82 વર્ષીય 'રિવોલ્વર દાદી', દુનિયાના સૌથી મોટી ઉંમરના મહિલા શાર્પશૂટર તેમના ગામમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે લાવી રહ્યાં છે ક્રાંતિ! 

5

ચંદ્રો ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના જોહરી ગામના રહેવાસી છે. 6 સંતાનોની માતા અને 15 પૌત્રો-પૌત્રીની આ દાદીએ 65 વર્ષની ઉંમરે ટ્રેઈનિંગ લેવાની શરૂઆત કરી. તેમની એક પૌત્રી જોહરી રાઈફલ ક્લબ જોઈન કરવા માગતી હતી, તેને કંપની આપવા ચંદ્રો પણ તેની સાથે જોડાઈ. ચંદ્રોએ પણ હાથમાં પિસ્તોલ લઇ ટાર્ગેટને શૂટ કરવાનું શરૂ કર્યું. અને તેમની આ સ્કિલ જોઈ ત્યાં હાજર સૌ કોઈ આશ્ચર્યચકિત થઇ ગયા. 

બસ ત્યારથી, ચંદ્રોએ પાછું વળીને નથી જોયું. ચંદ્રોએ DNAને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું,

"જેવું મેં પહેલી વાર શૂટ કર્યું, સૌ કોઈ દંગ રહી ગયા. મેં સૌની સામે સાબિત કરી દીધું કે મારી ઉંમર મારી સફળતાની વચ્ચે નહીં આવે. જો તમે એકાગ્ર હોવ, તો તમે કંઈ પણ કરી શકો છો."
Image : Daily Bhaskar
Image : Daily Bhaskar

ચંદ્રોની આ પહેલ અને તેમની લોકપ્રિયતા હવે અન્ય સ્ત્રીઓને પણ પ્રોત્સાહન પૂરું પાડે છે. અને તેમના ગામની અન્ય મહિલાઓમાં પણ હવે સ્પોર્ટ્સ પ્રત્યે રૂચિ વધવા લાગી છે. આજે આ ગામની 25 મહિલાઓ તેમના ઘરમાંથી બહાર નીકળી છે અને રાઈફલ ક્લબમાં ટ્રેઈનિંગ લઇ રહી છે.

Image : Hindustan Times
Image : Hindustan Times

વર્ષ 2010માં, ચંદ્રોની દીકરી સીમા રાઈફલ અને પિસ્તોલ વર્લ્ડકપમાં મેડલ જીતનારી સૌપ્રથમ ભારતીય મહિલા બની. તેમની પૌત્રી નીતુ સોલંકી પણ હંગેરી અને જર્મનીની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પણ ભાગ લઇ ચૂકી છે. 

Image : Hindustan Times
Image : Hindustan Times

ચંદ્રોના 77 વર્ષીય નણંદ પ્રકાશી તોમર પણ ચંદ્રોના પગલે ચાલી રહ્યાં છે અને તે પણ કોઈનાથી પાછા પડે તેમ નથી. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના કૉચ નીતુ શીરોને હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું,

"પ્રકાશીએ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડંટ ઓફ પોલીસને હરાવ્યા અને ત્યારબાદ તે ઓફિસરે પ્રેઝન્ટેશનના કાર્યક્રમમાં એવું કહીને આવવાની ના પાડી દીધી કે તેમને એક વૃદ્ધ મહિલાએ હરાવ્યા છે!"


Related Stories