1985માં અમદાવાદથી શરૂ થયેલા 'બંધેજ'ની 'બંધેજ.કૉમ' સુધીની સફર

1985માં અમદાવાદથી શરૂ થયેલા 'બંધેજ'ની 'બંધેજ.કૉમ' સુધીની સફર

Thursday April 28, 2016,

4 min Read

આ કથા કાપડના તાકાઓ વચ્ચે વણાયેલી છે કે જેના ઉપર પરંપરાગત ડિઝાઇન દેખાશે પરંતુ વસ્ત્રપરિધાનની ફેશન એકદમ આધુનિક છે. નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇનમાંથી સ્નાતક થઈને ફિલ્મોમાં કોસ્ચ્યુમ ડિઝાઇનર લઈ ચૂકેલાં અર્ચના શાહે પોતાની કારકિર્દી હાથવણાટનાં વસ્ત્રોને શહેરી બજારમાં વેચવા તરફ વાળવાનું નક્કી કર્યું. તેમનું વિઝન સ્પષ્ટ હતું કે તેઓ હાથવણાટના કારીગરો સાથે કામ કરવા માગતા હતાં. આમ કરીને તેઓ તેમની કલાના વારસાને જાળવી રાખવા માગતાં હતાં તેટલું જ નહીં પરંતુ તેમની કલા લોકો સુધી પહોંચે તેવું પણ ઇચ્છતાં હતાં. આમ કરીને તેઓ તેમની કલાને બદલાતા યુગનાં મુખ્યપ્રવાહમાં લાવવા માગતાં હતાં.

image


આમ વિચારીને તેમણે બંધેજની સ્થાપના કરી હતી. બંધેજ વિશે એમ કહેવાય છે કે તે ભારતની પહેલી ડિઝાઇનર વસ્ત્ર પરિધાનનો શોરૂમ છે અને તેની સ્થાપના વર્ષ 1985માં અમદાવાદ ખાતે કરવામાં આવી હતી. શરૂઆતમાં અહીં બેડકવર્સ, ટેબલક્લોથ્સ અને નેપકિન્સનું વેચાણ કરવામાં આવતું હતું. ત્યાર બાદ અહીં વસ્ત્રપરિધાનનું વેચાણ પણ શરૂ કરવામાં આવ્યું હતું.

બંધેજને તેનાં કાપડ તેમજ તેની ડિઝાઇને ખાસ બનાવ્યું છે. આજે પણ તેની ડિઝાઇન તેના અમદાવાદ ખાતેના સ્ટુડિયોમાં તૈયાર કરવામાં આવે છે. અહીંનાં ઉત્પાદનો દેશભરના 800થી 900 હસ્તકલા કારીગરો દ્વારા બનાવવામાં આવે છે. તેઓ મોટાભાગે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને આંધ્રપ્રદેશનાં હોય છે. અર્ચનાએ જણાવ્યું હતું કે કેટલીક સાડી બનાવતાં છથી આઠ મહિનાનો સમય લાગી જાય છે. ખરેખર તો તે તેની સુંદરતા કે ડિઝાઇનનાં કારણે વખાણવા લાયક નથી હોતી પરંતુ તેની પાછળ અનેક માનવકલાકોની જહેમત હોય છે.

અર્ચના શાહ 

અર્ચના શાહ 


અર્ચના આમ તો 80ના દાયકામાં ઉદ્યોગસાહસિક બનેલાં છે. તેમણે તેમનાં વેપારને ચલાવવા આડે આવી રહેલાં જોખમોને ગણકાર્યાં નથી. તેમનું કહેવું છે,

"મારાં કામમાં મને જે આનંદ અને ઉત્સાહ મળે છે તેને હું માણું છું. અને છેલ્લાં ત્રણ દાયકાથી તેમાં કોઈ જ બદલાવ આવ્યો નથી."

અર્ચનાએ પોતાના વ્યવસાયને અત્યાર સુધી એકદમ તાજો અને નાવીન્યપૂર્ણ રાખ્યો છે. તેણે વેપાર માટેની સારામાં સારી પ્રેક્ટિસ રાખી છે અને તેમ છતાં પણ તેઓ અન્યો કરતાં અલગ રહ્યાં છે. 90ના દાયકામાં બહોળા વર્ગ સુધી પહોંચવા માટે બંધેજે પોતાનાં ઉત્પાદનોનું કેટલોગ બહાર પાડ્યું કે જેમાં તેના ક્રાફ્ટ સેન્ટર્સ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કેટલોગ 100 શહેરો અને નગરોમાં ખૂબ જ પ્રખ્યાત બન્યું. તેઓ દર સિઝનમાં તેની 50 હજાર નકલો છાપતાં હતાં. જે આજે પણ ગ્રાહકોને યાદ છે. અર્ચનાએ જણાવ્યું હતું કે તે અમારા માટે થોડું મોંઘું હતું પરંતુ તેમાંથી અમને પણ ઘણું શીખવા મળ્યું અને અમારી બ્રાન્ડ ઊભી થઈ.

હવે ઓનલાઇન હાજરી પણ...

અર્ચનાએ જણાવ્યું,

"જ્યારે ડૉટકૉમ યુગની શરૂઆત થઈ તો અમે પણ બંધેજ ડૉટ કૉમ સાથે ઓનલાઇન આવવા માટે વિચાર્યું. થોડાં વર્ષો બાદ અમને લાગ્યું કે ઈ-કોમર્સનાં જમાનામાં પણ કેટલાક એવા સ્થળો છે કે જ્યાં રિટેઈલ સ્પેસનો અભાવ છે. તેમજ જોયું કે કેટલાંક ખાસ વ્યાપારીઓ જ ઓનલાઈન વેપાર કરી લાભ મેળવી રહ્યાં છે."

તેથી તેમણે પોતાના ઇ-કોમર્સ પ્લેટફોર્મનું પુનરુત્થાન કર્યું કે જેથી લોકો ઈ-કોમર્સ મારફતે બંધેજનાં ઉત્પાદનો ખરીદી શકે. આ સાઇટ ઉપર વિવિધ પ્રકારની સાડી, ચોલી, કુર્તા, ટ્યુનિક્સ, ડ્રેસિસ, દુપટ્ટા વગેરે વસ્તુઓ પ્રાપ્ય છે. તેના કારણે આ બ્રાન્ડમાં લોકોનો રસ વધ્યો અને લોકોમાં જાગરૂકતા આવી. આ સાઇટના કારણે તેમના સ્ટોરની મુલાકાત લેનારા લોકોની સંખ્યા પણ વધી. અર્ચનાએ જણાવ્યા પ્રમાણે લોકપ્રિયતા વધતી ગઈ અને લોકો તેમની સાઇટ તેમજ સ્ટોરની મુલાકાત લેવા લાગ્યાં અને તેના પરિણામે જ આજે બંધેજનાં અમદાવાદ, બેંગલુરુ, મુંબઈ, કોલકાતા, દિલ્હી, પૂણે અને કોચીમાં સ્ટોર્સ આવેલાં છે.

image


હાલનો ટ્રેન્ડ ખૂબ જ પ્રોત્સાહક છે અને તેના કારણે આગામી દિવસોમાં અર્ચના બંધેજના ઓનલાઇન ઓફરિંગ્સ વધારવા અંગેની વિચારણા કરી રહ્યાં છે. ડિજિટલી પ્લેટફોર્મ ઉપરથી તેઓ પાઠ એ શીખ્યાં છે કે તમારાં ઉત્પાદનો લોકોને ઘેરબેઠાં દેખાડી શકાય છે.

અર્ચનાએ જણાવ્યું,

"સ્ટોરની રૂબરૂ મુલાકાત લઈને લોકો કપડાંને સ્પર્શીને જુએ અને પછી તેની ખરીદી કરે તે પદ્ધતિ જતી નહીં રહે પરંતુ આ બંને પદ્ધતિઓ અનુસારની ખરીદી ચાલ્યા કરશે. હું પોતે પણ કપડાંને સ્પર્શ કરીને તેને ખરીદવાની પ્રથા ચાલુ રાખવા માગે છે. બંધેજની ટ્વિટર અને ફેસબુક ઉપર કોમ્યુનિટી છે. તેના કારણે પણ અમારા ઓનલાઇન સ્ટોરનો ટ્રાફિક વધ્યો છે."

તેમનું માનવું છે કે ઓનલાઇન રિટેલ અનુભવનું ભાવિ ઉજ્જ્વળ છે. ખાસ કરીને તેવી કંપનીઓ માટે કે જેમણે પોતાના સ્ટોરમાં આવતાં ગ્રાહકોનો વિશ્વાસ કેળવી લીધો છે. ઓનલાઇનનું ભાવિ ખૂબ જ ઉજળું જણાઈ રહ્યું છે.

બંધેજે પોતાનું ઓનલાઇન પદાર્પણ કરી દીધું છે. તે હવે ઓનલાઇન છે ડૉટ કૉમ મારફતે. 

લેખક- એનેલાઇઝ પાયર્સ

અનુવાદક- અંશુ જોશી (ગુજરાતી)