ડાન્સર અને ફિલોસોફીની 2 વિદ્યાર્થીનીઓના કૉફી પીવાના શોખે બનાવી દીધી ઉદ્યોગસાહસિક, બનાવી પોતાની કૉફી બ્રાન્ડ Baba's Beans

ડાન્સર અને ફિલોસોફીની 2 વિદ્યાર્થીનીઓના કૉફી પીવાના શોખે બનાવી દીધી ઉદ્યોગસાહસિક, બનાવી પોતાની કૉફી બ્રાન્ડ Baba's Beans

Tuesday May 03, 2016,

3 min Read

કોલેજકાળની મિત્રો મૃણાલ શર્મા અને સાધ્વી અશ્વનીએ 2013માં 'બાબા'સ બીન્સ'ની શરૂઆત કરી હતી. તેઓ પ્રિમિયમ કોફી બિન્સ લાવીને તેને પકવીને પોતાની બ્રાન્ડની કોફી બનાવે છે. 16મી સદીના સુફી સંત બાબા બુડાનના નામે તેમણે પોતાની કોફી બ્રાન્ડ બનાવી છે. 'બાબા'સ બીન્સ' નામ આપવાના કારણે એક રીતે તેમને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે. ભારતની ધરતીમાં પકવેલી કૉફીથી આત્માનું જોડાણ કરવાની ભાવના વ્યક્ત કરાય છે. ભરતનાટ્યમની ડાન્સર એવી મૃણાલ જ્યારે પોતાના પારંપરિક ઓડિટ એનાલિસ્ટના કામથી કંટાળી હતી જ્યારે સાધ્વી દિલ્હી યુનિવર્સિટીમાંથી ફિલોસોફીમાં પોતાની માસ્ટર ડિગ્રી કરતી હતી. પોતાના જીવનના બીજા દાયકામાં પ્રવેશેલી બંને મિત્રોને તેમના કૉફી પીવાના શોખે ભેગી કરી અને તેમાંથી 'બાબા'સ બીન્સ'ની શરૂઆત થઈ.

image


કુર્ગ અને ચિકમગલુર ખાતેથી કૉફી બિન્સ મંગાવનાર બંને મિત્રોએ કૉફીના છોડ ઉગાડનારા લોકો સાથે ઘણા દિવસો સુધી કવાયત કરી અને તેના માટે કેવી જમીન, વાતાવરણ જોઈએ તેની તમામ માહિતી મેળવી. સાધ્વી જણાવે છે,

"અમે ઘણી વખત એકના એક અને નજીવા સવાલો પૂછીને અમારી જાતને મૂર્ખામાં ખપાવતા હતા તેની અમને હવે જાણ થઈ છે. આ વ્યવસાયમાં ઝંપલાવવાનું નક્કી કર્યા બાદ અમે બંનેએ કૉફી રોસ્ટિંગ, બ્રુઈંગ માટે થતા પ્રોફેશલન કોર્સમાં પણ પ્રવેશ મેળવ્યો અને તાલિમ લીધી."

તેમણે બાબા'સ બીન્સ શરૂ કર્યું તે પહેલાં બેંગલુરુ ખાતે કૉફી બોર્ડમાં તાલિમ લીધી. મૃણાલ જણાવે છે, 

"અમે કૉફીના છોડ ઉગાડનારા લોકો પાસેથી જે માહિતી મેળવી હતી તેની સામે ક્લાસમાં મળતી માહિતી માત્ર સહાયક સાબિત થતી હતી."

આ એવી યુવતીઓ હતી જે કૉફીની બાબતમાં માસ્ટર થવા માગતી હતી અને પોતાના આ જ્ઞાનને પોતાના ગ્રાહકો સાથે વહેંચવા પણ તત્પર હતી. બિઝનેસની અનોખી આવડત અને પારંપરિક કરતા કંઈક અલગ વિચારોએ તેમને પ્રખ્યાત બનાવી દીધા.

સાધ્વી જણાવે છે,

"કૃષિ આધારિત અર્થતંત્ર સાથે જોડાયેલા હોવાના કારણે અમારો આશય દેશના સૌથી સારા કૉફીનો પાક લેવાનો છે. અમે શરૂઆતથી જ નક્કી કર્યું હતું કે, અમે ભારતીય કૉફીના જ પાક લઈશું કારણે કે તે અમને ચોક્કસ અનુભૂતિ આપે છે. આ ક્ષેત્રમાં વધી રહેલા પડકારોને જાણીએ છીએ છતાં અમને ગર્વ છે કે અમે તાજા અને હાથથી ચૂંટેલા અને જાતે પકવેલા કૉફી બિન્સ ગ્રાહકો સુધી પહોંચાડીએ છીએ."

આ છોકરીઓ માટે બાબા'સ બીન્સ, કૉફી એનર્જી, ચાર્મ, ફ્લેવર અને સ્ટિમ્યુલેશનનો સમન્વય છે. સાધ્વી જણાવે છે,

"આ ક્ષેત્રમાં સાહસ કરીને આગળ આવવા દરમિયાન અમારો કૉફી પ્રત્યેનો પ્રેમ તો વધ્યો જ છે સાથે સાથે અમે ગ્રાહકોને પણ તેમનો પોતાનો ટેસ્ટ ડેવલપ કરવા અને તેને વળગી રહેવાનું સમજાવીએ છીએ અને તે માટે મદદ પણ કરીએ છીએ."

તે વધુમાં જણાવે છે,

"અમે લોકોએ આ વ્યવસાયમાં બીટુબી સાઈડ પણ વિકાસ કર્યો છે જેમાં અમે કેફે, રેસ્ટોરાં અને કેટરિંગમાં તો કૉફી મોકલાવીએ છીએ જ પણ સાથે સાથે નાના પોપઅપ્સને પણ કૉફી આપીને સમગ્ર દિલ્હી અને એનસીઆરમાં બિઝનેસ કરીએ છીએ."

તેઓ 28 સપ્ટેમ્બરના દિવસે 'નેશનલ કૉફી ડે' ઉજવે છે અને લોકોને ફ્રીમાં કૉફી અને તેના સેમ્પલ આપે છે.

image


હાલમાં ઈ-કોમર્સ પોર્ટલ અને ફેસબુક દ્વારા બાબા'સ બિન્સનું વેચાણ કરતી આ કંપની હવે કેફે અને સ્ટોર ટાઈઅપ દ્વારા દિલ્હીના બજારમાં પ્રવેશવા સજ્જ છે. તેમની પ્રોડક્ટ વિશે વાત કરતા તેઓ જણાવે છે, 

"અમારી દરેક પ્રોડક્ટ જેમ કે રોસ્ટર બુસ્ટર વિશેષ પ્રકારની કૉફી નથી છતાં લોકોને રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી સ્ટ્રોન્ગ કૉફીનો વિકલ્પ પૂરો પાડે છે. અને તેમાં દૂધ મેળવવાથી પણ કૉફીનો સ્વાદ જતો નથી રહેતો. તેમાં દૂધ ઉમેરવાથી માત્ર ફ્લેવર બદલાય છે, કૉફીનો ટેસ્ટ જળવાઈ રહે છે."

આગામી સમયમાં તેઓ દિલ્હી ખાતે જ કૉફી બિન્સ પર પ્રક્રિયા કરવા માગે છે જેથી સમગ્ર પ્રક્રિયા પર નિયંત્રણ રહે અને ટેસ્ટ એક સમાન રહે તે ઉપરાંત ઉત્તર ભારતમાં નવા પ્રકારની કૉફીનો વિકલ્પ પૂરો પાડી શકાય. આજે આ બંને છોકરીઓ બાબા બુડાન માટે ગર્વ સમાન બની રહી છે.

લેખક- બિંજલ શાહ

ભાવાનુવાદ- YS ટીમ ગુજરાતી

વિવિધ સ્ટાર્ટઅપ્સને લગતી સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો