આ 10 વાતોનું ધ્યાન રાખી તમે જીવનમાં બની શકો છો સફળ!

આ 10 વાતોનું ધ્યાન રાખી તમે  જીવનમાં બની શકો છો સફળ!

Thursday December 31, 2015,

8 min Read

હું ગાયબ થવા માગું છું. હું એવા જૂના ફ્લેટમાં જવા માંગું છું જ્યાં મારી કોઇની સાથે વાતચીત ના થઇ શકે. હું દરરોજ ત્રણેય સમયનું જમવાનું ઓર્ડર કરવા માગું છું. હું મારા પાડોશીઓની સાથે દરેક ભાષામાં વાત કરવા માગું છું, હું તેમને રમતો શીખવવા માગું છું અને ફુટપાથ પર તેમની સાથે રમવા ઇચ્છુ છું. અમે હસતાં રહેવા અને જૂની કારમાંથી આવતા સંગીતના સૂરને માણવા માગીએ છીએ, તેનો આનંદ ઉઠાવવા માગીએ છીએ. જ્યારે હું ક્યાં અટકી જાઉં કે મારું અપમાન થાય ત્યારે આ તમામ લાગણીઓનો અહેસાસ કરું છું. જ્યારે હું ફસાઇ જાઉં છું, ત્યારે હું ઉદાસ થઇ જાઉં છું. મેં જિંદગી પાસેથી જેટલું મેળવ્યું છે એના કરતા વધારે મેળવવાની ઇચ્છા ધરાવું છું. હું અલગ કામ કરવા માગું છું. હું એ કામ કરવા માગું છું જે મને પસંદ છે. તેના પછી ફરીથી ઉદાસ થઇ જાઉં છું. જ્યારે પણ હું ક્યાંય અટકી જાઉં છું ત્યારે મને આ પ્રકારનો અહેસાસ થાય છે. પછી ભલે જે તે નોકરી હોય, કારર્કિદીની વાત હોય કે પછી મારા સંબધોની કોઇ પણ વાતો હોય.

image


જો હું પોતાની જાતને કહી શકતો હોત કે આ ભૂતકાળ મારા આવનાર ભવિષ્યનો જેલ કિપર નથી. હું વિચારું છું કે 'મને Xની ડિગ્રી મળી છે પરંતુ મારે Y ભણવું હતું. મને તે વિષયમાં ડિગ્રી મેળવવી છે' કે પછી એવું એટલા માટે કે હું એ સાથે રહી રહ્યો છું. આ જ જીવન છે કે પછી એટલા માટે કે મેં જે વિશે લખ્યું એટલે મારું જીવન હવે આ પ્રમાણેનું છે.

કે પછી એટલા માટે કે હું એક વખત વ્યાપાર કે પછી કલામાં નિષ્ફળ રહ્યો છું. એટલે હું ફરીથી પ્રયાસ કરી શકું નહીં કે પછી મારા માતા-પિતાની ઇચ્છા છે કે હું ડૉક્ટર બનું એટલે મારે ડૉક્ટર જ બનવાનું છે.

1. ખરાબ

મેં મેટ બેરી સાથે વાત કરી હતી, મને એવું લાગ્યું કે તેઓ એવું કામ કરી રહ્યા છે જે તેમના હિસાબે ડ્રીમ જોબ છે. ફિલ્મોની વાર્તા લખવી,પરંતુ તેઓ ફેન્ટેસી સ્પોર્ટ્સ વિશે બ્લોગ લખવા ઇચ્છા હતા. એક બ્લોગ માટે તેમણે 100 ડૉલર્સ મળતા હતાં. આઠ વર્ષ પછી તેઓ ઇએસપીએન માટે સ્પોર્ટ્સ એન્કરિંગ કરે છે. આ તેમની ડ્રિમ જોબ હતી. જિમ નોર્ટન હતા, જેમની સાથે હું મોટો થયો. તેઓ ટ્રેક્ટર ચલાવતા હતા અને નાનું મોટું કામ કરતા હતા પરંતુ તેઓ હાસ્ય કલાકાર બનવા માંગતા હતા. 20 વર્ષ પછી તેઓ દુનિયાના સૌથી મોટા હાસ્યકલાકાર બન્યા.

2. સ્વીકાર કરવો

હું બેચેની અનુભવી રહ્યો છું. હું ઉઠી નથી શકતો. આ ઉપાયમાં માત્ર કરવાનું એટલું છે કે માત્ર તેના પર ધ્યાન આપવાનું છે. આ પોતાના શરીરને ફોસલાવાની વાત છે. શારીરિક રીતે તમને આ તમારી પથારીમાંથી બહાર આવવા દેશે નહીં. આ પ્રકારનું દર્દ તમને અંદરથી કોતરી ખાય છે. જો તમે તમારી અંદર ફેરફાર નહીં કરો તો તમારા શરીરને બરબાદ કરી દેશે. આની માટે પહેલાં તમારે ધ્યાન આપવું પડશે. 'આહા, આ જ એ વસ્તુ છે' ઘણા લોકોને આ ઉપાયનો અહેસાસ 30 વર્ષની ઉંમરમાં પણ નથી થતો અને તેઓ ક્યારેય બદલાતા નથી અને ધીમે-ધીમે જીવતા જ ખતમ થઇ જાય છે. તેઓ પોતાની બિમારીની દવા શોધતા હોય છે.

3. નિરાશા

મેં જોયું પરંતુ મને એવું લાગ્યું કે કેટલીક વસ્તુઓ ક્યારેય નહીં બદલાય. હું ફસાઇ ગયો છું. મારા માતા-પિતા/મિત્રો/પ્રેમ/ક્યારેય સ્વીકારશે કે નહીં સ્વીકારે. હું તૂટી જઇશ. કે પછી આનો મતલબ એવો કે મેં જે શિક્ષણ પ્રાપ્ત કર્યું એ બરબાદ થઇ ગયું. મારા પૈસા, મારો પ્રેમ બધું વ્યર્થ છે. મને લાગે છે હું ઉદાસ છું. આવામાં તમે એવી વસ્તુઓ લખવાનું શરૂ કરો જે વસ્તુઓથી તમને પ્રેમ હોય. એક બાળક તરીકે હું શું પસંદ કરતો હતો. તમે ક્યારે કોઇ વસ્તુ વધારે કરવી પસંદ કરતા હતા. તેને ફરી કરવાનો પ્રયાસ કરો. એક વખત, બે વખત કરતા જ રહો. તે પ્રાપ્ત થાય ત્યાં સુધી કરતા રહો. એવી વસ્તુઓ લખો જે તમને બાળપણમાં કરવી ગમતી હતી અને અત્યારે કઇ વસ્તુઓ કરવી વધારે ગમે છે. એવી પળોને જોડવાનો પ્રયાસ કરો. આ એ જ પળો છે જે તમારી રાહ જોઇ રહી છે. તમને ચોક્કસ લાગશે કે આ પળો તમારી માટે જ હતી. બ્રાયન કોપલમેનને લાગતું હતું કે તેઓ સંગીતના વ્યવસાયમાં આવીને ફસાઇ ગયા છે. તેમનો પરિવાર પણ આમાં જ હતો. સંગીતમાં તેઓ શિક્ષિત પણ હતા. આ જ કામમાં તેઓ નિપૂણ હતા. પરંતુ ભૂતકાળ તેમનો જેલ કીપર નહોતો. તેમણે હાઇસ્કૂલના મિત્ર અને લેખક ડેવિડ લેવિયન સાથે ત્રણ વર્ષ સુધી વિચારો પર કામ કર્યું અને ત્યાર પછી તેમણે 'રાઉન્ડર્સ' અને પછી 'ઓશિયન્સ 13' જેવી ફિલ્મો લખી હતી. તેઓ હાલમાં આગામી શો ટાઇમ શો 'બિલિયન્સ' પર કામ કરી રહ્યા છે. હું પણ હરહંમેશ એક મોકાની તલાશમાં છું. રોજ નવી સવાર પરિવર્તનનું અજવાળું લઇને આવે છે. જો તમે તમારી જાતમાં કોઇ પરિવર્તન નથી કરતા તો તમારું શરીર અંદરથી ખોખલું થઇ જાય છે. 'આહા આ જ એ વસ્તુ છે' ઘણા લોકોને આ ઉપાયનો અહેસાસ 30 વર્ષની ઉંમરમાં પણ નથી થતો અને તેઓ ક્યારે બદલાતા નથી અને ધીમે- ધીમે જીવતા જ ખતમ થઇ જાય છે. તેઓ પોતાની બિમારીની દવા શોધતા હોયો છે.

4. શીખવું

જો આપણે આપણી અંદર પરિવર્તન નહીં લાવીએ તો મરી જઇશું. પુસ્તકોની દુકાને જાઓ અને જુઓ કે કયું પુસ્તક તમને પોતાની તરફ આકર્ષિત કરે છે. કઇ વાતચીત સાથે તમે જોડાઇ જાઓ છો. તમારા જીવનમાં એવો ક્યો સંબંધ છે જે તમને જુસ્સો પૂરો પાડે છે. તમને કઇ વસ્તુમાં એવું લાગે છે કે આમાં ઉંડાણમાં જવાની ઇચ્છા છે. દરેક વસ્તુ વાંચો અને ત્યાર પછી તમારા જેવા સરખા શોખ ધરાવતા લોકોની સાથે વાંચેલી વસ્તુને શેર કરો. દરેક નવી વસ્તુ શીખવાનો પ્રયાસ કરો. આવું કરશો તો લોકો તમારી તરફ આકર્ષિત થશે. લોકોનું કામ છે વાતો કરવાનું. તેઓ સારી ખરાબ વાતો કરશે. જો તમારે જીવનમાં પરિવર્તન જોઇતું હોય તો તમે હરહંમેશ નવું શીખવાનો પ્રયાસ કરતા રહો.

5. નિષ્ફળતા

મેં જે પણ વસ્તુની શરૂઆત કરી એમાં નિષ્ફળ રહ્યો. બિઝનેસમાં મારા તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યાં. 20માંથી 17 બિઝનેસ મારા નિષ્ફળ રહ્યાં. મારા પ્રથમ પાંચ પુસ્તકો ક્યારેય પ્રકાશિત ન થયા. મારા છૂટાછેડા થયા અને તે બાદ પણ ઘણા નિષ્ફળ સંબંધો થયા. હું ટીવી શો બનાવવામાં પણ નિષ્ફળ રહ્યો. હું બીજા બે કે ત્રણ વિષયમાં આગળ વધી શકતો હતો. પરંતુ મેં જે પસંદ કર્યો છે એ સાવ કંટાળાજનક છે. હું દુનિયાની સાથે સૌથી સારો બનવાના પ્રયાસો કરું છું અને એટલે જ હું દુનિયાને ગાંડો લાગું છું. આની માટે મારે જાતે જ પહેલાં દુ:ખી બનીને દુ:ખનો અહેસાસ કરવો પડશે. તમારે ક્યાં જવાનું છે એ નક્કી કરો, તે જગ્યા નક્કી થઇ જશે એટલે તમને તમારી મંજીલ મળી જશે.

6. નિષ્ફળતા બાદ પણ પ્રયત્નો કરતા રહો

તમે કદાચ હા કહેશો કે ના કહેશો. મેં 90ની સાલમાં ચાર પુસ્તકો લખ્યા. ત્યારે હું નિષ્ફળ રહ્યો. હું રોકાઇ ગયો. આ કારણે મેં નોકરી કરી અને લખવાનું છોડી દીધું. સાત વર્ષ પછી મેં ફરીથી લખવાની શરૂઆત કરી. આઠ વર્ષ પછી હું વધારે વ્યક્તિગત વાતો લખવા લાગ્યો. હવે મારી જે ઇચ્છા હોય છે એ હું લખું છું. હવે જો હું મૂલ્યાંકન કરું તો હવે કંઇક અલગ જ લખી રહ્યો છું. કંઇક એવું જે ઘણું દર્દભર્યું છે. બની શકે છે કે એક દિવસ હું ઉત્તમ થઇ શકું છું. પરંતુ ઉત્તમ સુધી પહોંચવા માટેના જે પ્રયત્નો કરવા પડે છે એ મને પસંદ છે. મને અસફળ થવું પણ પસંદ છે. પરંતુ થાકી કે હારી જવાનું મને પસંદ નથી. બહાનાઓ કરીને બીજાને પોતાની અસફળતાનો દોષ આપશો નહીં. કદાચ તમે નાનપણમાં જે કરતા હતા તેની તરફ પાછા ફરો.

7.મેન્ટર

જીવનનાં દરેક ક્ષેત્રમાં મારી પાસે મહાન સલાહકાર હતાં. આપ વિશ્વસનીય સલાહકાર કેવી રીતે મેળવો છો? જો આપ કોઇ વ્યક્તિનાં રૂપમાં ચાહો છો. તેને તમે આ વાતનો અહેસાસ કરાવો. તે માટે તમારે એવું કહેવાની જરૂર નથી કે 'હું તમારી કંઇ મદદ કરી શકું છું?' કારણ કે આમ કહેવાથી તે તમને કોઇ કામ આપી દેશે. તે આપની મદદ કેમ કરશે જો આપ તેમને હમેશાં કામમાં વ્યસ્ત રાખશો. તેમને કહો કે તમે તેમનું જીવન કેવી રીતે વધુ સારું બનાવી શકો છો. જો આપ વર્ચ્યુઅલ મેન્ટર ઇચ્છો છો તો આપની પસંદની 200 બૂક્સ વાંચો. દર પચાસ બૂક વાંચશો ત્યારે તમને એક સારો મેન્ટર મળશે.

8. પોતાની પ્રતિભાને ઓળખો

ધ બીટલ્સ, પિંક ફ્લોઈડ, ધ રોલિંગ સ્ટોન્સ, યૂ 2, ધ વુ તાંગ ક્લાન એવો અવાજ નથી જે આજ પહેલાં ક્યારેય સાંભળ્યા ન હોય. આ લોકોએ વર્ષો સુધી નકલ કરી અને હવે પોતાની અનોખો અવાજ વિકસાવી લીધો છે. પોતાની પ્રતિભા ઓળખવાનો વધુ એક આઇડિયા એ છે કે દરરોજ 10 આઇડિયા લખો જેમાં તમને રસ હોય.

9. ફરી નિષ્ફળતા

સફળતાનું સૌથી મોટું રહસ્ય છે સતત મળતી નિષ્ફળતા. કોઇ યુતવીને દસ વખત ફોન કરવો અને તેની સામે બેબાકળા થઇ જવું ફક્ત એટલું સાંભળવા માટે કે તે પણ તમને પ્રેમ કરે છે. મારું કહેવું છે કે નિષ્ફળતા અંગે વિચારો. એવી કઈ બાબત થઇ કે જે તમારે કરવી જોઇતી હતી પણ તમે કરી નહીં. કે એવી કઇ બાબત જે તમે કરી અને તેનાથી તમને નુક્શાન થયું. જો તમે તે બાબત શોધી શક્યા તો તેનો અર્થ છે તે તમે તમારી સૌથી મોટી મુશ્કેલી શોધી કાઢી. એક લેબલ બનાવો. જેની અંદર જરૂરી ધ્યાન રાખવા જેવી બાબતો જે તમને ફાયદાકારક છે અને નુક્શાનકારક તેના વિશે વિચારો. નહીં કે ડરો, ગભરાઓ અને કામ કરવાનું છોડી દો. ધ્યાન+દ્રઢ્તા+ સતત નિષ્ફળતા+ પ્રેમ= સફળતા. પણ એક ત્તત્વ સૌથી વધુ મહત્વપૂર્ણ છે અને તે છે આત્મવિશ્વાસ.

10. તે લોકો જેને આપ ખૂબ પ્રેમ કરો છો

જ્યારે હું ક્યાંય અટકાઇ જાઉં છું કે આગળ વધુ છું ત્યારે ત્યારે મારા મિત્રો મને સપોર્ટ કરે છે. હું જ્યારે પડી જાઉં છું ત્યારે તેઓ તેમનો હાથ મને સ્થિર થવા આપે છે. તેઓ ભગવાનથી જરા પણ ઓછા નથી. મિત્ર સાથે કરેલી વાતો, તમારા દુ:ખ, દર્દ, સમસ્યાનું નિરાકરણ તેમની પાસે હોય છે. ભલે ચોક્કસ ન હોય પણ માર્ગદર્શન તમને જરૂરથી મળે છે. તે તમને દિલાસો આપે છે અને તમને હિંમત પણ આપે છે. તે તમારી પડખે ઉભા રહે છે. એવા પણ ઘણાં મિત્રો હોય છે જે બહું બોલકણા ન હોય પણ તે હમેશાં તમારી સાચી-ખોટી બાબતોમાં તમને ટકોર જરૂર કરે છે. આવા મિત્રોને ક્યારેય પોતાનાથી દૂર ન થવા દો. તે તમને દરેક સમસ્યાનું સમાધાન કરવા સક્ષમ બનાવે છે.


લેખક- જેમ્સ એલટચર

અનુવાદક- YS ટીમ ગુજરાતી