એપ સ્ટોરમાં તમારા ગ્રાહકોના રિવ્યૂ શા માટે મહત્ત્વપૂર્ણ છે?

રિવ્યૂ ગ્રાહકોને તમારી એપનો પ્રાથમિક પરિચય આપે છે અને સાથે જ તે ગ્રાહકને આકર્ષવાનું પ્રથમ પગલું છે

એપ સ્ટોરમાં તમારા ગ્રાહકોના રિવ્યૂ શા માટે મહત્ત્વપૂર્ણ છે?

Friday April 15, 2016,

3 min Read

અત્યારે દરરોજ ઘણી મોબાઈલ એપ્સ બજારમાં આવી રહી છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે તેના રિવ્યૂને નજરઅંદાજ કરવામાં આવે છે. હકીકતમાં રિવ્યૂ તમારી મોબાઇલ એપની સફળતા માટે મહત્ત્વપૂર્ણ પરિબળ છે. યાહૂ એડવર્ટાઇઝિંગે તાજેતરમાં જાહેર કર્યું છે કે જ્યારે કોઈ યુઝર એપ સ્ટોરમાં સર્ચ કરે છે, ત્યારે કિંમતની સાથે રિવ્યૂઝ/રેટિંગ્સ મહત્ત્વપૂર્ણ પરિબળ બની જાય છે.

ગૂગલના સર્ચ અને ડિસ્કવરીના ભૂતપૂર્વ હેડ અંકિત જૈને કહ્યું,

“ગૂગલ પ્લે પર અમારા માટે રિવ્યૂઝ અને રેટિંગ્સ ઘણાં મજબૂત સિગ્નલ છે.”

અહીં તમને રિવ્યૂ અંગે કેટલાંક ઉપયોગી સૂચનો આપવામાં આવ્યાં છે.

image


ગૂગલ પ્લે પર રિવ્યૂના જવાબ આપો

ગૂગલ પ્લેના 97 ટકા રિવ્યૂ પર જવાબ મળતા નથી. પણ તમે ઇમેઇલ મારફતે દરેક સપોર્ટ રિક્વેસ્ટનો જવાબ આપવા પ્રયાસ કરી શકો છો. ડેવલપર્સે પબ્લિક કમેન્ટ પર શા માટે જવાબ ન આપવો જોઈએ?

મોટા ભાગની એપ પર ડેવલપર્સ કમેન્ટ કે રિવ્યૂના જવાબ આપતા નથી. તમે આ રીતે જવાબ આપીને વિશિષ્ટ ઓળખ ઊભી કરી શકો છો.

વળી ડેવલપર્સ રિવ્યૂ પર ધ્યાન આપે છે તેવું જાણીને અન્ય લોકો પણ ઘણી વખત ઉપયોગી રિવ્યૂ આપી શકે છે અને તેમાંથી તમને કશું નવું કરવા માટે પ્રેરણા મળી શકે છે. મોટી સંખ્યામાં રિવ્યૂ મળવાથી તમે ચાર્ટ અને સર્ચમાં ટોચ પર પહોંચી શકો છો.

સાથે સાથે જવાબ આપીને તમે નારાજ યુઝરને તમારો કાયમી પ્રશંસક બનાવી શકો છો.

રિવ્યૂ અને ફીડબેક માગો

મારી પોતાની એક એપ 2.3 મિલિયન વખત ડાઉનલોડ થઈ છે. મેં રિવ્યૂ વર્કફ્લો પ્રસ્તુત કર્યો હતો.

રિવ્યૂ વર્કફ્લોમાં તમે યુઝર પાસેથી એપ વિશેનો અભિપ્રાય માંગો છો. જો તેમને એપ ગમશે તો તમે રિવ્યૂ આપવાનું કહો છો, નહીં તો ફીડબેક માગો છો.

તે એપમાં આવી રીતે દેખાય છે.

image


તમે નીચે પરિણામ જોઈ શકો છે, 5-સ્ટાર રેટિંગ સાથે રિવ્યૂના વોલ્યુમમાં 5 ગણો વધારો થયો છે.

જવાબ આપવાનો સમય મહત્ત્વપૂર્ણ છે. મારી એપ માટે એક યુઝરે જ વર્કઆઉટ પૂર્ણ કર્યું હતું. તેમને એપમાંથી વેલ્યુ શોધી હતી અને કામગીરી પૂર્ણ કરીહતી, જેમાં મને ફાયદો થયો હતો.

image


તો તમારી એપ સુધારવા રિવ્યૂને પ્રોત્સાહન આપો અને યુઝર્સ પાસેથી ફીડબેક મેળવો.

‘WOW’ મોમેન્ટ શોધો

સફળ એપ ‘wow’ મોમેન્ટ ધરાવે છે. તેમાં કોઈ યુઝરને તમારી એપ રોમાંચક લાગે છે અને તેઓ તેમના મિત્રોને આ એપ વિશે જણાવવા આતુર થઈ જાય છે.

યુઝરને તમારી એપ ઉપયોગિતાની દ્રષ્ટિએ, ડિઝાઇનની દ્રષ્ટિએ જેવા પરિબળોને કારણે પસંદ પડી હોય તેવું બની શકે છે.

કેટલીક ‘wow’ મોમેન્ટ આયોજિત હોય છે, અન્ય સંપૂર્ણપણે આકસ્મિક હોય છે. તે તમને બજારમાં વિશિષ્ટ બનાવે છે.

ફીડબેક અને સમસ્યા માટે રિવ્યૂનું વિશ્લેષણ

મોબાઇલ એપ રિવ્યૂ તમારી એપ વિશે યુઝર્સ શું માને છે તેની માહિતી આપે છે. તેમાં રિક્વેસ્ટ, બગ રિપોર્ટ અને જનરલ ફીડબેક જેવા ફીચર્સ હોય છે.

તમારે ગૂગલ ડોકમાં બધી બાબતો ટપકાવો અને તમારી એપની આગામી અપડેટમાં આગામી કઈ મોટી બગ કે રિક્વેસ્ટને પ્રાથમિકતા આપવાની જરૂર છે એ શોધો.

તમારી એપના રિવ્યૂ મૂકો

સફળ એપ ડેવલપર્સ એપ રિવ્યૂનું મહત્ત્વ સમજે છે. તેઓ ગૂગલ પ્લે રિવ્યૂઝના જવાબ આપે છે, એપની કામગીરી સુધારવા તત્પર રહે છે અને પછી રિવ્યૂઝ સુધારી રેન્કિંગ સુધારવા પ્રયાસ કરે છે.

તો તમારી એપના રિવ્યૂઝને સમજો અને તેને અનુરૂપ કામગીરી કરો. પછી જુઓ તમારી એપનું રેન્કિંગ ફાઇવ સ્ટાર થાય છે કે નહીં!

(અસ્વીકરણ: આ લેખમાં વ્યક્ત થયેલા અભિપ્રાયો સંપૂર્ણપણે લેખકના છે અને યોરસ્ટોરીનો મત હોય એ જરૂર નથી.)

લેખકઃ સ્ટુઅર્ટ હોલ

સ્ટુઅર્ટ એપ સ્ટોરની શરૂઆત થઈ ત્યારથી ડેવલપર, બ્લોગર અને ઉદ્યોગસાહસિક તરીકે મોબાઇલની દુનિયા સાથે જોડાયેલા છે. એક રાતમાં તેમણે 7 મિનિટ વર્કઆઉટ એપ તૈયાર કરી હતી, પછી એપની વિકાસગાથા પર બ્લોગમાં લખ્યું હતું. તેઓ અગાઉ એક મ્યુઝિકએપના સહસ્થાપક હતા. અત્યારે તેઓ એપબોટના સહસ્થાપક અને ચીફ બોટ છે. 

અનુવાદઃ કેયૂર કોટક