‘તાલેરંગ’, કુશળ કર્મચારીઓની ફોજ તૈયાર કરવાની કોશિશ

‘તાલેરંગ’, કુશળ કર્મચારીઓની ફોજ તૈયાર કરવાની કોશિશ

Wednesday October 21, 2015,

6 min Read

શ્વેતા રૈના એક એવી ઉદ્યમી છે જે દુનિયાથી તદ્દન અલગ જ છે. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલની આ પૂર્વ વિદ્યાર્થીની ભારતમાં કર્મચારીઓ વચ્ચે કૌશલ્ય વિકસિત કરવાનું સપનું જોઇ પાછી ફરી અને જેના માટે તેણે ‘તાલેરંગ’ની સ્થાપના કરી.

17 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ માટે મુંબઇ છોડીને બ્રાઉન યુનિવર્સિટી જઇ રહી હતી ત્યારે કોઇને કલ્પના પણ ના હતી કે શ્વેતા આગળ જઈને તેના જીવનમાં શું નવું કરશે. પોતાની ઉંમરના અન્ય મહત્વકાંક્ષી લોકની જેમ તે પણ ઇન્ટર્નશિપ કરવા માટે પ્રયત્નો કરતી રહી અને પછી થોડા સમય માટે તે ન્યૂયોર્કની મેક્કિંસે એન્ડ કંપની સાથે જોડાઇ. ઘણા સમય સુધી તેણે ‘ટીચ ફોર ઇન્ડિયા’ અને ‘હિન્દુસ્તાન યુનિલિવર’ સાથે કામ કર્યું. આ કંપનીઓના કામના અનુભવો પછી શ્વેતાના મનમાં એક દિવસ ‘તાલેરંગ’ નામની સંસ્થા ખોલવાનો વિચાર આવ્યો.

આ અંગે વધુ માહિતી મેળવવા માટે અમે શ્વેતા રૈના સાથે વિસ્તૃત ચર્ચા કરી

YS - ‘તાલેરંગ’ શરૂ કરવાનો વિચાર તમારા મનમાં કેવી રીતે આવ્યો? આ સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે તમને કઇ વસ્તુએ સૌથી વધારે પ્રેરિત કર્યા?

શ્વેતા - મારા ગ્રેજ્યુએશન દરમિયાન મેં સૌથી વધારે સમય એ વિચાર કરતા જ વિતાવ્યો કે હું મારા જીવનમાં શું કરવા માંગું છું. મેં મારા ગરમીના દિવસોમાં ફ્રાન્સની એક સંચાર કંપની સાથે કામ કર્યું. ત્યારબાદ બીજા વેકેશનમાં મેં મુંબઇમાં એક બેંક સાથે કામ કર્યું, ત્યારબાદના ઉનાળામાં હું અમેરિકામાં હતી, ત્યાં હું ગોલ્ડમન સૈચ્સ માટે કામ કરતી હતી. ગ્રેજ્યુએશન બાદ હું ન્યૂર્યોકમાં સારી કંપનીમાં જોબ કરતી હતી પરંતુ સામાજિક ઉદ્યમના ક્ષેત્રમાં જવા માંગતી હતી. આ સમયે હું મૈક્કિંસે સાથે જોડાયેલી હતી. ત્યારે મેં ત્યાં આ નેટવર્ક અંગે જાણકારી મેળવી. ત્યર બાદ હું ભારત આવી ગઇ અન ટીચ ફોર ઇન્ડિયાના સીઈઓને મળી. જેમણે મને પ્રારંભિક ટીમના સદસ્યના રૂપમાં સિલેક્ટ કરી લીધી. હું તેમના માર્કેટિંગ અને એપોઇન્ટમેન્ટ ક્ષેત્રને જોઇ રહી હતી. આ સમયે મારું કામ દેશની 100થી પણ વધારે સિલેક્ટેડ કોલેજીસમાં જઇને ત્યાંના વિદ્યાર્થીઓને ટીએફઆઇ ફેલોશિપ સિલેક્ટ કરવા માટે તૈયાર કરવાનું હતુ.

image


પાછળ ફરીને જોવું છું તો મને ખ્યાલ આવે છે કે તાલેરંગની ઉત્પત્તિ તો આ સમયગાળા દરમિયાન જ થઇ ગઇ હતી. આ સમયગાળા દરમિયાન હું અલગ–અલગ ક્ષેત્રના અનેક લોકોને મળી. ત્યારે મને એ વાતનો ચોક્કસપણે ખ્યાલ આવી ગયો હતો કે ભારતના વિદ્યાર્થીઓને ખરેખર જીવનમાં શું કરવું છે તે અંગે ઘણી જ મૂંઝવણ છે. હિન્દુસ્તાન યુનિલીવર સાથે કામ કરતી વખતે મેં સર્વિસ ટીમ સાથે કામ કરતા અનેક લોકો સાથે વાતચીત કરી હતી. તેઓ ઘણાં સ્માર્ટ હતા, પરંતુ તેમની શિક્ષણ પદ્ધતિએ તેમને એ કાર્ય માટે સારી રીતે તૈયાર નહોતા કર્યા. સર્વિસ સેન્ટરમાં કાર્ય કરતા આ લોકો વિવિધ પરિસ્થિતિને સરળ રીતે હેન્ડલ કરી શકે તે માટે મેં એક ટ્રેઈનિંગનું આયોજન કર્યું. જેથી મુશ્કિલ પરિસ્થિતિમાં તેઓ સરળ અને દ્રઢતાથી કામ કરી શકે. હું ગરમીના દિવસોમાં હિન્દુસ્તાન લીવર સાથે કામ કરતી હતી. થોડા સમય બાદ હું એચબીએસમાં પાછી આવી ગઇ. હું ખૂબ જ ભાગ્યશાળી હતી કે તે સમયે મારી મુલાકાત એક એવા પ્રોફેસર સાથે થઇ જે ભારતમાં કારીગરો સાથે જોડાયેલા મુદ્દાને પાર પાડવા માટે મારી સાથે કામ કરવા માટે આતુર હતા. અમે પ્રાયોગિક ધોરણે ભારતની કેટલીક કોલેજીસ સિલેક્ટ કરી અને ત્યાં પાયલટ પ્રોજેક્ટ પર કામ કરવાની શરૂઆત કરી. જેમાં અમને વિવિધ પ્રકારના અનુભવો થયા. અને અમે ભારતમાં એક પ્રભાવી અને કુશળ કર્મચારીઓની ફોજ વિકસિત કરવાના ઉદ્દેશ્ય સાથે ‘તાલેરંગ’ની સ્થાપના કરી.

YS – તમારી અત્યાર સુધીની સફર કેવી રહી છે?

શ્વેતા – મેં પહેલેથી જ સ્ટાર્ટઅપના વાતાવરણમાં કામ કર્યું છે એટલે એક સ્ટાર્ટઅપ સાથે કામ કરવાનો મને સારો અનુભવ હતો. ‘તાલેરંગ’ના માધ્યમથી હું એક એવો સ્થાઇ બિઝનેસ કરવા માંગતી હતી જેનો સામાજિક પ્રભાવ લોકો પર પડે. અમારો ઉદ્દેશ્ય પૈસા કમાવવાની સાથે સાથે સમાજની વચ્ચે એક પ્રેરક પ્રભાવ પણ છોડવાનો હતો અને આજ ભાવના મને સંતોષ આપે છે.

image


અમારું લક્ષ્ય આવનાર ત્રણથી પાંચ વર્ષના સમયગાળામાં રાષ્ટ્રીય કક્ષાએ પહોંચવાનું છે. હાલમાં અમે માત્ર દિલ્હી અને મુંબઇમાં કાર્યરત છીએ. અમારી ઇચ્છા આવનાર ત્રણ વર્ષોમાં વિભિન્ન મોડલ્સની સહાયતા દ્વારા 10 હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ અને કંપનીઓમાં કાર્યરત કર્મચારીઓ સુધી પહોંચવાનો છે. અમારી સાથે જોડાયેલી વ્યક્તિમાંથી કોઇ એકને પણ નોકરી મળે છે ત્યારે તે ક્ષણ અમારા માટે ખૂબ જ ગર્વ અનુભવવા જેવી હોય છે.

image


YS – તમે અમને ‘તાલેરંગ’ની પ્રશિક્ષણ મોડ્યુલ્સ અંગે વધારે ડિટેઇલમાં જાણકારી આપો અને એ પણ જણાવો કે કેવી રીતે આ સંસ્થા લોકોને રોજગારી માટે તૈયાર કરે છે?

શ્વેતા – વિવિધ સંસ્થાના સીઇઓએ અમને જણાવ્યું કે આજના વધારે પડતા યુવાનોને એ જ ખબર નથી કે તેઓ આવી સ્થિતિમાં કેમ આવી જાય છે કે તેમણે વારંવાર નોકરી બદલવાની જરૂર પડે છે. આજના ઘણાં યુવાનો તો માત્ર 6 મહિનામાં જ પોતાની નોકરીને અલવિદા કહી દે છે. અને આ પ્રકારની પરિસ્થિતિ દેશભરની કંપનીઓમાં જોવા મળી રહી છે.

અમારું પહેલું મોડ્યુલ વ્યક્તિગત જાગરૂતતા વિશે છે, જેમાં અમે વિદ્યાર્થીઓને એ જાણવામાં મદદ કરીએ છીએ કે તેઓ હકિકતમાં શું કરવા માંગે છે. જ્યારે બીજું મોડ્યુલ તેમના મૂલ્યો અને દ્રષ્ટિ વિશે જાણવાનો છે. આ રીતે અમારા પહેલા બંને સત્ર ગ્રૂપ થેરાપી જેવા છે, જે ભારત માટે તદ્દન નવો પ્રયોગ છે. આ સમય દરમિયાન અમે અનેક લોકોને તૂટતા અને રડતા પણ જોયા છે. કારણ કે તેઓ ભૂતકાળમાં આ અંગે વિચારવાનો સમય જ કાઢી શક્યા નથી કે તેઓ તેમના જીવનમાં શું કરવા માંગતા હતાં અને વાસ્તવમાં શું કરી રહ્યાં છે. અમારી પાસે હકિકતમાં એવા પણ લોકો છે જે પોતાની જાતમાં બદલાવ લાવ્યા છે.

image


એક વાર તમે તમારા વિશે જાણી લેશો પછી તમે તમારા લક્ષ્ય સુધી કેવી રીતે પહોંચશો? મોડ્યુલના ત્રીજા સત્રમાં અમે આ જ વસ્તુ પર ભાર આપીએ છીએ. ઉદાહરણ તરીકે, અમારી પાસે મૌખિક અને લેખિત બંન્ને પ્રકારના સૌથી સારા સંચાર માધ્યમ છે. ત્યારબાદ અમારી પાસે ‘વર્કિંગ સ્માર્ટ’ મોડ્યુલ છે, જે પ્રાથમિકતા નક્કી કરવામાં, સમસ્યાનું નિરાકરણ લાવવામાં અને લક્ષ્ય સ્થાપિત કરવા અંગેનું છે. ત્યારબાદ અમે તેમને નોકરી મેળવવાની ટેક્નિક શીખવાડીએ છીએ. જેમાં બાયોડેટા, તેમના કૌશલ્ય, એક્સેલ અને પાવર પોઇન્ટની ટ્રેઇનિંગ આપીએ છીએ. અમે તેમને નેટવર્કિંગ પ્રોગ્રામમાં દ્વારા અન્યો સાથે સારા સંબંધો કેવી રીતે બનાવવા તે અંગે પણ મદદ કરીએ છીએ. આજના યુગમાં પ્રગતિ કરવા માટે આ બધી બાબતો અંગે જાણકારી હોવી જરૂરી છે.

image


ત્યારબાદ અમે અમારા વિદ્યાર્થીઓના કામ કરવાના કૌશલ્યમાં કેટલો ફરક આવ્યો છે તે જોવા માટે તેમને વિવિધ સંસ્થાઓમાં ઇન્ટર્નશીપ માટે મોકલીએ છે. ભારતની કોલેજોમાં અભ્યાસ કરી રહેલા 50 ટકા વિદ્યાર્થીઓને કોલેજના દિવસોમાં જ ઇન્ટર્નશીપ કરવાનો ચાન્સ મળતો નથી, જેના કારણે તેઓ તેની પ્રથમ નોકરીમાં જ કામ કરવાનું શીખે છે, અને કાર્યસ્થળનું વાતાવરણ કેવું હોય છે તેનો અનુભવ તેઓ પહેલી નોકરીમાં જ કરે છે. ભારતના સર્વશ્રેષ્ઠ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે જ આવું બનતું હોય છે. આ ખરેખર બહું મોટી હકિકત છે અને હવે એ સમય આવી ગયો છે કે આપણે વિદ્યાર્થીઓને શૈક્ષણિક વાતાવરણમાંથી બહાર લાવીને તેમને પ્રેક્ટિકલ ટ્રેઇનિંગ મળી રહે તેવા જરૂરી લાવીએ.

image