કરવા માટે જ ‘ઑટોnકેબ’ની શરૂઆત કરવામાં આવી છે.

‘ઑટોnકેબ’નાં સ્થાપક વિનતી દોષી જ્યારે તેમની દીકરીને મેટ્રો સ્ટેશન સુધી મૂકવા માટે જતાં હતાં તો તેમને એ જોઈને નવાઈ લાગતી હતી કે તે જ્યાં રહે છે ત્યાં ગુડગાંવમાં આજે પણ પરિવહન માટે સલામત અને વિશ્વાસપાત્ર સાધનો નથી. તેઓ વિચારતાં કે તમારા સ્માર્ટફોનનું બટન દબાવો અને ઘરે રિક્ષા હાજર થઈ જાય તેવું હોત તો કેટલું સારું હોત.

સરેરાશ ભારતીયોને રોજ મજબૂરીના માર્યા ઑટોરિક્ષાની ખૂબ જ અવ્યવસ્થિત સેવા લેવી પડે છે. ત્યારે જ તેમનાં મનમાં આ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાનો વિચાર આવ્યો. તેના કારણે ઑટો ડ્રાઈવર્સને પણ સુવિધા મળી કે તેઓ ભારત જેવા દેશમાં વ્યવસ્થિત રીતે પોતાનો વેપાર કરી શકે. ‘ઑટોnકેબ’ એક રિક્ષા ડ્રાઈવર અને એક મુસાફરને ‘એપ’ મારફતે મેળવે છે. આ એક એવી એપ છે કે જે કોઈ પણ સ્માર્ટફોનમાં ચાલી શકે છે.

બધું જ ઉબેર જેવું

વિનતી કહે છે કે ‘ઑટોnકેબ’ એક મુસાફર અને રિક્ષા ડ્રાઈવર બંનેની જરૂરીયાત પૂરી કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ વધુમાં જણાવે છે, “અમે રિક્ષાને માત્ર મુસાફરી કરવા માટેનાં વાહન તરીકે નથી જોતાં. આના મારફતે રિક્ષા ચલાવનારા વર્ગને કમાણી થાય તે માટેનું પણ એક માધ્યમ છે. સ્થાનિક લોકોને રિક્ષાની સેવા મળી રહે તે માટે અને રિક્ષા ડ્રાઈવરની કમાણી વધે તે માટે ‘ઑટોnકેબ’નો પ્રયાસ એ રહે છે કે તેને વધુમાં વધુ મુસાફરો ઉપલબ્ધ કરાવવા.” આ ઉપરાંત ડ્રાઈવરને માલ પરિવહન માટેનો પણ ઓર્ડર આપવામાં આવે છે. ટીમ વિવિધ ભાષામાં એપ વિકસાવવા માટે કામ કરી રહી છે.

એક વખત વાતચીત દરમિયાન વિનતીને ખબર પડી કે પ્રવાસન ઉદ્યોગની સારી જાણકારી ધરાવતા આલોક સાહની ગ્રાહકોને જીપીએસ સિસ્ટમ આધારિત રિક્ષા આપવા અંગે વિચારી રહ્યા છે. થોડા સમય બાદ અમેરિકામાં વેપાર ચલાવવાનો અનુભવ ધરાવતા સુરેન પણ તેમની સાથે જોડાયા, આમ ત્રણેયની ત્રિપુટી ભેગી થઈ ગઈ.

વિકાસ

ગુડગાંવમાં સપ્ટેમ્બર 2014થી ‘ઑટોnકેબ’નું સંચાલન થઈ રહ્યું છે. તેમનો દાવો છે કે અત્યાર સુધી 15 હજાર કરતાં વધારે લોકોએ તેમની એપ ડાઉનલોડ કરી છે. તેમની ટીમ રોજ 1 હજાર કરતાં વધારે લેવડ-દેવડ કરે છે. 90 ટકા કરતાં વધારે ભાડાં નિયમિત ગ્રાહકોનાં હોય છે. અત્યાર સુધી 700 ડ્રાઈવર્સએ આ એપ ઉપર પોતાની નોંધણી કરાવી છે.

હાલમાં ટીમ 500 કરતાં વધારે ડ્રાઈવર્સ સાથે માલની ડિલિવરીનો પ્રયોગ કરી રહી છે. શરૂઆતમાં તેઓ રોજ 100 ડિલિવરી કરી રહ્યા છે. અને તે માટે તે લોકોએ ઈ-કોમર્સ પ્લેટફોર્મ, સુપરમાર્કેટ ચેઇન્સ અને આઉટલેટ્સ સાથે કરારો કર્યા છે. તેમની જરૂરીયાત અનુસાર તેમને ડિલિવરી કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ‘ઑટોnકેબ’ને તાજેતરમાં જ 4 લાખ ડોલરનું એન્જેલ ફંડિંગ મળ્યું છે. અગાઉ પણ તેમને 10 લાખ ડોલરનું રોકાણ મળ્યું હતું. તેઓ ડ્રાઈવર પાસેથી પ્રતિ ભાડાંએ એક ચોક્કસ રકમની વસૂલાત કરે છે.

બજાર

તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે દેશમાં 20 લાખ રિક્ષાઓ સાથે તે ખૂબ જ મોટું બજાર છે. પ્રતિ ભાડું સરેરાશ રૂ. 80 ચૂકવવામાં આવે છે. આ બજારમાં કેટલાક અન્ય ખેલાડીઓ પણ છે જેમ કે ઓલા ઓટો અને ઓટોવાલે. વિનતીનું કહેવું છે કે આ બજાર અંદાજે 12 અબજ ડોલરનું છે. તેવામાં આ બજારનો 10 ટકા હિસ્સો પણ હાંસલ થાય તો મોટી વાત ગણાશે. હાલમાં આ ક્ષેત્રમાં સ્પર્ધકો પણ વધારે માત્રામાં ન હોવાને કારણે ઘણી તકો રહેલી છે. અમે આ ક્ષેત્રમાં ઘણા નવા લોકોને આવતા જોઈ રહ્યાં છીએ પણ અમને વિશ્વાસ છે કે આ ક્ષેત્રમાં વહેલા પ્રવેશવાનો લાભ અમને મળશે કારણ કે અમારું બિઝનેસ મોડલ અને લોકોની સાથેના અમારા સંબંધો તેમાં મદદરૂપ સાબિત થશે.

ટીમ ઝડપથી પોતાનાં કામનું વિસ્તરણ નોઇડા અને અન્ય શહેરોમાં વિસ્તારવા માગે છે. તેની સાથે જ તે લોકો પોતાના ડિલિવરી સર્વિસ મોડલને ગુડગાંવમાં પોતાના હાલના વેપારમાં જ જોડી દેવા માગે છે. વિનતી ઝડપથી અન્ય શહેરોને પોતાની સાથે જોડી ‘ઑટોnકેબ’ની સેવા શરૂ કરશે.

Khushbu is the Deputy Editor at YourStory Gujarati. You can reach her at khushbu@yourstory.com

Related Stories

Stories by Khushbu Majithia