કાર વૉશ કરાવવી હોય તો Mypitstop છે ને!

Mypitstop તમારી કારને સાફ કરવા માટે પાણીના બદલે વરાળનો ઉપયોગ કરે છે. પરંપરાગત કાર વોશિંગની બીબાઢાળ રીતના કારણે અનેક ગેલન પાણી બરબાદ થાય છે. લોકો પણ સ્ટીમ વૉશની વેલ્યૂ સમજે છે અને તે પણ તેમનાં ઘરઆંગણે. તેના કારણે તેઓ Mypitstop પર પસંદગીનો કળશ ઢોળી રહ્યા છે.

કાર વૉશ કરાવવી હોય તો Mypitstop છે ને!

Monday October 19, 2015,

4 min Read

જ્યારે આપણે કોઈ બાબતની કે વસ્તુની આશા છોડી દઈએ અને અચાનક ત્યારે જ કોઈ આઈડિયા આવી જાય. તેમાંથી કેટલાક આઈડિયાઝ ભૂલી જઈએ તો કેટલાક આઈડિયાઝને આપણે રિઆલિટીમાં લઇ આવીએ. અને આવી જ રીતે જન્મ થયો ‘Mypitstop’નો.

કોવલમના પૂલસાઇડ પાસેની એક શાંત સાંજ. ચાર મિત્રો રોહિત માથુર, અમિત થાપર, સંજીવ સિંહા અને ટીના ડિક્રૂઝ બિયર પીતાં પીતાં સાદા અને સરળ રીતે કાર ધોવાના આઇડિયા અંગે ચર્ચા કરી રહ્યાં હતાં. રજાઓ બાદ પોતાની ગાડી સાફ કરવા માટે તેમણે ઘણી મહેનત કરવી પડતી અને સમય પણ ખૂબ લાગતો.

‘Mypitstop’ના કૉ -ફાઉન્ડર્સ

‘Mypitstop’ના કૉ -ફાઉન્ડર્સ


ચર્ચાની શરૂઆત રોહિતની એક વાતથી થઈ. વીકએન્ડનો સમય હતો અને તેણે પોતાની ગાડી સાફ કરવાનો-ધોવાનો નિર્ણય લીધો. તેણે પોતાની કારને ગેરેજમાં મૂકવાની હતી અને સાંજે પાછી લઈ જવાની હતી. તેણે જોયું કે રજાનો આખો દિવસ તેની કારને વૉશ સેન્ટરમાં મૂકવામાં, તેને પાછી લાવવામાં અને તેમાંથી બહાર કાઢેલી વસ્તુઓ પાછી મૂકવામાં જતો રહ્યો.

સામાન્ય પ્રશ્નનું નિરાકરણ

અને રોહિત પોતાના આ અનુભવની ચર્ચા તેના મિત્રો સાથે કરી રહ્યો હતો તે દરમિયાન જ Mypitstopના આઇડિયાનો જન્મ થયો. રોહિત તેનો સ્થાપક બન્યો, અમિત થાપર બિઝનેસ એન્ડ સ્ટ્રેટેજી હેડ, સંજીવ સિંહા અને ટીના ડિક્રૂઝ ઓપરેશન્સ હેડ બન્યાં.

તેમનું એક લક્ષ્ય હતું કે કાર માલિકને તેના દરવાજે અસરકારક સોલ્યુશન્સ પૂરા પાડવા. રોહિત ઇન્ટરનેટ ઉદ્યોગમાં 12 વર્ષ સુધી કામ કરી ચૂક્યો હતો. દેશનું સૌથી પહેલું ટેન-પિન બોલિંગ સેન્ટર શરૂ કરવાનો શ્રેય તેના ફાળે જાય છે. તે કહે છે કે ટીમના એક મેમ્બર પાસે ઓટોમોબાઇલ ક્ષેત્રનો 30 વર્ષનો અનુભવ છે. આ તેમનું જ ઝનૂન છે કે જેણે ટીમને આ સેક્ટરમાં એક નવી જગ્યા બનાવવા માટેની પ્રેરણા આપી છે.

Mypitstop તમારી કારને સાફ કરવા માટે પાણીના બદલે વરાળનો ઉપયોગ કરે છે. ટીમ કહે છે કે કાર ધોવામાં લગભગ 200 લિટર પાણી વાપરવાને બદલે તેઓ ઇકોફ્રેન્ડલી ટેકનિક અપનાવે છે. જેના કારણે પ્રતિ કાર માત્ર 2 ગેલન પાણીનો જ વપરાશ થાય છે. સ્ટિમ ક્લિન પ્રોસેસમાં લગભગ અડધો કલાકનો સમય થાય છે.

પડકારો

આજે પહેલાં કરતાં વધારે યુઝર ફ્રેન્ડલી અને ઝડપી કાર વૉશ સિસ્ટમનું બજાર ઝડપથી વિકસી રહ્યું છે. આ ક્ષેત્રમાં બીજી કંપની ‘સ્પીડ કાર’ પણ છે. તેમ છતાં પણ ભારતમાં કાર સોલ્યુશન્સ, ખાસ કરીને કાર વોશિંગ અને ક્લિનિંગ સેગમેન્ટ સંપૂર્ણપણે ઓર્ગેનાઇઝ્ડ નથી થયું. તેથી આ ટીમ જે સૌથી મોટા પડકારોનો સામનો કરી રહી હતી તેમાંનો એક હતો કુશળ કાર ક્લિનર્સને આકર્ષવા.

રોહિત વધુ એક પડકાર વિશે જણાવે છે, “લોકો અમારી સેવાની સરખામણી રૂ.400ની કાર વૉશ સેવા સાથે કરે છે. બીજો મોટો પડકાર પરંપરાગત કાર વૉશ સેગમેન્ટમાં ઘૂસ મારવાનો હતો. અમારી નવી કંપનીને જે સૌથી મોટો ફાયદો થયો તે એ હતો કે અમે એક એસેટ લાઇટ કંપની છીએ. અમે માત્ર આયાત કે સ્ટિમર મશિનમાં રોકાણ કરીએ છીએ. બાકીના મશિન્સ જેમ કે જનરેટર અને એમયુબીને હાલમાં આઉટસોર્સ કરીએ છીએ.”

બજાર અને વિકાસ

જોકે, ટીમે અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ Mypitstopએ પ્રતિ માસના ધોરણે 100 ટકાના દરે વિકાસ સાધ્યો છે. રોહિત જણાવે છે કે લોકો એ જોઈને દંગ રહી ગયા છે કે સ્ટીમ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે. તે ગ્રીસ જેવી વસ્તુના હઠીલા ડાઘ પણ થોડી જ વારમાં ગાયબ કરી દે છે. અમે ચોક્કસપણે રીપીટ ઓર્ડર્સની આશા રાખીએ છીએ. Mypitstop ગ્રાહકને આપવામાં આવતી દરેક સેવાને આધારે પૈસા લે છે.

image


ઈ-કોમર્સ ઉપર વધી રહેલી નિર્ભરતા અને તેની અચાનક આવેલી બૂમને કારણે Mypitstopને આશા છે કે તેમની પહોંચ ઝડપથી વધશે. ખાસ કરીને તેની ઘરઆંગણે આપવામાં આવતી સેવાને કારણે. રોહિત કહે છે કે પરંપરાગત કાર વોશિંગની બીબાઢાળ રીતના કારણે અનેક ગેલન પાણી બરબાદ થાય છે. લોકો પણ સ્ટીમ વૉશની વેલ્યૂ સમજે છે અને તે પણ તેમનાં ઘરઆંગણે. તેના કારણે તેઓ Mypitstop પર પસંદગીનો કળશ ઢોળી રહ્યા છે.

જોકે, તેમનું માનવું છે કે આ કામમાં હજી સમય લાગશે. કારણ કે ભારતના માત્ર 20 ટકા લોકો પાસે જ ઇન્ટરનેટની સુવિધા છે. પરંતુ તેમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

અંતે રોહિત કહે છે, “અમે ભૌગોલિક વિસ્તરણ પણ કરવા માગીએ છીએ. અમારી સેવાને મુંબઈ ઉપરાંત ભારતનાં અન્ય શહેરોમાં પહોંચાડવા માગીએ છીએ. ખાસ કરીને એવાં શહેરોમાં કે જ્યાં વર્કિંગ ક્લાસ પરિવારો મોટી સંખ્યામાં રહે છે અને જેમની પાસે ક્લિનિંગ સ્ટેશન સુધી જવા માટેનો સમય નથી. આ ઉપરાંત, અમે કેટલીક અન્ય સેવાઓ જેમ કે પૈડાં બદલવાં, સીટ કવર્સ અને બીજી કાર એક્સેસરીઝ પણ શરૂ કરવા માગીએ છીએ.”