'માય ક્લાસરૂમ', શિક્ષણ ક્ષેત્રે આધુનિક આઇડિયા

0

30 હજારથી વધુ વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે 'માય ક્લાસરૂમ'નો ઉપયોગ

વૈશ્વિક સ્તર પર 56.3 બિલીયન ડૉલરનો બિઝનેસ

'માય ક્લાસરૂમ'ને મળ્યો 'રાષ્ટ્રીય શિક્ષણ એવોર્ડ 2014'!

શિક્ષણનાં સ્તરને વધારવા, ઊંચું લાવવા લોકો વાતો તો ઘણી ઘણી કરે છે. પણ હકીકતમાં આ કામ કેટલાંક એવા લોકો કરી રહ્યાં છે જે વાતો નહીં પણ પોતાનાં કામથી તેને અંજામ સુધી પહોચાડવામાં લાગી ગયા છે. કોઇ પણ સ્કૂલનાં ક્લાસરૂમમાં 30 બાળકો કોઇ ખાસ વિષય પર વાતચીત કરતાં હોય છે તો અન્ય સેક્શનમાં બેઠેલાં બાળકો તેમાં પોતાનો મત આપતા નથી. તો આ તરફ શિક્ષકને પણ નક્કી કરેલાં સમયમાં બાળકોને ભણાવવાની ઉતાવળ હોય છે. તેથી જ તેઓ બાળકોને હોમવર્ક પણ આપે છે. આ એક નિરસ પ્રક્રિયા છે. 'માય ક્લાસરૂમ'એ આ સમસ્યાનું સમાધાન શોધી કાઢ્યું છે અને ન ફક્ત આ તમામ સમસ્યાઓનો અંત લાવ્યો છે પણ ક્લાસરૂમને એક અલગ જ અનુભવ અને સ્વરૂપ પણ આપ્યું છે.

'માય ક્લાસરૂમ'માં તમે સોશિયલ નેટવર્કિંગ અને ઇ-લર્નિગ બંનેની મદદ લઇ શકો છો. જે પારંપરિક ક્લાસરૂમમાં આપવામાં આવતું શિક્ષણ અને શિક્ષણની કલાને ઑનલાઇન પ્લેટફોર્મ આપે છે. 'માય ક્લાસરૂમ'નાં સહ-સંસ્થાપક નટરાજનાં જણાવ્યાં અનુસાર,'જો તમે આને અલગ રીતે કહેવાં ઇચ્છતા હોવ તો તેને સ્માર્ટ લર્નિંગ પણ કહી શકો છો.' આ સ્માર્ટ ક્લાસરૂમ શરૂ કરવાનું કારણ છે વિદ્યાર્થીઓને મદદ માટે એક મોટું પ્લેટફોર્મ ઉભું કરવું. જેમાં વિભિન્ન ભૌગોલિક ક્ષેત્ર અને સંસ્કૃતિઓનો સહયોગ હોય. નટરાજનાં જણાવ્યાં પ્રમાણે, 'માય ક્લાસરૂમ'નો વિચાર તેમને ત્યારે આવ્યો જ્યારે તે એમબીએ કરી રહ્યાં હતાં. તે સમયે તેમને આ વાતનો અનુભવ થયો કે ઘણાં સારા ઇન્સ્ટિટ્યૂટ ઑનલાઇન ઓપન કોર્સ પર કામ કરી રહ્યાં છે અને તે પણ એકબીજાની મદદ માટે. આ શરૂ કરવાનો મુખ્ય હેતુ હતો કે સમાન વિચારધારાવાળા લોકોને એક સાથે જોડવાનો. તેમનાં આ પ્લેટફોર્મ પર કોઇપણ વસ્તુ ભણવા કે શીખવા સાથે જોડાયેલી હોય નહીં કે તેનાં કન્ટેન્ટની જ વાત હોય. નટરાજનાં મતે લર્નિંગનો અર્થ થાય છે કોઇ વ્યક્તિ સાથે સંવાદ અને પોતાનાં અનુભવની આપ લે.

'માય ક્લાસરૂમ'ની સ્થાપના સૌંદર્ન નટરાજન અને નટરાજ એમ બે વ્યક્તિઓએ મળીને કરી હતી. સૌંદર્ન પાસે ટેક્નોલોજીનાં ક્ષેત્રમાં 22 વર્ષનો અનુભવ છે. તેણે તેનાં કરિઅરની શરૂઆત ઓરેકલ કોર્પોરેશનથી કરી હતી જે બાદ તેણે Quest America Inc. માટે કામ કર્યું છે. આ બંને એકબીજાને છેલ્લા દસ વર્ષથી ઓળખે છે. આ લોકોની ટીમમાં આઠ સભ્યોછે અને તે લોકો કોઇંબત્તૂર અને બેંગલુરુમાં કામ કરી રહ્યાં છે. પણ મોટાભાગનું કામ તેમનું કોઇંબત્તૂરથી થાય છે. 'માય ક્લાસરૂમ'માં ત્રણ વાતો પર ખાસ ધ્યાન આપવામાં આવે છે.

1. લોકોની બુદ્ધિક્ષમતા- વૈશ્વિક સ્તર પર એવા લોકો સાથે જોડાવું જે એકથી વધુ ક્ષેત્રમાં ભણતાં હોય.

2. સારી મદદરૂપ સામગ્રી- વિદ્યાર્થીઓનાં પ્રોફાઇલ પ્રમાણે જરૂરી જાણકારી તેમનાં સુધી પૂરી પાડવી જેથી વિદ્યાર્થીઓનો ન ફક્ત સમય બચે પણ તેમને સ્પષ્ટપણે જાણકારી પણ મળે.

3. એપની મદદથી અનુભવોની આપ લે- વિદ્યાર્થીઓ પોતાનાં વિચારોનાં માધ્યમથી વૈશ્વિક સ્તરે પોતાની વાત રજૂ કરવા સક્ષમ બને.

હાલમાં 'માય ક્લાસરૂમ'નું ધ્યાન ઉચ્ચ શિક્ષણ પર છે પણ સ્કૂલ સ્તર પર પણ તેમણે કેટલાંક પાયલટ પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. હાલમાં તેમની સાથે ઘણી શૈક્ષણિક સંસ્થાઓ જોડાયેલી છે. જેઓ ઓનલાઇન આ કોર્સ લે છે. એક રિસર્ચ પ્રમાણે, વૈશ્વિક સ્તર પર વર્ષ 2011માં સેલ્ફ પેસ્ડ ઇ-લર્નિંગનો બિઝનેસ આશરે 35.6 બિલીયન ડોલર હતો. જે આ વર્ષની શરૂઆતમાં વધીને 56.2 બિલીયન ડોલર પહોચી ગયો છે.

'માય ક્લાસરૂમ'ની શરૂઆત જુલાઇ, 2011માં થઇ હતી. તે સમયે તેમનાં આ પ્લેટફર્મનો ઉપયોગ 30 હજાર વિદ્યાર્થીઓ કરતા હતાં. વર્ષ 2012માં આ લોકોએ વીટીયૂ સાથે ઇ-લર્નિંગ માટે એમઓયૂ સાઇન કર્યા હતાં. જે હેઠળ વીટીયૂ 175 માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાં 'માય ક્લાસરૂમ'નાં વિડીયો કન્ટેન્ટ પૂરા પાડી રહ્યાં છે. ગત વર્ષ આ લોકોએ ફેક્લટી વીડિયો લેક્ચર પ્રતિયોગિતાનું પણ આયોજન કર્યું હતું. જેમાં સૌથી સારો વીડિયો લેક્ચર આપનારને અવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. જ્યારે એસોચેમ તરફથી વર્ષ 2014નો રાષ્ટ્રિય શિક્ષણ ઉત્કૃષ્ટતા એવોર્ડ 'માય ક્લાસરૂમ'ની ટીમને મળ્યો હતો.

'માય ક્લાસરૂમ'ની ટીમનું માનવું છે કે તેમનાં સામે સૌથી મોટો પડકાર છે પોતાની કમાણી વધારવાનો. આ લોકોનાં પ્રયાસો વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો છે જે વિભિન્ન પ્રકારની શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલાં છે. હાલમાં આ બજાર એટલું ફાયદાકારક નથી. તેથી તેમાં કમાણી કરવી ઘણી મેહનતનું કામ છે. સાથે જ પ્રતિભાશાળી લોકોને પણ સતત બદલતા રહેવું પડે છે.

Related Stories