YourDOST, એક સાચા મિત્રની જેમ તમને માનસિક રોગ સામે લડવામાં કરે છે મદદ!

YourDOST, એક સાચા મિત્રની જેમ તમને માનસિક રોગ સામે લડવામાં કરે છે મદદ!

Monday November 30, 2015,

4 min Read

YourDOSTની ફાઉન્ડર રિચા સિંઘ કહે છે,

"જ્યારે હું IIT ગુવાહાટીમાં અભ્યાસ કરી રહી હતી, ત્યારે મારી હૉસ્ટેલમાં રહેતી મારી એક સહેલીએ આત્મહત્યા કરી લીધી. તે તેના પ્લેસમેન્ટને લઈને ચિંતિત હતી. પણ જો અમને તેની ચિંતાની જાણ હોત, તો એ ઘટનાને રોકી શકાઈ હોત. અમારા કેમ્પસમાં કાઉન્સેલર અને સાયકૉલૉજીસ્ટનાં હોવા છતાંયે, ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી તેમની મદદ લેતા હતાં."

જ્યારે રિચાએ આ મુદ્દા પર કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેમને જાણવા મળ્યું કે, તેમની આસપાસ ઘણાં લોકો તણાવગ્રસ્ત હતાં, કોઈ વ્યવસાયમાં દબાણનાં લીધે, તો કોઈ સંબંધોમાં સમસ્યાનાં લીધે. જોકે, ઘણાં લોકો સામાજીક ભયનાં લીધે, પોતાની સમસ્યા વિશે વાત કરવા તૈયાર નહોતાં.

YourDOST ની ટીમ

YourDOST ની ટીમ


સાથ-સંગાથ

આજનાં જમાનામાં, જ્યારે ટૅક્નૉલૉજીએ સંપર્ક સાધવામાં સરળતા લાવી દીધી છે, ત્યારે રિચા માને છે કે આપણે તેમ છતાં પણ એકલા-અટુલાં છીએ. આ માન્યતા સાથે, રિચાએ તેમના મિત્રો સાથે YourDOST ની શરૂઆત કરી- જે એક 'ઈમોશનલ વૅલનૅસ પ્લેટફોર્મ' છે. અહીયાં સાઇકૉલાજિસ્ટ, કૉચ અને અન્ય સાઇકિઍટ્રિક જેવાં નિષ્ણાતો પાસે મદદ મેળવી શકાય છે.

તેમણે પુનીત મનુજા સાથે વિચારવિમર્શ કરીને એક બિઝનેસ આઈડિયા તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો. તેઓ મનોવિજ્ઞાનનાં ક્ષેત્રમાંથી નથી આવતાં, તે વાત શરૂઆતમાં તેમના માટે પ્રતિકુળ સાબિત થઈ. જેથી, બન્નેએ ઘણાં મનોવૈજ્ઞાનિકોને મળવાનું નક્કી કર્યું. તેમણે નોટ્સ લેવાનું શરૂ કર્યું અને મનોવૈજ્ઞાનિકો તેમને જે કંઈ પણ જણાવતાં, તેના વિશે બ્લોગ લખવાનું શરૂ કર્યું.

રિચાનાં મિત્ર સત્યજીતે, તેમને પ્લેટફોર્મનાં કૉડિંગમાં મદદ કરી. જોકે, તે US સ્થિત હોવાથી, કેટલાક પડકારો હતાં. તો રિચા પ્રખર વર્માને મળી, જેઓ CTO તરીકે આ સંસ્થા સાથે જોડાયાં. રિચા કહે છે,

"મને યાદ છે કે અમે Costa Coffee પર બેઠા હતાં, અને તેમણે 'હા' પાડવામાં એક મિનિટનો પણ સમય નહોતો લીધો અને અમારી પ્રોડક્ટને એક ઊંચા સ્તરે લઈ ગયાં. ત્યારપછીથી બધી વસ્તુઓ થાળે પડતી ગઈ."

મહત્વપૂર્ણ પાસાઓ

આ બાબતોમાં નિષ્ણાતો મદદ કરી શકે છે:

1. સ્વસ્થ અંગત સંબંધો કેળવવામાં

2. ફળદાયી તથા સંતોષજનક કાર્ય - અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવું

3. તમારા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે, વધુ ધ્યાનપૂર્વક અભિગમ

4. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ

5. મિત્રો, પરિવાર તથા વ્યક્તિગત દબાણનો સામનો કરવા માટેની ક્ષમતા વિકસાવવી

YourDOST તેના યૂઝર્સને, ઑનલાઈન ઈન્ટરફેસ મારફતે તેમની સમસ્યા જણાવવા માટે 'ઈન્સ્ટૅન્ટ ઍક્સેસ'ની સુવિધા આપે છે. તેમની પાસે 75થી પણ વધુ નિષ્ણાતોની ટીમ છે. આ વેન્ચરનું એક મુખ્ય પાસું છે કે, તેમના પ્લેટફોર્મ પર લોકોને સંપૂર્ણ અનામી રાખવામાં આવે છે.

‘મેન્ટલ’, પણ પાગલ નહીં

સાંભળવામાં ગમે તેટલો માર્મિક લાગે, પણ મેન્ટલ શબ્દ પાગલપન અને ગાંડપણ સાથે સંકળાયેલો છે. પરિણામસ્વરૂપે, મેન્ટલ કાઉન્સેલિંગ મેળવવું, તે આપણા સમાજમાં પ્રતિબંધિત છે. મદદ માગવાને, નબળાઈની નિશાની માનવામાં આવે છે. મોટાભાગે, આપણે આપણી સમસ્યાઓ આપણી પાસે જ રાખીએ છીએ, કારણ કે, આપણે આપણી નબળાઈઓનો સ્વીકાર કરવામાં બહુ સલામતી નથી અનુભવતા.

રિચા માને છે કે, આ અંતરને ઘટાડવા માટે, ટૅકનૉલૉજી એક સંભવિત દાવેદાર છે.

મેન્ટલ હેલ્થકેર ક્ષેત્રનાં રૂપે, ભારતમાં મોટાભાગે છે. મેન્ટલ હેલ્થ સાથે આવનારા પડકોરામાંથી આ એક છે. કાઉન્સેલિંગના સેશન, મોટાભાગે તમને સશક્ત કરવા માટે હોય છે, જેથી તમે એવા નિર્ણયો લઈ શકો જે તમને મદદરૂપ થઈ શકે. તમને દવાઓ લખી આપવા માટે, કે પછી તમને ઉપદેશ આપવા માટે નહીં.

સંખ્યામાં વૃદ્ધિ

મેન્ટલ હેલ્થકેર હજી પણ તેના અવિકસિત પડાવ પર છે, અને તાજેતરમાં આ ક્ષેત્રમાં પ્રવેશ કરી રહેલાં, સ્ટાર્ટઅપ્સનાં ધસારા જોવા મળી રહ્યાં છે. હાલમાં, YourDOST વ્યક્તિગત રીતે લોકોને મદદ કરવાનું વિચારી રહ્યું છે. તેઓ કૉર્પૉરેટસ માં પણ આ અંગે જાગૃતિ ફેલાવવાની ઈચ્છા ધરાવે છે.

ભારતીય માર્કેટ પર ધ્યાન કેન્દ્રીત કરીને, તેના પર સંપૂર્ણ રીતે છવાઈ જવાનો પ્લાન છે. તેઓ લોકોની વૅલનેસ માટે, વન-સ્ટોપ સોલ્યુશન બનવા માંગે છે, પછી તે વ્યક્તિગત રીતે હોય, વ્યવસાયિક રીતે હોય કે પછી શૈક્ષણિક હોય. રિચા કહે છે, 

"ઊભા કરેલા ફંડ અમને અમારા પ્રયાસોને માપવામાં મદદ કરશે અને પ્લેટફોર્મ પર નિષ્ણાતોનાં ઉત્તમ પોર્ટફોલિયો સાથે, ભારતમાં ઉપસ્થિતિ દર્શાવવા માંગીએ છીએ."

ડેટા શું કહે છે?

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન (WHO)નાં એક અભ્યાસ મુજબ, ભારત, મોટી સંખ્યામાં ડિપ્રેશનનાં શિકાર લોકોનું ઘર છે. WHOનો મેન્ટલ હેલ્થ સર્વે 2010માં પણ આત્મહત્યાને 15-35 વર્ષની વયનાં લોકોમાં મૃત્યુનું ત્રીજું મોટું કારણ દર્શાવવામાં આવ્યું છે. દુનિયાભરમાં થતી આત્મહત્યાઓમાં, એકલા ભારત માત્રમાં જ 32% જેટલી આત્મહત્યાઓ થાય છે.

આજે આવા કેસમાં મદદ મેળવવા માટે જાગરૂકતા લાવવાની અત્યંત જરૂર સાથે, વ્હાઈટ સ્વાન ફાઉન્ડેશન, લિવ લવ ફાઉન્ડેશન અને હેલ્થઈમાઈન્ડ્સ જેવી ઘણી સંસ્થાઓ, માનસિક રોગ સાથે જોડાયેલા લાંછનને દૂર કરવા માંગે છે.

Website

લેખક: સિંધુ કશ્યપ

અનુવાદક: નિશિતા ચૌધરી