વાસણ ઘસવાના સ્ક્રબથી જ્વેલરી બનાવી આંચલ પહોંચી ન્યૂયોર્ક ફેશન વીક સુધી...

કચરા જેવી લાગતી વસ્તુઓમાંથી આંચલ આકર્ષક જ્વેલરી બનાવે છે!  

વાસણ ઘસવાના સ્ક્રબથી જ્વેલરી બનાવી આંચલ પહોંચી ન્યૂયોર્ક ફેશન વીક સુધી...

Monday May 01, 2017,

3 min Read

કંઇક અલગ કરવાની જિદ્દમાં આંચલે જ્વેલરીને એક નવા અવતારના રૂપમાં રજૂ કરવાનું નક્કી કરી લીધું. અને મક્કમ નિર્ણય કરી એવું તે કામ કર્યું કે ન્યૂયોર્ક ફેશન વીકમાં તેમની જ્વેલરી પર હર કોઈ ફિદા થઇ ઉઠ્યું. ન્યૂયોર્ક ફેશન વીકમાં ધમાલ મચાવી ચૂકી આંચલ સુખીજાની જ્વેલરી ડીઝાઈનમાં કંઈ હીરા-મોતી નથી જડેલા કે નહીં કે સોનુ-ચાંદી, પણ તેમણે જ્વેલરી બનાવવામાં જે વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તે એવી વસ્તુઓ છે જેને આપણે નક્કામી કે કચરો સમજીને ફેંકી દઈએ છીએ.

પોતાના જીવનને એક રંગમંચ માનતી આંચલ કહે છે,

"દરેક મનુષ્ય પોતાના જીવનનો અભિનેતા છે કારણ કે તેણે જીવનમાં ઘણાં રોલ ભજવવાના હોય છે."
image


આ અંગે વધુમાં તે કહે છે,

"કચરો આપણા જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે. આપણે દર રોજ કોઈ ને કોઈ કામ બાદ નક્કામી વસ્તુઓ નીકાળતા રહીએ છીએ. જેમ કે, પૂજાઘરમાં ખાલી થઇ ચૂકેલું માચિસનું ખોખું, અસાઇનમેન્ટ લખ્યા બાદ ખાલી થઇ ચૂકેલી પેન, નવો ડીનર સેટ લઇ લીધા બાદ જૂના થઇ ચૂકેલા વાસણ અને બીજું ઘણું બધું. એ બધાને આપણે કચરાપેટીમાં નાખી દઈએ છીએ અથવા તો બિનઉપયોગી માની લઈએ છીએ. પણ જરા વિચારો, આ જ બધા કચરાથી કોઈ સુંદર જ્વેલરી બનાવી દઈએ અને તે એટલી ખૂબસુરત હોય કે ન્યૂયોર્ક ફેશન વીક જેવી મોટી ઇવેન્ટમાં તેનો ઉપયોગ થાય અને મોટી-મોટી મોડલ્સ પણ તેને પહેરીને ખુશ થાય." 

કંઇક અલગ કરવાની જિદ્દમાં આંચલે જ્વેલરીને એક નવા અવતારના રૂપમાં રજૂ કરવાનું નક્કી કરી લીધું. અને મક્કમ નિર્ણય કરી એવું તે કામ કર્યું કે ન્યૂયોર્ક ફેશન વીકમાં તેમની જ્વેલરી પર હર કોઈ ફિદા થઇ ઉઠ્યું. ન્યૂયોર્ક ફેશન વીકમાં ધમાલ મચાવી ચૂકી આંચલ સુખીજાની જ્વેલરી ડીઝાઈનમાં કંઈ હીરા-મોતી નથી જડેલા કે નહીં કે સોનુ-ચાંદી, પણ તેમણે જ્વેલરી બનાવવામાં જે વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તે એવી વસ્તુઓ છે જેને આપણે નક્કામી કે કચરો સમજીને ફેંકી દઈએ છીએ. પણ આંચલે વાસણ ઘસવાનું સ્ક્રબ, એસીનું ફિલ્ટર, વીજળી ફીટીંગવાળો પાઈપ, માચિસના ખોખા જેવી વસ્તુઓને ક્યારેય નક્કામી નથી જવા દીધી. 

આંચલે પોતાની ડિઝાઈનર મિત્ર વૈશાલીને જ્યારે પહેલી વખત આ પ્રકારની જ્વેલરી બતાવી ત્યારે તેને પણ ઘણી પસંદ પડી. પછી તો વૈશાલીની સલાહ પર આંચલે પોતાના આ જ્વેલરીના નવા પ્રયોગને ન્યૂયોર્ક ફેશન વીક સુધી પહોંચાડી દીધો. આંચલના કહેવા પ્રમાણે, 

"મને વિશ્વાસ જ નહતો થતો કે ફેશનના આટલા મોટા પ્લેટફોર્મ પર જ્વેલરી માટે મારી આટલી પ્રસંશા થશે. આપણે સુંદરતા અને આકર્ષણની પાછળ ભાગતા રહીએ છીએ. આપણે વિચારીએ છીએ કે સારા દેખાવા માટે જ્યાં સુધી ડાયમંડ, પ્લેટીનમ નહીં પહેરીએ ત્યાં સુધી આપણે લોકોને આકર્ષિત નહીં કરી શકીએ. આજ વિચારસરણી આપણે કપડાંને લઈને પણ રાખીએ છીએ. જયારે કે ખરેખર વાત છે માત્ર આત્મવિશ્વાસ અને મોટા સપનાઓની."
image


સપના જુઓ અને તેને પૂરા કરો

આંચલ કહે છે,

"જ્યાં સુધી આપણે સપના નહીં જોઈએ ત્યાં સુધી જિંદગીની શરૂઆત જ નહીં થાય. સપના જોવા ખૂબ જરૂરી છે, પછી તે પૂરા થાય કે ના થાય એ પછીની વાત છે. પણ તમારા સપનાઓ સાથે રેસ ચોક્કસપણે લગાવતા રહો. પણ મને બિલકુલ અંદાજ નહતો કે સ્ક્રબ જેવી વસ્તુને પણ એક સુંદર જ્વેલરીનું રૂપ આપવામાં આવે તો લોકો તેને આટલી પસંદ કરશે. મારી દરેક જ્વેલરીમાં એ ચેલેન્જ રહે છે કે કચરામાંથી હું શું બનાવી શકું. સોના-ચાંદી, હીરા-પ્લેટીનમમાંથી તો જ્વેલરી ડીઝાઈન કરવી સરળ છે. પરંતુ પડકાર તો એ છે કે જ્યારે તમે કચરાને પણ આકર્ષક બનાવી શકો. આ એજ કચરો અને નક્કામી વસ્તુઓ હોય છે જેને આપણે ગમે ત્યાં ફેંકી દઈએ છીએ અને જેના કારણે પર્યાવરણને પણ નુકસાન પહોંચે છે." 

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો [email protected] પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...