સફળતાની 7 ટિપ્સ કે જે ઉદ્યોગસાહસિકોને બનાવે છે સુપરહિટ!

0

શું કરવું, શું ન કરવું?

સમયનો ઉપયોગ કેવી રીતે કરવો?

દિનચર્યામાં ફેરફાર કેવી રીતે કરવો?

ઓફિસમાં મોટાભાગના લોકો સવારે 10 વાગે આવીને સૌથી પહેલા ઈ-મેઇલ જુએ છે. ત્યારબાદ મીટીંગમાં વ્યસ્ત થઈ જાય છે અને ત્યાર પછી પોતાના સહકર્મચારીઓ સાથે ગપ્પા મારીને ફરીથી ઈ-મેઇલ અને ફેસબુક ઉપર વ્યસ્ત બની જાય છે. આ દરમિયાન વચ્ચે તેઓ થોડું કામ પણ કરી લે છે તે પછી લંચનો સમય થઈ જાય છે. ઉપરોક્ત ઘટનાક્રમ લંચ પછી પણ ચાલુ રહે છે. લંચ પછી થોડું કામ, ઈ-મેઇલ જોવા, અને સાંજે 5-30 વાગ્યાની રાહ ઘેર જવા માટે જોવાતી હોય છે.

પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ નોકરી છોડીને પોતાનો વ્યવસાય શરૂ કરે છે ત્યારે આ દિનચર્યા સદંતર બદલાઈ જાય છે. દરેક ઉદ્યોગસાહસિકની અલગ ગાથા હોય છે. પરંતુ તે બધામાં કેટલીક વાતો સમાન હોય છે કે જે તેમને ભીડથી અલગ કરે છે.

તેમને ખબર છે કે તેમણે શું કરવાનું છે

કોઈ પણ ઉદ્યોગસાહસિક પોતાના વેપારની શરૂઆત ઢંગધડા વિના નથી કરતો. તેને ખબર હોય છે કે તેણે આખા દિવસમાં શું કરવાનું છે. તેની પાસે નાના સમય માટેની યોજનાઓ અને લાંબા સમય માટેનાં લક્ષ્યાંકો વિશેની જાણકારી હોય છે. તેને પૂરાં કરવા માટે તે નિષ્ઠાપૂર્વક પોતાનાં કામમાં જોડાઈ જાય છે. મોટાભાગના ઉદ્યોગસાહસિકો આખા દિવસનાં કામોની યાદી બનાવી લે છે. અને ગત અઠવાડિયે કરેલાં કામોની ફરીથી માહિતી મેળવે છે. એટલું જ નહીં સૂતાં પહેલાં આગલા દિવસે કરવાનાં કામોની યોજના ઘડી કાઢે છે. તેથી તેઓ નક્કી કરી લે છે કે સવારે તેમણે ક્યારે ઉઠવાનું છે.

કામને પ્રાથમિકતા

ઉદ્યોગસાહસિકો માટે કામની યાદી બનાવી લેવી પૂરતું નથી હોતું. તેમને સારી પેઠે ખબર હોય છે કે દિવસ દરમિયાન તેમણે કયું કામ નથી કરવાનું. આમ તો બે પ્રકારના કામ હોય છે. જરૂરી અને મહત્વપૂર્ણ. જરૂરી કામ માટે ઉદ્યોગસાહસિકે વધારે ધ્યાન આપવાનું હોય છે. પરંતુ દરેક કામ મહત્વપૂર્ણ નથી હોતું. ઉદાહરણ તરીકે ટેલિકોમ કંપનીના કોલ સેન્ટરમાં ગત મહિને વધારે આવેલાં બિલની ફરીયાદ કરવી જરૂરી નથી હોતું. ઉદ્યોગસાહસિક સૌથી પહેલા મહત્વપૂર્ણ કામને ઝડપથી પતાવે છે. ત્યાર બાદ તે બીજાં કામો પૂરાં કરે છે. કોઈ પણ ઉદ્યોગસાહસિક 80/20ના નિયમને માને છે. જેમાં 80 ટકા ઉત્પાદકતા હોય છે અને 20 ટકા કામ. અને તેઓ આ પ્રકારે કામ કરવામાં ખાસ પ્રકારે માહિર હોય છે.

મલ્ટિ ટાસ્કિંગ

મોટાભાગના ઉદ્યોગસાહસિકો જે ખાસ પ્રકારનાં કામમાં વિશેષજ્ઞ હોય છે પરંતુ તેમણે બીજાં ક્ષેત્રમાં પણ એટલાં જ સારાં બનવું હોય છે. કોઈ પણ ઉદ્યોગસાહસિક માટે સીઈઓનો અર્થ ચીફ એવરિથિંગ ઓફિસર હોય છે. ઉદ્યોગસાહસિક એક સારો પ્રોગ્રામર હોવો જોઇએ કે જે કોઈ પણ પ્રકારનાં કામ કરતાં ખચકાય નહીં. ચાહે પછી પરીક્ષણ, ડિઝાઇન, વિતરણ, વેચાણ, ગ્રાહકોની મદદ, લોકોને કામ ઉપર રાખવા, કે પછી ખુરશીની સફાઈનું જ કામ કેમ ન હોય. જેમ જેમ સંસ્થાનો વિકાસ થતો જાય છે તેમ તેમ તે દરેક ક્ષેત્ર માટેના વિશેષજ્ઞને રોકે છે. તેમ છતાં પણ તેને તમામ કામોની જાણકારી હોવી જોઇએ.

પોતાના કામ ઉપર વિશ્વાસ

કોઈ પણ ઉદ્યોગસાહસિક સફળતા મેળવવા માટેનો ટૂંકો રસ્તો નથી શોધતો. તેઓ પોતાનાં કામને પ્રેમ કરે છે અને તેની પાછળ પોતાના 100 ટકા ખર્ચી નાખે છે. તેઓ ભગવાન પાસે લોટરી જીતવા માટે મદદની માગણી નથી કરતા.

વાંચન, વાંચન અને વાંચન

કોઈ પણ ઉદ્યોગસાહસિક એવો નથી હોતો કે જે ભણ્યો નથી હોતો. તેઓ માત્ર મજા કરવા નથી ભણતાં પરંતુ શીખવા માટે ભણે છે. જેથી કરીને તેમનાં જીવનને અલગ દિશા મળી શકે. ઉદ્યોગસાહસિકો કોઈની જીવનકથા, ઉદ્યમશીલતા, આધ્યાત્મિકતા, માનવ-મનોવિજ્ઞાન અને પોતાનાં કામ સાથે સંકળાયેલાં ઘણાં બધા બ્લોગ્સ વાંચે છે. આ ઉપરાંત તેઓ અનેક મેગેઝિનો ઉપરાંત રોજનાં છાપાં ઉપર પણ નજર નાખે છે.

સારી ઊંઘ લેવી

ઉદ્યોગસાહસિક ક્યારેય પોતાની ઊંઘ સાથે સમાધાન નથી કરતો. આ સત્ય કોઈનાથીયે છૂપું નથી. સારા આરોગ્ય માટે રાતની સારી ઊંઘ ખૂબ જ જરૂરી છે. ઘણા ઉદ્યોગસાહસિકો કહેતા હોય છે કે કોઈ કામથી તેમની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે પરંતુ ધીમે ધીમે તેમણે તેના ઉપર કાબૂ મેળવવાનું શીખી લીધું હોય છે. એટલે જ કહેવાય છેને કે સ્વસ્થ મગજ સ્વસ્થ શરીરમાં જ નિવાસ કરે છે.

લેખક- પરદીપ ગોયલ

અનુવાદક- મનીષા જોશી

Related Stories