તેની આગવી ડિઝાઈનિંગ કુશળતા દ્વારા દિયા લાવે છે સમસ્યાઓનું સમાધાન!

0

જાણીતી પંક્તિઓ છે કે સફળતા જિંદગીની હસ્તરેખાઓમાં નથી હોતી તેવી જ રીતે ડિઝાઇન કોઈ પણ વસ્તુની સફળતાનું માપદંડ હોય છે. જો કોઈ વસ્તુની ડિઝાઇન સારી ન હોય તો તે બજારમાં ટકી શકતી નથી. સિનડિઓની વિઝ્યુઅલ ઇન્ટરેક્શન ડિઝાઇનર દિયા શર્માનું માનવું છે કે ડિઝાઇનથી કોઈ પણ સમસ્યાનું સમાધાન થઈ શકે છે.

સિનડિઓ સાન ફ્રાન્સિસ્કોથી ચાલતું એક સ્ટાર્ટઅપ છે. તેનું લક્ષ્ય આ ઉદ્યોગને પહેલા કરતાં વધારે ધારદાર અને સરળ બનાવીને આધુનિક દુનિયા સાથે જોડવાનું છે. વિઝ્યુઅલ ઇન્ટરેક્શન ડિઝાઇનર તરીકે દિયાએ ગ્રાહકો માટે અનેક પ્રકારના ડિજિટલ સાધનોનું નિર્માણ કર્યું છે. દિલ્હીની રહેવાસી દિયાનું કહેવું છે કે તેણે પોતાનું શાળાકીય શિક્ષણ 2009માં દિલ્હી પબ્લિક સ્કૂલ, આર. કે. પુરમમાંથી લીધું. ત્યારબાદ તેણે બેંગલુરુની સૃષ્ટિ સ્કૂલ ઓફ આર્ટ ડિઝાઇન એન્ડ ટેકનોલોજીમાં પ્રવેશ મેળવી લીધો.

જોકે, ત્યારે પણ તેનું સપનું એ હતું કે તે ડિઝાઇનિંગ અંગેનું પોતાનું શિક્ષણ રોડે આઇલેન્ડ સ્કૂલ ઓફ ડિઝાઇન (આરઆઈએસડી)માંથી કરે. તે દરમિયાન ઉનાળાનાં વેકેશનમાં દિયાએ ઘરે ન જવાને બદલે બેંગલુરુમાં રહેવાનો નિર્ણય કર્યો. કારણ કે તે વખતે દિયાએ આંતરરાષ્ટ્રીય જિનેટિક એન્જિનિયર મશિન 2010ના પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું નક્કી કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન દર વર્ષે એમઆઈટી દ્વારા કરવામાં આવે છે. એમઆઈટી બોસ્ટનમાં ભાગ લેવા માટે દિયા એક પ્રાયોજકને શોધી રહી હતી. જે તેમની ટીમને ઝડપથી મળી ગયા. દિયાએ ત્યાં જઈને જોયું તો તેને લાગ્યું કે આટલા બધા જિનેટિક એન્જિનિયરો અને બાયોલોજિસ્ટની ભીડમાં તે એકલી જ ડિઝાઇનર છે. આ દરમિયાન તેને આરઆઈએસડી જવાની પણ તક મળી. ત્યાંની મુલાકાત બાદ તેના માટે કરો યા મરોની સ્થિતિ સર્જાઈ હતી. અહીં આવીને તેણે અનુભવ્યું કે દુનિયાની શ્રેષ્ઠત્તમ ડિઝાઇનિંગ સ્કૂલમાં ભણતરનું સ્તર કેટલું ઊંચું છે.

ત્યાંથી પરત ફર્યા બાદ તેણે પોતાની તમામ શક્તિ પોતાનો પોર્ટફોલિયો તૈયાર કરવામાં લગાવી દીધી. વર્ષ 2011માં તેની બદલી ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનિંગની વિદ્યાર્થીની તરીકે આરઆઈએસડીમાં કરી દેવામાં આવી. નવી જગ્યાએ પહોંચી ગયા બાદ તેના માટે પડકારો પણ નવા હતા. દિવ્યા કહે છે કે કોઈ માણસ પોતાની જામી ગયેલી જગ્યાએથી બહાર નીકળે તો તે વધારે સશક્ત બની જાય છે. તે એવો સમય હતો કે જ્યારે દિયા ખૂબ જ બિમાર હતી પરંતુ તેણે બીમારીની ચિંતા છોડીને આગળ વધવાનું શરૂ કર્યું. આ દરમિયાન દિયા શીખી કે એકલા રહીને મુશ્કેલીભરી પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરી શકાય છે. દિયાનું બ્રહ્મ વાક્ય પણ એ જ છે કે તમે રોજ કંઇક શીખીને જ આગળ વધતા રહો છો. આ બાબતનું પાલન પણ તે પોતાનાં જીવનમાં કરે છે. તેના કારણે જ તે સ્ટાર્ટઅપ સાથે જોડાઈને ખુશ છે.

દિયા કહે છે કે પોતાનું કામ શરૂ કરતાં પહેલાં અન્ય કોઈ માટે કામ કરવું તે તમારા માટે શિક્ષણની જ એક ગરજ સારે છે. અહીં તમે ઘણું બધું શીખી શકો છો. દિયાને આશા છે કે આગામી વર્ષોમાં તે પણ પોતાનો કોઈ વ્યવસાય શરૂ કરશે. દિયાને નવી વસ્તુઓ બનાવવાનો શોખ છે. તેના દ્વારા બનાવવામાં આવેલી કોઈ પણ વસ્તુ તેના મગજ અને તેને મળેલા પ્રેક્ટિકલ નોલેજનું સંમિશ્રણ હોય છે. તેમ છતાં પણ નાણાકીય વ્યવસાયને સમજવી, ડિઝાઇનિંગનું બેકગ્રાઉન્ડ હોવાને કારણે ખૂબ જ કપરું કામ છે. તેના કારણે જ દિયાને આ પ્રક્રિયા જાણવા માટે 6 મહિનાનો સમય લાગ્યો.

દિયા જણાવે છે કે સારી ડિઝાઇનની માગ હંમેશા રહે છે. બીજી તરફ ગ્રાહકો પણ આવી વસ્તુ તરફ આકર્ષિત થતા હોય છે. ડિઝાઇન એવી હોવી જોઇએ કે જેના મારફતે માત્ર કામ લઈ શકાય એટલું જ નહીં પરંતુ તે દેખાવમાં પણ સુંદર હોવી જોઇએ. દિયા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા મેગ્નેટિક ટેબલવેર-એસયુઆર તેની પસંદગીની વસ્તુ છે. આ તેણે પરિવહન ઉદ્યોગ માટે ડિઝાઇન કરી હતી. આ ક્ષેત્રમાં સારી એવી હલચલ છે. લોહચુંબક લગાડેલા આ પ્રકારના વાસણોની માગ વધી રહી છે. દિયા કહે છે કે મેડિકલનું શિક્ષણ મેળવીને ડૉક્ટર બની શકાય છે. ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનિંગનું શિક્ષણ મેળવીને દર્દીઓ માટે સાધન બનાવી શકાય છે કે જેથી કરીને લોકોનું જીવન વધારે સરળ બનાવી શકાય. ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન પ્રત્યે લોકોનો રસ ધીમેધીમે વધી રહ્યો છે. તેવામાં ઘણી મહિલાઓ આ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી શોધી રહી છે. આવી મહિલાઓ માટે દિયાની સલાહ એ છે કે આવી મહિલાઓએ સમસ્યાનો ઉકેલ લાવવો જોઇએ.

Related Stories