કેમેરા દ્વારા ભાવવિશ્વને ઉજાગર કરવામાં લીન બની ગઈ છે લીના

કેમેરા દ્વારા ભાવવિશ્વને ઉજાગર કરવામાં લીન બની ગઈ છે લીના

Monday December 28, 2015,

5 min Read

લીના કેજરીવાલ સિનેમેટોગ્રાફર અને જાણીતા કલાકાર છે. તેમની સિનેમેટોગ્રાફી કોલકાતા, દિલ્હી, તેહરાન, બર્લિન અને વેઈમર જેવા દુનિયાના અનેક શહેરોમાં જાણીતી થઈ રહી છે. તેમના ફોટોગ્રાફસ શહેરોની સામાજિક, રાજકિય અને આર્થિક સંરચનાને કેન્દ્રિત કરે છે.

image


યુવતીઓ સાથે સંબંધિત અનેક મુદ્દે તે કામ કરે છે, અન્ય બિનસરકારી સંસ્થાઓ સાથે પણ લીના જોડાયેલી છે. તેમણે અનેક પ્રદર્શનો પણ યોજ્યા છે અને પોતાના ફોટોગ્રાફસની મદદથી પુસ્તકોના કવરપેજ બનાવીને પુસ્તકોને પણ જીવંત કરી દીધા છે.

કોલકાતા એક એવું શહેર છે જે લીનાની લાગણીઓ સાથે જોડાયેલું છે. લીનાએ આ શહેર અને તેની આભાને પોતાના કેમેરામાં કેદ કરી લીધા છે.

સ્ટાર હોટેલથી માંડીને પુસ્તકના કવર પેજ, લીનાની કલાજગતમાં ઉપસ્થિતિનો અનુભવ કરાવે છે. તેમણે કેટલાક મહત્વના કારણો માટે પોતાના કામ સાથે અખતરા કર્યા છે અને મહત્વના સામાજિક સંદેશા આપવા કલાનો ઉપયોગ કર્યો છે.

હર સ્ટોરીએ લીના કેજરીવાલ સાથે તેમના કામ ખાસ કરીને તેમની વર્તમાન યોજના M.I.S.S.I.N.G. (મિસિંગ) વિશે વાત કરી. અહીંયા આ વાતચીતના કેટલાક અંશો રજૂ કર્યા છેઃ

હરસ્ટોરીઃ તમે તમારી યોજનાઓ વિશે જણાવો અને તેના દ્વારા શું કરવાની યોજના છે?

લીનાઃ M.I.S.S.I.N.G. (મિસિંગ) દુનિયામાંથી ગાયબ થઈ જનારી લાખો છોકરીઓના વિષયને ઉજાગર કરતી એક સાર્વજનિક કલા પરિયોજના છે. આ અભિયાન સેક્સના ગેરકાયદે વેપાર મુદ્દે અને આ વેપારમાં ક્યાંય હોમાઈ જતી લાખો છોકરીઓ પર કલા દ્વારા જાગૃતિ લાવવાનું કામ કરે છે.

ગેરકાયદે દેહવ્યાપારના આકંડા ચોંકવાનારા છે અને જાતીય શોષણમાં હોમાઈ જતી છોકરીઓની સરેરાશ ઉંમર 9 થી 12 હોય છે. આ મુદ્દો આપણા જાતિ આધારિત આંકડાને મોટાપાયે પ્રભાવિત કરે છે અને આપણે કલ્પના પણ નથી કરી શકતા કે આ સ્થિતિ આપણી ભાવિ પેઢીને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે.

image


આ કામ જીવંત ફાઈબરગ્લાસથી બનેલી સંરચનાઓ સાથે જોડાયેલું છે, જે શહેરની ઉંચી ઈમારતો પર લગાવવામાં આવે છે. આ ખોવાયેલી છોકરીઓના ફોટોગ્રાફ હોય છે અને તેને જ્યારે ઉંચી ઈમારતો પર લગાવવામાં આવે છે ત્યારે તે કટઆઉટ જેવા દેખાય છે. આ માત્ર યુવતીઓની છાયાઆકૃતિ હોય છે, જે એક વખત ખુલ્લા આકાશ નીચે લગાવવામાં આવે છે ત્યારે માનવદેહ બને છે. તે ખૂબ જ વિસ્તૃત છે. તે એવા બ્લેકહોલ્સથી બને છે જેમ આ ધરતી પરથી લાખો છોકરીઓ ગાયબ થઈ જાય છે.

"અમે આ પ્રકારના છાયાચિત્રો લગભગ 8-10 શહેરોમાં લગાવ્યા છે. એક મોબાઈલ એપના માધ્યમથી અમે આ કામ કરીએ છીએ. આ એપ તમને એક વાસ્તવિક એનિમેશન પર લાવે છે, જે છોકરીઓ વિશે તમને માહિતી આપે છે. આખરે સ્ક્રીન તમને એક વર્તમાન અપીલની યાદી સૂચવે છે જેના પર હસ્તાક્ષર કરીને તમે કાયદાને મજબૂત કરવામાં જોડાઈ શકો છો. તે ઉપરાંત તમે આસપાસની સંસ્થાઓની યાદી પણ જોઈ શકો છો, કોઈપણ પ્રકારની મદદ માટે તેમનો સંપર્ક પણ કરી શકો છો. તેની સાથે સાથે આ મુદ્દા સાથે જોડાયેલા જાગૃતિ કાર્યક્રમોમાં મદદ કરવા માટેની અન્ય લિંક પણ જોડાયેલી છે."

આ અભિયાનની શરૂઆત ભારત કલા મેળામાંથી થઇ હતી અને આ અભિયાન અંગે લોકોની અત્યાર સુધીની પ્રતિક્રિયા ખૂબ જ સારી છે. આ એક સાર્વજનિક કલા અને જાગૃતિનું અભિયાન છે તેથી તેમણે શરૂઆતથી જ તેના આર્થિક ભંડોળ માટે ક્રાઉડફંડિગને માધ્યમ બનાવ્યું છે. આ મુદ્દાની આવશ્યકતા જોતા લાગી રહ્યું છે કે આગામી સમયમાં તે એક આંદોલન બની જશે.

image


હરસ્ટોરીઃ તમારા શરૂઆતના વર્ષો વિશે જણાવો અને એવું શું હતું જેણે તમને સિનેમેટોગ્રાફીની દિશામાં જવા પ્રેરિત કર્યા?

લીનાઃ હું કોલકાતાના એક પારંપરિક મારવાડી પરિવારમાંથી આવું છું. મેં મારા શરૂઆતના વર્ષો જયપુરની એક બોર્ડિંગ સ્કૂલ મહારાની ગાયત્રી દેવી ગર્લ્સ પબ્લિક સ્કૂલમાં પસાર કર્યા હતા. આ જીવન ખૂબ જ બેદરકારીભર્યું અને ગેરમહત્વાકાંક્ષી હતું. ત્યાર પછી મેં સ્નાતકનો અભ્યાસ કર્યો. ત્યારબાદ મારા લગ્ન સુધી ત્રણ વર્ષનો અંતરાલ પડ્યો. ઈશ્વરે આ વર્ષો આપ્યા તે બદલ હું તેમની આભારી છું, જ્યારે મેં સિનેમેટોગ્રાફી અને જાહેરાતનો એક પાયાગત ડિપ્લોમા કોર્સ કર્યો અને એ પણ કોઈ ઈરાદા વગર.

મારા લગ્ન પણ અમારા જેવા જ પારંપરિક પરિવારમાં થયા હતા. મને લાગે છે કે આ વર્ષોમાં બોર્ડિંગમાં મારી બેદરકારીભરી જીવનશૈલી અને કઠોર પરિવારીક માળખાએ મારી રચનાત્મકતાના ઉદ્ભવની જવાબદારી લીધી. હું વિચારતી હતી કે આ એક એવો ફુગ્ગો છે જેની ઉપર કે નીચે પ્રહાર કરવો જ પડશે.

લગ્નના પાંચ વર્ષમાં જ હું બે સંતાનોની માતા બની ગઈ. તેઓ જ્યારે નાના હતા ત્યારે મને શહેરમાં એક સારા ફિલ્મ સ્ટૂડિયોને અછત લાગતી હતી. મેં મારી બચતની રકમમાંથી ઘરમાં જ એક પાયાગત સ્ટૂડિયોની સ્થાપના કરી. ત્યારપછી મેં ક્યારેય પાછુ વાળીને જોયું નથી. મેં પસંદગીના ગ્રાહકો સાથે ફોટોગ્રાફી અને તેની રજૂઆતના પ્રોફેશનલ જીવનની શરૂઆત કરી.

પોતાના આ નાનકડા સ્ટૂડિયોની સ્થાપનાના કેટલાક વર્ષ પહેલાં મને એક હિન્દી પુસ્તકનું કવર પેજ બનાવવાનું કહેવામાં આવ્યું હતું. અલકા સરાવગી દ્વારા લિખિત પુસ્તક ‘કાલીકથા વાયા બાયપાસ’ને તે વર્ષે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. શહેરના સુસ્ત ઈતિહાસને રજૂ કરતા આ પુસ્તકના કવર પેજને અદભૂત સ્વીકાર થયો અને પ્રશંસા પણ થઈ જે હૃદયસ્પર્શી હતું.

હરસ્ટોરીઃ કઈ બાબતે તમને ફોટોગ્રાફી તરફ આકર્ષિત કર્યા?

લીનાઃ હું હંમેશા કલાની શોખીન રહી છું. કોલેજ બાદ ઘરે ચિત્રકાળા પણ શીખતી હતી. હું મારા મોટાભાઈને તેમના કેમેરા સાથે જોતી હતી, પણ તેને સ્પર્શવાનો કે ઉપયોગ કરવાનો તો પ્રશ્ન જ નહોતો ઉભો થતો. આ દરમિયાન મારો નાના ભાઈ એક સ્કૂલ પ્રવાસમાંથી કેમેરા સાથે પરત આવ્યો ત્યારે મને એમ થયું કે જો આ કરી શકે તો હું કેમ નહીં? મેં તેની પાસેથી કેમેરા અંગે મૂળભૂત બાબતો શીખી.

હરસ્ટોરીઃ ફોટોગ્રાફી દ્વારા કેવી રીતે તમારા વ્યક્તિત્વનો વિસ્તાર થાય છે?

લીનાઃ હું જ્યારે પહેલી વખત રેડલાઈટ એરિયામાં ગઈ ત્યારે ત્યાંની સ્થિતિ જોઈને હું અભિભૂત થઈ ગઈ. મારો કેમેરા સ્વાભાવિક રીતે જ મારો વિસ્તાર કરવા લાગ્યો. જ્યારેથી મેં મારા ભાવવિશ્વની શોધ શરૂ કરી ત્યારથી મારો કેમેરો મારી કલાત્મક અભિવ્યક્તિનું એક સાધન બની ગયો. મેં જે વિશ્વ જોયું, જેના રંગો પકડ્યા અને તેનું વિવરણ કર્યું તે તમામ કામગીરીમાં મારા કેમેરાએ જ મારો સાથ આપ્યો છે. હું જે ઈચ્છું તેને પૂરું કરવા તે સતત મારી સાથે રહેતો.

મારા અભિયાન M.I.S.S.I.N.G. માટે પણ મેં એક છોકરીની મદદથી છાયા આકૃતિ તૈયાર કરી.

હરસ્ટોરીઃ આજ સુધીમાં તમને ક્યારે સૌથી મોટા પડકારનો સામનો કરવો પડ્યો છે અને તમને તેને કેવી રીતે પાર પાડ્યો છે?

લીનાઃ મારી સામે આવેલો સૌથી મોટો પડકાર અચાનક બહારથી આવીને કલાની દુનિયામાં પ્રવેશ કરવાનો જ હતો. યોગ્ય પગલાં ભરતા અને તાલમાલ સાધીને મેં કલાની દુનિયાની અંદર અને બહાર પ્રગતિ કરી છે.

હરસ્ટોરીઃ તમને શેનાથી પ્રેરણા મળે છે?

લીનાઃ કંઈક નવું સર્જન કરવાની ખુશી. એક નવી વાત, એક નવા માધ્યમ દ્વારા પ્રયોગ, આ બધું રોમાંચક દુનિયા જેવું હોય છે.


લેખક – પ્રકાશ ભુષણ સિંહ

અનુવાદક – મેઘા નિલય શાહ