પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કદાચ સોશિયલ મીડિયા પર સક્રિય રહેનારા તથા તેના સૌથી પ્રારંભિક ઉપયોગ કરનારાઓમાંના એક છે. ગયાં વર્ષે લોકસભા ચૂંટણી દરમિયાન, નરેન્દ્ર મોદી તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છવાઈ ગયા હતાં. તેમની માતા સાથેની તેમની સેલ્ફી તથા તેના પર તેમની ટ્વીટ, જેમાં તેમણે લખ્યું હતું કે, "મારી માતાના આશિર્વાદ લીધા", એ ટ્વીટ તરત જ વાયરલ થઈ ગઈ હતી. આ ટ્વીટને લગભગ 12,322 રી-ટ્વીટ્સ મળી હતી અને 15,368 ફેવરિટસ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની યાત્રા, તેમની સોશિયલ મીડિયા પરની લોકપ્રિયતાનું એક તાજું ઉદાહરણ છે. 'ટૂ ધ ન્યૂ' એક ડિજીટલ સર્વિસ કંપની છે, જે ડિજીટલ ટેક્નોલોજીના પાવર, વિશ્લેષણાત્મક, સર્જનાત્મક સામગ્રીને ભેગી કરે છે અને આ કંપનીના આંકડાઓ અનુસાર, સક્રિયતાના લીધે, ટ્વીટર વ્યવહારિક રીતે ધ્વસ્ત થઈ ગયું હતું. 22 થી 28 સપ્ટેમ્બર સુધી, #Modiinusa નું એન્ગેજમેન્ટ 147, 038 સુધી પહોંચી ગયું હતું.
જ્યારે ટાઉનહૉલમાં સવાલ-જવાબો દરમિયાન, માર્ક ઝુકરબર્ગે નરેન્દ્ર મોદીને તેમના સોશિયલ મીડિયા સાથેના જોડાણ વિશે પૂછ્યું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમણે સોશિયલ મીડિયાને ત્યારે અપનાવ્યું હતું, જ્યારે તેઓને એ વાતનું અનુમાન પણ નહોતું કે તેઓ આગળ જઈને એક દિવસ મુખ્યમંત્રી અથવા તો દેશના વડાપ્રધાન બનશે. "મેં સોશિયલ મીડિયાને, ટેક્નોલોજી પ્રત્યેની ઉત્સુકતાને લીધે અપનાવ્યું હતું. આપણને આપણાં પાઠ્યપુસ્તકો કરતાં ગાઈડસ જ વધુ ગમતી હોય છે. સોશિયલ મીડિયાએ, મારા માટે એવું જ કંઈક કર્યું. મને જે જોઈતું હતું, તે મને સંક્ષિપ્ત પ્રમાણમાં મળી ગયું. સોશિયલ મીડિયાએ મારા ભણતરની ઉણપને પૂરી કરી દીધી. તેણે મારી વિચારવાની પદ્ધતિ બદલીને, મને બાકીની દુનિયા સાથે જોડી દીધો".
કી-વર્ડ ફ્રેન્ડ્લી સ્પીચ
'ટૂ ધ ન્યૂ' એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા, સિલિકૉન વેલીની મુલાકાત દરમિયાન, તેમની આઈકોનિક સ્પીચમાં સૌથી વધું વાપરવામાં આવેલાં કી-વર્ડ્સને જોયા, તો તેમને જાણવા મળ્યું કે, 'ઈન્ડિયા' અને 'વર્લ્ડ' શબ્દો એમણે અમુક્રમે 22 તથા 9 વાર વાપર્યા હતાં. તેમણે વાપરેલા અન્ય શબ્દો હતાં ટેક્નોલોજી અને ઈન્ડસ્ટ્રી. ધ્યાન રહે કે તેમની આ સ્પીચ, દુનિયાના ટોચના સી.ઈ.ઓ તથા ટૅક એક્સપર્ટ્સને આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીએ, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ, એન્ડ્રોઈડ, સ્કાઈપ, વ્હૉટસએપ અને સિસ્કો જેવી બ્રાન્ડ્સના નામ પણ વાપર્યા હતાં.
તેમના દ્વારા, કેટલાક શબ્દો જેમ કે, ફેરફાર, પરિવર્તન, ધોરણ, વિસ્તરણ, ટકાઉ, દૂરંદેશીપણું અને કાર્યક્ષમને લગભગ 17 વાર વાપરવામાં આવ્યાં હતાં. આ શબ્દોનો ઉપયોગ, માર્ક ઝુકરબર્ગ તથા અન્ય શ્રોતાઓને સ્પર્શી ગયાં હતાં.
'ટૂ ધ ન્યૂ' ડિજીટલ વિશે
'ટૂ ધ ન્યૂ' ડિજીટલમાં, 600 લોકોની ટીમ કાર્યરત છે, જેઓ ટેક્નોલોજી એક્સપર્ટ્સ, સોશિયલ મીડિયા એક્સપર્ટ્સ, કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ્સ અને સર્જનાત્મક એક્સપર્ટ્સ છે. સાથે જ તેમણે 30 દેશોમાં ફેલાયેલા 300 થી પણ વધુ કંપનીઓના બિઝનેસિસને પરિવર્તિત કર્યા છે. 'ટૂ ધ ન્યૂ' ડિજીટલ એમની સફળતાનો શ્રેય નવયુવાનોને આપે છે, જેઓ સતત આગળ વધી રહેલાં ડિજીટલ સ્પેસનાં નવીનીકરણમાં પરોવાયેલા છે.
Related Stories
March 14, 2017
March 14, 2017
Stories by Nishita Chaudhary