પ્રાદેશિક ભાષાઓના નવા અને ઉભરતા લેખકોને ડિજીટલ મંચ પ્રદાન કરતું સ્ટાર્ટઅપ માતૃભારતી નવા આયામો સર કરવા તૈયાર

0

અમદાવાદ-સ્થિત ઇ-બૂક પબ્લિશર માતૃભારતીએ વિરિડિઅન કેપિટલ પાસેથી રૂ. ૨૦ લાખનું સીડ ફન્ડિંગ ઊભું કર્યું છે. માતૃભારતી લેખકો પાસેથી કન્ટેન્ટ મેળવી અને તેને ઇ-બૂક તરીકે પ્રકાશિત કરે છે. ત્યારે સીડ ફન્ડિંગની રકમનો ઉપયોગ માતૃભારતી, ટેક્‌નોલોજીમાં મૂડીરોકાણ તથા ટીમના વિસ્તરણ માટે કરાશે. 

માતૃભારતીમાં ૧,૮૦૦ કરતા વધુ લેખકો નોંધણી ધરાવે છે અને અત્યાર સુધીમાં ૪,૩૫૦ ઇ-બૂક્સ પ્રકાશિત કરી ચૂક્યું છે. તાજેતરમાં કરાયેલા એક સર્વેક્ષણમાં ખુલાસો થયો છે કે ભારતનું બૂક માર્કેટ વર્ષ ૨૦૨૦ સુધીમાં રૂ. ૭૩,૯૦૦ કરોડને સ્પર્શવાની શક્યતા છે. હાલમાં આ માર્કેટ રૂ. ૨૬,૧૦૦ કરોડના કદ સાથે વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું બૂક માર્કેટ છે. આ સર્વેક્ષણમાં જણાવાયું છે કે ભારતમાં ૭૦ ટકા કરતા વધુ પ્રકાશકોએ ઇ-બૂક વર્ઝનનું સર્જન કરવા માટે તેમના કન્ટેન્ટને ડિજિટાઇઝ કર્યો છે.

સીડ ફન્ડિંગ અને ડિજિટલ કન્ટેન્ટના ભવિષ્ય અંગે પ્રતિક્રિયા આપતા માતૃભારતીના સહ-સ્થાપક મહેન્દ્ર શર્મા જણાવે છે, 

"અમે એક એવું બિઝનેસ મોડેલ ધરાવીએ છીએ કે જે મજબૂત દરે વિકાસ સાધે તેવી શક્યતા છે. અમારી કંપનીમાં વિરિડિઅન કેપિટલનું મૂડીરોકાણ એ વાતનો જ પુરાવો છે. અમે નવા અને ઊભરતા લેખકોને ડિજિટલ પ્લેટફોર્મ આપીએ છીએ. ડિજિટલ પબ્લિશર્સ પૈકી અમારી અનોખું સેલિંગ પ્રપોઝલ છે."

વધુમાં મહેન્દ્ર જણાવે છે,

“અમે એક પ્રીમિયમ સબસ્ક્રિપ્શન મોડેલ ધરાવીએ છીએ, જેના દ્વારા વાચકો એક ખાસ સમયગાળાની અંદર ગમે તેટલી સંખ્યામાં ઇ-બૂક્સ ડાઉનલોડ કરી શકે છે, જેનાથી વાંચકો માટે ઇ-બૂક ખરીદવાનો ખર્ચ ઘટાડે છે.”

માતૃભારતી પ્રત્યેક મહિને ૪૫૦ કરતા વધુ ઇ-બૂક્સ પ્રસિદ્ધ કરે છે અને અત્યાર સુધીમાં ઇ-બૂક્સના ૭.૫ લાખ ડાઉનલોડ થયા છે. 

આ અંગે વધુમાં મહેન્દ્ર જણાવે છે, 

"અમે દર મહિને ધોરણે ૨૦ ટકાનો વૃદ્ધિ દર ધરાવીએ છીએ અને આગામી એક વર્ષમાં સમાન વિકાસ દર રહેવાની અમારી ધારણા છે. અમારા માનવા મુજબ સ્માર્ટ ફોનનો પ્રસાર આગળ જતા ઇ-બૂક્સનું વેચાણ વધશે."

માતૃભારતી વિશે...

માતૃભારતી એક સેલ્ફ-પબ્લિશિંગ પ્લેટફોર્મ છે અને ભારતીય ભાષાઓમાં ઇ-બૂક્સની સેવા પ્રદાન કરતી મોબાઈલ એપ છે. ભારતની આ સૌપ્રથમ એવી એપ છે કે જે લેખકો પાસેથી સીધું જ કન્ટેન્ટ મેળવે છે અને તેને ઇ-બૂક તરીકે પ્રકાશિત કરે છે. નવા લેખકો માટેનો અવરોધ તોડીને માતૃભારતીએ પ્રાદેશિક ભાષાઓના ઘણાં નવા અને ઊભરતા લેખકોને કન્ટેન્ટ પ્રકાશિત કરવા માટે એક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.

Khushbu is the Deputy Editor at YourStory Gujarati. You can reach her at khushbu@yourstory.com

Related Stories

Stories by Khushbu Majithia