IIT દિલ્હીમાં છેલ્લેથી ત્રીજા નંબરે આવનાર વિદ્યાર્થી, આજે છે ફોટોગ્રાફીનો 'ક્ષિતિજ', પુસ્તકીયા જ્ઞાન કરતાં પ્રતિભાને મહત્વ!

IIT દિલ્હીમાં છેલ્લેથી ત્રીજા નંબરે આવનાર વિદ્યાર્થી, આજે છે ફોટોગ્રાફીનો 'ક્ષિતિજ', પુસ્તકીયા જ્ઞાન કરતાં પ્રતિભાને મહત્વ!

Wednesday October 21, 2015,

5 min Read

ક્ષિતિજ મારવાહ, જેમના જીવનની સફર અને સ્વભાવ ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’ સાથે કંઇક અંશે મળતો આવે છે. તેમની સ્ટોરી પુસ્તકિયા જ્ઞાન કરતા કંઇક અલગ વિચારો અને પ્રતિભાઓ સાથે મેળ ખાતી સફળતાની છે. ક્ષિતિજ પારંપરિક શિક્ષણ અને કરિયરથી કંઇક અલગ વૈકલ્પિક રસ્તા પર ચાલનાર વ્યક્તિ છે. તેઓ IITમાંથી એન્જિનિયરિંગ તો કરી ચૂક્યા છે, પરંતુ ફોટોગ્રાફી સાથે પહેલેથી તેમનો કંઇક અલગ જ લગાવ રહ્યો છે. IITના એક એવરેજ વિદ્યાર્થીથી લઇને એમ.આઈ.ટી. મીડિયા ઇન્ડિયા ઇનિશિએટિવના હેડ સુધી પહોંચવા સુધીની તેમની સફર ઘણી પ્રેરણાદાયક રહી છે.

image


ફિલ્મ થ્રી ઇડિયટ્સના ફરહાન કુરેશી (આર.માધવન)ની જેમ ક્ષિતિજે પણ ફોટોગ્રાફીને આપ્યું મહત્વ!

ફિલ્મી થ્રી ઇડિયટ્સમાં આમિર ખાન આઈઆઇટી જેવી જ એક સર્વોચ્ચ એન્જિનિયરિંગ કોલેજમાંથી કોઇ અન્ય વ્યક્તિના નામ પર ડિગ્રી લે છે, પરંતુ પોતે તે ડિગ્રી વગર વિજ્ઞાન પ્રત્યે પોતાના લગાવના કારણે ખૂબ જ પ્રખ્યાત વૈજ્ઞાનિક બની જાય છે. આ ફિલ્મ એ જ સંદેશ આપે છે કે આપણી શિક્ષણવ્યવસ્થા માત્રને માત્ર પુસ્તકીયા જ્ઞાનને મહત્વ આપે છે. જો વ્યક્તિ પોતાનામાં રહેલી પ્રતિભાને મહત્વ આપે તો તેને તે દિશામાં સફળતા ચોક્કસ મળે છે. ક્ષિતિજ મારવાહની સ્ટોરી પણ ફિલ્મ થ્રી ઇડિયટ્સના આર. માધવન સાથે ઘણે અંશે મળતી આવે છે.

image


ક્ષિતિજનો પ્રથમ પ્રેમ ફોટોગ્રાફી હોવાથી તેઓ એન્જિનિયર બન્યા પછી પણ ફોટોગ્રાફીની દુનિયામાં કરિયર બનાવવા નીકળી પડ્યા. તેઓ આજકલ એમ.આઇ.ટી. મીડિયા લેબના એસોસિએટ પ્રોફેસર રમેશ રસકરની સાથે કેમેરા કલ્ચર ગ્રૂપમાં કામ કરી રહ્યાં છે, જેઓ ટેક્નિક અને કળાનો અનોખો મેળાપ કરીને ફોટોગ્રાફીમાં ખૂબજ સરસ સિંગલ શોટ 3 ડી હાઇ રિઝોલ્યુશન ફોટોગ્રાફ તૈયાર કરવા માગે છે.

તેઓ જણાવે છે, ફોટોગ્રાફીની આ નવી ટેક્નિકને સ્પોન્સર કરાવવા અમેરિકાની સિલિકોન વેલીમાં ઘણી કંપનીઓ તૈયાર હતી, પરંતુ તેઓ આ નવા પ્રયોગની સફળતા ભારતમાં જ જોવા માંગતા હતા અને એક દાખલો બેસાડવા માગતા હતાં જેના માટે તેમને બે ગણો વધારે ખર્ચ અને વધુ મહેનત કરવી પડી.

IITમાં છેલ્લેથી ત્રીજા નંબરે!

ક્ષિતિજ મારવાહ પોતે જ કહે છે કે તેઓ કોલેજમાં એક સાધારણ વિદ્યાર્થી હતાં. IIT દિલ્હીમાં જ્યારે તેમનું રિઝલ્ટ આવ્યું તો તેઓ નીચેથી ત્રીજા નંબર પર હતાં, પરંતુ ભણવામાં નબળા ન હતાં. કારણ કે તેમને પુસ્તકિયા જ્ઞાનમાં રસ નહોતો, તેઓ કંઇક અલગ કરવા માંગતા હતાં. ક્ષિતિજના જણાવ્યા પ્રમાણે રીઝલ્ટ વખતે તેમણે તેમના પિતાને કહ્યું હતું કે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે લિસ્ટ મૂકવામાં આવ્યું છે માટે તેમનો નંબર છેલ્લેથી ત્રીજો છે, તેમના પિતાજી આજે પણ આ વાતને સાચી માની રહ્યાં છે, પરંતુ તે પોતના દિકરાની સફળતા પર ગર્વ અનુભવી રહ્યાં છે.

ભણતરને નહીં, પ્રતિભાને આપ્યું મહત્વ

ક્ષિતિજે પોતાના દિલની વાત સાંભળીને આગળનો રસ્તો પોતાની શરતો પર નક્કી કર્યો. IITમાં એન્જિનિરિંગના કોર્સ દરમિયાન ક્ષિતિજને હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં એક પ્રોજેક્ટ કરવાનો ચાન્સ મળ્યો, બસ અહીંથી તેમની જિંદગીએ એક અલગ જ વળાંક લીધો. હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં તેમને ડૉક્ટર્સ સાથે મળીને કામ કરવાનું હતું. ક્ષિતિજને મેડિકલ સાયન્સ સાથે કમ્પ્યુરટ સાયન્સને જોડીને કંઇક નવું કરવાનો ચાન્સ મળ્યો હતો, જે તેમના માટે ખૂબ જ સારો અનુભવ રહ્યો. જ્યારે તે દિલ્હી પાછા ફર્યા ત્યારે IITમાં આ પ્રયોગ પર કંઇક નવું કરવાની કોશિશ કરી પરંતુ તેમને તેમાં નિરાશા જ મળી. પરંતુ તેમનું ઝનુન તેમને ફરીથી હાર્વર્ડ લઇ ગયું. ક્ષિતિજ જણાવે છે કે તેમને ત્યાં એન્જિનિર, ડૉક્ટર અને ડિઝાઇનર્સની એક ટીમ સાથે કામ કરવાનો ચાન્સ મળ્યો હતો. પરંતુ સીમાઓને તોડીને આગળ વધવાની તેમની કોશિશમાં અડચણો આવવા લાગી. તેમને IIT દિલ્હી તરફથી સસ્પેન્ડ કરવાની ખબર મળી, જેના કારણે ક્ષિતિજને દિલ્હી પાછા ફરવું પડ્યું.

image


ક્ષિતિજની સફર એજ વાતનો અહેસાસ કરાવે છે કે જો પુસ્તકીયા જ્ઞાનને રચનાત્મક રીતે ઉપયોગમાં લેવાય તો ઘણું બધું નવું કરી શકાય છે. તેમને એન્જિનિયરિંગના કોર્સ દરમિયાન સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં સાત- આઠ મહિના સુધી ફેલોશીપનો ચાન્સ પણ મળ્યો. હાર્વર્ડ અને સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલયો દ્વારા જે ચાન્સ મળ્યો તેનાથી ક્ષિતિજને ઘણું બધું શીખવા મળ્યું. હવે તેમની પાસે અન્ય ક્ષેત્રના પ્રોફેશનલ્સ સાથે તાલમેલ બેસાડીને કામ કરવાનો અનુભવ પણ હતો.

જ્યાં આપણાં દેશમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાના રેન્કને મહત્વ આપે છે, ત્યાં ક્ષિતિજ જેવા કોઇક અલગ વિદ્યાર્થી પણ જે પુસ્તકીયા જ્ઞાન કરતા પણ વધારે પોતાની પ્રતિભા દ્વારા નવો રસ્તો બનાવવામાં માને છે. IIT બાદ ક્ષિતિજે કોર્પોરેટ ક્ષેત્રની નોકરી જતી કરીને 6 મહિના સુધી યુરોપમાં ફોટોગ્રાફી કરી.

બસ હવે સપના નજીક જ હતાં!

વર્ષ 2011માં ક્ષિતિજ મારવાહએ એમ.આઇ.ટી મીડિયા લેબમાં એડમિશન લીધું અને ત્યાં તેમને પોતાનું સપનું પૂરું થતા જોવા મળ્યું. અહિંયા તેમણે ડિઝાઇનર્સ, કલાકારો, ડૉક્ટર્સ, ફોટોગ્રાફર્સની સાથે વર્કશોપમાં ભાગ લીધો. અહિંયા એકેડિમિક સફળતાને મહત્વ નહોતું અપાતું પરંતુ મૌલિક રૂચિઓ અને પ્રતિભાને મહત્વ આપવામાં આવતું હતું. આ સંસ્થાના હેડ જોઇચી ઇટો પણ પોતાનું કોલેજનું ભણતર અધવચ્ચે છોડી ચૂક્યા હતાં. ક્ષિતિજ જ્યારે એમ.આઇ.ટી. મીડિયા લેબ ઇન્ડિયા ઇનિશિએટીવના હેડ બનીને ભારતમાં આ પ્રયોગને લાવ્યા ત્યારે એડમિશન માટે હજારો લોકોએ અપ્લાય કર્યું. જેમાંથી 200 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતાં. આ વર્કશોપમાં 30 પ્રોજેકટ્સ પર કામ કરવામાં આવ્યું હતું. જેમાંથી એક વ્યક્તિએ એક પ્રોજેક્ટને આગળ વધારતા દ્રષ્ટિહિન લોકોની મદદ માટે વિક્સિત એડવાન્સ સાધન બનાવતિ કંપનીની શરૂઆત કરી.

ક્ષિતિજ જણાવે છે કે આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ જ એ છે કે વ્યક્તિ પોતાની અંદર રહેલી પ્રતિભા બહાર લાવે અને તેમના વિચારોને આગળ વધારે. આ વર્કશોપમાં એન્જિનિયર, ડૉક્ટર્સ, ડિઝાઇનર, કલાકાર અને ગ્રાહક પોતાના વિચારો રજૂ કરે છે અને પોતાના વિચારો દ્વારા અનેક નવા અને સાર્થક પરિણામો સામે આવે છે. તેઓ બેંગલુરું અને દિલ્હીમાં પણ આવા વર્કશોપ આયોજિત કરી ચૂક્યા છે.

બનશે એક નવી મિસાલ!

હાલમાં તેઓ પોતાની કંપની ખોલીને દરેક મોટી મોબાઇલ કંપનીઓને ફોટોગ્રાફીની નવી ટેક્નિક વેચીને ભારતમાં એક નવું ઉદાહરણ સ્થાપિત કરવા માંગે છે. ક્ષિતિજ એક એવી વ્યક્તિ છે જેમના માટે દરેક સંભાવનાઓ હાજર જ છે. કારણ કે તેઓ સંભાવનાઓને સફળતામાં કેવી રીતે બદલવી તે ખૂબ જ સારી રીતે જાણે છે.