કર્ણાટકમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા સરકારી અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે

0

કર્ણાટકમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા દરિયાકિનારાના વિસ્તારોના કેન્દ્રોની ઓળખ કરવામાં આવી

ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. અહીં હિંદુ, મુસ્લિમ, શીખ, ઇસાઈ, પારસી સંસ્કૃતિઓ સહઅસ્તિત્વ ધરાવે છે. દેશમાં અત્યારે આ તમામ સંસ્કૃતિ સાથે સંબંધિત ઐતિહાસિક-ધાર્મિક-સાંસ્કૃતિક સ્થાપત્યો અને કલાકેન્દ્રો છે. સાથે સાથે દેશમાં ભૌગોલિક વિવિધતા પ્રચૂર માત્રામાં છે. એક તરફ રાજસ્થાનનું સફેદ રણ છે, તો બીજી તરફ સુંદરવનના દરિયાઈ જંગલો છે. ઉત્તરે પર્વતરાજ હિમાલયની પર્વતમાળા છે, તો દક્ષિણે કન્યાકુમારીનો ઘૂઘવાતો દરિયાકિનારો. તેમ છતાં ભારતની જીડીપીમાં પ્રવાસન ઉદ્યોગનું પ્રદાન છ ટકાથી વધારે નથી. ઇન્વેસ્ટ કર્ણાટક 2016માં રાજ્ય અને દેશના અર્થતંત્રમાં પ્રવાસન ક્ષેત્રનું પ્રદાન વધારવા ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ઇન્વેસ્ટ કર્ણાટકમાં રાજ્યના પ્રવાસન પ્રધાન આર વી દેશપાંડેએ કહ્યું,

"પ્રવાસન ક્ષેત્રમાં દેશના અર્થતંત્રને બદલવાની ક્ષમતા છે. ઘણાં નાના દેશોના અર્થંતત્રનો આધાર પ્રવાસન ઉદ્યોગ છે."

ખાનગી રોકાણકારોને વધારે પ્રોત્સાહન

પ્રવાસન સચિવ પ્રદીપ કારોલાએ આ સમિટને સંબોધતા જણાવ્યું હતું કે કર્ણાટકમાં પ્રવાસન ઉદ્યોગની વૃદ્ધિને પ્રોત્સાહન આપવા ખાનગી ક્ષેત્ર અને રોકાણકારોને વધારે પ્રોત્સાહન આપવાની જરૂર છે.

સરકારે આ ક્ષેત્રની વૃદ્ધિને સુનિશ્ચિત કરવા કેટલીક પહેલો હાથ ધરી છે. કર્ણાટક પ્રવાસન વિભાગના ચેરમેન મોહનદાસ પાઈએ ઉમેર્યું હતું કે, તેઓ પ્રવાસન ક્ષેત્રમાંથી રૂ. 19,000 કરોડની આવક કરવા અને આ ક્ષેત્રમાં રૂ. 80,000 કરોડથી રૂ. 90,000 કરોડનું રોકાણ મેળવવા આતુર છે.


આ સ્ટોરી વાંચો:

બેંગલુરુની ઑનલાઇન ગ્રોસરી કંપની બિગબાસ્કેટ ભારતમાં ઓર્ગેનિક ક્રાંતિ લાવશે

ઉપરાંત હોટેલ રૂમ્સની દ્રષ્ટિએ રાજ્યમાં અત્યારે 20,000 રૂમ છે, જેને વધારીને 1,00,000 રૂમ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા દરિયાકિનારાના વિસ્તારના કેન્દ્રોની ઓળખ કરી છે અને પ્રવાસન માટે યોગ્ય અન્ય વિસ્તારોની ઓળખ ચાલુ છે. સરકાર પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળે તેવા પ્રોજેક્ટ્સ પર રૂ. 55 કરોડનો ખર્ચ કરશે.

પ્રદીપ કારોલાએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર જમીન ભાડાપટ્ટે આપવાની માર્ગદર્શિકા સાથે સંબંધિત નવી પ્રવાસન નીતિ જાહેર કરશે. તેમણે સમજાવ્યું હતું કે, "અત્યારે 63,464 એકર જમીન ઉપલબ્ધ છે, જેને પ્રોજેક્ટ પાર્સમાં વિભાજીત કરવામાં આવી છે. આ પારદર્શક બિડ પદ્ધતિ મારફતે 60 વર્ષના લાંબા ગાળાના ભાડાપટ્ટાના કરાર માટે ઉપલબ્ધ છે."

સાતત્યપૂર્ણ અનુભવ પ્રદાન કરવો

એફડીસીઆઇના ડિરેક્ટર જનરલ રથી ઝાએ કહ્યું હતું કે, “હું પ્રવાસની શોખીન છું. મેં જોયું છે કે સાતત્યપૂર્ણ અને શ્રેષ્ઠ અનુભવ મેળવવા તમારે દરેક મિનિટની મજા માણવી જોઈએ.”

પ્રવાસીઓ સાતત્યપૂર્ણ અને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા સરકારી-ખાનગી ભાગીદારીમાં કેટલીક પહેલ કરવામાં આવી છે. આ ભાગીદારીનું એક ઉદાહરણ જેટ એરવેઝ અને પ્રાદેશિક પ્રવાસન વિભાગ દ્વારા સંયુક્તપણે ઊભો કરવામાં આવેલ બ્રસેલ્સ કનેક્ટિવિટી હબ છે. આ હબ સુનિશ્ચિત કરે છે કે બ્રસેલ્સના પ્રવાસીઓ સીધા બેંગાલુરુ આવી શકે, ખાસ કરીને જો તેઓ ધ ગોલ્ડન શેરિઓટ ટ્રેનમાં ટ્રાવેલ કરવાની યોજના ધરાવતા હોય તો. આવું જ અન્ય એક ઉદાહરણ કેએસઆરટીસી અને બીઆઇએએલ સાથે ફ્લાયબસના જોડાણનું છે.

બીઆઇએએલના પ્રેસિડન્ટ હરિ મરારે જણાવ્યું હતું કે, ફ્લાયબસ શ્રેષ્ઠ પ્રવાસન અનુભવ પ્રદાન કરવાની ખાતરી આપે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ પ્રવાસી દિલ્હીથી મૈસૂર કે મેંગલોરની મુલાકાત લે, તો તેને સીધો બોર્ડિંગ પાસ મળી જાય છે. પછી બેંગલુરુમાં ઉતરીને તેને તાત્કાલિક કોઈ બસ મળી જાય છે અને મૈસૂર કે મેંગલોર લઈ જશે.

યોરસ્ટોરીનો મત

સરકારે શ્રેષ્ઠ, સાતત્યપૂર્ણ કનેક્ટિવિટી, સલામતી માટે ટ્રેનિંગ ટ્રાવેલ મિત્રની સુનિશ્ચિતતા કરી છે તેમજ માળખું વિકસાવ્યું છે. જ્યારે પ્રવાસન ઉદ્યોગને લઈને સરકારી અને ખાનગી ભાગીદારો આશાવાદી છે, ત્યારે તેઓ સંમત છે કે પ્રવાસન ઉદ્યોગમાં હજુ વૃદ્ધિની શરૂઆત થઈ છે અને વિકાસની આ સફરને લાંબી મજલ કાપવાની છે.


લેખક- સિંધુ કશ્યપ

અનુવાદક- કેયૂર કોટક


ઇન્વેસ્ટ કર્ણાટકને લગતી અન્ય માહિતી અને અપડેટ મેળવવા અમારા Facebook Page ને લાઈક કરો.


હવે વાંચો આ સંબંધિત આર્ટિકલ્સ:


કર્ણાટકને 'સ્ટાર્ટઅપ હબ' બનાવવા દિવસ-રાત એક કરતા મહિલા IAS અધિકારી રત્ના પ્રભા!

ઉત્તર કર્ણાટક- ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું નવું કેન્દ્ર

'સ્ટાર્ટઅપ્સ' કર્ણાટકનું ભવિષ્ય છે: કર્ણાટકને સ્ટાર્ટઅપ્સની રાજધાની બનાવવાની ઉદ્યોગપ્રધાન આર.વી.દેશપાંડેની યોજના