બ્રેક બાદ ફરીથી નોકરી કરવા ઇચ્છતી મહિલાઓ મદદ કરે છે ‘JobsForHer’

બ્રેક બાદ ફરીથી નોકરી કરવા ઇચ્છતી મહિલાઓ મદદ કરે છે ‘JobsForHer’

Sunday January 24, 2016,

5 min Read

સમસ્યાઓ તો જિંદગીમાં આવતી જતી રહે છે. પરંતુ જો વ્યકિત આ મુશ્કેલીઓ સામે લડવાની હિંમત મેળવી લે તો મોટા ભાગની સમસ્યાઓ સરળ બની જાય. કંઈક આવું જ થયું નેહા બગારીયા સાથે, જ્યારે તે બાલી બીચમાં પોતાના પતિ અને બે બાળકો સાથે એક લગ્નમાં ગઈ હતી. ત્યારે તેના એક બાળકની ઉંમર હતી સાડા ત્રણ વર્ષ અને બીજા બાળકની ઉંમર હતી માત્ર છ મહિના. લગ્નના આ માહોલમાં તેના મોટા પુત્રે તેને ખૂબ પરેશાન કરી. તેણે તે તમામ હરકતો કરી જે આ ઉંમરમાં બાળકો કરે છે.

image


તે દરમિયાન નેહાને ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જ્યારે તેણે વિચાર્યુ કે પોતાના બાળકોને ઉછેરવા માટે પોતાનું આકર્ષક કરિયાર બરબાદ કરી નાખ્યું. તે રાત્રે તેણે પોતાના પતિની સાથે આ બાબતે વિસ્તારથી વાતચીત કરી. અને ત્યારબાદ નેહાનો સંપૂર્ણ પરિવાર બેંગલુરુ પરત ફર્યો. નેહાના મગજમાં આ જ વાત ફરતી રહી. તેણે આ વાત પોતાના મિત્રો પાસે કરી અને તેનો સર્વે કર્યો. ત્યારે નેહાને ખબર પડી કે તે માત્ર એકલી નથી. કે જે આવું વિચારી રહી છે. પરંતુ અનેક મહિલાઓ છે કે જેમણે પોતાના બાળકો માટે થઈને પોતાના કરિયરનું બલિદાન આપી દીધું. આ દરમિયાન નેહાને ખ્યાલ આવ્યો કે મહિલાઓ પોતાના કરિયરમાં એટલા માટે પરત નથી ફરી રહી કે કારણકે તે માને છે કે, તેની પાસે અનુભવ છે પરંતુ હવે કોઈ કંપની તેની સાથે કામ કરવા નહીં ઈચ્છે. પરંતુ જ્યારે નેહાને હકીકતનો ખ્યાલ આવ્યો કે કંપનીઓ તો ઈચ્છે છે કે આવી પ્રતિભાશાળી મહિલાઓ કામ કરે. પરંતુ કંપનીઓને એ ખ્યાલ નથી કે આવી પ્રતિભાશાળી મહિલાઓની શોધ ક્યાં કરે.

નેહાએ વિચાર કર્યો કે શા માટે આ જ સમસ્યા સાથે જોડાયેલા સ્ટાર્ટઅપ શરૂ કરવામાં ન આવે. અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર તેણે JobsForHerની શરૂઆત કરી દીધી. નેહાનું દિલ તો શરૂઆતથી જ વ્યવસાયી હતું. નેહાને ભારતમાં 12 સુધીનો અભ્યાસ કર્યા બાદ તેને વિદેશમાંથી શિક્ષણ મેળવ્યું હતું. ત્યાં તેમણે ફાયનાન્સ અને બિઝનેસ સ્ટડી માટે એડમિશન લીધું હતું. આથી તેમણે ત્યાં અન્ય વિદ્યાર્થીઓની અભ્યાસમાં મદદ કરી હતી. જ્યારે નેહા 21 વર્ષની હતી. ત્યારે તેમણે કોલેજ બોર્ડ પ્રતિનિધિ તરીકે શિક્ષિકા તરીકેનું કાર્ય શરૂ કરી દીધું. અને ત્યાં શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓ તેનાથી માત્ર 5 વર્ષ નાના હતા.

image


અમુક સમય સુધી અભ્યાસ કરાવ્યા બાદ મુંબઈ ખાતે બેંગલુરુના એક યુવક સાથે તેમના લગ્ન થયા. ત્યારબાદ આ કપલ સિલકોન સિટીમાં આવીને વસ્યું. અહીં તેમણે પોતાના પતિના ફાર્મા ઉત્પાદનના પારિવારિક બિઝનેસમાં મદદ કરવાની શરૂ કરી દીધી. જેમાં નેહાએ માર્કેટીંગ સાથે સંકળાયેલી નીતિઓ, સૂચના પ્રણાલી અને અમુક વસ્તુની ચકાસણી કરતી. સંક્ષિપ્તમાં કહીએ તો, તેણે આ સમય દરમિયાન ઘણું બધું શીખ્યું. તેણીએ લગભગ પાંચ વર્ષ સુધી તેના પતિની કંપની Kemwellમાં કામ કર્યું.

વર્ષ 2009માં જ્યારે નેહા પોતાના પ્રથમ બાળકની મા બની તો તેણે વિચાર્યું કે છ મહિના બાદ તે કામ પર પરત ફરી જશે. પરંતુ મા બન્યા બાદ ઘણું બધું ઝડપથી બદલાવવા લાગ્યુ. અને આ સંજોગોમાં કામ પર પરત ફરવું મુશ્કેલ હતું. કારણ કે, જ્યારે તે પોતાના બાળક તરફ જોતી ત્યારે તેને પોતાની તેના પ્રત્યેની જવાબદારીનો અહેસાસ થતો. ત્યારબાદ તેણે પોતાના કરિયર પર બ્રેક લગાવી દેવાનો નિર્ણય કર્યો. આ જ રીતે વર્ષો વિતતા ગયા. અને નેહા સમય અનુકૂળ થવાની પ્રતિક્ષા કરવા લાગી. પરંતુ તેનો પુત્ર નેહાને કામ પર પરત ફરવાનો વિચાર સુદ્ધાં કરવાનો સમય નહોતો આપતો. ત્રણ વર્ષ બાદ જ્યારે બીજા પુત્રનો જન્મ થયો ત્યારે તેનું ધ્યાન પોતાના મોટા પુત્ર પરથી હટીને નાના પુત્ર પર આવી ગયું.

નાના પુત્રના જન્મની પહેલા એક વખત નેહાએ કોલેજના મિત્રો માટે એક પાર્ટી રાખી હતી. જે સમયે તે બીજા પુત્રની માતા બનવાની હતી, અને તેના ખોળામાં એક પુત્ર હતો. ત્યારે કોઈ એક મિત્રે પૂછ્યુ કે આજકાલ શું કરી રહી છો. તો તેણે પોતાના બાળક અને પેટ તરફ ઈશારો કરીને જવાબ આપી દીધો. પરંતુ તેને મિત્રે ફરી સવાલ ઉઠાવ્યો કે વ્યવસાયિક રીતે શું કરી રહી છો. ત્યારે તેને અહેસાસ થયો કે કંઈક ખૂટી રહ્યું છે. ત્યારબાદ નેહાએ તેની દેરાણી વિશે વિચાર્યું જે અમેરિકામાં રહેતી હતી, અને પોતાની જોબ પણ કરી રહી હતી. એટલું જ નહીં પોતાના બાળકોની યોગ્ય દેખભાળ પણ કરી રહી હતી. ત્યારબાદ તેણે નિર્ણય કર્યો કે તે મજબૂત બનશે અને ફરી એક વખત વ્યવસાયમાં પરત ફરશે.

‘JobsForHer’ની સંસ્થાપક નેહાનું કહેવું છે કે, હવે તેને વિશ્વાસ આવી ગયો છે કે, કામ પર જવાથી બાળકો પર તેની ઉલ્ટી અસર નથી પડતી. તે સમજી ગઈ કે તે કામ ન કરીને પોતાની પ્રતિભાની બરબાદી કરી રહી હતી. તેનું માનવું છે કે, કોઈ કારણ વિના કોઈ પણ મહિલાએ પોતાના કામ પર બ્રેક ન લગાવી જોઈએ. અને જો કોઈ મહિલાને યોગ્ય કારણથી બ્રેક લેવો પડે જેમ કે લગ્ન, બાળક આવવાથી કે પછી ઘરમાં રહેલા વડીલોની સેવા માટે તો પણ તેણે કામ પર પરત ફરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

‘JobsForHer’પોતાની વેબસાઈટ પર એવી કંપનીઓનું લિસ્ટ તૈયાર કરે છે કે જેને શોધ હોય યોગ્ય ટેલેન્ટની. અહીંયા મહિલાઓ પોતાની પસંદ મુજબ નોકરી શોધી શકે છે, અને તે પણ એક પણ રૂપિયો આપ્યા વિના. નોકરી ઇચ્છુક મહિલાઓ આ વેબસાઈટ દ્વારા કંપનીઓમાં અરજી કરી શકે છે. ત્યારબાદ આ કંપનીઓને મહિલાઓ સાથે જોડાયેલ તમામ જાણકારી આપી દેવામાં આવે છે. આ રીતે મહિલાઓ ફરી એક વખત કામ પર પરત ફરી શકે છે જેમણે થોડા સમય માટે જ બ્રેક લીધો હતો. સામાન્ય લોકોની વચ્ચે ‘JobsForHer’એ પ્રકારે લોકપ્રિય છે કે તેનો અંદાજો પણ લગાવી ન શકાય. દરરોજ આ સાઈટની મુલાકાત 2 હજાર જેટલા લોકો લે છે.

Website

FB Page


લેખક- સાસ્વતિ મુખર્જી

અનુવાદક- YS ટીમ ગુજરાતી