આગવી સ્ટાઈલથી જ્વેલરી ઈન્ડસ્ટ્રીમાં છવાયા 3 નારીરત્નો!

0


કિંમતી ધાતુથી માંડીને પેપર જ્વેલરી સુધી તમામ વસ્તુઓ ઓનલાઈન મળે છે.

ઓનલાઈન સેક્ટર જ્યારે પોતાના ચરમ શિખરે હતું ત્યારે જ્વેલરી ઈન્ડસ્ટ્રી પણ તેમાં જોડાઈ ગઈ અને જે લોકો આ ક્ષેત્રમાં આવ્યા હતા તેમને લાભ થવા લાગ્યો. આ સમાચાર એ મહિલાઓ માટે સારા હતા જેમની પાસે જ્વેલરી વિકસાવવાની આવડત હતી.

અહીંયા ત્રણ નારીરત્નોની વાત કરી છે જે મહિલાઓ દ્વારા, મહિલાઓ માટે અને મહિલાઓ થકી ઉદ્યોગસાહસિક બની છે. આપણે તેમના નાવિન્યસભર સર્જનો પર એક નજર કરીએ.

નમ્રતા કોઠારી
નમ્રતા કોઠારી

નમ્રતા કોઠારી – 'એડિયન્ટ બે'માં ડાયમંડ, સિલ્વર અને ગોલ્ડ જ્વેલરીને રોજિંદા વપરાશની વસ્તુ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે મે, 2015માં 250 જેટલી વિવિધ ડિઝાઈન્સ લોન્ચ કરી હતી અને સાથે સાથે તેમને એવી પણ આશા હતી કે મહિનાના અંત સુધીમાં તેઓ આવી અંદાજે 1,000 ડિઝાઈન લોન્ચ કરે. 'રેડિયન્ટ બે'ના સહ સ્થાપક નમ્રતા કોઠારી જણાવે છે, "અમારો એક જ ઉદ્દેશ છે કે લોકોને એ વાતનો ખ્યાલ આવે કે હીરા પરવડે તેવા હોય છે અને કોઈ પણ તેની ખરીદી કરી શકે છે." આ સ્ટ્રેટેજી પાછળનું એક જ કારણ હતું કે તેઓ હીરા લાવવાથી માંડીને તેની જ્વેલરી તૈયાર કરવાનું તમામ કામ ઘરે જ કરતા હતા.

નમ્રતા પાસે પેન્સિલવેનિયા ખાતે આવેલી યુનિવર્સિટીની વ્હોર્ટન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી મેળવેલી મેનેજમેન્ટ, માર્કેટિંગ અને ફાઈનાન્સની બેચલરની ડિગ્રી હતી. તે સાત વર્ષ અમેરિકામાં રહ્યા હતા જ્યાં ચાર વર્ષ અભ્યાસમાં અને ત્રણ વર્ષ ગોલ્ડ મેન સાસ તથા એક્યૂઆર ખાતે નોકરી કરીને પસાર કર્યા હતા. ત્યાર પછી તેમને સિલિકોન વેલી ખાતેના એક સ્ટાર્ટઅપમાં રસ પડ્યો.

"ઓનલાઈન સ્ટોર્સ પર દરરોજ હજારો વસ્તુઓ વેચાય છે પણ તેમાં જ્વેલરીને પ્રાધાન્ય અપાતું નથી. તેના કારણે મેં આ વિશાળ બજારને પસંદ કર્યું. અમે લોકો વિશાળ કેટેલોગ અને વાજબી ભાવે જ્વેલરી તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ."

જનની બાલસુબ્રમણ્યમ્ – તેમના દ્વારા તૈયાર કરાયેલી જ્વેલરી અને ખાસ કરીને પેપર જ્વેલરી દુનિયાભરની મહિલાઓને 'કાગિથમ' બ્રાન્ડ નામ સાથે મળે છે.

કાગિથમ કે જેનો તમિલમાં અર્થ ‘કાગળ’ થાય છે, તેની પાછળ એક સરસ વિકાસગાથા જોડાયેલી છે. તેમણે ફેસબુક પેજ પર નવેબમ્બર 2013માં 100 લાઈક સાથે શરૂઆત કરી હતી અને આજે તે ટોચની ઈ-કોમર્સ સાઈટ પર અધિકારીક રીતે વેચાતી જ્વેલરી બ્રાન્ડ છે. તે લોકો અત્યારે તો પોતાની વેબસાઈટ બનાવવાનું વિચારી રહ્યા છે જેથી તેમની પોતાની બ્રાન્ડ સીધી જ ગ્રાહકોને વેચી શકાય. કાગિથમની વિકાસ યાત્રા ખરેખર લાંબી છે કારણ કે તેમણે અનેક જ્વેલરી કલેક્શન અમેરિકા, ન્યૂઝીલેન્ડ અને દુબઈના માર્કેટમાં વેચ્યા છે.

કાગિથમના સ્થાપક અને ડિઝાઈનર જનની બાલસુબ્રમણ્યમ્ જણાવે છે, 

"મહિલાઓ જ્યારે ખૂબ જ ચોકસાઈથી તૈયાર થતી હોય છે ત્યારે તે મેચિંગની જ્વેલરી પણ પસંદ કરતી હોય છે. આવા સમયે મેચિંગની જ્વેલરી પસંદ કરવી મુશ્કેલ બને છે કારણ કે, તેનો આકાર, રંગ અને ડિઝાઈન બધું જ મેળ ખાતું હોય તેવું ઓછું બને છે. તેના કારણે અમે એવી કસ્ટમાઈઝ જ્વેલરી આપીએ છીએ જે તેમની જરૂરિયાતને સંતોષે."

કાગિથમની બેજોડતા એટલી જ છે કે તે વોટરપ્રુફ, લાંબા સમય સુધી ચાલે તેવી અને વિવિધ રંગમાં તથા વજનમાં એકદમ હળવી હોય છે.

નિત્યા અરોરા
નિત્યા અરોરા

નિત્યા અરોરા – નિત્યા અરોરા દ્વારા 2008માં વલિયાન એસેસરીઝની શરૂઆત કરાઈ હતી. નિત્યા સામાન્ય કિંમતના રત્નો, કાચ, ક્રિસ્ટલ, મેટલ, એક્રેલિક, લાકડા અને અન્ય મટિરિયલને ગોલ્ડ પ્લેટિંગ દ્વારા તૈયાર કરે છે.

જય હિન્દ કોલેજ ખાતેથી માસ મીડિયામાં બેચલરની ડિગ્રી મેળવવા દરમિયાન નિત્યા કુણાલ રાવલ નામના જાણીતા ડિઝાઈનર સાથે આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી અને જીવનમાં કંઈક નવું કરવાના વિચારો ધરાવતી હતી. નિત્યા ત્યારબાદ ફેશન ડિઝાઈનિંગ શીખવા ન્યૂયોર્કની પર્સન્સ સ્કૂલ ઓફ ડિઝાઈનમાં જોડાઈ અને 2011માં સ્નાતક થઈ.

બેંગકોક, લંડન, ઈજિપ્ત, નૈરોબી જેવા દેશોમાં શો કરવા ઉપરાંત વલિયાન દ્વારા બોલિવૂડ ફિલ્મો માટે પણ જ્વેલરી તૈયાર કરવાં આવી હતા. ઉદાહરણ તરીકે સોનમ કપૂરની આઈશામાં વલિયાનની જ્વેલરીનો ઉપયોગ કરાયો હતો.

નિત્યા જણાવે છે, 

"આ ઉદ્યોગમાં મને ઘણી ક્ષમતા જણાતી હતી અને તેથી જ મેં તેની સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો. મેં જ્યારે શરૂ કર્યું ત્યારે આંગળીના વેઢે ગણાય તેવા એસેસરીઝ ડિઝાઈનર્સ હતાં. હું ખુશ છું કે આજે આ સેક્ટરનો ઘણો વિકાસ થયો છે અને હું તેનો એક ભાગ છું."

શરૂઆતમાં વલિયાનની પ્રોડક્ટ્સ માત્ર થોડાં ઘણાં સ્ટોર્સમાં ઉપલબ્ધ હતી અને હવે તેની પ્રોડકટ્સ 20 કરતા વધારે સ્ટોર્સમાં ઉપલબ્ધ છે. તેઓ ઓનલાઈન માર્કેટમાં પણ પ્રવેશી ચૂક્યા છે અને ટૂંક સમયમાં પોતાની વેબસાઈટ પણ લોન્ચ કરશે.

લેખક – સાસ્વતિ મુખરજી

અનુવાદક – રવિ ઈલા ભટ્ટ

Related Stories