દરેક સમસ્યાનું સમાધાન એટલે ‘GetMyPeon’

0

લોકોની રોજબરોજની જિંદગીને સરળ બનાવવા અને ક્રાંતિકારી બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવ્યું ‘GetMyPeon’, જે મુંબઈની એક ઈનોવેટિવ અને સેમ-ડે ડિલેવરી સર્વિસ છે. ડેડિકેટેડ પ્રોફેશનલ ટીમ સાથે ‘GetMyPeon’ લોકોને તેની રોજબરોજની વિશ્વસનીય અને વાજબી ભાવની સેવાઓ ઉપલબ્ધ કરાવે છે.

1 જૂલાઈ, 2015ના રોજ ‘GetMyPeon’ એ પોતાના ઓપરેશન્સને ત્રણ વર્ષ પૂર્ણ કર્યાં. ‘ગેટ થિંગ્સ ડન’ તેની ટેગલાઈન છે. ‘GetMyPeon’ કોઈ ચોક્કસ ફૂડ સ્ટૉલથી વડાપાંવની ડીલેવરીથી લઈને કોઈપણ મિત્રને એરપોર્ટ પર રિસીવ કરવા, ઘરના વડીલને ડૉક્ટર પાસે ક્લીનીક પર લઈ જવા, જેવી તમામ સેવાઓ પૂરી પાડે છે. ‘GetMyPeon’એ એક જ દિવસમાં આ તમામ સેવાઓ પૂરી પાડવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે.

‘GetMyPeon’ને 2.5 લાખ ડૉલરનું સીડ-ફંડિંગ

વર્ષ 2012માં ‘GetMyPeon’ લૉન્ચ કરવામાં આવ્યું અને તાજેતરમાં જ તેમણે 2.5 લાખ ડૉલરનું પ્રથમ સીડ ફંડિંગ મળ્યું છે. ‘GetMyPeon’ના ફાઉન્ડર ભરત અહિરવાર આ ફંડિંગ વિશે જણાવે છે કે, “GetMyPeon ને લોકોની રોજબરોજની જિંદગીને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવ્યું. હવે તે એક વિશ્વાસુ, વાજબી, સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તેવું સર્વિસ પ્લેટફોર્મ બની ચૂક્યું છે. કોઈપણ તેને મુંબઈમાં પર્સનલ કે ઓફિશિયલી કામ સાથે સંકળાયેલી સર્વિસ લઈ શકે છે. પછી તે કેક, પાર્સલ્સ, ગિફ્ટસ, વેડિંગ કાર્ડસ કે પિક અપની વાત હોય કે પછી કૂરિયર, કાર-બાઈકની સર્વિસિંગ હોય કે પછી એરપોર્ટ કે રેલવે સ્ટેશનથી મહેમાનોને રીસીવ કરવાના હોય. અમે દરેક પ્રકારની સેવા ઉપલબ્ધ કરાવીએ છીએ. આ ફંડિંગથી અમને ઓપરેશન્સમાં નવી ઉંચાઈ સુધી પહોંચવાની મદદ મળશે”

‘GetMyPeon’ને મળેલા આ ફંડ દ્વારા તેઓ લેટેસ્ટ ટેકનોલોજી, વાહનો અને ફિલ્ડના વધુ કર્મચારીઓની ભરતી તેમજ મોબાઈલ પ્લેટફોર્મ જેવા ક્ષેત્રોમાં ઇન્વેસ્ટ કરવામાં આવશે.

‘GetMyPeon’નો ગ્રોથ

‘GetMyPeon’ના વિકાસની સ્ટોરી ખૂબ રસપ્રદ છે. વર્ષ 2012માં પોતાની શરૂઆતની સાથે જ ‘GetMyPeon’એ 35 હજારથી વધુ કામોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા. મુંબઈ, ઠાણે, વાશીમાં 15 હજારથી વધુ ગ્રાહકો સુધી પોતાની સેવા પહોંચાડી. હાલ 60થી વધુ ફિલ્ડ કર્મચારીઓની ટીમ છે. સાથે જ ‘GetMyPeon’ હવે દરરોજ 150-200 ટાસ્કસને અંજામ આપે છે. જેની ફી 200 રૂપિયાથી લઈને રૂ.1500ની વચ્ચે છે. વર્ષ 2012માં આ સર્વિસને માત્ર ફેસબૂક અને ટ્વિટરના માધ્યમથી જ લૉન્ચ કરવામાં આવી હતી. તેની વેબસાઈટ તો પછીથી મિડ 2013માં લૉન્ચ કરવામાં આવી. હાલ ‘GetMyPeon’એ ફેસબૂક પેજ પર 4500થી વધુ ફોલોઅર્સ છે. માત્ર 20 હજાર રૂપિયાના રોકણથી શરૂ થયેલ ‘GetMyPeon’ સફળતાની એક શાનદાર ઊંચાઈ સુધી પહોંચી છે.

‘GetMyPeon’ ગ્રાહકોની જરૂરિયાતો પ્રમાણે કસ્ટમાઈઝડ સર્વિસ ઉપલબ્ધ કરાવે છે. અમુક ઓફર કરવામાં આવેલી સેવાઓમાં પિકઅપ અને ડ્રૉપ, ફૂડ, પાર્સલ્સ, લોન્ડ્રી, કેક્સ, લગ્નના આમંત્રણ, ડૉક્યુમેન્ટસ, લેટર્સ, મહેમાનો, કાર અને બાઈક્સ, રિપેરીંગ, વીજળી અને ફોન બિલ વગેરે જેવી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કૉલ્સ અને ઈ-મેઈલ્સ દ્વારા ઓર્ડર લેવાની પરંપરા ઉપરાંત ‘GetMyPeon’ વોટ્સએપ, મોબાઈલ મેસેજ, ટ્વિટર દ્વારા પણ ઓર્ડર સ્વીકારે છે.

સ્પર્ધા અને ભવિષ્યનું પ્લાનિંગ

અત્યાર સુધી તો ભારતમાં આ ક્ષેત્રમાં સીધી સ્પર્ધા થાય તેવું કોઈ પ્લેયર નથી. પરંતુ Timesavers અને Grofers આમાંની અમુક સેવાઓ ઓફર કરે છે. સ્પર્ધા અંગે ભરત કહે છે કે, “અત્યાર સુધી GetMyPeon સફળતાપૂર્વક ટકી શક્યું છે કારણ કે અમે કોઈ માર્કેટપ્લેસ નથી. ફિલ્ડમાં અમારી પ્રશિક્ષિત અને કુશળ ટીમ કાર્યરત છે, જે દરેક કામને 90 મિનિટની અંદર પૂર્ણ કરવાની ગેરંટી આપે છે અને કરે પણ છે. અમે ગ્રાહકની માગના આધારે સર્વિસ પૂરી પાડીએ છીએ. અને અમે શહેરમાં કોઈપણ ગ્રાહકની પર્સનલ કે પ્રોફેશનલ બન્ને પ્રકારની જરૂરીયાતોને પૂર્ણ કરી શકીએ છીએ.”

જ્યાં સુધી ભવિષ્યના પ્લાનની વાત છે, GetMyPeon ટૂંક સમયમાં જ એક મોબાઈલ એપ લૉન્ચ કરશે અને દેશનાં 3 અન્ય શહેરો બેંગલુરું, પૂણે અને દિલ્હીમાં પોતાની સેવાનો પ્રારંભ કરશે, આ ઉપરાંત, આ વર્ષના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ સેવાનો પ્રારંભ કરવાનો તેમનો પ્લાન છે.

Related Stories