યોરસ્ટોરીની નવી પહેલઃ નવી દિલ્હીમાં ઇન્ડિયા લેંગ્વેજ ડિજિટલ ફેસ્ટિવલ ભાષાનું આયોજન

ફેસ્ટિવલમાં કોર્પોરેટ અને ઇન્ટરનેટ કંપનીઓને ઇન્ટરનેટ પર પ્રાદેશિક ભાષામાં સામગ્રી પૂરી પાડવાના પડકારો વિશે ચર્ચા થશે!

0

વર્ષ 2018 સુધીમાં ગ્રામીણ ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 28 કરોડ થઈ જવાનો અંદાજ છે, જે જૂન, 2014માં 6 કરોડ ઇન્ટરનેટ યુઝર્સની સરખામણીમાં જંગી વધારો હશે. ભારતમાં ઇ-કોમર્સ પ્રાથમિક તબક્કામાં છે અને નાની-મોટી તમામ કંપનીઓ ઇન્ટરનેટ પ્લેટફોર્મ પર હાજરી વધારવા પ્રયાસ કરી રહી છે. ઇન્ટરનેટ કંપનીઓ અને ટેક સ્ટાર્ટઅપ્સ સતત વૃદ્ધિના માર્ગે અગ્રેસર બજાર છે, પણ કોર્પોરેટ, કંપનીઓ અને ઇન્ટરનેટ કંપનીઓ તેમાં પગદંડો જમાવવાની સ્થિતિમાં છે? ઇન્ટરનેટ કંપનીઓને પ્રાદેશિક ભાષાઓમાં જવામાં કયા પડકારનો કામનો કરવો પડે છે?

આ તમામ કંપનીઓ માટે સૌથી મોટો પડકાર લોકલાઇઝેશન કે પ્રાદેશિક ભાષામાં પોતાની સામગ્રી પીરસવાનો છે. ઇ-કોમર્સ અને ભાષાવિદ્વાનોનું માનવું છે કે, આગામી પાંચ વર્ષમાં કોર્પોરેટ પ્રાદેશિક ભાષાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. ગૂગલ, ફેસબુક અને એમેઝોન જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓએ ગ્રાહકોના આ નવા સેગમેન્ટને આકર્ષવા મોટા પાયે રોકાણ કર્યું છે. તેના પરિણામે સ્થાનિક ભાષાની સામગ્રી અને જાહેરાતો પર જંગી ખર્ચ થશે તેવી અપેક્ષા છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ભારતની 1.31 અબજની વસતિમાં અંદાજે 12 કરોડ લોકો જ અંગ્રેજી બોલી શકે છે, જે આપણી વસતિનો ફક્ત 10 ટકા ભાગ છે. તેનો અર્થ એ થયો કે આશરે 90 ટકા લોકો તેમની માતૃભાષા સિવાય અન્ય કોઈ ભાષા જાણતા નથી. તેમ છતાં તમને વધારે નવાઈ એ બાબતની લાગશે કે ઇન્ટરનેટ પર 56 ટકા કન્ટેન્ટ અંગ્રેજી ભાષામાં છે, જ્યારે ભારતીય ભાષાઓમાં કન્ટેન્ટ 0.1 ટકા જ છે. પણ ઇન્ટરનેટ કંપનીઓ અને કોર્પોરેટ ક્ષેત્ર વિકાસના બીજા તબક્કામાં ભારતના નાનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારો સુધી પોતાની પહોંચ વધારવા માગે છે અને આ માટે તેમની પાસે પ્રાદેશિક ભાષામાં કન્ટેન્ટ પ્રદાન કર્યા સિવાય અન્ય કઈ વિકલ્પ નથી. નાનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં કેટલી સંભવિતતા રહેલી છે તેના વિશે થોડી જાણકારી આપીએઃ

• ભારતમાં 100માંથી 78 લોકો ટેલિફોન કનેક્ટિવિટી ધરાવે છે, જેમાંથી 45 ટકા ગ્રામીણ વિસ્તારના લોકો છે

• ગ્રામીણ ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં સતત વધારો થશે, જે વર્ષ 2018માં 28 કરોડ થવાનો અંદાજ છે

• ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સના 54 ટકા 25 વર્ષથી વધારે વયના હશે, જેમાંથી 40થી 50 ટકા ગ્રામીણ ભારતના હશે

• આશરે 30 ટકા ઇન્ટરનેટ યુઝર્સ મહિલાઓ હશે

• આશરે 90 ટકા મોબાઇલ ઉપકરણ મારફતે ઇન્ટરનેટ મેળવતા હશે

સ્પષ્ટ છે કે આગામી સમયમાં ગ્રામીણ ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં વધારો થશે અને તેઓ તેમની પોતાની ભાષામાં કન્ટેન્ટ મેળવવા માગશે. અનેક નિષ્ણાતો માને છે કે પ્રાદેશિક ભાષામાં કન્ટેન્ટ પ્રદાન કરવો ખર્ચ નથી, પણ લાંબા ગાળે લાભ મેળવવા માટેનું રોકાણ છે.

આ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરવા યોરસ્ટોરીએ 11 માર્ચે નવી દિલ્હીમાં સૌપ્રથમ ઇન્ડિયન લેંગ્વેજ ડિજિટલ ફેસ્ટિવલ, ભાષાનું આયોજન કર્યું છે. આ ફેસ્ટિવલને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયનો સમર્થન મળ્યું છે. સાંસ્કૃતિક પ્રધાન ડૉ. મહેશ શર્મા તેના મુખ્ય અતિથિ હશે.

આ ઇવેન્ટમાં અત્યારે જ રજિસ્ટર કરાવો!

ઇન્ડિયા અને ભારત વચ્ચે ડિજિટલ ફરક દૂર કરવા યોરસ્ટોરીએ અંગ્રેજી ઉપરાંત 12 ભારતીય સ્થાનિક કે પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ થઈને તેની શરૂઆત કરવાનું સાહસ કર્યું છે.

આ એક દિવસ ચાલનાર ફેસ્ટિવલમાં ઇન્ટરનેટ કંપનીઓની વિવિધ ભાષાઓ માટેની જરૂરિયાતો વિશે ચર્ચાવિચારણા થશે અને ભારતમાં ઇન્ટરનેટને ખરા અર્થમાં સર્વવ્યાપક બનાવવા સ્થાનિક ભાષાઓ માટે પાયો નાંખવામાં આવશે.

અહીં રજિસ્ટર કરાવો.

અમારા હાઇ-પ્રોફાઇલ સ્પીકર્સ, નવો ચીલો ચાતરતા સ્ટાર્ટઅપ્સ અને ગૂગલ, ઝિઓમી, માઇક્રોમેક્સ, બાબાજોબ્સ, પ્રથમ બુક્સ, રિવેરી લેંગ્વેજ ટેકનોલોજીસ, રેડિયો મિરચી જેવી કંપનીઓમાંથી છે, જેઓ તેમની સ્થાનિક ભાષાની સ્ટ્રેટેજી જણાવશે, જ્યારે અમારા ભાષાના નિષ્ણાતો, નીતિનિર્માતાઓ, શિક્ષણશાસ્ત્રીઓ અને લેખકો ડિજિટલ ક્રાંતિ કેવી રીતે ભાષાઓને સંપૂર્ણ બળ કે શક્તિ બનાવી શકશે તે મુદ્દે પ્રકાશ ફેંકશે.

તેમાં મુંબઈના જાણીતા ગ્રૂપ માટી-બાની દ્વારા પર્ફોર્મન્સ પ્રસ્તુત થશે, જેઓ ડિજિટલ સ્પેસ મારફતે ભાષાઓના અવરોધો દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

અહીં ટિકિટ ખરીદો.

અનુવાદક- કેયૂર કોટક

Related Stories

Stories by YS TeamGujarati