તમારા મનપસંદ ફોટોગ્રાફ્સને કૅરીકેચરમાં બદલવા 'Caricme' કરશે મદદ

તમારા મનપસંદ ફોટોગ્રાફ્સને કૅરીકેચરમાં બદલવા 'Caricme' કરશે મદદ

Saturday October 24, 2015,

4 min Read

image


રિતેશ રાવ, રાજેશ આચાર્ય અને કોટરેશ ચર્ટીકી ત્રણેય અંદરથી તો એક કલાકાર જ છે. રિતેશ અને કોટરેશે લલિત કલામાં સ્નાતકની ડિગ્રી મેળવી છે અને રાજેશ ચિત્રકારીમાં અનુસ્નાતક છે. પોતાનું જીવન સારી રીતે વ્યતિત કરવા માટે આ ત્રણે જણાએ વિભિન્ન કંપનીઓમાં નોકરી કરવાની શરૂ કરી અને તેમની કિસ્મત તેમને બેંગલૂરુ સ્થિત ઈન્ફોસિસના સંચાર ડિઝાઈન સમૂહ સુધી ખેંચી લાવી. અહીંયા તેમણે 6 થી પણ વધારે વર્ષો સુધી એક ટીમના રૂપમાં કામ કરવા તથા વ્યક્તિગતરૂપે ઘણી મોટી પરિયોજનાઓમાં સામેલ રહેવા સિવાય ઘણાં કાર્યક્રમોને સફળતાપૂર્વક સંભાળ્યાં છે. આ અનુભવે આ ત્રણેયને પોતાની વ્યક્તિગત ક્ષમતાઓનું આંકલન કરવાની સાથે-સાથે એકબીજાને સમજવા, પોતાની વિશેષતાઓનું આંકલન કરવાની પણ તક આપી. ભીડથી હટીને ચાલતા, કંઈક નવું કરવાની ઈચ્છાના લીધે, આ ત્રણેયએ, એક સ્ટાર્ટઅપ શરૂ કરવાનો નિર્ણય લીધો.

રાજેશને વ્યંગ્ય ચિત્ર (કૅરીકેચર) બનાવવામાં મહારત હાંસલ હતી અને એટલે આ લોકોએ એક એવો ઉદ્યમ શરૂ કરવાનો નિર્ણય લીધો, જે આ કળાને સામાન્ય જનતા માટે સુલભ બનાવવામાં સક્ષણ હોય. આ વિચારના પરિણામરૂપે અને વિવિધ સામગ્રીઓ પર અનુકૂલિત કૅરીકેચર બનાવીને ઉપલબ્ધ કરાવતા એક ઈ-કૉમર્સ સ્ટોર Caricme નો પાયો નખાયો. કોઈનું પણ કૅરીકેચર બનાવવા માંગતી વ્યક્તિએ બસ એટલું જ કરવાનું રહેશે કે, તેણે એ વ્યક્તિનો ફોટો આ વૅબસાઈટ પર અપલોડ કરીને ઑનલાઈન ઑર્ડર આપવો પડશે. ઑર્ડર મળ્યાં પછી આ ટીમ તરત જ પોતાના કામમાં લાગી જાય છે અને તૈયાર કરેલી કલાકૃતિની સમીક્ષા માટે એક સોફ્ટ કૉપી તૈયાર કરવામાં આવે છે. પછી આ જ સોફ્ટ કૉપીમાંથી અંતિમ પ્રોડક્ટ તૈયાર કરતાં તેને ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે.

image


'કૅરીક્મી'ને કામ કરતા હવે લગભગ બે વર્ષનો સમય વીતી ગયો છે અને ચાર લોકોની આ નાની અમથી જુનૂની ટીમ હાલમાં દર મહીને લગભગ 350 લોકોના કૅરીકેચર તૈયાર કરવાના ઑર્ડર મેળવવામાં સફળ રહે છે. શરૂઆતી દિવસોમાં તો તેઓ પોતાના આ કામને જમાવવા માટે મિત્રોની અને સહકર્મીઓની મદદ લેવી પડી અને તેઓ આસપાસના લોકોના કૅરીકેચર તૈયાર કરીને તેમને આપતાં. ધીરે-ધીરે જ્યારે લોકોને તેમના કામ વિશે જાણકારી મળવા લાગી, ત્યારે 'વર્ડ-ઑફ-માઉથ' તથા ફેસબૂક પોસ્ટ્સના પ્રચાર દ્વારા પ્રસિદ્ધિ મળવાની શરૂઆત થઈ અને તેના પછીથી પાછળ વળીને જોવાની જરૂર નથી પડી. રિતેશ જણાવે છે કે, "શરૂઆતી દિવસોમાં અમે કેટલાક નાના ઑનલાઈન ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો, જેના પરિણામ સ્વરૂપ અમને નિયમિતરૂપે કામ મળવા લાગ્યું. એક વાર કામ મળવા લાગ્યું, તો એના લીધે અમારી અંદર પણ પોતાના ઉત્પાદનને લઈને આત્મવિશ્વાસનો ભાવ આવવા લાગ્યો, અને સાથે-સાથે અમને લાગવા માંડ્યું કે અમારો ઉત્પાદ બજારમાં વેચવાલાયક છે. ત્યારબાદ પછી અમે ઍમેઝોન, સ્નૅપડીલ, ફર્ન એન્ડ પેટલ્સ વગેરે જેવા બજારના દિગ્ગજો તરફ વળ્યાં. અમે આ ઑનલાઈન માધ્યમોની મદદથી એક સારો અને સુદ્રઢ ગ્રાહક આધાર બનાવતાં, સારું વેચાણ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. જલ્દી જ અમે પોતાનો એક ઈ-કૉમર્સ મંચને લઈને સામે આવ્યાં અને હાલમાં અમારી પાસે હજારથી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકોનું સમર્થન પ્રાપ્ત છે."

'કૅરીક્મી' પોતાને બજારમાં ઉપલબ્ધ અન્ય ખેલાડીઓની જેમ એક ગિફ્ટ સંબંધિત બજારમાં બદલવા નથી ઈચ્છતા. કોટરેશ કહે છે કે, "અમારા વ્યાપારની સૌથી મોટી ખાસિયત એ છે કે અમે એક વ્યક્તિગત ચિત્ર પણ તૈયાર કરીને ઉપલબ્ધ કરાવીએ છીએ, જ્યારે અન્ય પ્રતિસ્પર્ધી ઓર્ડરની સાઈઝ ઉપર નિર્ભર રહે છે, અને કદાચ જ કોઈ આવું કરી રહ્યું છે. અમે અમારા ગ્રાહકોને સૌથી અલગ વ્યક્તિગત પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવા ઈચ્છીએ છીએ". 'કૅરીક્મી' હાલમાં બી2બી અને બી2સી બન્ને માધ્યમોના આધાર પર કામ કરી રહી છે. 'કૅરીક્મી' પોતાના ગ્રાહકોને જન્મદિવસ માટે ઉત્તમ સ્મૃતિચિહ્ન ઉપલબ્ધ કરાવવા સિવાય, કોર્પોરેટ પુરસ્કાર, લગ્નની વર્ષગાંઠ પર આપવા માટે એક શ્રેષ્ઠ ગિફ્ટ આપવાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવે છે. કોટરેશ કહે છે કે, "અમે અમારી પ્રોડક્ટને છપાવવાં માટે સર્વશ્રેષ્ઠ પદ્ધતિનો પ્રયોગ કરીએ છીએ, જેથી અમારી તૈયાર કરેલી કલાકૃતિઓ અમારા ગ્રાહકો સાથે હંમેશા રહે. અમે એક એવી પ્રક્રિયાનું પાલન કરીએ છીએ, જેનાં દ્વારા અમારું માત્ર 0.5% કામ જ અસ્વિકૃત થાય છે. અને આ રીતે અમે એ સુનિશ્ચિત કરીએ છીએ કે અમારા ગ્રાહકો અમારા કામથી સંતુષ્ટ રહે."

'કૅરીક્મી'નું સંચાલન કરનારા કોઈ બહુ મોટા મહત્વાકાંક્ષી નથી અને આ ત્રણેય માત્ર પોતાની પસંદગીનું કામ કરવાનો પૂરો આનંદ માણી રહ્યાં છે. બની શકે છે કે આવનારા સમયમાં આ લોકો એક એવાં સંવાદાત્મક સ્થાનનું નિર્માણ કરે જ્યાં લોકો આવે અને શાંતિથી પોતાના ડિઝાઈન નિષ્ણાંતો સાથે સમય વિતાવવાની સાથે સાથે પોતાની ગિફ્ટને તૈયાર કરાવી શકે. હાલમાં આમનું સંપૂર્ણ ધ્યાન ચરિત્ર આધારિત ઉત્પાદનોને સમર્પિત એક ઑનલાઈન માધ્યમનાં રૂપમાં પોતાની ક્ષમતાને સાબિત કરવા પર છે.