તનવીર ગીલ... એક એવી મહિલા જેનાં હકારાત્મક પ્રયાસે જીવનને આપી નવી દિશા

0

તનવીરે પોતાના ભવિષ્યને લઇને સંપૂર્ણ પ્લાનિંગ કર્યું છે. તે એમબીએ છે અને બેન્કિંગ ક્ષેત્રે પોતાનું ભવિષ્ય બનાવી રહી હતી અને અચાનક કેવી રીતે એક સફળ ન્યૂઝ એન્કર બની ગઈ તે સફર જાણવી ઘણી રસપ્રદ બની રહેશે!

કોઇને જીવનમાં જો ખરેખર મદદ કરવી હોય તો તેને હમેશાં તેનાં કામ માટે પ્રોત્સાહિત કરવી જોઈએ. ડૉક્ટર કૈંથ એમ કીથની ખૂબ પ્રસિદ્ધ પંક્તિઓ છે જેને ઘણાં લોકોને હકારાત્મક રૂપથી જીવન જીવવા માટે પ્રેરિત કર્યા છે. ‘ધ પૈરાડોક્સીકલ કમેન્ડમેન્સ'માં તેઓ લખે છે કે કોઇ પણ વ્યક્તિ ભલે ગમે તેટલી તાર્કિક હોય, ખોટી હોય અને અહમ ધરાવતી હોય તો પણ તે વ્યક્તિને પ્રેમ કરો. જો તમે સારું કામ કરો છો અને લોકો તેમ છતાં તમારા પર સ્વાર્થી હોવાનો આરોપ લગાવે છે તો તમે તે વ્યક્તિની વાતો પર ધ્યાન ના આપો, તમે તમારા રસ્તા પર ચાલતા રહો. જો તમે સફળ હશો તો તમારા કેટલાક ખોટા મિત્રો પણ બની જશે પરંતુ તેમ છતાં તમે તમારું કામ કરો અને વધુ સફળતાને પ્રાપ્ત કરતા રહો. તમારું આજે કરેલું સારું કામ કદાચ લોકો કાલની ભૂલ ભૂલાવી દે. તેમ છતાં તમે તમારું કામ કરતા રહો. ઘણી વખતે ઇમાનદારી અને ઉદારતા તમને નુકસાન પહોંચાડી શકે છે, છતાં તમે તમારા રસ્તા સતકર્મના રસ્તા પર ચાલતા રહો. કોઇ મહાન વ્યક્તિના વિચારો પર ટૂંકા વિચાર ધરાવતા લોકો પણ સવાલ ઉઠાવે છે, છતાં તમે તમારું કામ કરો અને પહેલાં જેટલી જ મહેનત કરતા રહો. લોકો તમારી પાસેથી મદદની અપેક્ષા રાખે છે અને જો તમે તેની મદદ કરવા જશો તો તે તમને નુકસાન પહોંચાડશે. તેમ છતાં લોકોની મદદ કરવાનું છોડવું જોઇએ નહીં. દુનિયાને સારુ આપવા છતાં લોકો તમારી ટીકાઓ કરે છે, તેમ છતાં લોકોની વાતને મન પર નહીં લો તો તમે તમારું સારું કામ કરતા રહો.

આ એવી બાબતો છે જે તનવીર ગીલને આગળ વધવા માટે હંમેશા પ્રેરણા આપે છે. જ્યારે પણ તે પરેશાન થાય છે, કોઇ વ્યક્તિ સાથે વાતચીત કરવાની ઇચ્છા થતી નથી ત્યારે તે આ પ્રકારની લાઇનો વાંચે છે અને મહેસૂસ કરે છે. આ પ્રકારની લાઇન્સ તેને આગામી પડકારને પહોંચી વળવા માટેની ઉર્જા પૂરી પાડે છે. તનવીર એક નેવી પરિવારમાંથી આવે છે. તે જણાવે છે કે તેનો પરિવાર તેના માટે બધું જ છે અને તેના પરિવારે તેને ખૂબ જ સારું શિક્ષણ આપ્યું છે. પરિવારથી મળેલું સારું શિક્ષણ, સંસ્કાર અને મૂલ્યોના કારણે તેઓ જીવનમાં પોતાનું એક સ્થાન મેળવી શકી છે. આ જ તેમની સફળતાનું કારણ પણ છે.

તનવીરે પોતાના ભવિષ્યને લઇને સંપૂર્ણ પ્લાનિંગ કરેલું છે. તેઓ એમબીએ છે અને બેન્કિંગ ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય બનાવી રહી હતી કે અચાનક તેમના એક કોલેજ મિત્રએ જણાવ્યું કે ચેનલમાં એન્કરિંગની પોસ્ટ માટે ઓડિશન ચાલી રહ્યા છે અને તેણે એક વખત ટ્રાય કરવો જોઇએ. તનવીરે મિત્રના કહેવાથી ત્યાં એપ્લાય કર્યું અને તેનું સિલેક્શન થઇ ગયું હતું. આજે તે એક સફળ ટીવી એન્કર છે અને ન્યૂઝ પ્રોડ્યૂસર છે. હવે તે માને છે કે પત્રકારત્વ એક એવું ફિલ્ડ છે જેના માટે તે બની છે. અહિંયા ડિબેટ થાય છે, સવાલ-જવાબ થાય છે. નાનપણથી જ તનવીર વિભિન્ન સ્ટેજ પ્રોગ્રામમાં ભાગ લેતી આવી છે અને અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લેતી આવી છે. તનવીર અલગ અલગ પડકારોને સહજતાથી સ્વીકારી લે છે.

તનવીર હરહંમેશ કંઇક નવું શિખવાનો પ્રયાસ કરે છે, જેથી તે પોતાની જાતને વધુ પુખ્ત કરી શકે. તનવીર પોતાની ભૂલોનો સ્વીકાર કરીને સુધારે છે અને તેમાંથી શિખે છે. તનવીર એ પ્રયાસ પણ કરે છે કે એક વખત થયેલી ભૂલ તેનાથી ભવિષ્યમાં બીજી વખત ક્યારે ના થાય. તનવીર પોતાના વિચારો રજૂ કરનારી એક જાગૃત અને સ્વતંત્ર મહિલા છે.

લેખક- સિંધુ કશ્યપ