દરેક સ્ટાર્ટઅપ માટે 'શક્તિ' આપનારી વાતો કે જેને સૌથી વધુ ફૉલો કરવામાં આવી

0

શક્તિ વેદાકેપટ અલગ-અલગ લોકોનાં જીવનમાં અલગ-અલગ મહત્વ ધરાવે છે. તેમની પત્ની માટે તેઓ જીવનસાથી છે. પરિવારજનો માટે તેઓ પાલનપોષણ કરનારા છે. પોતાના દીકરાઓની નજરે તેમની પસંદગીના સુપરહીરો અને નાયક છે. પોતાની માતાની આંખોનું નૂર છે. ટ્વિટરની દુનિયામાં તેઓ એક એવી સેલિબ્રિટી છે જેને અન્ય લોકો આરામથી જોવા અને સાંભળવા ઉપરાંત સ્પર્શી પણ શકે છે. પોતાના વાંચકો માટે તેઓ એક એવી વ્યક્તિ છે કે જે એક નિંજા ટેક્નિક માટે જુનૂની છે.સ્ટાર્ટઅપની દુનિયામાં તેમનો મોભો એક પ્રેરક તરીકે છે. જ્યાં તેમના દ્વારા કહેવામાં આવતા શબ્દો અંતિમ શબ્દો હોય છે અને તેના મુખ્ય સ્તંભ પણ.


ભારતીય સમાજની નજરોમાં તેઓ વિકલાંગ છે

નાનપણમાં તેઓ અન્ય બાળકોની જેમ જ સામાન્ય બાળક હતા પરંતુ તેમને એવો તાવ આવ્યો કે જેનો લાંબો ઇલાજ કરાવ્યા છતાં પણ તેમને સારું ન થયું. ડોક્ટરે તેમને એક ઇન્જેક્શન આપ્યું કે જેની તેમને એલર્જી હતી અને તેમનો તાવ ઘટવાને બદલે વધી ગયો. તેના કારણે તેમનાં શરીરનાં જમણાં અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું. તેઓ જણાવે છે, "મારો ઇલાજ થવો અશક્ય હતો. ડૉક્ટર્સે મારા માતા-પિતાને એવી સલાહ આપી હતી કે મને કોઈ આશ્રમમાં મૂકી આવે અને બીજા કોઈ સ્વસ્થ બાળકને જન્મ આપે. મને આશ્રમમાં મૂકવા માટેની દસ્તાવેજી કાર્યવાહી પણ કરી દેવાની તૈયારીઓ કરી દેવામાં આવી હતી પરંતુ મારા માતા-પિતાને એવો અહેસાસ થયો કે હું સારી રીતે જીવન જીવી શકું તેમ છું અને મારી માતાએ એવું નક્કી કરી લીધું કે તે મારો ઉછેર સામાન્ય બાળકની જેમ જ કરશે. જોકે, ત્યાં સુધી મારા શરીરનાં જમણાં અંગને લકવો મારી ગયો હતો."

શક્તિએ પોતાનાં બાળપણનો મોટાભાગનો સમય ખાટલા ઉપર જ વીતાવ્યો હતો કારણ કે તેઓ પગ ઉપર ઊભા રહીને ચાલી શકવા અશક્ત હતા. પરંતુ આ મુદ્દો તેમનાં શિક્ષણમાં ક્યારેય અવરોધરૂપ ન બન્યો અને તેઓ સોફ્ટવેર એન્જિનિયર બન્યા. ઉપરાંત તેઓ ખૂબ જ નિરાશાજનક જીવનમાં પણ પોતાના પ્રેમને મેળવવામાં સફળ રહ્યા.

તેમણે જણાવ્યું હતું કે જ્યારે એન્જિનિયરિંગના અભ્યાસક્રમના છેલ્લાં વર્ષમાં હતો ત્યારે કમ્પ્યૂટર ક્લાસમાં મારી મુલાકાત એક ખૂબ જ રસપ્રદ યુવતી સાથે થઈ. પહેલા તો અમે કમ્પ્યૂટર ક્લાસમાં મિત્રો બન્યા અને પછી તે જ કમ્પ્યૂટર ક્લાસમાં સારામાં સારા મિત્રો બન્યા. એક દિવસ મેં તેને કમ્પ્યૂટર ક્લાસમાં પ્રેમનો પ્રસ્તાવ કરી દીધો. છેલ્લાં 18 વર્ષથી અમે સુખી દામ્પત્ય જીવન જીવી રહ્યાં છીએ અને અમારું બંધન દિવસે ને દિવસે મજબૂત બની રહ્યું છે.

ત્યાર બાદ શક્તિએ બે દાયકા સુધી આઈટીનાં ક્ષેત્રે કામ કર્યું. જ્યારે તેમાંથી તેમનું મન ભરાઈ ગયું ત્યારે તેમણે પોતાનું કંઈક કામ શરૂ કરવાનું વિચાર્યું.

શક્તિએ જણાવ્યું કે, "મારી સૌથી પહેલી નોકરી એક ડેટા સેન્ટરમાં સિસ્ટમ એડમિન તરીકેની હતી. જેમાં મને દર મહિને રૂ. 1 હજાર મળતા હતા. પરંતુ નોકરીમાં આવવા અને જવા માટે મારા પિતાએ તેના કરતાં ઘણો વધારે ખર્ચ કરવો પડતો હતો. તે વખતે મારામાં નવું શીખવાની એટલી તાલાવેલી હતી કે મેં તે તરફ વિચાર્યું નહીં. ઘણી વખત તો એવું બનતું કે હું સોમવારે નોકરી ઉપર જાઉં અને ગુરુવારે પાછો આવતો હતો." તે વખતે શક્તિ યુવાન હોવાની સાથે ઊર્જાવાન અને કામ પ્રત્યે જિજ્ઞાસુ હતા.

ત્યારબાદ તેઓ નેટવર્કિંગ ક્ષેત્રની એક દિગ્ગજ કંપનીમાં જોડાયા. જ્યાંથી તેમને અમેરિકાની યાત્રા કરવાની તક મળી અને તેમને બ્લોગિંગ અને ટ્વિટિંગ વિશેની માહિતી તેમજ જાણકારી મળી. ત્યારબાદ બાકીનું જે કહેવામાં આવે છે તે હવે ઇતિહાસ છે. તેમણે ટ્વિટરના પ્રયોગનો પ્રારંભ કરવાની સાથે સલાહ આપવાની શરૂઆત કરી અને પોતાના પ્રશંસકોનાં હૃદયમાં વસી ગયા.

તેમનું કહેવું છે, "મેં ટ્વિટરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું અને મને આ માધ્યમ ખૂબ જ પસંદ આવ્યું. મારું ટેકનિકલી બેકગ્રાઉન્ડ હોવાને કારણે બીજાની મદદ કરવામાં સરળતા રહી. એક પછી એક અન્ય લોકોએ મને ફૉલો કરવાનું શરૂ કરી દીધું."

શું તમારી વી શક્તિને ટ્રોલ-મુક્ત સંચાલિત કરી શકાય છે?

ટ્વિટરનો પ્રયોગ કરનારા કેટલાક લોકોને ટ્રોલ-મુક્ત વાતાવરણનો અનુભવ થાય છે. એક સમયે શક્તિએ પણ આ ઓનલાઇન ઝેરનો સામનો કરવો પડ્યો હતો. તે ઘટનાનું વર્ણન કરતાં શક્તિ કહે છે કે, "એક સમય એવો આવ્યો હતો કે એક ચોક્કસ જૂથે મારી ઓનલાઇન હાજરી ઉપર પૂર્વનિયોજિત હુમલો કર્યો હતો. જ્યારે પરિસ્થિતિઓ વધારે વિકટ બની ગઈ તો મારા ત્રણ મિત્રોએ મને મારું ટ્વિટર એકાઉન્ટ વેચતા રોક્યો અને મને બ્લોગિંગ શરૂ કરવાની સલાહ આપી."

જોકે ડિજિટલ સંસાર એવો છે કે જ્યાં તમારી સામે એક દરવાજો બંધ થઈ જાય છે તો બીજો રસ્તો આપમેળે ખૂલી જાય છે. અને તે પણ એક સરળતાથી હેક થઈ શકે તેવા પાસવર્ડ સાથે. શક્તિ કહે છે કે, "એ સમયે મને એવો વિચાર ખૂબ જ પસંદ આવ્યો કે જેને હું મારો પોતાનો મંચ કહી શકું અને બેરોકટોક પોતાના વિચારો રજૂ કરી શકું. તેનું પરિણામ 'ધ ક્વિલ' છે. મેં ક્યારેય એલેક્સાની ટોચ ઉપર જવાનું સપનું નથી સેવ્યું. તેમ છતાં પણ યોગ્ય ડોમેઇન વધારે રેટિંગ મેળવવા ઉપરાંત એક પોસ્ટ ઉપર 2 હજાર ડોલર કમાનારી મહત્વાકાંક્ષી હતી. એવું અત્યારે પણ નથી હું માત્ર વાતચીત કરવા માટે લખું છું તે સ્પષ્ટ છે. 'ધ ક્વિલ' મારફતે હું અનેક સ્ટાર્ટઅપ્સ સાથે જોડાયેલો રહું છું કે જે મારાં માર્ગદર્શન હેઠળ સંચાલિત થઈ રહ્યાં છે."


પોતાની ટ્વિટર સેલિબ્રિટીને માનવીય રૂપ આપવું

આ માણસ ઇન્ટરનેટની દુનિયા વિશે એટલી બધી માહિતી રાખે છે કે તે અનુમાન લગાવવું મુશ્કેલ બની જાય છે કે આટલી બધી ડિજિટલ ગતિવિધિઓમાંથી તેમનું પૂર્ણ સમયનું કામ કયું છે? પણ જો કોઈ એ વાત સાબિત કરી શકે કે શક્તિ એક જ સમયે બે સ્થળે હાજર રહી શકે છે તો તે વ્હીલ ચેર ઉપર બેઠેલી આ જ ઉત્સાહી વ્યક્તિ છે. જોકે, ક્વિલ તેમને વધારે વ્યસ્ત રાખે છે. એવું ક્યારેય નથી બન્યું કે તેમને મળેલાં કોઈ ટ્વિટનો જવાબ આપવામાં ન આવે.

તેમનું કહેવું છે કે દિવસના સમયે ધ્યાન આપવાના ક્રમમાં ટ્વિટર અને મારી પત્ની વચ્ચે સીધી સ્પર્ધા થાય છે. મજાકને બાજુએ મૂકતાં, ટ્વિટર, મેગાફોન, ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપનું એક મિશ્રણ છે. તમે તમારા અવાજને દુનિયાના કોઈ પણ ખૂણામાં પહોંચાડી શકો છો. તે તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં જોઈ શકો છો. તમે શું કરો છો અને શું કહો છો જેવી નાનામાં નાની બાબતોની સમીક્ષા કરવામાં આવે છે.

સરળતાથી તડકાનો પીછો કરવો

શક્તિએ ખૂબ જ સરળતાથી એક વાત સાબિત કરી છે કેદુર્બળતાને બાજુએ મૂકીને તમારા લક્ષ્યનો પીછો કરી શકાય છે. જેને પણ વિચલિત કરનારું માનવામાં આવે છે તે માત્ર એક કલ્પના કે ધારણા છે. જ્યારે તમે કોઈના વિશે વાત, ચિંતા કરો તો તે તમારાં મન ઉપર હાવી થઈ જાય છે. તેના કારણે તમે તમારાં જીવનમાં સરળતા લાવવા માટે જટિલ સમસ્યાઓનું સમાધાન શોધવાથી દૂર તે નબળાઈમાં ખોવાઈ જાવ છો. જ્યારે હું હારું છું તો નિરાશ નથી થતો પરંતુ આવું બીજી વખત ન થાય તે પ્રકારે કામ કરવા માટે પ્રેરિત થાઉં છું.

આપણા સમાજ પાસે વિકલાંગ લોકો સામે રજૂ કરવા માટે સાહનુભૂતિ પહેલેથી જ તૈયાર હોય છે. તેમને ખ્યાલ નથી હોતો કે લોકો અમને આવી રીતે બોલાવે તે અમને ગમતું નથી અમને તેનાથી સખત નફરત છે. અમે પણ અમારું જીવન બીજા લોકોની જેમ જીવવા માગીએ છીએ.

કેટલાક લોકો એવા પણ આવે છે કે જે એમ વિચારે છે કે અમે અમારી આ નિર્બળતાની લાચારીનો લાભ ઉઠાવવા માગીએ છીએ. હવે તમે નક્કી કરો કે અક્ષમ અને દુર્બળ કોણ છે. આપણા સમાજની એક સમસ્યા એ છે કે તમે તેમની પાસેથી સામાન્ય વર્તનની અપેક્ષા નથી રાખી શકતા. કાં તો તેઓ સાહનુભૂતિ આપે છે અથવા તો ટીકા અને ટીખળ કરે છે.

શક્તિ એ મુદ્દાઓને પણ સામે લાવવા માગે છે કે ટ્રેનમાં મળતી રાહતો, ઇન્કમ ટેક્સમાં મળતી છૂટ અને વાર્ષિક સેમિનાર હકીકતમાં થોડી જ રાહત આપે છે.

"વાસ્તવિકતા છે કે હું એ બધું જ કરી શકું છું કે જે તમે કરી શકો છો. કંઈક તો માપદંડ હોવો જોઇએ. અમને તમારી સહાનુભૂતિ નથી જોતી અમે એમ ઇચ્છીએ છીએ કે તમે વ્યાવસાયિક તરીકે અમારું સન્માન કરો. અમને બરોબરી સાથે જીવન જીવવાની તક આપો. દેશમાં અને દુનિયામાં વ્હીલચેર ઉપર ફરનારા લોકોની સંખ્યા ઓછી છે. એક વખત મને બેંગલુરું એરપોર્ટ ઉપર મારી વ્હીલચેરનો પ્રોસ્થોટિક સપોર્ટ હટાવીને ઊભો થવા માટે જણાવાયું હતું. અને આ દેશની એવી હાલત છે કે હું આવી સ્થિતિમાં બસમાં મુસાફરી નથી કરી શકતો. હોસ્પિટલની સ્થિતિ તો આનાથી પણ બદતર છે."

શક્તિ જણાવે છે કે દેશનો કોઈ રાજનેતા એવો નથી કે જે આવી સ્થિતિ ધરાવતો હોય. તેના કારણે તેને આ અંગે ચિંતા થતી નથી. હવે બદલાવનો સમય છે અને ભારતમાં જ અમારી સંખ્યા 20 મિલિયન કરતાં વધારે છે.

શક્તિ પોતાની શારીરિક સ્થિતિને એવી રીતે જુએ છે કે જેમ તેણે જોવી જોઇએ. આ માત્ર તેમની ટ્રેડમાર્ક વિશેષતાઓમાંની એક છે.