દેશની સૌથી મોટી ટેક સ્ટાર્ટઅપ સમિટ YourStory TechSparks16નો કર્ણાટક IT મિનિસ્ટરે કરાવ્યો શુભારંભ

દેશની સૌથી મોટી ટેક સ્ટાર્ટઅપ સમિટ YourStory TechSparks16નો કર્ણાટક IT મિનિસ્ટરે કરાવ્યો શુભારંભ

Friday September 30, 2016,

2 min Read

કર્ણાટક IT, BT અને ટુરીઝમ મિનિસ્ટર પ્રિયાંક ખડગેએ TechSparksની સાતમી એડીશનનો પ્રારંભ કરાવ્યો. આ ૨ દિવસની ટેક સમિટનું આયોજન બેંગલુરુ ખાતે કરવામાં આવ્યું છે. છેલ્લા 7 વર્ષોમાં TechSparks સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ અને આજના યુવાનોમાં લોકપ્રિયતા હાંસિલ કરી શક્યું છે. દેશના ઘણાં ટેક સ્ટાર્ટઅપ્સને આ ઇવેન્ટથી ફાયદો પહોંચ્યો છે. 

image


TechSparks2016ની શરૂઆતમાં YourStoryના ફાઉન્ડર અને CEO શ્રદ્ધા શર્માએ ત્યાં હાજર 3000 લોકોને સંબોધ્યા. સાથે જ તમામ ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને જેઓ સ્ટાર્ટઅપની દુનિયામાં પ્રવેશવા માગે છે તેવા લોકોને અપીલ કરતા કહ્યું કે,

"સફળ થવા માટે તમારી અંદર રહેલો સ્પાર્ક તમારે જ શોધવો પડશે." 
image


TechSpakrs2016નું ઉદ્ઘાટન કરતા કર્ણાટકના IT, BT અને ટુરીઝમ મિનિસ્ટર પ્રિયાંક ખડગેએ કહ્યું,

"બેંગલુરુ દેશ-દુનિયાના ઝડપથી વિકાસ પામતા શહેરોમાંનું એક શહેર છે. દેશમાં ટેકનોલોજી ક્રાંતિ લાવવામાં બેંગલુરુ મહત્ત્વનો ફાળો આપી રહ્યું છે. આજે આ શહેર પાસે 4000થી પણ વધુ સક્રિય સ્ટાર્ટઅપ્સ છે." 

કર્ણાટક રાજ્ય સરકારની સ્ટાર્ટઅપ ફ્રેન્ડલી પોલીસી અંગે વાત કરતા પ્રિયાંક ખડગેએ જણાવ્યું, 

"અમારી સ્ટાર્ટઅપ બુસ્ટર કીટ થકી સ્ટાર્ટઅપ્સને માર્કેટમાં પ્રવેશવામાં તેમજ આગળ વધવામાં ઘણી સરળતા રહેશે. સમગ્ર રાજ્યમાં હજી પણ ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા ઇન્ક્યુબેટર્સ સ્થાપી રહ્યાં છે." 
image


આ 2 દિવસની ઇવેન્ટમાં મંત્રીઓ, સરકારના ઘણાં અધિકારીઓ તેમજ ઇન્ડસ્ટ્રીના ઘણાં જાણીતાં લોકો ત્યાં હાજર રહેશે અને ત્યાં હાજર સૌ કોઈને સંબોધશે. જેમ કે; Future ગ્રુપના ફાઉન્ડર અને CEO કિશોર બિયાણી, TATA Sons Ltdના ડૉ.મુકુન્દ રાજન, Sequoia Capitalના MD શૈલેન્દ્રસિંઘ, Zendeskના કૉ-ફાઉન્ડર અને CTO મોર્ટન પ્રિમાધાલ, PayTMના ફાઉન્ડર વિજય શેખર શર્મા, BookMyShowના કૉ-ફાઉન્ડર અને CEO આશિષ હેમરાજાણી અને Directiના ફાઉન્ડર અને CEO ભાવિન તુરખિયા. સાથે જ, સરકાર તરફથી Smt. Ratna Prabha, Additional Chief Secy to the Govt, C&I Dept, Govt. of Karnataka, Shri Priyank Kharge, Minister IT & BT, Tourism, Government of Karnataka and Shri G.S. Naveen Kumar (IAS) Special Secy to the honorable CM & Dept of IT&E, Govt of Uttar Pradesh હાજર રહેશે.

TechSparks2016માં ઘણાં જ ભરોસાપાત્ર, વાસ્તવિક અને નવીન સ્ટાર્ટઅપ્સ પણ ભાગ લઇ રહ્યાં છે. જેમાં Zendesk, Sequoia Capital India Advisors, Digital Ocean, Microsoft, Amazon Web services, Target, Akamai તેમજ Kerala Startup Missionનો સમાવેશ થાય છે. સાથે જ આ ઇવેન્ટમાં 60થી વધારે લોકો પોતાની પ્રોડક્ટ પ્રદર્શિત કરી રહ્યાં છે.