અભિનેત્રીથી નિર્માત્રી સુધીની કિરણ આચાર્યની સફર, નિર્માણ ક્ષેત્રે ઝંપલાવી લાવી રહી છે કોમેડી ફિલ્મ 'દે તાલી'થી..

અભિનેત્રીથી નિર્માત્રી સુધીની કિરણ આચાર્યની સફર, નિર્માણ ક્ષેત્રે ઝંપલાવી લાવી રહી છે કોમેડી ફિલ્મ 'દે તાલી'થી..

Wednesday April 13, 2016,

8 min Read

કિરણ આચાર્ય ગુજરાતી ફિલ્મજગતમાં ઘણું જાણીતું નામ છે. જોકે આ વખતે કિરણ માત્ર અભિનેત્રી તરીકે નહીં પરંતુ ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર તરીકે લોકો સમક્ષ આવી રહી છે. કિરણની પ્રોડ્યુસર તરીકેની પ્રથમ ફિલ્મ છે 'દે તાલી'. ત્યારે થોડા સમય પહેલા જ કિરણ એક કાર્યક્રમમાં મળતાં તેની આ નવી શરૂઆત વિશે વાતચીત થઇ જેના થોડા અંશો અહીં રજૂ કરું છું:

કિરણ આચાર્ય તેની અગામી ફિલ્મ 'દે તાલી'માં સ્વીટીના પાત્રમાં 

કિરણ આચાર્ય તેની અગામી ફિલ્મ 'દે તાલી'માં સ્વીટીના પાત્રમાં 


કોઈના પણ માટે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું અઘરું હોય છે. ત્યારે એક્ટિંગની સાથે જ્યારે પ્રથમ વખત ફિલ્મ પ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છો કોઈ ડર કે અસલામતી જેવું કશું અનુભવો છો કે કેમ?

કિરણ- ના બિલકુલ નહીં , પરંતુ એક્સાઈટેડ છું ખૂબ જ. કેમકે આફ્ટર ઓલ આ મારી ફર્સ્ટ ફિલ્મ છે. (હસી પડે છે) યેસ, જ્યારે અભિનેત્રી તરીકે મારી ફર્સ્ટ ફિલ્મ આવી હતી ત્યારે નર્વસ હતી કે શું થશે ? લોકો શું કહેશે ? પણ આ વખતે ખરેખર અભિનેત્રીની સાથોસાથ નિર્માત્રી બનીને પ્રથમ ફિલ્મ સાથે આવી રહી છું ત્યારે ખરેખર એક્સાઈટેડ છું. હું એવું માનું છું કે સિનેમા એ એક આર્ટ છે...તપશ્ચર્યા છે...જેટલું પણ શીખો એટલું ઓછું છે...દરેક તબક્કે શીખવાની આખી પ્રોસેસ ચાલતી રહે છે..નિર્માત્રી બનીને અલગ રીતે નવા પડકારો નવી બાબતોમાંથી પસાર થઈ રહી છું એટલે આ બધું મારા માટે વોર્મ બ્લેસિંગ છે. આ ફિલ્મથી હું ઘણું બધું શીખી છું અને એ વાતની મને બહું ખુશી છે. આ ફિલ્મથી ક્યાંકને ક્યાંક મને મેં મારી ફરજ પૂરી કર્યાની લાગણી થાય છે. મને એવું લાગે છે કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને એ ઓડિયન્સ કે જેમણે આટલા વર્ષો સુધી મને પ્રેમ અને સમ્માન આપ્યું છે એ ઋણ ચુકવવાનો આ અવસર હતો અને then I am really satisfied about 'De Taali' 

image


શા માટે દે તાલી પસંદ કરી ?

કિરણ- ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આટલો સમય સુધી હું કામ કરી રહી છું ત્યારે મને એક વિચાર એવો આવેલો કે આટલા સમય સુધી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ઓડિયન્સે મને જે કાંઈ ભરપૂર પ્રેમ આપ્યો છે એ ઋણનો બદલો હું કઈ રીતે ચુકવીશ ? એ સમયે મને વિચાર આવ્યો કે એક એવી ફિલ્મ બનાવું જેને જોઈને મને પણ સંતોષ થાય કે ચલો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ઓડિયન્સને મારી આ ભેટ છે. યુ નો વ્હોટ મેં આટઆટલી ભાષાઓની ફિલ્મ અને આલ્બમમાં કામ કર્યું છે પણ ગુજરાતી મારા દિલની ખૂબ નજીક છે. એ પછી દે તાલી જ્યારે અમારા હાથમાં આવી ત્યારે થયું કે જો કંઈક અલગ અને સ્પેશિયલ કરવું જ હોય તો નથીંગ ઈઝ બેટર લાઈક દે તાલી.. દે તાલીમાં એ બધી ખાસ વાતો છે જે હું કરવા ઈચ્છતી હતી...એટલે મેં ગુજરાતી ઓડિયન્સને કહ્યું કે, તૈયાર રહેજો...લઈને આવી રહી છું એક મજ્જાની ધમાલ ગુજરાતી કોમેડી ફિલ્મ...માટે મને 'દે તાલી' ! ( હસી પડે છે)

દે તાલી માટે તમારા ફર્સ્ટ રીએક્શન કેવા હતા ?

કિરણ- હું ફિલ્મની વાર્તા સાંભળતી હતી. અમારા રાઈટર કિશોરજી સ્ટોરી નરેટ કરતા હતા. હું , સંજય હીરપરાજી અને અમારા ડિરેક્ટર સુચકજી વાર્તા સાંભળતા હતા. મારા હાથમાં કોફીનો મગ હતો અને હું ડાયેટ કોફી પી રહી હતી..જેમ જેમ વાર્તા નરેટ થતી ગઈ એમ એમ અમારા સૌનું હસવું રોકાતું નહોતું. ઈમેઝીન, મારા મોઢામાંથી કોફી છૂટી ગયેલી...રીયલી ધેટ વોઝ રીયલી રીયલી સો એમ્બેરેસીંગ. હું એટલું હસી કે સોફા પર ઢળી પડી. એક તબક્કે તો કિશોરજીને થઈ ગયું કે આ લોકો આટલું હસી કેમ રહ્યા છે ? વાર્તા સારી નથી એવું માનીને હસે છે ? હું સંજય હીરપરાજી અને સુચકજી હસવામાંથી ફ્રી થઈએ તો કહીએને કે વાર્તા કેવી લાગી.

આ ફિલ્મનો એવો ક્યો પ્લસ પોઈન્ટ તમને લાગે છે જે ઓડિયન્સને થિએટર સુધી ખેંચી લાવશે ?

કિરણ- અત્યારે કોમેડીના નામે જે પ્રકારનો નક્કામો મસાલો ફિલ્મમાં પીરસાઈ રહ્યો છે એવી તો કોઈ બાબત આ ફિલ્મમાં છે નહીં..કે નથી કોમેડીના નામે ફિલ્મના દરેક સીનમાં કોમેડી સાઉન્ડ્સના જાતજાતના અવાજો છે એવું પણ નથી. હું દર્શકોને વિનંતી કરીશ કે આવી બધી અપેક્ષાઓ રાખશો તો નિરાશ થશો પરંતુ ખુશ એ બાબતે થશો કે આ એક ભરપૂર એન્ટરટેઈનમેન્ટ ધરાવતી એક ફેમીલી મુવી છે. ને દર્શકોને મારી એક નમ્ર વિનંતી..પ્લીઝ મારી આ વાતને ધ્યાનમાં લેજો કે ફિલ્મ જોવા જાઓ ત્યારે પોપકોર્ન કે કોલ્ડ્રીંક્સ લેતા નહીં કારણ કે ફિલ્મમાં હસવાથી નવરા થશો તો ખાશોને.....( જોરજોરથી હસી પડે છે) સો આઈ વુડ લાઈક ટુ સે કે આ ફિલ્મમાં સીન વનથી લઈને લાસ્ટ સીન સુધીના બધા શોટ્સ સ્પેશિયલ છે અને એ બધાના પ્લસ પોઈન્ટ છે એટલે આ બાબત દર્શકોને થિએટર સુધી ખેંચી લાવશે.

image


રોલ પ્રિપેરેશન કઈ રીતે કરી ? સાંભળ્યું છે કે તમારો રોલ તો ખૂબ કોમેડી છે

કિરણ- યેસ, આ ફિલ્મમાં હું સ્વીટીનો રોલ કરી રહી છું. જોકે ટફ નહોતું કેમકે હું તો રીલ અને રીયલ લાઈફમાં પણ સ્વીટી જ છું ( હસી પડે છે) સ્વીટી એકદમ ડ્રીમી, ચાઈલ્ડીશ અને ફેરી ટેલ્સમાં જીવતી ક્યુટ છોકરી છે કે જેનું કિડનેપીંગ થયું છે. સ્વીટીનો રોલ મારા દિલની ખૂબ નજીક છે કારણ ખબર નહીં બટ મને એવું લાગે છે આ રોલ માટે જ હું અભિનેત્રી બની છું. ફિલ્મ ઈમોશનલ નથી પણ હું સ્વીટીના કેરેક્ટરને લઈને બહું જ ઈમોશનલ છું. (આંખોમાં પાણી ભરાઈ આવે છે. આઈ લાઈનર પર ભરાઈ આવેલા આંસુને ટીશ્યુપેપરથી લૂંછી નાખે છે) યુ નો વ્હોટ, આપણી દરેકની અંદર આવી એક સ્વીટી જીવતી હોય છે.જેને કશું જ નથી જોઈતું પણ બસ ખુશ રહેવું છે..ખુલ્લા આકાશ નીચે..વરસતા વરસાદ નીચે લીલા મેદાનમાં દોડી જવું છે અને બંને હાથ ફેલાવી આકાશમાંથી વરસતા વરસાદના એક એક બુંદને અનુભવવું ગમે...ફુલો પર બેસેલા પતંગિયા પાછળ દોડવું હોય છે...ચોકલેટ ખાતા ખાતા હાથને ફ્રોક પર લૂંછવા હોય છે...પણ ખબર નહીં આપણે સૌ સમય સાથે એવા તો પ્રોફેશનલ અને પ્રેક્ટિકલ થઈ જતા હોઈએ છીએ કે સ્વીટીની સ્વીટનેસ ભૂલી જઈએ છીએ. એની વે, ( હસી પડે છે) વધારે પડતી ડ્રામેટીક સ્પીચ થઈ ગઈને ? બસ, વધારે નહીં કહું પણ એટલું કહીશ સ્વીટી તમારા ચહેરા પર સ્માઈલ લાવી આપશે અને તમને ખુશ કરી દેશે પણ એના માટે તમારે ફિલ્મ જોવી પડશે. ને હા, મેં આ રોલ માટે સેલ્ફ લર્નિંગ પ્રોસેસનો સહારો લીધો છે. 

વર્તમાન ગુજરાતી ફિલ્મ વિશેના આપના મંતવ્ય શું છે ?

કિરણ- એક ગુજરાતી અભિનેત્રી તરીકે બહું જ સારું લાગે છે કે આજે આટલી બધી સંખ્યામાં ગુજરાતી ફિલ્મ આવી રહી છે. મેં સાંભળ્યું છે કે લગભગ 84 જેટલી ગુજરાતી ફિલ્મ ઓન ફ્લોર છે. આજે જ્યારે ગુજરાતી ફિલ્મ્સને આટલી મોટી સંખ્યામાં ઓડિયન્સ મળી રહ્યું છે ત્યારે થાય કે એ વાતનો આનંદ છે મેકર્સને ગુજરાતી ફિલ્મમાં નવા નવા પ્રયોગો કરવાનો ચાન્સ મળી રહ્યો છે. અભિનેતા અને અભિનેત્રીઓ માટે પણ સારી વાત છે કે અભિનયમાં પણ નવા નવા પ્રયોગો કરવાનો એમને ચાન્સ મળી રહ્યો છે. એક વાતનો ડર છે એ છે કે પછી લોકો આડેધડ ફિલ્મ્સ બનાવશે...માત્ર સબસીડી માટે જ બનાવશે તો આડિયન્સને અત્યારે ગુજરાતી ફિલ્મ પર જે વિશ્વાસ આવ્યો છે એ ક્યાંક જતો ન રહે.

શૂટીંગ સાથે જોડાયેલી કોઈ ખાસ યાદ ?

કિરણ- બહું બધી. એક આખી મોટી બુક લખી શકાય એટલી બધી. આ એક કોમેડી ફિલ્મ છે. ફિલ્મની સ્ક્રીપ્ટ બહું જ વન્ડરફૂલ છે એટલે સીન શૂટ કરવામાં અમને બહું જ તકલીફ થતી હતી કેમકે જેવું લાઈટ્સ્..કેમેરા..સાઉન્ડ એન્ડ એક્શન બોલાય અને સીન શૂટ કરવાનું ચાલું થાય કે કોઈને કોઈ હસી પડે...અમે એક્ટર્સ પણ શૂટીંગ ચાલું છે એ ભૂલી જતા અને પેટ પકડીને જોરજોરથી હસી પડતા. એકવાર તો અમારા કેમેરામેન હસવામાં એટલામાં મશગુલ થઈ ગયા અને અમે લોકોએ સીન પુરો કરી નાખ્યો પછી ખબર પડી કે સીન તો શૂટ થયો જ નથી. ( હસી પડે છે)

image


આ ફિલ્મના રાઈટર, ડિરેક્ટર અને એક્ટરનો પ્લસ પોઈન્ટ કયો ?

કિરણ- અબાઉટ રાઈટીંગ.. આઈ વુડ લાઈક ટુ સે ધેટ સ્ટોરી ઈઝ રીયલ હીરો ઈન ધીસ ફિલ્મ. અમારા રાઈટર કિશોર સચદેવ ઈઝ ઓસ્સમ. એ માણસે 500 જેટલા કોમેડી નાટકો લખ્યા છે. એ ખરા અર્થમાં કોમેડી કીંગ છે. એમણે લખેલી સ્ક્રીપ્ટ ખરેખર એટલી મઝેદાર હતી કે અમને લોકોને શૂટીંગ કરવું અઘરું પડતું હતું.

અમારા ડિરેક્ટર સુચકજીની સેન્સ ઓફ હ્યુમર ખરેખર બહું મજાની છે. એમનું કોમેડી ટાઈમિંગ એટલું સરસ છે કે મને થયું કે ક્યાંક સુચકજી એક્ટિંગ કરવાનું શરૂં કરશે તો અમે લોકો કામ ધંધા વિના ઘરે બેસી રહેશું ( હસી પડે છે) ધ બેસ્ટ થીંગ્સ અબાઉટ સુચકજી કે એ એક્ટરને કેમેરા સામે રમવા મુકી દે... અમને લોકોને કોઈપણ સીન શૂટ કરતા પહેલા તેઓ એ જાણી લે કે એક્ટર્સ આ સીન માટે શું વિચારે છે..એક્ટર્સ આ સીનને કઈ રીતે શૂટ કરવા માગે છે...સુચકજીનો એટીટ્યુડ બહુ રસપ્રદ છે કે બધાને સાથે લઈને કામ કરો તો કામ જલદી અને પરફેક્ટ રીતે પુરુ થશે.

image


અને મારા કૉ-સ્ટાર વિશે તો શું કહું ? અમે લોકો તો પાગલ છીએ ( જોરજોરથી હસી પડે છે) રીયલી, સેટ પર અમે લોકોએ ગાંડા જ કાઢ્યા છે ખબર નહી કદાચ અમારા તોફાનો અને ગાંડપણને શૂટ કરીને જ ડિરેક્ટરે ફિલ્મ શૂટ કરી નાખી હશે (ફરી હસી પડે છે) નેચરલી સૌથી પહેલા તો સંજય મૌર્યની જ વાત કરીશ ( સહેજ શરમાઈને સ્માઈલ સાથે ) લોકો સંજયને અત્યાર સુધી એના ફિઝીકના લીધે અને મારધાડ એક્શનના લીધે ઓળખતા પણ મને થતું કે સંજયનું કોમેડી ટાઈમિંગ બહું જ સારું છે. એ ખરેખર સારો કોમેડિયન પણ છે અને આ ફિલ્મથી આ વાત પણ એ સાબિત કરી બતાવશે. 

વનરાજ સાથે કામ કરવાનો અનુભવ ખરેખર બહું મજાનો રહ્યો છે કેમકે એ પોતે જેટલા ગંભીર દેખાય છે એવા છે નહીં, બિલકુલ પણ. હું અને સંજય એમને બહું પજવતા. વનરાજે અભિનયને માત્ર શોખ નહીં પણ સમર્પણની દ્રષ્ટીએ જોયો છે એ વાત જ મને બહું ગર્વ ફિલ કરાવે છે કે અમે લોકો સાથે કામ કરી રહ્યાં છીએ.