સરસવના ખેતરોમાં ગોલ્ફ રમતો વિશ્વ ચેમ્પિયન

0

બે અઠવાડીયામાં બે ગોલ્ફ ટાઈટલ. શુભમ જગલાન ભારતીય ગોલ્ફ જગતમાં ઉભરતો કિશોર. હરિયાણાના ખેતરોથી દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત ગોલ્ફ ફોર્સ સુધીની સફરની કહાની અત્યંત રોમાંચક અને પ્રેરણાસ્પદ છે.

17 જૂલાઈ, 2015ના રોજ વૈક રેસોર્ટ ફાઉન્ટેન કોર્સ, કેલિફોર્નિયામાં પ્રતિષ્ઠિત આઈ.એમ.જી (IMG, International Management Group) એકેડેમી જૂનિયર વિશ્વ ગોલ્ફ ઈવેન્ટ ચેમ્પિયનશીપ જીતી, જ્યાં ગત્ત વર્ષે તે બીજા નંબર પર રહ્યો હતો, અને 23 જૂલાઈ 2015ના રોજ તેણે ફરી લાસ વેગાસમાં જૂનિયર ગોલ્ફ આઈ.જે.જી.એ (IJGA, International Junior Golf Academy)વર્લ્ડ સ્ટાર કોમ્પિટીશન જીતી આ વર્ષનું બીજુ ટાઈટલ જીત્યું.

હવે ભૂતકાળમાં જઈએ તો શુભમનો જન્મ 1 જૂલાઈ, 2005ના રોજ હરિયાણાના ઈસરાના (જિલ્લો પાનીપત)નામના ગામમાં થયો હતો. તે પહેલવાનોના પરિવારથી આવે છે, જો કે તેના પિતા દૂધનો વ્યવસાય કરે છે.

શુભમનું ગોલ્ફ જેવી રમતમાં આવવું એ ભાગ્યનો ચમત્કાર જ કહી શકાય. ઈસરાના ગામના એક NRI કપૂર સિંહે પોતાના ગામમાં ગોલ્ફિંગ રેંજ તૈયાર કરવાનો નિર્ણય કર્યો. જે કોઈ કારણથી તૈયાર ન થઇ શક્યું પરંતુ વિદેશ પરત ફરતા પહેલાં તેમણે ગોલ્ફ કિટ શુભમના પિતાજીને આપી, જે તેઓ વિદેશથી પોતાની સાથે જ લાવ્યા હતાં.

તે સમયે 5 વર્ષનો શુભમ ગોલ્ફ ક્લબ ઉઠાવી દિવસભર ગોલ્ફ બોલને આસપાસના સરસવના ખેતરોમાં આમ તેમ ઉછાળતો રહેતો. જોકે આજે શુભમ પોતાની સફળતાનો શ્રેય પોતાના દાદાને આપે છે. જેમણે સતત તેને પ્રોત્સાહિત કર્યો. શુભમે ઈન્ટરનેટ પર ગોલ્ફ સંબંધી શૈક્ષણિક વીડિયો જોઈ જોઇને તેની ઝીણવટભરી માહિતી અને શિક્ષણ મેળવ્યું.

શુભમની પ્રતિભાને પારખી મધુબન ગોલ્ફ કોર્સે તેને ત્યાં અભ્યાસ માટેની વિશેષ મંજૂરી આપી. ગોલ્ફ ફાઉન્ડેશન માટે નવી પ્રતિભાઓને શોધનારા ગોલ્ફ કોચ અને ભૂતપૂર્વ ભારતીય ગોલ્ફર નોનિતા લાલ કુરૈશીએ શુભમની પ્રતિભાને તરત પારખી લીધી.

શુભમ હવે દિલ્હીમાં રહી એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ અને અર્જુન એવોર્ડ વિજેતા અમિત લૂથરા સાથે ગોલ્ફને વધુ નજીકથી અને બારીકાઈથી શીખી રહ્યો છે. અમિત લૂથરા ગોલ્ફ ફાઉન્ડેશનના સંસ્થાપક પણ છે. આ તે જ સ્થળ છે જ્યાં શુભમની નૈસર્ગિક પ્રતિભા વધારે નીખરી અને આ ચમત્કારી બાળક વિશ્વ સ્તરનો ગોલ્ફર બની ગયો.

ગોલ્ફનો આ દમદાર ખેલાડી અત્યાર સુધીમાં દેશ વિદેશની 100 ગોલ્ફ સ્પર્ધાઓ જીતી ચૂક્યો છે. શુભમના કરિયરમાં કરિયરમાં વણાંક ત્યારે આવ્યો વર્ષ 2013માં. ટેલરમેડ આદિદાસ વિશ્વ જૂનિયર ગોલ્ફ પ્રતિયોગિતા જીત્યા બાદ, જેમાં પહેલી બે વખત તે બીજા નંબર પર રહ્યો.

વર્ષ 2013માં જ તેને એનડીટીવીએ ઉદયમાન ખેલાડી એવોર્ડથી તેને સન્માનિત કર્યો અને તે જ વર્ષે તેને માર્ગદર્શન પુરસ્કાર પણ પ્રાપ્ત થયો.

સાવ ગુમનામ સરસવના ગુમનામ ખેતરોથી નિકળીને દુનિયાના સૌથી શાનદાર ગોલ્ફ કોર્સીસ સુધી પહોંચઅને કામચલાઉ ગોલ્ફ પ્રશિક્ષણ કેન્દ્રોથી વિશ્વ સ્તરીય પ્રશિક્ષણ કેન્દ્રો સુધી, આ ભારતીય ગોલ્ફ પ્રતિભાએ લાંબી સફર કાપી છે. આ નસીબદાર બાળકને જગપાલ જગલાન જેવા પિતા મળ્યા કે જે હંમેશા તેની સાથે સફર કરે છે, અને કૈડી (ખેલાડીના ગોલ્ફ ક્લબને લઈને સાથે ચાલનાર) પણ છે.

ગોલ્ફની પ્રમુખ વેબસાઈટ ‘ગોલ્ફિંગ ઈન્ડિયા’ સાથેની વાતચીતમાં શુભમે જણાવ્યું કે તેનું લક્ષ્ય દુનિયાના મહાન અમેરિકી ગોલ્ફર જૈક નિક્લાઉસ જેવી સિદ્ધિઓ હાંસલ કરવાનું છે. દુનિયાભરની મહત્વપૂર્ણ ગોલ્ફ ટુર્નામેન્ટસ જૈક નિક્લાઉસ 18 વખત જીતનાર ગોલ્ફર છે અને તેને દુનિયાના સર્વકાલીન મહાનતમ ગોલ્ફર પણ માનવામાં આવે છે.

હાલ શુભમ દિલ્હીની લક્ષ્મણ પબ્લિક સ્કૂલના ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે.

Khushbu is the Deputy Editor at YourStory Gujarati. You can reach her at khushbu@yourstory.com

Related Stories

Stories by Khushbu Majithia