વડીલોના સારા અને સુવિધાજનક જીવન માટે ‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ’

0

દસ વર્ષ પહેલા, સોમદેવ પૃથ્વીરાજે પથારી પર લાચાર જીવન જીવતા પોતાની માતાનાં જીવનને વધારે સન્માનજનક અને સ્વતંત્ર બનાવવામાં મદદ કરે તેવી કેટલીક વિશેષ પ્રોડકટ્સને શોધવી શરૂ કરી હતી. તે સમયે તેમના હાથ ખાલી રહ્યા હતા અને પોતાની આ શોધમાં તેમને માત્ર નિરાશા જ હાથ લાગી હતી. ઠીક તે સમયે જ તેમના મનમાં ‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ’નો વિચાર આવ્યો હતો અને જેમ હવે બીજા કહે છે, તેમ બાકી બધો ઇતિહાસ છે.

પૃથ્વીરાજ ભારતના સીનિયર સિટિઝન્સ માટે વિશેષરૂપે શરૂ કરવામાં આવેલા સ્ટોર ‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ’ના સંસ્થાપક છે અને તેમને ત્યાં આ વૃદ્ધજનો માટે તેમને ચાલવામાં સહાયતા કરનારા, શૌચાલયમાં સહાયતા કરી શકે તેવા અને વિભિન્ન સુરક્ષા ઉપકરણોની પ્રોડક્ટ્સની એક આખી શ્રેણી ઉપલબ્ધ છે. તે ઉપરાંત, આ ‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ’ સ્ટોરમાં સીનિયર સિટિઝન્સ માટે સુવિધા પ્રોડકટ્સ, મધુપ્રમેહ, સંધિવા અને હાડકા સંબંધિત સહાયતા, તેમને પસંદ પડે તેવા કપડા, બાથરૂમ પ્રોડકટ્સ ઉપરાંત ફર્નીચર જેવી પ્રોડકટ્સ પણ ઉપલબ્ધ છે.

‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ’ના ઈ-કોમર્સ હેડ સંજય દત્તાત્રેયના અનુસાર, ‘‘જ્યારે પણ કોઇ વૃદ્ધ માતા કે દાદા-દાદીની સેવા અને સારસંભાળની વાત હોય છે, ત્યારે તેમાં પ્રેમની કોઇ કમી નથી હોતી. ઘણી વાર આમ પણ બને છે કે વૃદ્ધ માવતર તો ભારતમાં રહેતા હોય છે અને તેમની સારસંભાળ માટે જવાબદાર સંતાનો વિદેશોમાં પોત-પોતાના કામોમાં ફસાયેલા હોય છે. મોટાભાગના આવા જ બિનનિવાસી ભારતીયો અમારી પ્રોડકટ્સની વિશેષતા અને તેની અનિવાર્યતાને સમજે છે અને તેઓ જ અમારા સૌથી મોટા ગ્રાહકો પણ છે.’’

હાલ એક ઈ-સ્ટોર ઉપરાંત તેના ચેન્નઈમાં બે ઓનલાઇન સ્ટોર પણ સફળતાપૂર્વક સંચાલિત થઇ રહ્યા છે. રોજબરોજના અનુભવો અને ઉદાહરણોથી શીખીને પૃથ્વીરાજ અને તેમના ધર્મપત્ની કે.પી.જયશ્રી હવે વૃદ્ધોના જીવનની દશા સુધારવાની દિશામાં કામ કરવામાં મન લગાવીને કામ કરી રહ્યા છે. કમ્પ્યુટર અને પત્રકારત્વમાં માસ્ટર્સ કર્યા પછી થોડા સમય સુધી સેલ્સની નોકરી કર્યા બાદ વડીલોની સેવા કરવા અને પછી તે સેવાભાવને એક વ્યાપારનું સ્વરૂપ આપવા માટેનો વિચાર તેમના મનમાં અમસ્તો જ આવ્યો હતો. હવે જ્યારે તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ થઇ રહ્યા છે ત્યારે તેમને લાગે છે કે તેઓ પોતાના પ્રયાસોમાં સફળ થઇ રહ્યા છે.

આ ગૌરવાન્વિત ઉદ્યોગસાહસિકનું કહેવુ છે કે, ‘‘તે ઉપરાંત છુટક ક્ષેત્રનો વેપાર હોવા છતાં અત્યાર સુધી અમારા સ્ટોરમાં કોઇપણ પ્રકારની નાની-મોટી વસ્તુઓની ચોરીની ઘટના સામે આવી નથી અને ભારત જેવા દેશ માટે આ ખૂબ જ સરળ વાત છે કારણ કે અહીં કામનાં સ્થળો પર ચોરી થવી એક સામાન્ય વાત છે. આજ સુધી અમારા સ્ટોરમાં આવનારા લોકો ભૂલથી કે જાણી-જોઇને કાંઇ પણ ઉઠાવીને ચાલવા નથી લાગતા. અમે ચેકથી પેમેન્ટ લઇએ છીએ અને ક્યારેય આમ નથી થયું કે કોઇએ અમને ચેક આપ્યો હોય અને અમારે બેન્કથી વિલા મોઢેં પરત ફરવું પડ્યું હોય.’’

તેમણે પોતાના વેપારની શરૂઆત ઓફલાઇન સ્ટોરથી કરી હતી પણ જલ્દી જ તેમને ઓનલાઇન વેચાણની દુનિયામાં પગરણ કરવા પડ્યા હતા. હકીકતમાં ચેન્નઈના અડયાર અને અન્નાનગર વિસ્તારમાં પોતાના બે સ્ટોર્સ શરૂ કર્યા તેના બીજા જ દિવસે તેમણે પોતાની પ્રોડકટ્સનું ઓનલાઇન વેચાણ શરૂ કરવું પડ્યું હતું, તેમના એક જૂના પારિવારિક મિત્ર સંજય તેમની ઈ-કોમર્સ પહેલનાં વડા તરીકે તેમની સાથે જોડાયા હતા. જોકે, તે દત્તાત્રેય જ હતા જેમણે તેમને ઓનલાઇન જવાનું સૂચન કર્યુ હતું.

સમયની સાથે-સાથે જ તેમનું ઓનલાઇન વેચાણ વધી ગયુ હતું, હકીકતમાં તેમની પ્રોડકટ્સ એવી છે જેમને ખરીદતા પહેલા કોઈ પણ ગ્રાહક તેમનો સ્પર્શ કરીને તેને અનુભવવા ચાહતો હોય છે અને તેવામાં આ પ્રોડકટ્સની ઓનલાઇન હાજરી કરતા ભૌતિક હાજરી મહત્વપૂર્ણ હોય છે. સરેરાશ રોજ ૨૦ થી ૩૦ ગ્રાહકો તેમના સ્ટોર પર આવે છે અને લગભગ તેટલા જ ઓર્ડર તેમને ટેલિફોન પર મળે છે. તે ઉપરાંત ઓનલાઇન માધ્યમથી રોજ ૧૦થી ૧૫ ઓર્ડર તેમને મળે છે. અત્યારસુધી પોતાના ત્રણ વર્ષના નાના જીવનકાળમાં ‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ’ ૧૫ હજારથી ૨૦ હજાર જેટલા ગ્રાહકોની સેવા કરી ચુક્યું છે.

દત્તાત્રેય કહે છે, ‘‘અમારી ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે લોકોને સ્વચ્છતાના પાયાના નિયમોથી અવગત કરાવવાની સાથે-સાથે જ વૃદ્ધોને સુરક્ષિત અને આરામદાયક સ્થિતિમાં રાખવાની પ્રેરણા આપીએ છીએ કારણ કે તેમાંના મોટાભાગના ઓપરેશન પછીની પરિસ્થિતિઓ સામે ઝઝૂમતા હોય છે.’’

માર્ગદર્શન મેળવવા માટે તેમના સ્ટોરની મુલાકાત લેનારી દરેક વ્યક્તિ અહીંથી કાંઇને કાંઇ ખરીદીને જ બહાર નિકળે તેમ બિલકુલ નથી પણ પોતાની આ પ્રોડકટ્સ પ્રત્યે લોકો વચ્ચે વધી રહેલી જાગૃતિ તેના સંસ્થાપકોને ખુશ કરવા માટે પૂરતી છે.

આજે આ લોકો ઉત્તરાખંડ, ઉત્તર-પૂર્વ ભારત, ગુજરાત સહિત દેશના વિભિન્ન વિસ્તારોમાં પોતાની પ્રોડક્ટને મોકલી ચૂક્યા છે અને અંદમાન-નિકોબાર ટાપુ સમૂહ સુધીના લોકો પણ તેમના ગ્રાહકો છે. આમ ઘણીવાર બને છે કે વિદેશમાં રહેલા ઘણા ગ્રાહકો ઓનલાઇન માધ્યથી તેમને રકમની ચૂકવણી કરી દે છે અને પછી આ લોકો ભારતમાં રહેતા તેમના વૃદ્ધ આપ્તજનો સુધી સામાન પહોંચાડી દે છે.

દત્તાત્રેયના જણાવ્યા પ્રમાણે, ‘‘આ પ્રકારની પ્રોડકટ્સ પ્રત્યે લોકો વચ્ચે જાગૃતિનો અભાવ નિશ્ચિત રીતે જ અમારી સામે આવનારો સૌથી મોટો પડકાર છે. તે ઉપરાંત આપણા ભારતીયોનો એક જૂનો વિચાર અને માનસિકતા ‘ઘડપણ સાથે પીડા અને તકલીફો તો આવશે જ’ એક મોટો પડકાર છે જેનાથી છુટકારો મેળવવાની જરૂર છે. એટલે સુધી તે મોટોભાગના લોકો વૃદ્ધો કે વડીલ વર્ગ માટે ડાયપર વિશે વાત કરવા સુદ્ધામાં શરમ અનુભવતા હોય છે. અને તેવામાં વડીલોને આ પ્રોડકટ્સનો ઉપયોગ કરવા માટે રાજી કરવા અને તેમને હકીકતથી માહિતગાર કરાવવા કે તેમના માટે આ બધી વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે, હંમેશાથી અમારા માટે સૌથી મોટો પડકાર રહ્યો છે.’’

તે ઉપરાંત એક સૌથી મોટી તકલીફ આ વૃદ્ધોનો પોતાના પ્રત્યેનો દ્રષ્ટિકોણ છે. આ લોકો ‘ચમડી તૂટે પણ દમડી ના છૂટે’ની માનસિકતા ધરાવતા થઇ જાય છે અને પોતાની પાછળ પૈસા ખર્ચવાની જગ્યાએ તેને બચાવવાનો પ્રયાસ કરે છે. એટલે સુધી કે તેમના સંતાનો જો તેમના માટે આ વસ્તુઓ ખરીદવાનો પ્રયાસ કરે તો સામાન્ય રીતે તેઓ તેમને રોકવાનો પ્રયાસ કરે છે. ભારતમાં કદાચ જ કોઇ કંપની આવી પ્રોડકટ્સના નિર્માણમાં સામેલ હશે અને તેથી જ તેમણે પોતાની લગભગ તમામ પ્રોડકટ્સ ચીનથી આયાત કરવી પડે છે.

દત્તાત્રેયના અનુસાર, ‘‘અમારા માટે આ શીખવા જેવો અનુભવ રહ્યો છે. અમે પણ સતત એવી પ્રોડકટ્સની શોધમાં રહીએ છીએ જે વૃદ્ધો માટે મદદગાર સાબિત થાય.’’ તે ઉપરાંત આ કંપની હવે અનુકૂળ કપડાના નિર્માણના ક્ષેત્ર પણ ડગ ભરી ચુકી છે જેમાં આ લોકો હવે વૃદ્ધો અને વિકલાંગો માટે સન્માનજનક કપડા તૈયાર કરશે. સામે આવનારા પડકારો અને સમસ્યાઓ પર તાતી નજર રાખતા હવે તેમને પ્રયાસ પોતાની પ્રોડક્ટોને વ્યવહારુ બનાવવાનો છે.

ભારતમાં વડીલોની સંખ્યામાં ઝડપથી થઇ રહેલી વૃદ્ધીને જોતા આ કંપનીના સંસ્થાપકોને લાગે છે કે આવનારા દિવસોમાં એક બહું મોટું બજાર તેમની રાહ જોઇ રહ્યું છે. પ્રોડકટ્સની કિંમત અને તેમના દ્વારા કમાવાતો નફો જ તેમને અલગ બનાવે છે. દત્તાત્રેય કહે છે, ‘‘કારણ કે અમારા મોટાભાગના ગ્રાહકો સેવાનિવૃત છે જેઓ પેન્શનના સહારે પોતાનું જીવન ગુજારતા હોય છે તેથી અમે અમારી પ્રોડક્ટોની કિંમત નક્કી કરતી વખતે ખૂબ જ સાવચેત રહીને તેમને સસ્તામાં સસ્તી રાખવાનો પ્રયાસ કર્યો છે. આ અમારા માટે અનિવાર્યરૂપે એક છુટક વેપાર છે.’’ આ ધંધો આ ત્રણેયની વચ્ચે સેલ્ફ ફાઇનાન્સ્ડ છે અને તેમણે ક્યાંક બહારથી નાણાં લાવીને તેને આ વ્યાપારમાં નથી લગાવ્યા.

Related Stories