મહિલાઓના વસ્ત્રોની 10,000થી વધુ ડીઝાઈન્સ અને રોજના 100 ઓર્ડર્સની પૂર્તિ કરતા "બેન્ગલેવાલે"!

0

ઓનલાઇન શોપિંગના પ્રગતિશીલ માર્કેટમાં સૌથી વધુ ચીજ વેચાય છે કપડાં. અહીં ગ્રાહક એક જ સાઈટ પર અનેક ડીઝાઈનના કપડાં જોઈ શકે છે. વચેટીયાઓ ન હોવાને કારણે ગ્રાહકોને સસ્તુ પણ પડે છે. લોકોનો આ તરફનો ઝૂકાવ જોઈ આગ્રાના અખિલ અગ્રવાલે 2013માં બેન્ગલવાલે ડોટ કોમનો આરંભ કર્યો. આજે એથનિક ડ્રેસ અને જ્વેલરી માટેની આ લોકપ્રિય વેબસાઈટ બની ગઈ છે.

અખિલે અમદાવાદમાં બિઝનેસ એન્ટરપ્રેન્યોરશીપમાં 'પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ'નો અભ્યાસ પૂરો કર્યો. તેનો પરિવાર વર્ષોથી કપડાંના વ્યવસાયમાં છે. તેણે બાળપણથી વિચારી લીધું હતું કે તે આ કારોબારમાં પોતાનો અલગ મુકામ બનાવશે. ભણ્યા બાદ તેણે આ બાબતે વિચારવાનું શરૂ કરી દીધું.

ફિરોજાબાદમાં તેણે કાચની બંગડીઓનું મોટું કામ જોયું. તેથી તેમાં હાથ અજમાવ્યો અને બેન્ગલવાલે ડોટ કોમની સ્થાપના કરી.

ઓનલાઈન બંગડી વેચવાનો આઈડીયા નવો હતો, પણ તેને આશા મુજબની ઉડાન ન મળી. આથી તેણે સાઈટ પર અન્ય વસ્તુઓ ઉમેરવાની શરૂઆત કરી. મિત્રોના કહેવાથી તેનું ધ્યાન મહિલાઓના ડ્રેસ પર ગયું. અને તે વેચવાની શરૂઆત કરી દીધી. બહુ જ ધીરે ધીરે આ વેચાણ થવાની શરૂઆત થઇ. મહિલાઓની માગ વધતી ગઈ. અને અખિલે આ વ્યવસાયને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું.

આજે આ સાઈટ પર એથનિક ડ્રેસની મોટી રેંજ છે. જેમાં 10,000 જેટલી ડીઝાઈન્સ મોજૂદ છે. અખિલ કહે છે કે બીજી વેબસાઈટસ પર એક જ ઉત્પાદની અલગ અલગ કિંમતો બતાવાય છે, કેમ કે એક જ સાઈટ પરથી જુદા જુદા વેપારીઓ વેચતા હોય છે, પણ અમે એવું નથી કરતા. અહીં અમારી કિંમતો એક જ રહે છે. તેનો દાવો છે કે તે પોતાના ઉત્પાદ વિષે ગ્રાહકો સાથે પારદર્શક રહી કિંમત બતાવે છે. જેમાં 1200 થી માંડીને 15000 ની કિંમતનાં વસ્ત્રો સામેલ હોય છે. હવે તેની યોજના લહેંગાના ઉત્પાદ માટે પણ છે. જેની કિંમત રૂ. 1 લાખ સુધીની હોઈ શકે છે. તે ગ્રાહકોની સમસ્યાઓને ફોન પર પણ હલ કરી રહ્યો છે.

ડ્રેસ ઉપરાંત અહી આભૂષણો પણ જોવા મળે છે. આ સામાન સુરતથી આવે છે. અન્ય જગાઓથી પણ ચીજો મગાવવામાં આવે છે. આજે આ સાઈટ સાથે 10000 લોકો જોડાઈ ચૂક્યા છે. તેના ગ્રાહકો ટાયર 1 કે ટાયર 2 શહેરોમાંથી મળી રહ્યા છે.

જે સાઈટ પર પહેલા એક ઓર્ડર પણ નહોતો મળતો, ત્યાં આજે રોજના 100 ઓર્ડર્સ હોય છે. જે 1200 થી 1500 રૂ.ના હોય છે. આમ દર મહિને અખિલના કહેવા મુજબ 20 થી 30 ટકાની ગતિથી બિઝનેસ વિકસી રહ્યો છે. તેનું માનવું છે કે તેનો ઇન હાઉસ અને લોજીસ્ટીક ખર્ચ વધુ છે. આ ઉપરાંત જુદા જુદા કારણો ને લીધે 20% માલ પાછો આવે છે, તે પણ માથાનો દુઃખાવો બની જાય છે. આ ટીમમાં 3 જ યુવાનો કામ કરે છે. કેમ કે તેઓ પોતાનું કેટલુંક કામ આઉટસોર્સ કરે છે. અખિલ કહે છે કે અત્યારે તો કોઈ રોકાણની જરૂર નથી. કેમ કે તેનું ધ્યાન રીટેલ ક્ષેત્રમાં પોતાને મજબૂત કરવાનું છે. પણ એકાદ વર્ષ બાદ તે વિશે તે ગંભીરતાથી વિચારશે.

Related Stories