ગામની શેરીથી સિલિકૉન વેલી અને સિંગાપુર સુધી, વરૂણ ચંદ્રનની અનોખી દાસ્તાન

વરૂણે પોતાની કંપનીનું ‘ઓપરેશન્સ સેન્ટર’ પાતોના ગામની પાસે પાથનાપુરમમાં સ્થાપ્યું અને ત્યાંના સ્થાનિક યુવાનોને રોજગારી આપીઆજે વરૂણની કંપની ‘કોર્પોરેટ 360’નું કદ 10 લાખ ડોલર થઇ ચૂકયું છે અને મોટી મોટી કંપનીઓ આજે તેની ક્લાઈન્ટસ છેવર્ષ 2017 સુધી વરૂણ પોતાની કંપની ‘કોર્પોરેટ 360’ને 1 કરોડ ડોલરની કંપની બનાવવા માંગે છે

ગામની શેરીથી સિલિકૉન વેલી અને સિંગાપુર સુધી, વરૂણ ચંદ્રનની અનોખી દાસ્તાન

Wednesday October 14, 2015,

4 min Read

ભારતના જંગલ પાસે વસેલા એક ગામડામાં જન્મેલા એક બાળકે મોટા થઇને સિંગાપુરમાં પોતાની એક કંપની સ્થાપી અને કરોડો રૂપિયાનો માલિક બની ગયો! સાંભળવામાં આ એક આધુનિક પરીકથા લાગતી હશે પરંતુ આ કોઇ વાર્તા નહીં પણ હકીકત છે. ગામડાનો એ બાળક આજે એક મોટી હસ્તી છે અને એની કંપનીના ગ્રાહકોમાં સંખ્યાબંધ બહુરાષ્ટ્રિય કંપનીઓ છે. એવું નથી કે આપણે જે વ્યક્તિત્વની વાત કરી રહ્યાં છીએ તેણે જીવનમાં ફક્ત ખુશી અને પ્રગતિ જ જોઇ છે. આ વ્યક્તિએ જીવનમાં ઘણા દુઃખ પણ જોયા છે, શારીરિક અને માનસિક યાતનાઓ પણ સહન કરી છે. ગરીબી અને અપમાનના દિવસો પણ જીવ્યા છે. પણ મહેનત, પ્રતિભા અને ઉદ્યમના દમ પર સફળતાની અદભૂત દાસ્તાન લખી છે. આ વાર્તા છે ‘કોર્પોરેટ 360’ના સ્થાપક અને CEO વરૂણ ચંદ્રનની.

image


CEO પાસે સ્કૂલ ફી માટે 25 રૂપિયા પણ નહોતા!

બાળપણમાં વરૂણ પાસે સ્કૂલની ફીસ ભરવા માટે 25 રૂપિયા પણ નહોતા જેના કારણે તેણે ક્લાસની બહાર ઉભા રહેવું પડતું જ્યારે આજે વરૂણ કરોડો રૂપિયાના માલિક છે અને એમની કંપની દુનિયાભરની કંપનીઓ સાથે વ્યવસાય કરી રહી છે. સફળ ઉદ્યોગસાહસિક વરૂણ ગરીબ અને બેરોજગાર યુવાનોને રોજગાર અપાવવા માટે મદદરૂપ પણ થઇ રહ્યાં છે. વરૂણની કહાની મજેદાર હોવાની સાથે સાથે પ્રેરણાદાયક પણ છે.

વરૂણનો જન્મ કેરલાના કોલ્લમ જીલ્લામાં જંગલની પાસે આવેલા એક નાનકડા ગામ પાડમમાં થયો હતો. ગામડાના મોટાભાગના લોકો ગરીબ અને ભૂમિહીન ખેડૂત હતા. વરૂણના પિતા પણ ખેડૂત હતા. તેઓ ખેતરમાં મજૂરી કરતા અને જંગલમાં લાકડા કાપતા. વરૂણની માતા ઘરમાં કરિયાણાની દુકાન ચલાવતી. ઘણી આર્થિક મુસીબતોનો સામનો કરીને વરૂણના પરિવારનું ગુજરાન ચાલતુ.

કરોડોના માલિક વરૂણે ખેતરમાં મજૂરી પણ કરી છે

બાળપણમાં વરૂણ પણ તેમના પિતાને મદદરૂપ થવા માટે ખેતરમાં મજૂરી કરતા. ખૂબ જ નાની વયે વરૂણને ખ્યાલ આવી ગયો હતો કે એક ખેડૂતે જીવનમાં કેવી કેવી તકલીફોનો સામનો કરવો પડે છે.

માતાએ પોતાના કડાં અને ત્રણ હજાર રૂપિયા વરૂણને આપ્યા અને કોઇ ઘંધો શરૂ કરવા કે નોકરી શોધવાની સલાહ આપી. માતાના આશિર્વાદ લઇને વરૂણ બેંગલોર જતો રહ્યો. બેંગલોરમાં વરૂણના ગામના જ એક કોન્ટ્રાક્ટર રહેતા હતા. અને તેમણે મજૂરોની સાથે વરૂણની રહેવાની વ્યવસ્થા કરી આપી.

અંગ્રેજી ના આવડતું હોવાને કારણે બેંગલોરમાં વરૂણને નોકરી નહોતી મળી રહી. વરૂણને અંદાજ આવી ગયો કે નોકરી મેળવવા માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન અતિ આવશ્યક છે. વરૂણે અંગ્રેજી ભાષા શીખવાની શરૂઆત કરી. સૌથી પહેલા ડીક્ષનરી ખરીદી, અંગ્રેજી પુસ્તકો વાંચી અને અંગ્રેજી ભાષાના ન્યુઝપેપર્સ અને ન્યૂઝ ચેનલ્સ જોવાની ટેવ પાડી.

વરૂણે ઇન્ટનેટની મદદથી નોકરી શોધવાની શરૂઆત કરી. ઇન્ટરનેટની મદદથી વરૂણને એક કોલ સેન્ટરમાં નોકરી મળી ગઇ. નોકરીની સાથે વરૂણે અભ્યાસ ચાલુ રાખ્યો. ત્યારબાદ તેને હૈદરાબાદની એક કંપનીમાં બિઝનેસ ડેવલોપમેન્ટ ઇગ્ઝેક્યુટીવ તરીકેની નોકરી મળી ગઇ જ્યાં વરૂણે ખૂબ મહેનત કરી. વરૂણની મહેનત અને પ્રતિભાની ખુશ થઇને કંપની દ્વારા તેને અમેરિકા મોકલવામાં આવ્યો. અમેરિકા ગયા પછી વરૂણે સ્પેન અને સિંગાપુરની કંપનીમાં નોકરી મેળવી. અમેરિકાની સિલિકોન વેલીમાં નોકરી કરતાં કરતાં વરૂણના મગજમાં અવનવા વિચારો આવવા લાગ્યા તેથી તેણે એક નોકરીયાત વ્યક્તિથી આગળ વધીને ઉદ્યોગસાહસિક બનવાનો નિર્ણય કર્યો.

સફળ થવા માટે વરૂણે નક્કી કર્યું કે, એણે એવું કઇંક કરવું પડશે જેના કારણે લોકોને એમની સમસ્યાઓનો ઉકેલ મળે, અને લોકોનું જીવન પણ જેનાથી સરળ બની શકે. સિંગાપુરમાં નોકરીની સાથે સાથે વરૂણે પોતાના ડ્રિમ પ્રોજેક્ટને હકીકતમાં ફેરવવા માટેની મહેનત શરૂ કરી દીધી.

પોતાનું કામ સરળ બનાવવાના હેતુસર વરૂણે એક સોફ્ટવેર ટૂલનું કોડિંગ શરૂ કર્યું. મિત્રોને પણ આ કામમાં ફાયદો દેખાતા તેઓ પણ વરૂણને મદદરૂપ થવા લાગ્યા. અને આવી રીતે વરૂણે પોતાના પ્રથમ વેન્ચર ‘કોર્પોરેટ 360’ની શરૂઆત કરી.

વરૂણે અન્ય કંપનીઓને મદદરૂપ થાય એવા અવનવા સોફ્ટવેર વિકસાવવાની શરૂઆત કરી. આ સોફ્ટવેરની મદદથી કંપનીઓ જાણી શકતી કે, તેમના ગ્રાહકો તેમની પ્રોડક્ટ ક્યારે અને કેટલા પ્રમાણમાં ઉપયોગમાં લે છે? અને માર્કેટમાં તેમના પ્રોડક્ટની ડિમાન્ડ કેવી છે?

વરૂણે ‘ટેક સેલ્સ ક્લાઉડ’ નામની પ્રોડક્ટ તૈયાર કરી

આ એક સેલ્સ અને માર્કેટિંગ ટૂલ છે, જે મસમોટા ડેટાબેઝનું એવી રીતે વિશ્લેષણ અને વર્ગીકરણ કરે છે કે તેની મદદથી કંપનીઓની સેલ્સ અને માર્કેટિંગ ટીમ સરળતાથી પોતાનો ટાર્ગેટ સમજીને તેની પસંદગી કરી શકે છે.

શરૂઆતના કેટલાક વર્ષોમાં વરૂણે જુદી જુદી કંપનીઓને પોતાની પ્રોડક્ટ્સ માત્ર પ્રયોગ માટે આપી. અને કંપનીઓને સમજાવવામાં સફળ રહ્યો કે, તેની પ્રોડક્ટ્સ તેમના માટે કેટલી ફાયદાકારક છે. પોતાના ક્લાયન્ટ્સને સંતુષ્ટ કર્યા બાદ વરૂણે તેમને પોતાની પ્રોડક્ટ્સ વેચી અને પોતાની પેઈડ સર્વિસીસ પણ શરૂ કરી. વર્ષ 2012માં વરૂણે સિંગાપુરમાં પોતાના ઘરેથી જ પોતાના કામની શરૂઆત કરી. કંપનીની નોંધણી પણ સિંગાપુરમાં જ કરવામાં આવી. નોંધણી પછી ગણતરીના કલાકોમાં જ કંપનીની વેબસાઇટ પણ બની ગઈ.

કંપનીનું નામ ‘કોર્પોરેટ 360’ રાખવા પાછળ એક ખાસ કારણ

કંપનીઓની 360 ડિગ્રી માર્કેટિંગ પ્રોફાઇલની જવાબદારી સ્વીકારવાના ઉદ્દેશ્ય સાથે જ વરૂણે પોતાની કંપનીનું નામ ‘કોર્પોરેટ 360’ રાખ્યું.

વરૂણની કંપનીને સૌપ્રથમ ઓર્ડર બ્રિટનના એક ગ્રાહક પાસેથી મળ્યો હતો. આ ઓર્ડર 500 ડોલરનો હતો. એટલે કે વરૂણની કંપનીની ગાડી નીકળી પડી હતી. વરૂણની કંપની એટલી ઝડપથી પ્રગતિ કરી રહી હતી કે તેની સ્થાપનાના પ્રથમ વર્ષમાં જ કંપનીએ અઢી લાખ ડોલરની કમાણી કરી લીધી. ત્યારબાદ વરૂણ તેમની કંપનીનો વ્યાપ સતત વધારતા રહ્યાં, વરૂણે દુનિયાના જુદા જુદા શહેરો ઉપરાંત પોતાના ગૃહરાજ્યમાં પણ કોન્ટ્રાક્ટર્સ નિમ્યા.