જોબ ઈન્ટરવ્યુમાં પૂરતો સમય ન મળતા અમદાવાદના યુવાને 'વીડિયો CV' બનાવતી કંપની સ્થાપી દીધી!

જોબ ઈન્ટરવ્યુમાં પૂરતો સમય ન મળતા અમદાવાદના યુવાને 'વીડિયો CV' બનાવતી કંપની સ્થાપી દીધી!

Sunday May 15, 2016,

5 min Read

"એ વખતે મને નોકરીની જરૂરિયાત હતી. અને જે જોબ માટે ઈન્ટરવ્યુ આપવા માટે બેઠો.. ત્યાં જરૂરી તમામ લાયકાત મારામાં હતી. મને વિશ્વાસ હતો કે મને જોબ મળી જ જશે. પણ હું ખોટો ઠર્યો. મને નોકરી ન મળી."

આમ તો નોકરી ન મળે એટલે વસવસો હોય.. પણ આ વાત વસવસા સાથે નહીં પણ જ્યારે મને કહેવાતી હતી ત્યારે કહેનાર વ્યક્તિની આંખમાં અજબની ખુશી હતી. એ આંખો જાણે કે એમ કહી રહી હતી કે સારુ થયું નોકરી ન મળી. જો નોકરી મળી હોત તો મારી પોતાની કંપની ન સ્થાપી શક્યો હોત. હું વાત કરી રહી છું 'બડ મીડિયા'ના CEO ભાવેશ દવે સાથે.

image


અમદાવાદમાં રહેતા ૩૩ વર્ષના ભાવેશ દવે એક ઈનોવેટિવ કામના કારણે જાણીતા બન્યા છે. કદાચ તમને ભાવેશ દવે નામ ના યાદ આવે.. પણ હા.. જો તમે એમ સાંભળો કે 'Mera Video Wala CV' તો તમને તરત જ યાદ આવી જશે budding.in

budding.in વેબ પોર્ટલ એ કંપની અને કર્મચારીઓ વચ્ચે સેતુ બને છે. બદલાતા સમયની સાથે ઈન્ટરવ્યુ લેનાર અને ઈન્ટરવ્યુ માટે જનાર બંનેએ પણ બદલાવું જોઈએ આવું માનનારા ભાવેશ દવેએ નવ યુવાનો માટે વીડિયો સીવીનો નવો કન્સેપ્ટ સૌની સામે મૂક્યો છે. 

image


કેવી રીતે આવ્યો આ વિચાર?

"એક નોકરી માટે મારા વિશે જણાવવું ઘણું હતું. હતુ. મારી ક્ષમતા, કાબેલિયત, આવડત બધા વિશે જ જણાવવું હતું. પણ મને ઈન્ટરવ્યુ લેનારે એ માટે તક જ ન આપી. પરિણામે હું લાયક હોવા છતાં નોકરી ન મળી. ત્યારે જ મને થયું કે હું વીડિયો સીવી તૈયાર કરીને જો તેમની સામે મૂકું તો મારે જે કહેવું છે એ તો હું કહી જ શકવાનો છું. મને મારા વિશે કહેવાની તક ન મળી, પણ આ વિચાર સાથે હું વીડિયો સીવી બનાવતી કંપની સ્થાપી શક્યો છું. જેનાથી હું કંપનીને કર્મચારી સુધી અને કર્મચારીઓને કંપની સુધી પહોચાડવામાં પણ નિમિત બનું છુ. 50,000થી વધારે લોકો budding.in પોર્ટલની મુલાકાત લઈ ચુક્યા છે." 
image


શું છે વીડિયો સીવી ?

budding.in વેબ પોર્ટલને સર્ફ કરો એટલે તમને સાવ સરળતાથી અને સહજતાથી સમજાઈ જશે કે, શું છે વીડિયો સીવી. હજુ સુધી તમે જે વસ્તુ નથી જાણતા એ વીડિયો સીવીના કન્સેપ્ટનો ઘણા યુવાનો લાભ લઈ ચૂક્યા છે. પોતાનો વીડિયો સીવી બનાવી ચૂક્યા છે.

વીડિયો સીવી.. આ એક એવું સીવી છે કે જેમાં તમે ખુદ જ તમારી જાતને રજૂ કરો છો. એમ પણ કહેવાય કે, વીડિયો સીવી એ તમારી જાતને ઈન્ટરવ્યુ લેનાર સામે મૂકવાની કળા છે. આ સીવીમાં તમારે તમારા માટે એ તમામ વિગત ઈન્ટરવ્યુ લેનાર સામે મૂકવાની છે કે જે તમે લેખિતમાં તૈયાર કરાતા સીવીમાં લખો છો. લખાયેલી વિગત સિવાય વીડિયો સીવીનો સૌથી મોટો ફાયદો તમારી પર્સનાલિટીને ઈન્ટરવ્યુ લેનારની સામે મૂકવાનો. થાય છે. આમ તો ઈન્ટરવ્યુ માટે તમે સીવી મોકલો એટલે તમારી બધી જ માહિતી એમાં મળી જ જવાની છે. પણ ખરેખર તો તમારું ઈન્ટરવ્યુ એટલે લેવાય છે કે જેથી તમારા ભણતર અને અનુભવ સિવાય તમારી પર્સનાલિટી કેવી છે.. તમે કેવા હાજર જવાબી છો.. તમારો આત્મવિશ્વાસ કેવો છે.. આ તમામ બાબતથી કંપની કે ઇન્ટરવ્યુ લેનાર પરિચિત થઈ શકે. ને આ બાબત માટે જ તમને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવતા હોવાનું માનવામાં આવે છે. જો તમે વીડિયો સીવી www.budding.in પોર્ટલ પર અપલોડ કરેલો હોય તો તમે એ જ લિંક કે વીડિયો કંપનીને આપો.. તેને જોઈને તમારી પર્સનાલિટી વિશે તેમજ તમારા આત્મવિશ્વાસ વિશેનો પ્રાથમિક ખ્યાલ કંપની તેમજ ઇન્ટરવ્યુ લેનારને મળી શકે. ભાવેશ દવેએ www.budding.inતૈયાર કર્યુ તેનું લક્ષ્ય જ એ છે કે, તમારી પર્સનાલિટી અને વિશ્વાસ જાણવાનું ઈન્ટરવ્યુ માટેનું જે પહેલુ સ્ટેપ જે છે તેને સરળ બનાવવું. અને વારંવાર એજ સ્ટેપ તમારે ન અનુસરવું પડે તેવી કોઈ વ્યવસ્થા કરવી. આમ કરવાથી ઈન્ટરવ્યુ આપનાર અને લેનાર બંનેનો ઘણો સમય બચી શકે છે અને તેઓ સીધા જ બીજા સ્ટેપ માટે જ મળી શકે છે.

image


કેવી રીતે તૈયાર થાય છે વીડિયો?

સામાન્ય રીતે જ્યારે તમે લેખિતમાં સીવી તૈયાર કરો ત્યારે પણ તમે બે-ચાર મિત્રોના સીવીને જોઇને સમજીને ત્યારબાદ તમારો સીવી બનાવો છો. જેથી તમામની સારી બાબત તમારા સીવીમાં દેખાય. તમારી માન્યતા એવી હોય છે કે, સીવીથી જ તમારી પહેલી ઈમ્પ્રેશન ઈન્ટરવ્યુ લેનાર પર પડવાની હોય છે. આ અંગે વધુમાં ભાવેશ જણાવે છે,

"કેવી રીતે તમારું સીવી તૈયાર કરવું? તમારી જાતને કેવી રીતે ગ્રૂમ કરવી? કેમેરાની સામે કેવી રીતે રજૂઆત કરવી? આત્મવિશ્વાસ કઈ રીતે વધારવો? વગેરે પાસા પર વિગતવાર સમજ આપીએ છીએ. તમને તે માટે રિહર્સલ કરાવવામાં આવે છે અને જ્યારે તમે પૂર્ણ રીતે તૈયાર થઈ જાવ અને તમારામાં આત્મવિશ્વાસ છલકે ત્યાર બાદ જ સીવી તૈયાર કરવામાં આવે છે. આ સીવી તૈયાર કરો એટલે વીડિયોની સાથે તમે લેખિતમાં પણ સીવી પોર્ટલ પર મૂકી શકો છો. જેથી ઈન્ટરવ્યુ લેનાર એ વાંચીને પણ તમારી જાણકારી મેળવી શકે."

કેટલો ખર્ચ આવે છે?

ભારતમાં હજુ વીડિયો સીવીનો કન્સેપ્ટ પ્રચલિત નથી. પણ વિદેશોમાં તો વીડિયો સીવી ખૂબ જ પ્રચલિત છે. આવનારા વર્ષોમાં વીડિયો સીવીનો કન્સેપ્ટ અહીં પણ એટલો જ પ્રચલિત બનશે તેમાં કોઈ બેમત નથી. જોકે જો તમે વ્યક્તિગત રીતે વીડિયો સીવી તૈયાર કરવા જાઓ તો રૂ. 3000 થી 4000 જેટલો ખર્ચ આવે છે. જોકે હાલ ભાવેશ દવે એ સર્વિસ ફ્રીમાં આપી રહ્યાં છે જેથી વધુ ને વધુ લોકોને આ નવા કન્સેપ્ટ વિશે માલૂમ પડે. 

વિવિધ સ્ટાર્ટઅપ્સ વિશે જાણકારી મેળવવવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

લોકોએ કહ્યું બેવકૂફ તો ગ્રુપનું નામ રાખ્યું 'બંચ ઓફ ફૂલ્સ', વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કરી પ્રસંશા 

પોતાના નામને સાર્થક કરતી: અમદાવાદની ‘રચના’

રસ્તાઓ પર 3D ઝેબ્રા ક્રોસિંગ બનાવીને અકસ્માત ઘટાડવામાં લાગી છે અમદાવાદની મા-દીકરીની આ જોડી