'ઈન્ટરનેટને સસ્તું બનાવીને જ તેને દુનિયાની દરેક વ્યક્તિ સુધી પહોંચાડી શકાશે'

આજનાં યુગમાં ઈન્ટરનેટ એક જરૂરીયાત છે અને તે દુનિયાનાં 2/3 ભાગનાં લોકો સુધી પહોચ્યું જ નથી!

'ઈન્ટરનેટને સસ્તું બનાવીને જ તેને દુનિયાની દરેક વ્યક્તિ  સુધી પહોંચાડી શકાશે'

Thursday January 28, 2016,

4 min Read

એક નાના બાળકની માતા હોવાની સાથે, એક 12 મહિનાનાં સ્ટાર્ટઅપની કો-ફાઉન્ડર રૈના કુમરા માને છે કે, બાળક તથા સટાર્ટઅપમાં ઘણી સમાનતાઓ છે. તેઓ કહે છે,

"દાખલા તરીકે, દર 6 અઠવાડીયે તમને દાંતનો દુ:ખાવો થાય છે અને દર 6 મહિને તમને લાગે છે કે તમે ઉકેલ મેળવી લીધો છે, અને તરત જ તમને અહેસાસ થાય છે કે, તમે અન્ય એક વિકાસ પામી રહેલી વૃદ્ધીનાં તળીયામાં છો. એક નાના બાળકનાં અભિભાવક તરીકે તથા બીજરૂપી સ્ટાર્ટઅપ હોવાનાં લીધે સફળતા મળવા પર તમે રોકાઈ ન શકો."

માવિન, એક સિલિકૉન વૅલી સ્થિત મોબાઈલ સ્ટાર્ટઅપ છે, જે ઊભરતાં માર્કેટમાં ડેટાની કિંમતમાં ઘટાડો લવવા માટે ફોકસ્ડ છે. હાલમાં, રૈના માવિન માટે UX/UI, બ્રાન્ડ તથા માર્કેટિંગ સ્ટ્રેટેજીને સંભાળી રહી છે.

YourStoryએ રૈના સાથે વાત કરીને, તેમના જીવન, પડકારો તથા માવિન વિશે વધુ જાણવાનો પ્રયત્ન કર્યો.

શરૂઆતના વર્ષો

image


કૅલિફોર્નિયામાં જન્મીને ઉછરેલી રૈનાને, હંમેશા મોટા શહેરો ગમ્યા છે. લુધિયાનામાં તેમના દાદા-દાદી રહેતાં હોવાથી, તેઓ દર વર્ષે ઉનાળામાં પોતાનું ફેમિલી વેકેશન તેમની સાથે જ વિતાવતાં, અને તેથી જ તેઓ કહે છે, "મને હંમેશા ભારત સાથે લગાવ રહ્યો છે."

તેમના અનુસાર, અગર તમને ધ્યાનપૂર્વક તમારી આસપાસ જોતા આવડે છે, તો મોટા, વ્યસ્ત, વિકસતા જતાં શહેરોમાં, ચારેય બાજું તમને પ્રેરણા જોવા મળશે. 

"હું માનું છું કે, વિવિધતામાંથી જ સર્જનાત્મકતા જન્મ લે છે અને દુનિયાનાં તમામ પ્રકારનાં લોકો સાથે રહેવા તથા કામ કરવાનાં લીધે મારા આજનાં વ્યક્તિત્વમાં તેમનું ઘણું યોગદાન છે."

તેમણે વીડન તથા કેનેડીમાં ડિજીટલ સ્ટ્રેટેજીની આગેવાની કરી છે, BBG (બ્રૉડકાસ્ટિંગ બોર્ડ ઑફ ગવર્નર્સ) માટે, ઈનોવેશનનાં કૉ-ડાયરૅક્ટર તરીકે કામ કર્યું છે, જે ઓબામાનાં વહીવટ અંતર્ગત એક ફેડરલ એજન્સી છે, તથા પ્રેસિડૅન્ટ માટે મીડિયાનાં ફ્યૂચર પર એડવાઈઝરી સેશનમાં ભાગ લીધો છે. 2006માં, તેમણે Juggernaut નામની એક ઈનોવેટિવ કન્સલટૅન્સીની શરૂઆત કરી.

રૈના, બૉસ્ટન યુનિવર્સિટીમાંથી ફિલ્મ અને ટેલિવિઝનમાં B.S ધરાવે છે, NYU નાં ITP પ્રોગ્રામમાં ઈન્ટરૅક્ટિવ ટેલિકમ્યુનિકેશન્સમાં M.A, અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ડિઝાઈન સ્ટડીઝ ફોર ડિજીટલ ઍપ્લિકેશન્સ ઈન અર્બન પ્લાનિંગ ઍન્ડ આર્કિટૅક્ચરમાં, M.Des.S ધરાવે છે.

માવિન ઍન્ડ ગિગીટો

તેઓ કહે છે, "મારા કરિયરની થીમ રહી છે ઈન્ફોર્મેશન ઍક્સેસ અને ડિસ્પર્ઝલ, અને અમે માવિન બનાવ્યું કારણ કે, અમે ખરેખર માનીએ છીએ કે ઈન્ટરનેટને સસ્તું બનાવવાથી જ તેને લોકો સુધી પહોચાડી શકાશે."

રૈના તથા તેમની ટીમ એ વાત માને છે કે, આજનાં યુગમાં ઈન્ટરનેટ એક જરૂરીયાત છે, અને તે દુનિયાનાં 2/3 ભાગનાં લોકો સુધી પહોચ્યું જ નથી, માટે, તેઓએ તેમની ઉર્જાને એક સિમ્બાયોટિક સિસટમ બનાવવા માટે ફોકસ કરી છે, જે તેનાં ઍન્ડ યુઝર્સને ડિજીટલ ઈકૉનૉમીમાં ભાગ લેવાની પરવાનગી આપશે, જ્યારે ઍપ પબ્લિશરો તેમનાં પ્રભાવને ઍપ પર ફ્રી ડેટા ફોર ટાઈમ આપીને વિસ્તાર કરશે.

image


માવિનનું પ્રોડક્ટ, ગીગાટો, પ્રિપેઈડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ એક ઍપ છે. આ ઍન્ડ્રોઈડ માટે ફ્રી અને અનિયંત્રિત ઈન્ટરનેટ ડેટા આપે છે, અને તેના યુઝર્સને તેમના પસંદની ઍપ વાપરવા તથા તેમના પ્રિપેઈડ અકાઉન્ટમાં મેગાબાઈટ્સ રિચાર્જ કરવાની પરવાનગી આપે છે. ગૂગલ તથા માઈક્રોસોફ્ટનાં પૂર્વ ઍક્ઝેક્યૂટિવ્સ, ક્રિએટિવ સિસટમ્સ થિંકર, ડિઝાઈનર્સ અને પ્રોડક્શન નિન્જાસનાં સમાવેશની સાથે, ટીમમાં કુલ 10 લોકોનો સમાવેશ થાય છે.

"હાં, આ માત્ર એક ઍપ છે, પણ એકંદરે તેનામાં ઍન્ડ યુઝર્સ માટે નાના વધતા ફેરફાર કરવાની અપાર ક્ષમતા ધરાવે છે, જે તેમની જીંદગી બદલી શકે છે, દાખલા તરીકે, તમારા ફોનને વારેવારે ટૉપ-અપ કરાવવાની જરૂર નહીં પડે અથવા ડેટા માટે પૈસા ભરવાની પણ જરૂર નહીં પડે. ધોરણ પ્રમાણે રોજીંદા જીવનમાં નાના સુધારા એ જ અમારું લક્ષ્ય છે."

ટૅક્નૉલૉજીનાં ક્ષેત્રમાં મહિલાઓ

રૈના અનુસાર, તેમણે પણ કોઈ અન્ય ઉદ્યોગસાહસિકની જેમ, કેટલાક પડકારોનો સામનો કરવો પડ્યો હતો, જેમ કે, ફંડિગ, હાયરિંગ, સ્કેલિંગ, મલ્ટી-ટાસ્કિંગ અને પ્રાયોરિટાઈઝિંગ. "ટૅક્નૉલૉજીનાં ક્ષેત્રમાં મહિલા વિશે વાત કરતાં તેઓ કહે છે કે, ટૅક્નૉલૉજીનાં ક્ષેત્રમાં (અને સામાન્યપણે દુનિયામાં) મહિલાઓએ, દરેક સમયે પડકારરૂપ પ્રથાઓ સાથે ડીલ કરવું પડે છે."

તેઓ સંમંત થાય છે કે, ટૅક્નૉલૉજીનાં ક્ષેત્રમાં મહિલાઓ માઈનોરિટી છે, અને તેઓ તેમના તરફથી સભાન પ્રયાસ કરે છે કે, સ્ત્રીઓને કામે રાખે, સ્ત્રીઓને સહકાર આપે, અને એ વાતની ખાતરી કરે કે, તેઓ જે પુરુષો સાથે કામ કરે છે, તેમને પણ દરરોજ જાણ વગર કરવામાં આવતા પક્ષપાતી વલણનો અહેસાસ થાય.

"હું અન્ય સ્ત્રીઓને તેમના લક્ષ્ય પામવામાં મદદ કરીને અને તેમને ટૅક્નૉલૉજી ઉદ્યોગમાં શરૂઆત કરાવીને તેમને યોગદાન આપવા પર ફોકસ કરું છું. મારા 2 નિયમો છે: નિયમ #1, ક્યારેય મફતમાં કામ નહીં કરવાનું. માત્ર નિયમ #2 સિવાય, જેમાં સાથી મહિલાને મૅન્ટર કરવું, તથા તેને સફળતાનાં માર્ગ પર પહોચાડવા માટે માર્ગદર્શન અથવા સલાહ આપવાની હોય."

તેમની પોતાની યાત્રામાં જ કેટલાક પડકારો હતાં, પણ તેઓ હંમેશા તેમાંથી બહાર આવી ગયાં.

તેમના જીવનમાં તેમના હીરો એ સફળ સ્ત્રી અને પુરુષો છે, જેમણે સપના જોયાં છે, તેમને પામવા માટે પ્રયત્ન કર્યો છે, અને તે સપનાઓને હકીકતમાં બદલ્યાં છે, અને આ પ્રક્રિયા દરમિયાન દુનિયાને બદલી છે.

તેમની સપોર્ટ સિસ્ટમ વિશે વાત કરતાં, તેઓ તેમના પતિને સંપૂર્ણ શ્રેય આપે છે. "હું બહું નસીબદાર છું, અને મેં એક એવા વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે, જેઓ મને અસીમિત ધૈર્ય સાથે સપોર્ટ કરે છે, અને નકારાત્મકતાઓને દૂર કરીને મને વધું સારી વ્યક્તિ બનવામાં મદદ કરે છે."


લેખક- તન્વી દૂબે

અનુવાદક- નિશિતા ચૌધરી