‘કૉમન થ્રેડ’ની ડોક્યુમેન્ટ્રી દ્વારા રજૂ કરાય છે જીવનની કડવી વાસ્તવિકતા!

‘કૉમન થ્રેડ’ની ડોક્યુમેન્ટ્રી દ્વારા રજૂ કરાય છે જીવનની કડવી વાસ્તવિકતા!

Saturday August 13, 2016,

5 min Read

રિતુ ભારદ્વાજ પર્યાવરણ અને સામાજિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ફિલ્મો બનાવતા સ્વતંત્ર નિર્માતાઓના જૂથ ‘કૉમન થ્રેડ’ની સ્થાપક છે. રિતુના દાદા-દાદી વર્ષ 1947માં થયેલા ભાગલાની પીડા સહન કરીને પાકિસ્તાનથી દિલ્હી આવી ગયા હતા અને અહીંયા આવ્યા પછી તેમણે રેફ્યુજી કેમ્પને જ પોતાનું આશ્રય સ્થાન બનાવી દીધું હતું.

રિતુના માતા-પિતા ખૂબ જ ઓછા સાધનો અને અભાવમાં ઉછર્યા હોવાથી જીવનના અનુભવોના આધારે તેમને શિક્ષણનું મહત્વ ખબર હતું. એવામાં જ્યારે રિતુ મોટી થઈ તો તેનું એડમિશન સૌથી સારી સ્કૂલમાં કરાવવામાં આવ્યું અને તેને પોતાની પસંદગીના વિષયો ભણવાની પણ આઝાદી મળી.

image


રિતુ જણાવે છે,

“મને નાની ઉંમરથી જ ખબર હતી કે હું પત્રકારત્વનો અભ્યાસ કરવા માગું છું.”

તે વધુમાં જણાવે છે,

“જ્યારે હું નાની હતી ત્યારે વીડિયો મને અન્ય કોઈ બાબત કરતા વધારે પ્રભાવિત કરતા હતા. એટલા માટે જ મેં ફિલ્મ નિર્માણનું શિક્ષણ પૂરું કર્યા બાદ બ્લૂમબર્ગ ટીવી સાથે નોકરી કરવાનું શરૂ કર્યું. ત્યાં હું નાના વ્યવસાયો, પર્યાવરણીય બાબતો, કૃષિ, સામાજિક મુદ્દા વગેરે સાથે સંબંધિત શોર્ટફિલ્મો બનાવવાનું કામ કરતી હતી.”

રિતુ માટે આ પ્રારંભિક અનુભવો કંઈક નવુ શોધવા જેવા હતા જેણે તેને આ ક્ષેત્રમાં ઘણું નવું કરવા માટે પ્રેરિત કરી. તે વધુમાં જણાવે છે,

“એક મોટી ટીવી ચેનલ સાથે કામ કરવાની બીજી બાજુ એ હતી કે ત્યાં ઘટનાક્રમ ખૂબ જ ઝડપથી બદલાઈ જતો હતો અને દરેક સમાચારને ખૂબ જ ઝડપથી બહાર લાવવાના હોવાથી આપણે જે સમાચારોનું શૂટિંગ કરતા હોઈએ છીએ તેના વિશે વધારે માહિતી મળતી નથી. આ કારણે જ તેણે 2010માં નોકરી છોડી દીધી અને સ્વતંત્ર રીતે કામ શરૂ કર્યું.”

રિતુ વધુમાં કહે છે,

“તે સમયે મેં મારું સંપૂર્ણ ધ્યાન પ્રવાસમાં જોડી દીધું. હું અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ગામડાંમાં રહેવા જતી જ્યાં ન તો વીજળી હોય છે કે ન પાણીની પૂરતી વ્યવસ્થા હોય છે. તે ઉપરાંત હું ત્યાં ઓછામાં ઓછી સુવિધાઓ સાથે રહેવાનો પ્રયાસ કરતી. આ કામના કારણે મને મારામાં ખૂબ જ મોટું પરિવર્તન જોવા મળ્યું છે, કારણ કે હવે હું મારા પાસે રહેલા મર્યાદિત સંસાધનોના પણ વખાણ કરવા સક્ષમ થઈ ગઈ છું. આવા ગામડાંમાં રહેતા લોકોને મળીને હું પોતાની જાતને ધન્ય માનતી કારણે કે જેને આપણે જીવનની કઠણાઈ માનીએ છીએ તે આ લોકો માટે એક સામાન્ય વિચાર છે.”
image


જ્યારે તે પશ્ચિમ બંગાળવા ગ્રામ્ય વિસ્તારોની મહિલા ખેડૂતોને મળી તો તેને અનુભવ થયો કે તેની બનાવેલી ફિલ્મો માત્ર સૂચના આપવાનું માધ્યમ ન રહેતા કંઈક વધુ સાબિત કરી શકે છે. પોતાના રોજિંદા જીવન દરમિયાન તેમના દ્વારા બતાવવામાં આવેલી વિનમ્રતા અને શક્તિના સંયોજનને જોતા તેને લાગ્યું કે, તે જે કરી રહી છે તેનો પ્રભાવ વધુ ઊંડો પડી શકે છે. તેને પણ આ જ પરિપ્રેક્ષ્ય અને દિશાની જરૂર હતી.

વર્ષ 2010માં રિતુએ ફિલ્મ નિર્માતાઓનું એક જૂથ બનાવવાનું વિચાર્યું અને પોતાના અન્ય 7 મિત્રો અને સાથીઓને પોતાની સાથે જોડીને કૉમન થ્રેડ્સની સ્થાપના કરી.

“અમારામાંથી કોઈ છાયાંકનનું જાણકાર હતું તો કોઈ પટકથા લેખન તો કોઈનામાં ફોટોગ્રાફીની વિશેષતા હતી તો કોઈ શૂટિંગમાં એક્સપર્ટ હતું. તેમ છતાં અમે બધા જ સ્વતંત્ર ફિલ્મ નિર્માતાઓ તરીકે એક સમાન સંઘર્ષ અને અસુરક્ષાની ભાવનાથી પીડાતા હતા અને તથી આ નામ કૉમન થ્રેડ્સ અપનાવ્યું. પોતાના સંચાલનના બીજા જ વર્ષે હું પોતાના વ્યવસાયમાં પાંચ ગણી વૃદ્ધિ કરવામાં સફળ રહી.” 
image


રિતુ જણાવે છે.

કૉમન થ્રેડ્સ અત્યાર સુધી ભારતમાં સાઈડલાઈન થઈ ગયેલા સમુદાયો સુધી કાયદાકીય મદદ, બાળકોને પુસ્તકો, પંચાયતોની દુનિયા, જયપુર અને દિલ્હીના નિવાસીઓના ખાનપાનની આદતો પર પ્રભાવ પાડતું શહેરીકરણ અને ઉત્તરાખંડમાં વીજ સંરક્ષણ જેવા વિવિધ વિષયો પર ડોક્યુમેન્ટ્રી બનાવી ચૂકી છે. તે ઉપરાંત તેમણે બીબીસી માટે ભારતીય ભૂગોળ પર એક ડોક્યુમેન્ટ્રી તૈયાર કરવા માટે લંડન આધારિત એક પ્રોડક્શન હાઉસ સાથે જોડાણ કર્યું છે. આ ઉપરાંત લંડનની એક ડિમ્ડ યુનિવર્સિટી સાથે જોડાઈને તેઓ શિક્ષણશાસ્ત્ર પર આધારિત ડોક્યુમેન્ટ્રીનું નિર્માણ કરી રહ્યા છે. આ ડિમ્ડ યુનિવર્સિટી લંડનમાં વર્ષ 2015ના બોન્ડ ઈનોવેશન એવોર્ડની વિજેતા પણ બની છે.

રિતુ જણાવે છે,

“મને પોતાના કામમાં સૌથી વધારે સારું એ લાગે છે કે તેમાં સતત થનારી નવી શોધ મને સંપૂર્ણતાની ભાવનાથી તરબતર કરી દે છે. આ બાબત મારી લોકો સુધી પહોંચવા અને તેમની સાથે જોડાવાથી શરૂ થાય છે અને જ્યારે ગામમાં મારું સ્વાગત કરવામાં આવે છે અથવા તો હું તેમના રોજિંદા જીવન વિશે માહિતગાર થાઉં છું ત્યારે આ ભાવના યથાવત રહે છે. આ સતત શીખતા રહેવાની એક પ્રક્રિયા છે જે તેમની સાથે થયેલા દરેક અનુભવની સાથે નિરંતર આગળ વધતી રહે છે અને ડોક્યુમેન્ટ્રી ભલે ગમે તે વિષય પર તૈયાર થાય પણ બધું ખૂબ જ ભાવનાત્મક હોય છે. ઘણી વખત તો હું શૂટિંગ દરમિયાન સામે આવતા તથ્યોના કારણે કે ગ્રામજનોના સ્નેહના કારણે ભાવનાત્મક રીતે પોતાને નબળી અનુભવતી હોઉં છું. આ પ્રક્રિયા રોકાતી નથી અને મને સતત આગળ વધતા રહેવા માટે પ્રેરિત કરતી રહે છે કારણ કે આ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે.”

image


તે વધુમાં જણાવે છે,

“મારા મતે ડોક્યુમેન્ટ્રી મારા માટે શોધ કરતા કંઈક વિશેષછે. શરૂઆતમાં હું તેના પર કામ કરવા નહોતી માગતી. હું માત્ર ફિલ્મો પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરવા માગતી હતી પણ બ્લૂમબર્ગ સાથે રહીને થયેલા અનુભવથી મને ખ્યાલ આવ્યો કે ડોક્યુમેન્ટ્રી દ્વારા હું ઘણું બધું કરી શકું તેમ છું. મને અનુભવ થયો કે વાત કરવા માટે કોઈ મહત્વનો વિષય હોય અને એવા પ્રશ્નો જેનાથી હું અથવા તો મને મળનારા લોકો તેમનું સમાધાન અને જવાબ શોધી શકે છે તો તેના માટે ડોક્યુમેન્ટ્રી શ્રેષ્ઠ માધ્યમ છે.”

રિતુ અજાણી બાબતોને સામે લાવવા ડોક્ટુમેન્ટ્રી નથી બનાવતી પણ એવી વાતોને વિવિધ રીતે રજૂ કરવાના માધ્યમો શોધતી રહે છે જેના વિશે લોકોને પહેલેથી જાણ હોય છતાં નવું લાગે.

“ઘણી વખત એવું બને છે કે આપણે પડકારો આપવાના ઈરાદા વગર જ મુખ્યધારાના દ્રષ્ટિકોણથી આ સવાલોની સત્યતાનો શોધીએ છીએ. કૉમનથ્રેડ સમયની ગર્ત નીચે છુપાયેલી અને વણજોયેલી વાતોને સપાટી પર લાવવાનો પ્રયાસ કરે છે.”

રિતુ કહે છે.

image


તેની ડોક્યુમેન્ટ્રીઝ આગળ વધીને એ સવાલ ઉભા કરે છે કે આપણે કથિત વિકાસની આંધળી દોડમાં ઘણું બધું પાછળ છોડી જઈ રહ્યા છીએ. 

લેખક- FRANCESCA FERRARIO

અનુવાદક- YS ટીમ ગુજરાતી

અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારા સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

'બેટી ભણાવો' અભિયાનને સફળ બનાવવા દિવસ રાત એક કરતી વડોદરાની નિશિતા

સમાજમાં સ્માઈલ ફેલાવતું અભિયાન ‘થૅંક યૂ ઈન્ડિયા’

રાહ જોઇને કંટાળેલા, રાજસ્થાનના ગ્રામવાસીઓએ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા જાતે જ બસ ખરીદી!