ઇકો-ફ્રેન્ડલી 'ચાય પોઈન્ટ', ચા-સમોસાની ડિલિવરી માટે થાય છે ઇલેક્ટ્રિક બાઈકનો ઉપયોગ!

ઇકો-ફ્રેન્ડલી 'ચાય પોઈન્ટ', ચા-સમોસાની ડિલિવરી માટે થાય છે ઇલેક્ટ્રિક બાઈકનો ઉપયોગ!

Monday January 18, 2016,

2 min Read

સાંજના ચાર વાગવા આવ્યા છે અને તમને એકાએક ચા અને સમોસા ખાવાની ઈચ્છા થાય છે. તમારે માત્ર 'ચાય ઓન કૉલ ડિલિવરી' સર્વિસ પૂરી પાડતા ચાય પોઈન્ટને ફોન કરવાનો અને તમારે ત્યાં ગરમાગરમ ચા અને સમોસા આવી જશે.

ફૂડ ટેક અને ડિલિવરી સ્ટાર્ટઅપ તરીકે જાણીતા ચાય પોઈન્ટે ગ્રાહકોને સાચવવાની સાથે સાથે હવે કુદરત અને પર્યાવરણને સાચવવાની દિશામાં પણ ડગ માંડ્યા છે. રોડરનર અને સ્વિગે બાદ 'ચાય પોઈન્ટ' દ્વારા 60 ઈલેક્ટ્રિક સ્કૂટર્સની ખરીદી કરવામાં આવી છે. 

કંપનીએ તેમની ચાયની ડિલિવરી કરતા લોકોને 'ગ્રીન-ટી બ્રિગેડ' નામ આપ્યું છે જેઓ બેંગલુરુ, એનસીઆર અને હૈદરાબાદમાં છે. 'ચાય પોઈન્ટ' પોતાના આ અભિયાનને આગળ વધારવા મુંબઈ અને ચેન્નાઈ ખાતે પણ પોતાની 'ગ્રીન-ટી બ્રિગેડ' ઉતારવાનું છે.

'ચાય પોઈન્ટ'ના સીઈઓ અમુલીકસિંહ બિજરલ જણાવે છે કે, ઈલેક્ટ્રિક બાઈક લેવાના ઘણાં ફાયદા છે. તેનો સૌથી મોટો ફાયદો પ્રદૂષણ અટકે છે જેથી પર્યાવરણને લાભ થાય છે. બીજી તરફ અમારી ફ્યૂઅલ કોસ્ટ ઘટે છે અને આવા વાહનોને સાચવવા માટેનો જાળવણીખર્ચ પણ ઓછો હોય છે. હાલમાં સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડીના કારણે કંપનીને ઓછા ભાવમાં ઈલેક્ટ્રિક વાહનો મળી રહ્યા છે.

image


'ચાય પોઈન્ટ'ના ડિલિવરી અને ચેનલ્સના હેડ યાંગચેન જણાવે છે કે, ગ્રીન-ટી બ્રિગેડના સંચાલનનો ખર્ચ ઓછો હોવાથી ટૂંકા અંતરના કોલ પર પણ જઈ શકાય છે.

હીરો ઈલેક્ટ્રિક દ્વારા ખરીદી બાદ સેલ્સ અને સર્વિસ પૂરી પાડવામાં આવે છે. ગ્રીન-ટી બ્રિગેડને તેઓ જે તે સ્થળે સેવા આપવા તૈયાર હોવાથી વાંધો નથી આવતો.

એમ્પર વ્હિકલ્સ પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ હેમલતા અન્નામલાઈ જણાવે છે કે ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. આગામી સમયમાં તેમાં વધુ ઉછાળો જોવા મળશે. હાલમાં ટીમ એમ્પર 'ચાય પોઈન્ટ' સાથે જોડાઈને ખુશ છે.

યોરસ્ટોરીની અભિવ્યક્તિ

ડિલિવરી અને લોજિસ્ટિક સ્ટાર્ટઅપ દ્વારા હરિત ક્રાંતિમાં જોડાણ કરવામાં આવી રહ્યું છે તે ખૂબ જ સુખદ બાબત છે. મોટાભાગની ઈ-કોમર્સ અને ડિલિવરી કંપનીઓ તેમના કર્મચારીઓના જ વાહનોનો ઉપયોગ કરતી હોય છે. આ પહેલ દ્વારા ઘણી કંપનીઓ ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરીને બચત કરી શકે છે.

અમુલીકના જણાવ્યા પ્રમાણે ઈલોક્ટ્રિક વાહનોના ઉપયોગ દ્વારા વહીવટી અને ઇંધણ ખર્ચ ઘટાડી શકાય છે. એક એહવાલ પ્રમાણે ઈલેક્ટ્રિક બાઈક પેટ્રોલથી ચાલતા વાહનોની સરખામણીએ 65 ટકા સસ્તા પડે છે.

બેંગલુરુમાં પેટ્રોલની કિંમત લગભગ 60 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે સરેરાશ એવરેજ 50-60ની આવે છે. આ એવરેજ અને માઈલેજ તમને ઈલેક્ટ્રિક સાધનને છ કલાક ચાર્જ કરવાથી મળે છે અને તેનો ખર્ચ આવે છે માત્ર 5 રૂપિયા!


લેખક- સિંધુ કશ્યપ

અનુવાદક- રવિ ભટ્ટ