ભારતનાં 'ટૉપ 10' સોશિયલ આન્ટ્રપ્રેન્યોર્સ!

ભારતનાં 'ટૉપ 10' સોશિયલ આન્ટ્રપ્રેન્યોર્સ!

Saturday November 07, 2015,

6 min Read

આજથી થોડાં વર્ષો પહેલાં જે લોકો સરકારી નોકરી માટે પરીક્ષાઓ આપતા હતા તેમને નોકરીઓ મળી જતી હતી. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે વિદ્યાર્થીઓ માટે નોકરીના અનેક દરવાજાઓ ખૂલી ગયા છે. હવે તે લોકો એવાં ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે કે જેના વિશે આજથી થોડા વર્ષો પહેલા લોકોને કંઈ જ ખબર નહોતી. આવી જ રીતે કેટલાક લોકોએ કોઈ અન્ય વ્યક્તિના હાથ નીચે કામ નહીં કરવાનો નિર્ણય લઈને પોતાની નવી કંપની શરૂ કરી. તેવામાં કેટલીક નવી કંપનીઓ (સ્ટાર્ટઅપ)એ ખૂબ જ કીર્તિ અને નામના મેળવી તો કેટલીક બંધ પણ થઈ ગઈ. કેટલાક લોકો તો એવા હતા કે જેઓ પોતાનું કામ તો કરવા માગતા જ હતા પરંતુ સાથે-સાથે દેશની સેવા પણ કરવા માગતા હતા. તે લોકો પોતાના કામ દ્વારા દેશના વિકાસમાં પણ પોતાનું યોગદાન આપવા માગતા હતા. આવા જ ઘણા સોશિયલ આન્ટ્રપ્રેન્યોર્સે ભારતની દિશા અને દશા બદલવા માટેના સઘન અને સકારાત્મક પ્રયાસો કર્યા હતા.

ભારતમાં ઘણા લોકો એવાં છે કે જેમણે સમાજ માટે ખૂબ જ કામ કર્યું છે. તેમનાં કામની દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં સરાહના થઈ છે. તેમણે પોતાનાં કામ થકી પોતાની વિશ્વવ્યાપી ઓળખ ઊભી કરી છે. એવા કેટલાક પ્રેરણાદાયી લોકો કે જેઓ વિવિધ ઉદ્યોગસાહસિકો માટે પ્રેણાસ્રોત બન્યા.

image


1 મોહનદાસ કરમચંદ ગાંધી

મહાત્મા ગાંધીજીએ ભારતને આઝાદી અપાવવા માટે મહત્તવનું યોગદાન તો આપ્યું જ હતું પરંતુ તેમણે પોતાના પ્રયત્નો મારફતે લોકોને ખાદી તેમજ વિવિધ સ્થાનિક કલાને પ્રોત્સાહન આપવા માટેની દિશામાં પણ ખૂબ કામ કર્યું હતું. તેમણે સામાન્ય લોકો સુધી સ્વદેશી અપનાવવા માટેનો સંદેશ પહોંચાડ્યો. ભારતના કારીગરોને પ્રોત્સાહન મળે તે માટે અગત્યનું યોગદાન આપ્યું હતું. ગાંધીજીએ મહિલા સશક્તિકરણ, શિક્ષણ વગેરેનાં ક્ષેત્રે પણ ખૂબ જ કામ કર્યું છે. તેમણે વિવિધ સત્યાગ્રહ જેમ કે મીઠાંનો સત્યાગ્રહ કર્યો હતો જેના કારણે સામાન્ય માણસોને લાભ થયો હતો. ગાંધીજીએ દેશને આઝાદી અપાવવા ઉપરાંત એક સામાજિક ઉદ્યોગસાહસિકની ભૂમિકા પણ ભજવી હતી.

2 વર્ગિસ કુરિયન

ભારતને દૂધની અછત ધરાવતા દેશમાંથી સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતો દેશ બનાવનારા શ્વેત ક્રાંતિના પિતામહ ડૉ.વર્ગિસ કુરિયને દેશમાં સહકારી દૂધ ઉદ્યોગના મોડલનો પાયો નાખ્યો હતો. 26 નવેમ્બર, 1921માં કેરળના કોઝિકોડમાં જન્મેલા ડૉ.કુરિયને ગુજરાતના આણંદના એક નાનકડા ગેરેજમાંથી અમૂલની શરૂઆત કરી હતી. કુરિયનનું સપનું ભારતને દૂધ અંગે સ્વાવલંબી બનાવવાનું હતું. સાથે જ તેઓ પશુપાલકોની દશા સુધારવા માગતા હતા. તેમણે ત્રિભુવનભાઈ પટેલ સાથે મળીને ખેડા જિલ્લા સહકારી સમિતિ શરૂ કરી હતી. વર્ષ 1946માં કુરિયને બે ગામોને સભ્ય બનાવીને ડેરી સહકારીતા સંઘની સ્થાપના કરી હતી. આજે તેની સભ્ય સંખ્યા 16 હજાર કરતાં વધારે છે. આ સંઘ સાથે 32 લાખ દૂધ ઉત્પાદકો જોડાયેલા છે. ભેંસના દૂધનો પાઉડર બનાવનારા ડૉ. કુરિયન દુનિયાની પહેલી વ્યક્તિ હતા. અગાઉ માત્ર ગાયના દૂધનો જ પાઉડર બનાવવામાં આવતો હતો. કુરિયને સામાન્ય લોકોને પોતાનાં અભિયાન સાથે જોડ્યાં. અને એક ખૂબ જ સફળ સામાજિક ઉદ્યોગ સાહસિકતાનું ઉદાહરણ રજૂ કર્યું.

3 સંજિત બંકર રોય

સંજિત બંકર રોયે વર્ષ 1965માં બેરફૂટ કોલેજની શરૂઆત કરી હતી. તે મારફતે સંજિત ગ્રામ્ય લોકોની સમસ્યાનું નિવારણ કરતા હતા. બેરફૂટનાં કાર્યોનાં પરિણામરૂપે દસ લાખ લિટર વરસાદી પાણીનો સંગ્રહ કરીને તેને પીવાલાયક બનાવવામાં આવે છે. ત્યારબાદ આ પાણીને સમગ્ર વિશ્વમાં 1300 સમુદાયના 2.39 લાખ શાળાનાં બાળકોને પીવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. બેરફૂટનું કામ એક સિદ્ધ સમુદાયના મોડલ ઉપર આધારિત છે. જેના મારફતે વૈશ્વિક ગરીબીને ઘટાડવા માટેના ઉદ્દેશ સુધી અંતરિયાળ વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી અને પાણીની પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. તેમના મોડલ દ્વારા મેળવવામાં આવતી વીજળીનો વપરાશ 54 કરતાં વધારે દેશોમાં કરવામાં આવે છે. તેમાં 600 કરતાં વધારે બેરફૂટ મહિલાઓને સૂર્યઊર્જા એન્જિનિયર બનાવવામાં આવી છે. અને ભારત, આફ્રિકા, લેટિન અમેરિકા, પ્રશાંત મહાસાગર ક્ષેત્ર તેમજ એશિયાના લગભગ 1650 સમુદાયોના સાડા ચાર લાખ લોકોને સ્વચ્છ વીજળી આપવામાં આવી રહી છે.

4 અનિલ કુમાર ગુપ્તા

અનિલ ગુપ્તા આઈઆઈએમના પ્રોફેસર અને 'હની બી' નેટવર્કના સ્થાપક છે. તેમણે દેશનાં ગુમનામ અને ગરીબ સંશોધનોને ઓળખ આપવાનું અભિયાન શરૂ કર્યું. તેઓ વર્ષ 1981થી આઈઆઈએમમાં ભણાવી રહ્યા છે. અનિલે નીચલા સ્તરથી કામ કરવાનું શરૂ કર્યું અને 'હની બી' નેટવર્કની શરૂઆત કરી. તેઓ ઘણાં વર્ષો સુધી બાંગ્લાદેશમાં પણ રહ્યા. અનિલે ગ્રામીણ વિસ્તારમાં લોકો સાથે કામ કરવાનું શરૂ કર્યું અને તે લોકોની પ્રતિભાને ખીલવી. તેમની પાસે અનેક પ્રયોગો કરાવ્યા અને ગરીબોને સક્ષમ બનાવવાનું કામ કર્યું.

5 હરીશ હાંડે

હરીશે ગ્રામીણોનું જીવન પોતાની મહેનત, ધગશ અને હુનરથી રોશન કરી નાખ્યું. હરીશે ગામડાંમાં રહેતાં ગરીબો સુધી જઈને સૂર્ય ઊર્જા પહોંચાડી. તેમનાં કામને દુનિયાએ જાણ્યું અને વખાણ્યું. તેમનાં આ કામ માટે રોમન મેગ્સેસે એવોર્ડ આપવામાં આવ્યો હતો. હરીશે 1995માં ખૂબ જ ઓછા પૈસાથી 'સેલ્કો ઇન્ડિયા'ની શરૂઆત કરી હતી. કંપનીનું લક્ષ્ય સોલાર એનર્જીના પ્રયોગથી ગામોનો વિકાસ કરવાનું હતું. શરૂઆતમાં હરીશે ખૂબ જ ઓછા બજેટમાં પોતાનું કામ ચલાવ્યું. તેમને ખૂબ જ મુશ્કેલી પડી પણ તેઓ ટકી રહ્યા. તેઓ ઓછા બજેટમાં નવા નવા આઇડિયા ઉપર કામ કરતા રહ્યા. આજે સેલ્કો પાસે 375 કર્મચારીઓ કરતાં વધારેનો સ્ટાફ છે. જે કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર અને તામિલનાડુમાં કામ કરે છે. અને ગ્રામીણ ભારતમાં રોશની ફેલાવવાની દિશામાં પોતાના પ્રયાસો કરી રહ્યા છે. આ રાજ્યોમાં સેલ્કોના 45 કરતાં વધારે સર્વિસ સ્ટેશન છે. વર્ષ 1995થી અત્યાર સુધી સેલ્કો 2 લાખ કરતાં વધારે ઘરોમાં પોતાની સિસ્ટમ લગાવી ચૂક્યું છે.

6 ડૉ. જી.વેંકટસ્વામી

વેંકટસ્વામીએ વર્ષ 1976માં તામિલનાડુ ખાતે અરવિંદ આઇ કેરની શરૂઆત કરી હતી. આ વિશ્વનું સૌથી મોટું અને આંખોની સુરક્ષા માટેની સૌથી વધારે સુવિધા આપતું દવાખાનું છે. આ હોસ્પિટલ શરૂ કરવાનો ઉદ્દેશ ગરીબોની સેવા કરવા માટેનો હતો. કે જે લોકો વધારે ફી આપવા માટે સક્ષમ ન હોય. શરૂઆતમાં અહીં 11 પથારીની જ હોસ્પિટલ હતી પરંતુ આજે તે વિશ્વની સૌથી મોટી આંખની હોસ્પિટલ છે. અહીં આંખને લગતી દરેક નાની-મોટી સમસ્યાનો ઇલાજ કરવામાં આવે છે. અરવિંદ આઇ કેર હોસ્પિટલ એ વાતનું ઉદાહરણ છે કે તમે ઓછા પૈસા લઈને પણ રોગીઓનો ઇલાજ કરી શકો છો. અહીં 70 લાખ કરતાં પણ વધારે આંખનાં ઓપરેશન થઈ ચૂક્યા છે. જેમાંના મોટાભાગના લોકો ઓછી આવક ધરાવનારા હતા.

7 સુનિલ ભારતી મિત્તલ

એરટેલના માલિક સુનિલ ભારતી મિત્તલનું નામ સામાજિક ઉદ્યોગસાહસિકોની યાદીમાં જોઇને ચોંકશો નહીં. કારણ કે આજે પણ કેટલાક લોકો એરટેલને સામાજિક ઉદ્યોગ જ માને છે. કારણ કે એરટેલ મોબાઇલની દુનિયામાં જે ક્રાંતિ લાવીતેના કારણે મોબાઇલ સામાન્ય લોકોની પહોંચમાં આવ્યો છે. તેમણે મોબાઇલ સેવાના દરમાં જે ઘટાડો કર્યો તેના કારણે ગરીબ લોકો માટે પણ તે પરવડી શકે તેવો બન્યો હતો. તેના કારણે ઘણા ગરીબોનું જીવન સુલભ બન્યું છે. આજે મિત્તલની કંપની એરટેલ ગ્રામ્ય વિસ્તારોમાં પોતાનું નેટવર્ક બનાવી રહી છે. જેથી કરીને અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને મોબાઇલ નેટવર્ક સાથે જોડી શકાય જે દેશ માટે સારું છે.

8 વિનીત રાય

વિનીત રાયનો જન્મ જોધપુરમાં થયો હતો. માત્ર 24 વર્ષની ઉંમરે વિનીત આવિષ્કારના સીઈઓ બન્યા હતા. આવિષ્કાર એક એવી સોશિયલ એન્ટરપ્રાઇઝ છે કે લોકોને નવાં સંશોધનો કરવા માટેની પ્રેરણા આપે છે તેમજ તેમની મદદ કરે છે. આવિષ્કાર ગ્રામીણ ઉદ્યોગસાહસિકોને લોન આપે છે. એવા લોકોને કે જેઓ કંઈક નવું કરવાની ક્ષમતા ધરાવે છે. વર્ષ 2002માં વિનીતે ઇન્ટલેક્ચ્યુઅલ કેપિટલના નામે એક કંપનીની નોંધણી કરાવી હતી. ઇન્ટલ કેપ એક વિચિત્ર આઇડિયા હતો જે વિનીતના મિત્ર પવન મહેરાએ આપ્યો હતો. એક એવી કંપની છે બૌદ્ધિક મૂડીનાં ક્ષેત્રે વેપાર કરતી હતી. આવિષ્કારનો ઉદ્દેશ માત્ર નફો કરવાનો નથી. પરંતુ તેનું કામ એવી કંપનીઓ ઊભી કરવાનું છે કે જે વધુમાં વધુ લોકોને રોજગારી આપી શકે.

Photo credit: www.rediff.com

લેખક- નેલ્સન વિનોદ મોઝીસ