જ્યારે પણ બેંગ્લોર જાઓ ત્યારે આ મહિલા ડ્રાઈવરને ચોક્કસ મળજો!

0

એક દિવસ જ્યારે બાયોકોન કંપનીના માલિક કિરણ મઝુમદાર-શૉએ એક દિવસ ઓફિસ જવા માટે ટેક્સી બૂક કરાવી. તે ઘણી સામાન્ય બાબત હતી, પરંતુ અસામાન્ય વાત ત્યારે બની જ્યારે એ ટેક્સી કિરણ મઝુમદાર-શૉ પાસે એ ટેક્સી પહોંચી. જ્યારે તેમણે ટેક્સીના ડ્રાઇવરને જોયા ત્યારે તેઓ નવાઇ તો પામ્યાં સાથે જ ઘણાં ખુશ પણ થયા. કારણ કે એ ટેક્સીના ડ્રાઈવર એક મહિલા હતી. ટેક્સીમાં એક મહિલા ડ્રાઇવરને જોઇને કિરણ ઘણાં જ ગદગદીત થયા અને સાથે જ મહિલા ડ્રાઇવર ભારથીએ પણ ગર્વની લાગણી અનુભવી.

ભારથી UBER બેંગ્લોરના પ્રથમ મહિલા ડ્રાઇવર છે જેમણે જાતે પોતાની ગાડી ખરીદી અને UBERમાં પાર્ટનર બન્યા. ભારથી પોતે તો એક પૂરૂષપ્રધાન ક્ષેત્રમાં કામ કરે જ છે પણ સાથે સાથે અન્ય મહિલા ડ્રાઇવર્સને પણ તાલીમ આપે છે. પોતાની ગાડીના માસિક હપ્તા પણ ભરે છે. અને આ વર્ષે એક મર્સિડીઝ લેવાના ટાર્ગેટ સાથે ભારથી આગળ વધી રહી છે.

આવો, ભારથીના જીવન પર કરીએ એક નજર. ભારથી આંધ્રપ્રદેશના એક નાના ગામમાં રહેતા અને વર્ષ 2005માં તેમના ભાઇ સાથે બેંગ્લોર રહેવા આવ્યા. તેમણે ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ દરજીકામ શરૂ કર્યું. થોડા સમયમાં જ પોતાના કામથી કંટાળીને તેમણે બીજી નોકરી શોધવા લાગી. અને એ જ સમયે એક NGOને મહિલા ડ્રાઈવરની જરૂર હતી અને ત્યારે ભારથી એ NGOના સંપર્કમાં આવ્યા. તેમના માટે આ NGOમાં નોકરી માટે ડ્રાઇવિંગ શીખવું એ ઘણો કપરો નિર્ણય હતો અને એમાં પણ જ્યારે એવા ક્ષેત્રમાં પુરૂષો જ કાર્યરત હોય.

ઘણી મૂંઝવણ બાદ તેમણે દરજીકામ છોડી અને ડ્રાઇવિંગ શીખ્યું. વર્ષ 2009માં દેશની રાજધાની દિલ્હીમાં મહિલા ડ્રાઇવર્સને ઘણું જ પ્રોત્સાહન અપાઈ રહ્યું હતું અને ત્યારે ભારથીને યેલ્લો બેજ મળ્યું અને મહીને રૂ.15000ની નોકરી ઓફર કરવામાં આવી. જો કે ભારથીએ નોકરી ન સ્વીકારતા બેંગ્લોરમાં જ ટ્રાવેલ એજન્સીઓ પાસે નોકરી માટેના પ્રયત્નો શરૂ કર્યાં. અને ખૂબ જલ્દી ભારથીની આતૂરતાનો અંત પણ આવ્યો. ભારથી એક એવી ટેક્સી એજન્સીની સંપર્કમાં આવી કે જે મહિલાઓ દ્વારા જ ચલાવવામાં આવતી. તેમણે આ નોકરી સ્વીકારી અને વર્ષ 2013માં UBERમાં કાર્ય કરવાનું શરૂ કર્યું. વર્ષ 2014માં તેમણે પોતાની ફોર્ડ ફિએસ્ટા ગાડી બૂક કરાવી અને બસ ત્યારથી જ ભારથીએ સફળતાની સીડી ચઢવાનું શરૂ કર્યું. હવે ભારથી પોતાની મનમરજીથી ઉડાન ભરવા તૈયાર હતા.

આ ક્ષેત્રે મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી હોય છે અને ભારથીના મતે તેના ચોક્કસ કારણો છે-

1. આ ક્ષેત્ર પહેલેથી જ પુરૂષપ્રધાન ગણાય છે, મહિલાઓની સંખ્યા ના હોવાના બરાબર ગણી શકાય. અને એવામાં પુરૂષ ડ્રાઈવર્સ તરફથી મહિલાઓને સરળતાથી સ્વીકારવામાં નથી આવતી.

2. મોટાભાગની સ્ત્રીઓને બહારની દુનિયામાં લોકો સાથે કેવી રીતે વર્તવું તેવી ખબર નથી.

ભારથી મહિલાઓના સશક્તિકરણ માટે પણ કાર્યરત છે.

UBER બેંગ્લોરના જનરલ મેનેજર ભાવિક રાઠોડના કહે છે કે, “અમને ઘણી ખુશી છે કે ભારથીએ એક નવી ગાડી સાથે UBER સાથે જોડાઈ. અમને ખાતરી છે કે તે આ ક્ષેત્રની અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.”

આ સિવાય ગત વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર UBER દ્વારા સૌપ્રથમવાર યાત્રીઓ માટે રૂ.500ના મુલ્યની મફત ટેક્સીસેવા ઉપ્લબ્ધ કરાવી હતી જેનો પ્રોમો કોડ ‘ભારથી’ રાખવામાં આવ્યો હતો!

Related Stories

Stories by YS TeamGujarati