‘WeAreHolidays’ સાથે રજાઓ મનાવીને કરો મસ્તી અનલિમિટેડ...

‘WeAreHolidays’ સાથે રજાઓ મનાવીને કરો મસ્તી અનલિમિટેડ...

Monday October 12, 2015,

4 min Read

બે મિત્રો દિપક વાધવા અને હરકિરત સિંહને ઓનલાઇન ટ્રાવેલ વેપારની સારી સૂઝ હતી. કારણ કે બંને ભલે એન્જિનિયરિંગ ભણેલા હોય પરંતુ તેમણે મેક માય ટ્રિપમાં 10 વર્ષ સુધી પ્રોડક્ટ મેનેજર તરીકે કામ કર્યું હતું. આ દરમિયાન તેમણે જોયું કે ઓનલાઇન ટ્રાવેલનો વેપાર ઝડપથી વધી ગયો છે. આ ઉપરાંત તેઓ જાણતા હતા કે આ ક્ષેત્રમાં લોકોની માંગ પૂરી કરવા માટે નવા વિચાર અને નવા દૃષ્ટિકોણની સખત જરૂર છે. તેમના વિચારને અમલમાં મૂકવા માટે તેમણે ‘WeAreHolidays’ની શરૂઆત કરી.

image


વર્ષ 2012-13 દરમિયાન આ લોકોએ જ્યારે પોતાનું કામ કરવાની શરૂઆત કરી ત્યારે તેમણે ગ્રાહક અને બજારની સ્થિતિ સમજવાની કોશિશ કરી. આ દરમિયાન તેમણે મોહિત પિપલાનીને તેમની સાથે જોડી દીધો. હાલ તેઓ આ કંપનીમાં સ્થાનિક બજાર વિભાગના વડા છે. મોહિતને આ ક્ષેત્રનો બહોળો અનુભવ છે. અગાઉ તેઓ માઇકલ પેજ ઇન્ટરનેશનલ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ માટે પણ કામ કરી ચૂક્યા છે. આ વર્ષની શરૂઆતમાં કંપનીએ પોતાના ગ્રાહકોને વિવિધ પ્રકારના હોલિડે પેકેજીસ આપવાનું કામ શરૂ કરી દીધું છે.

દિપકનું કહેવું છે, “અમે આ ક્ષેત્રમાં લાંબો સમય સુધી રહેવા માગીએ છીએ. અને કોઈ પણ વેપારને વિસ્તારીને મોટો કરતાં 10 વર્ષ લાગી જાય છે. અમે આ બધું લાંબી રેસ માટે કરી રહ્યા છીએ.” આ લોકોએ પોતાના બિઝનેસ મોડલમાં થોડો ફેરફાર કર્યો છે. જે તેમનાં ઉત્પાદન તકનિક અને ગ્રાહકનાં સ્તરે દેખાય છે. તેમના અનુસાર તે પહેલાં કરતાં ખૂબ જ સારું છે. ‘WeAreHolidays’નું ધ્યાન મુસાફરીની નવી શોધ ઉપર છે. તેના માટે આ લોકો અલગ-અલગ જગ્યાએથી લોકોની મુસાફરીના અનુભવો મેળવી રહ્યા છે કે જેથી કરીને મુસાફરીને વધુ મજેદાર બનાવી શકાય. કંપનીને આશા છે કે આવી રીતે તે પોતાનો 50 ટકા વિકાસ સાધી શકે છે.

કોઈ પણ બજારનું નિર્માણ કરવું એક મુશ્કેલ કામ છે. તેના માટે સૌથી શ્રેષ્ઠત્તમ પુરવઠો આપવા માટે સારા વિતરકોને પોતાની સાથે જોડવામાં આવે. ત્યારબાદ ઓનલાઇન માધ્યમ મારફતે માંગ ઊભી કરવી જોઇએ. સફળતા જ સફળતાને ખેંચે છે. જ્યારે સામાન્ય લોકો જુએ છે કે તેમના સાથીઓ અને એજન્ટ્સ વધી રહ્યા છે તો તેઓ પણ તેનો ભાગ બનવાની કોશિશ કરે છે. આ બિલકુલ એવી જ વાત છે કે ઓલા અને ઉબેર કેબે કેબ ડ્રાયવર્સનું જીવન બદલી નાખ્યું હતું. આ લોકો પોતાના વિતરકો સાથે મળીને કામ કરે છે અને તેમને સમજાવે છે કે સફળતાની સીડી કેવી રીતે ચડી શકાય છે. તે પછી તેઓ પોતાની મેળે જ કામે લાગી જાય છે. જ્યારે ગ્રાહકોને પડતી મુશ્કેલીનું નિવારણ તેઓ ઓનલાઇન જ કરી દેતા હોવાનો દાવો કરે છે.

‘WeAreHolidays’ આક્રમક રીતે અને પ્રેરણાદાયી રીતે પોતાનામાં બદલાવ લાવી રહ્યાં છે. આ કામમાં સોશિયલ મીડિયા અને નવી શોધો ખૂબ જ મદદરૂપ સાબિત થઈ રહી છે. તેના કારણે જ તેમના ચાર પૈકી એક ગ્રાહક તેમની પાસે પાછો આવે છે. અથવા તો બીજાને તેમની પાસે મોકલે છે. સહયોગી, સંગઠનો, ભાગીદારો અને તેમની સાથે સંકળાયેલા લોકોની સફળતાની ગાથાઓ આ લોકોનાં કામને આગળ ધપાવવામાં મદદરૂપ સાબિત થાય છે.

‘TripSailer’ જેને સૌરભ ચલાવે છે. દિલ્હીના દ્વારકા વિસ્તારમાં નાનકડી ટ્રાવેલ એજન્સીના માલિક છે સૌરભ. તેમની એક નાનકડી ટીમ હતી જે જમીની સ્તરે કામ કરી રહી હતી. કે જેથી કરીને વધુમાં વધુ ગ્રાહકો બનાવી શકાય. તેના માટે તેઓ જસ્ટ ડાયલની સેવાઓ પણ લેતા હતા પરંતુ જ્યારથી તેમણે ‘WeAreHolidays’ સાથે જોડાણ કર્યું છે ત્યારથી તેમની આવક રૂ.6 લાખને આંબી ગઈ છે અને તેમની ટીમ પણ પહેલાની સરખામણીએ વધી ગઈ છે. આજે તેમની ટીમમાં દસ લોકો કામ કરે છે. સૌરભ હવે મોટી ઓફિસ ખરીદવા માટે વિચારી રહ્યા છે કારણ કે હવે તેઓ માત્ર જસ્ટ ડાયલ ઉપર આધારિત નથી.

image


તેવી જ રીતે દિલ્હીના રોહિણી વિસ્તારમાં નાની એજન્સી ચલાવતા વ્યૂ હોલિડે ટ્રિપ્સના માલિક દિનેશ કુમાર જણાવે છે કે તેઓ એકલાં જ પોતાનું કામ સંભાળતા હતા તેના માટે તેમની પાસે 125 ચો. ફૂ.ની ઓફિસ હતી. પરંતુ હવે તેમણે ‘WeAreHolidays’ સાથે જોડાણ કરી લીધું છે. ત્યાર પછી તેમના કામમાં ઉછાળો આવ્યો છે અને તેમના હાથ નીચે 4 કર્મચારીઓ કામ કરે છે. એટલું જ નહીં હવે તેમણે પહેલા કરતાં ચાર ગણી મોટી ઓફિસ ખરીદી લીધી છે.

આ તો હજી પહેલો તબક્કો છે. હજી તો ‘WeAreHolidays’એ લાંબી મજલ કાપવાની છે. મોટાભાગના ભારતીયો નવી જગ્યાની શોધ અને યોજનાઓ માટે ઓનલાઇન શોધખોળ કરી રહ્યા છે. તેના કારણે જ મોટી માત્રામાં ટ્રાવેલ એજન્ટ્સ પણ તેની તાકાતને સમજી ગયા છે. અને આ સંબંધે તે આ યોજનાને ઓપ આપવા માટે લાગેલા છે. ‘WeAreHolidays’ હાલ ગુડગાંવમાં ચાલી રહ્યું છે અને તેની પાસે 90 સભ્યોની મજબૂત ટીમ છે. તેનું મુખ્ય ધ્યાન દુનિયાભરના હોલિડે પેકેજ બજાર ઉપર છે. આ લોકો પોતાના ગ્રાહકોના અનુભવને આધારે અને બીજા લોકોને પોતાની સેવાઓ માટે આકર્ષિત કરી રહ્યા છે.