‘સ્ટાર્ટઅપ’ શરૂ કરી રહ્યાં છો તો આ 10 ભૂલોથી બચજો...

0

સ્ટાર્ટઅપ શરૂ કરનાર દરેક એન્ટરપ્રેન્યોર્સ શરૂઆતના તબક્કામાં ક્યાંકને ક્યાંક કંઇક નાની નાની ભૂલો અચૂક કરતા હોય છે, તે કેવા પ્રકારની ભૂલો છે અને તેને કેવી રીતે ઠીક કરી શકાય છે, તે અંગે આપણી સાથે ચર્ચા કરી રહ્યાં છે ‘ફાઇંડયોગી’ના સંસ્થાપક નમન સારાવગી...

હું એ બધા લોકોનો દોષિત છું. સહકર્મચારીઓ સાથે કામ કરવાની જગ્યાએ ‘ફાઇંડયોગી’ બનાવવાના 3 વર્ષ દરમિયાન મેં 20-25 જેટલા સંસ્થાપકો સાથે વાતચીત કરી. અમે બધાં જ એકબીજાને રોજ જોતા. ક્યારેક ક્યારેક તો અમે બપોરના ભોજન સાથે અમારી સમસ્યાઓ પણ શેર કરતા હતાં. હું કોઇને મદદ તો નહોતો કરી શકતો, પરંતુ મેં તે દરેકની ભૂલો પર એક ખાસ પ્રકારની પેટર્ન જોઇ જે આપણે રોજ કરીએ છીએ. વધારે પડતા સંસ્થાપક મારાથી ઉમરથી દસ વર્ષ મોટા હતાં, તેઓ બધા સારી સંસ્થામાં ભણ્યા પણ હતાં, અને જાણીતી કંપનીઓમાં નોકરી પણ કરી હતી, એટલા માટે અનુભવ કે ઉંમરની વાત અહીંયા નથી. કેટલીક વાર ડર અને કેટલીક વાર આળસના કારણે પણ ભૂલો થતી હોય છે.

- ફ્લેક્સી ટાઇમિંગ્સ: દરરોજ તમારા કામની પાછળ ઓછામાં ઓછા 10 કલાક આપવાની કોશિશ કરો, ખાસ કરીને સવારના 9થી સાંજના 7 સુધી. જેના દ્વારા તમે શારિરિક અને માનસિક રીતે સક્રિય અને ચુસ્ત રહેશો. ટીમના સદસ્યોની સાથે સામસામે મળીને વાત કરવી ઘણી અગત્યની હોય છે. અનિયમિતતા છોડી અને અનુશાસન રાખ્યા વગર કાર્ય કરવું જોઇએ. અનુશાસન દ્વારા કોઇ પણ વસ્તુ કે વ્યક્તિ પર જીત મેળવી શકાતી નથી.

- કોઈને નોકરી પર રાખતા પહેલાં પૂરતો સમય લો, વિચાર કરો: સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે સસ્તી એર ટિકિટ માટે લોકો કલાકો ખર્ચ કરી નાખે છે, પરંતુ જે વ્યક્તિને પોતાની સંસ્થા કે કંપનીમાં નોકરી પર રાખવાની છે તે વ્યક્તિ અંગે જાણકારી પ્રાપ્ત કરવામાં થોડો પણ સમય નથી લગાવતા. જે આગળ જતાં ઘણું મોંઘું સાબિત થઇ શકે છે.

- કોઇ કૉડિંગ નહીં: એક સંસ્થાપકના રૂપમાં તમે કોઈ પ્રોડક્ટ બનાવો છો અથવા તેનું વેચાણ કરો છો કે પછી કોઈ પ્રકારની સર્વિસ પૂરી પાડો છો. કોઇ અન્ય વ્યક્તિની જરૂરિયાત પણ નથી. પહેલા તો યુવા સંસ્થાપક સામાન્ય રીતે રોજે રોજનું કામ જાતે કરવાનુ પસંદ કરે, કલેરિકલ કામ પણ જાતે જ કરે અને ટેક્નિકલ અને વેચાણના કામ માટે કર્મચારી રાખે. બની શકે કે તમે આવા સ્ટાર્ટઅપ્સ અંગે વધારે નહીં સાંભળ્યું હોય કારણ કે આવા સ્ટાર્ટઅપ્સ વધારે સયમ સુધી ટકતા નથી.

- અન્ય સ્ટાર્ટઅપ્સ પર ચર્ચા કરવી: આ મારી મનપસંદ વસ્તુઓમાંની એક છે, અને હું અત્યાર સુધી તેનાથી કંટાળ્યો નથી. બે સંસ્થાપકોની ‘ડોટ કોમ’ ઓળખાણ હોઇ શકે છે, પરંતુ તેનો મતલબ એ નથી કે બંને એક જ ઉદ્યોગના હોય. એવામાં તેમની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. તેના બદલે કોઇ સમસ્યાનું સમાધાન કરવાની કોશિશ કરવી જોઇએ. બીજા સ્ટાર્ટઅપ્સની શું હાલત થઇ, તમારા પર તેની કોઇ અસર પડવાની નથી.

- ક્રિએટીવ લોગો બનાવવાની કોશિશ: આ સ્થિતિને જુઓ, તમને હજી એ પણ ખબર નથી કે તમારા દ્વારા તૈયાર થયેલી પ્રોડક્ટ બજાર માટે યોગ્ય છે કે નહીં, આવી સ્થિતિમાં તમે કેવી રીતે જાણશો કે તમારા લોગો કેવો મેસેજ આપતો હોવો જોઈએ? વિજરોકેટના લોગોને જુઓ, અસ્પષ્ટ રીતે લખેલું છે, પરંતુ તેમાં પણ એક સ્ટોરી છે. આમ પણ તેમની વેબસાઇટ શરૂ થતા પહેલા જ તેમની પાસે ગ્રાહક હતાં.

- ચર્ચાને અધૂરી છોડવી એ ભૂલ છે: ચર્ચા કરવી સારી બાબત છે. તેને ક્યારેય અધૂરી ના છોડવી જોઇએ. વધુમાં વધુ ડેટા જમા કરો અને પછી તેના પર કોઈ નિર્ણય લો. દરેક અધૂરી ચર્ચાના કારણે પ્રોડક્ટ પર કામ કરવામાં અનેક દિવસો લાગી જાય છે. અને જો બે વ્યક્તિઓ એકબીજા સાથે ચર્ચા કરવામાં ક્મ્ફર્ટ ના અનુભવતી હોય હોય તો તેમણે એક ટીમમાં રહેવું જ ના જોઇએ.

- હકની શોધ માટે ફેસબૂકનો ઉપયોગ: ફેસબૂક સસલાના છિદ્રોવાળા ઘર જેવું છે. જે લોકોને તમે ઓળખતા પણ નથી તેવા સાથે કલાકો બરબાદ ના કરો. ન્યૂઝપેપરમાં એક જાહેરાત આપો અને તમારી પ્રોડક્ટની વેલ્યૂ કેટલી છે તે તપાસી લો.

- બધું લખીને નથી રાખતા!: વિચારોને લખો, મૌખિક વિચારો જ્યારે લોકો સુધી પહોંચે છે ત્યારે અનેક મુશ્કેલીઓ ઊભી કરે છે, એને તેનાથી વિવાદ પણ થઇ શકે છે. જ્યારે તમે કોઇ નવી વસ્તુ બનાવી રહ્યાં છો અને તે વસ્તુ અંગેના તમારા વિચારોને લખવાથી તમારી સમજણને એક નવો રસ્તો મળી શકે છે.

- સમય પ્રમાણે કામ કરવું: તમે ક્યારેય એમ ક્યારેય ન કહેતા કે “અમે છ મહિનામાં ફંડ એકત્ર કરી લઇશું.” પરંતુ એવું કહેવાનું શરૂ કરો કે “અમે ત્યારે ફંડ એકત્ર કરીશું જ્યારે X મીલનો પત્થર મેળવી લઇશું, જેનાથી અમને Y મીલનો પત્થર સરળતાથી મેળવવામાં મદદ મળશે.” ત્યારબાદ તમે એક મીલના પત્થર પર ધ્યાન રાખીને કામ કરવાની શરૂઆત કરી દો. જેનાથી તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળશે. તમારા ફંડરેઇઝિંગ માટે એવું કહેવાનું છોડી દો કે દિવાળી કે ક્રિસમસની રજાઓ પછી ફંડ એકત્ર કરીશું, અથવા તો બધી સમસ્યાઓનું નિવારણ આવી જશે પછી ફંડ એકત્ર કરીશું અથવા તો કોઈ રોકારણકાર ના પાડશે તો ફંડ એકત્ર કરવા માટે નવો રસ્તો શોધીશું. આ બધા કરતા એક સાથે અનેક રોકાણકારો સાથે વાતચીત કરવી જોઇએ, જો તમને બધા રોકાણકારો દ્વારા હકારાત્મક જવાબ મળે તો તેમાંથી અમુક વ્યક્તિને વિનમ્રતા સાથે ના પાડી દો.

- સ્ટાર્ટઅપમાં કામ કરવાની તૈયારી હોય તેવા લોકોને જ નોકરી પર રાખો: જાણીતી ડોટકોમ પર પ્રોફાઇલ હોવી તે કોઇ વાતનો પુરાવો નથી. એવા લોકોને નોકરી પર રાખો જે તમારા કામને પૂર્ણ કરી શકે. મોટી કંપનીઓમાં જે રીતે લોકોને નોકરી પર રાખવામાં આવે છે તેની નકલ ના કરવી જોઇએ કારણ કે તેઓ પહેલેથી જ સફળતા મેળવી ચૂક્યા છે.