દુનિયાનો પહેલો ફિટનેસ સુપર સૂટ જેને પહેરીને રમી શકાશે ગેમ્સ!

દુનિયાનો પહેલો ફિટનેસ સુપર સૂટ જેને પહેરીને રમી શકાશે ગેમ્સ!

Tuesday January 19, 2016,

3 min Read

આજની ભાગદોડ વાળી જિંદગીમાં જ્યાં માતા–પિતા બંને નોકરી કરતા હોય છે, ત્યારે બાળકોની જિંદગી ઘરની ચાર દિવલોમાં જ કેદ થઇ ગઇ છે, જેની સૌથી મોટી અસર બાળકોની રમતગમત પર પડી રહી છે. બાળકોની આ સમસ્યાનું સમાધન લઇને આવી રહ્યું છે, 'મેડરેટ ગેમ્સ'. જેઓએ વેગાસના સી ઇ એસ 2016માં દુનિયાનો પ્રથમ સુપર સૂટ તૈયાર કર્યો છે. જેને બાળકો અને તેમના ટ્રેઈનર બંને રમતગમત દરમિયાન પહેરી શકે છે. જેના દ્વારા તેમનો એકબીજા સાથેનો સંપર્ક પણ વધે છે તથા રમતગમત દરમિયાન તેમનો શારિરીક વિકાસ પણ થઇ શકે છે.

સુપર સૂટની ડિઝાઇન 21મી સદીના હિસાબે કરવામાં આવી છે. આજની તારીખમાં બાળકોનું ખુલ્લા મેદાનમાં રમવાનું ઘણું ઓછું થઇ ગયું છે, આ ઉપરાંત તેમના રમતગમતની જગ્યાઓ જેવા કે ગાર્ડન, ગલીઓ, છત વગેરે જાણે સમાપ્ત જ થઇ ગયા હોય અથવા તો તે પહેલા કરતા નાના બની ગયા છે. જેના કારણે બાળકો ઘરમાં જ રમવા માટે મજબૂર બની જાય છે.

image


રજત ધારીવાલ જેઓ 'મેડરેટ ગેમ્સ'ના સંસ્થાપક છે, તેઓએ આ ગેમ લોન્ચ કરતી વખતે જણાવ્યું.

"અમે આજે સી ઇ એસ માં સુપર સૂટ લોન્ચ કરી રહ્યાં છીએ ત્યારે તેનો અમને ઘણો આનંદ છે. અમારો ઉદ્દેશ્ય બાળકોને સ્ક્રીન ગેમથી દૂર કરવાનો છે. અમે આશા રાખીએ છીએ કે સુપર સૂટ ભવિષ્યની ગેમ હશે."

રજત વધુમાં આગળ જણાવે છે,

"આઉટડોર ગેમ હંમેશાંથી જ બાળકોની મનપસંદ ગેમ રહી છે. શહેરીકરણ અને ઔદ્યોગિક વિકાસના કારણે બાળકોની રમવાની જગ્યાઓ ઓછી થતી જાય છે. આ ઉપરાંત સુરક્ષાના હેતૂસર પણ પેરેન્ટ્સ બાળકોને બહાર રમવા જવા દેતા નથી, જેના કારણે બાળકોનો શારીરિક વિકાસ અટકે છે અને તેઓ પોતાને બંધિયાર માને છે. બાળકોની આ સમસ્યાનું સમાધાન લાવવા માટે જ સુપર સૂટ ગેમ લોન્ચ કરવામાં આવી છે. જે બાળકોને ખુશીની સાથે સાથે સ્વતંત્રતાનો પણ અનુભવ કરાવે છે, જેથી તેઓ પોતાની મરજી પ્રમાણે રમી શકે."

સુપર સૂટની બે ખાસ બાબતો એ છે કે – બનિયાન અને દસ્તાને. બનિયાન જે કોઇ પણ હિટને રેકોર્ડ કરે છે તથા સાથે સાથે તેને પ્રદર્શિત પણ કરે છે. (પ્રકાશ, ઓડિયોના રૂપમાં) જ્યારે દસ્તાને ખેલાડી અને ટ્રિગરની સાથે જોડાયેલ હોય છે. જે રમતમાં ઉપયોગમાં લેવાતા પ્રકાશ પર ફોકસ કરીને તેના પર કામ કરે છે.

image


આ ઉપરાંત આ સિસ્ટમને બહારના ક્ષેત્રોમાં 'બોટ્સ'ની મદદ મળે છે. જેની સાથે જોડીને તેને કંટ્રોલ પણ કરી શકાય છે. સુપર સૂટનો એસડીકે નવી રમતોના વિકાસ માટે પણ મદદરૂપ બને છે. 'સુપર સૂટ' સાથે જોડાયેલ એપ બાળકો પર નજર રાખવાની સુવિધા પણ પૂરી પાડે છે. જેથી તેઓ પોતાના બાળકોના ફિટેનસની સાથે સાથે તેમના બાળકો ક્યાં છે તેની જાણકારી પણ મેળવી શકે છે. આ બધી ટેકનોલોજી બ્લુટૂથ દ્વારા થાય છે. જેની સાથે તેમા નવા પુરસ્કારોનું ડાઉનલોડિંગ, રમતને અપગ્રેડ કરવાની સાથે સાથે ખેલાડીની પ્રોફાઇલ અને ડેટાને પણ તે સંભાળીને રાખે છે.


લેખક – હરિશ બિસ્ત

અનુવાદક – શેફાલી કે. કલેર