ક્યારેક ખેતરમાં 5 રૂપિયા માટે મજૂરી કરનારી આજે IT દુનિયામાં વગાડી રહી છે ડંકો!

0

હાલમાં જ્યોતિ અમેરિકામાં 6 અને ભારતમાં 2 મકાનની માલિક છે અને તેમણે તેમનાં કાર ચલાવવાનાં સપનાને પણ સાકાર કરી લીધુ છે. હાલ તેઓ મર્સિડિઝ બેન્ઝ ચલાવે છે!

શિવરાત્રીની રાત્રે અનાથ આશ્રમમાં રહેનારી તે યુવતીએ જ્યારે તેનાં કેટલાંક મિત્રોની મદદથી ત્યાંનાં નિયમ તોડી નાખ્યા જ્યારે તેણે નિર્ણય લીધો હતો. આ નિર્ણય પણ જેવો તેવો ન હતો. તે હતો અડધી રાત્રે અનાથ આશ્રમની બહાર રહેવાનો અને પાછી આવી હતી. આ તમામ સમયે તેનો સાથ તેની ખાસ મિત્ર અક્કાએ આપ્યો હતો.

શિવરાત્રીની આ રાત્રે માન્યતા છે કે, તે રાત્રે બ્રહ્માંડનાં તમામ ગ્રહ પણ ભગવાન શિવનું તાંડવ જોવાં ભેગા થાય છે. તે રાત્રે આ બહેનપણીઓએ પણ નક્કી કર્યું કે આજે રાત્રે તો એવું કંઇક કરવું છે જે માટે ખરેખર ખૂબ હિંમતની જરૂર પડે. અને તમામે મળીને નિર્ણય કર્યો કે, તેઓ તે રાત્રે ધમાકેદાર ફિલ્મ જોવા જવું અને તે ફિલ્મ એક પ્રેમકહાની હતી.

જોકે તે અનિતા જ્યોતિ રેડ્ડી તે રાત્રે તેલંગણાનાં વારંગલ વિસ્તારનાં ગુમનામ ગામને પાછળ પાડીને ઘણી આગળ વધી ગઇ હતી. જોકે વિતેલા સમયની યાદો તેણે તાજા કરી હતી. તે મોડી રાત્રે જ્યારે જ્યોતિ અને તેની મિત્રો પાછી ફરી હતી ત્યારે વોર્ડને તેમને ખૂબ દમદાટી આપી હતી અને ધોલધપાટ પડી ગઇ હતી. જોકે તે સમયે હું ફિલ્મમાં એવી તે ખોવાઇ ગઇ હતી કે મે તે સમયે આવા કોઇ જ મુદ્દાઓ પર ધ્યાન આપ્યું જ ન હતું.

પણ જ્યોતિની કિસ્મતમાં કદાચ કંઇક અલગજ લખ્યું હતું અને તેથીજ આ ઘટનાનાં બરાબર એક વર્ષ બાદ જ માત્ર ૧૬ વર્ષની ઉંમરે તેનાં લગ્ન તેનાં કરતાં ૧૦ વર્ષ મોટી એક વ્યક્તિ સાથે કરવામાં આવ્યાં. આ વિવાહનાં પરિણામસ્વરૂપ લગ્ન પછી એક સુંદર જીવન મળશે તેવું જ્યોતિનું સપનું તૂટી ગયું. જે વ્યક્તિ સાથે તેમનાં લગ્ન થયા હતાં તે એક ખેડુત હતો અને એકદમ ઓછુ ભણેલો હતો. તેથી જ્યોતિએ પણ તેનાં પતિને મદદરૂપ થવા માટે તેલંગાનાનાં બળતા તાપ નીચે ખેતરમાં એક મજૂરની જેમ કામ કરવું પડતું હતું. દિવસભરની મહેનત બાદ જ્યોતિનાં હાથમાં ફક્ત ૫ રૂપિયા આવતા હતાં. વર્ષ ૧૯૮૫-૧૯૯૦ પાંચ વર્ષ સુધી જ્યોતિએ આરીતે જ જીવન વ્યતિત કર્યું હતું.

હાલમાં અમેરિકા રહેતી જ્યોતિ દર વર્ષે આ દિવસોમાં હૈદરાબાદ આવે છે. તેણે ફોન પર આપેલાં ઇન્ટરવ્યુમાં જણાવ્યું, 

"માત્ર 17 વર્ષની ઉંમરમાં મને માતૃત્વનું સુખ મળી ગયું હતું. મને વહેલી સવારે જ ઘરનાં બધા કામ પતાવીને ખેતરે જવું પડતું હતું અને સાંજે ઘરે પાછા ફરી તુરંત જ રાતનાં ભોજનની તૈયારી કરવામાં લાગી જતી હતી. તે સમયે અમારી પાસે સ્ટવ પણ ન હતો. તેથી મારે લાકડાનાં ચૂલા પર ભોજન બનાવવું પડતું હતું."

હાલમાં જ્યોતિ અમેરિકા, ફીનિક્સ, એરીઝોનામાં સ્થિત 15 મિલિયન ડૉલરની આઈટી કંપની 'કી સોફ્ટવેર સોલ્યુશન્સ'ની સીઇઓ છે. તેની સફળતાની કહાની જાણે કોઇ વાર્તા છે. જેમાં મુખ્ય એક્ટ્રેસ દુનિયાભરના કષ્ઠ સહન કરીને જીવી રહી છે. અને આખરે તે તમામ પરેશાનીનો સામનો કરી તેમાથી બહાર આવે છે અને એક વિજેતા બને છે. જ્યોતિએ પોતાનું ભાગ્ય બદલવા ઘણી મહેનત કરીછે. તેણે પોતાના માટે પહેલેથી નક્કી કરવામાં આવેલું જીવન જીવવાનો ઇન્કાર કર્યો હતો અને તમામ બાધાઓને બખૂબી પાર કરી અને વિજેતા બની હતી.

જ્યોતિ છેલ્લા કેટલાંયે વર્ષોથી અનાથ બાળકોનાં પુન:ઉદ્ધાર અને પુનર્વાસ માટે કામ કરે છે. અને આ કામમાં બાળકોની દશા સુધારવાં સત્તાધીશ નેતાઓ અને મંત્રીઓની મુલાકાત પણ લે છે. તેમની પાસેથી મદદ પણ લે છે. આજે પણ જ્યોતિને એક જ ચિંતા સતાવે છે તે છે રાજ્ય સરકારનાં વિભિન્ન રિમાન્ડ હોમમાં રહેનારા દસમા ધોરણ સુધી ભણી ચુકેલા યુવકોનો ડેટા છે પણ આજ ઉંમરની યુવતીઓનો કેન્દ્ર પાસે કોઇ જ અધિકૃત માહિતી નથી.

આખરે અનાથ બાળકીઓ ક્યાં છે? તે ગૂમ કેમ છે? તે આટલાં સવાલો કરે છે અને પછી જાતે જ તેનાં જવાબ આપે છે. કારણ કે તેમનું ટ્રાફિકિંગ થાય છે. અને તેમને જબરદસ્તી તેમને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવે છે. "મેં હૈદરાબાદનાં એક અનાથઆશ્રમની મુલાકાત લીધી હતી તે સમયે તેમને દસમાં ધોરણમાં ભણતી ૬ બાળકીઓ મળી હતી જે તે સમયે મા બની ચૂકી હતી. એક જ અનાથઆશ્રમમાં આ તમામ મા તેમનાં બાળક સાથે રહેતી હતી."

વર્તમાનમાં જ્યારે જ્યોતિ કંઇક કરી શકે તેવી સ્થિતિમાં છે તો તેની સામે આવનારી દરેક સમસ્યાનો સામનો કરી રહી છે. અને આ તમામ સમસ્યાનો અંત લાવવા પોતાનાં તમામ પ્રયત્નો કરી રહી છે. તે પોતાનાથી બનતા બધા જ પ્રયાસોથી આ અનાથ બાળકોને મદદ કરે છે. પણ એક સમય એવો હતો જ્યારે તે તેનાં પતિ અને સાસરાવાળાનાં અન્યાયને મૂકદર્શક બનીને જોતી હતી. તે એક પડકારભર્યો સમય હતો. ત્યારે ખાવાવાળા બહુ બધા હતાં અને કમાવવાવાળા ઓછા. "તે સમયે મારા માટે સૌથી મોટી સમસ્યા હતી મારા બાળકો અને મારું જીવન ઘણાબધા પ્રતિબંધોથી ઘેરાયેલું હતું. હું કોઇ પણ પુરૂષ સાથે વાત કરી શકતી ન હતી. ખેતરમાં કામ કરવા સિવાય હું ક્યાય આવી જઇ શકતી નહતી."

પણ જૂની કહેવત છે, 'જહાં ચાહ, વહાં રાહ'. જ્યોતિએ તક મળતા જ અવસરનો લાભ ઉઠાવ્યો અને એક રાત્રે સ્કૂલનાં અન્ય મજુરોને ભણાવવાનું શરૂ કર્યું. બસ આ રીતે જ તે એક મજૂરથી સરકારી અધ્યાપક બની ગઇ. જ્યોતિ કહે છે, 

"હું તેમને પાયાની મૂળ વાતો જાણવા માટે પ્રેરિત કરતી અને આ જ મારું મુખ્ય કામ હતું. ટૂંક સમયમાં જ મને પ્રમોશન મળ્યું અને હું વારંગલનાં દરેક ગામમાં મહિલાઓ અને યુવકોને કપડાં સિવવાનું શીખવવા જવા લાગી."
"હવે હું મહિને 120 રૂપિયા કમાતી હતી. આ રકમ મારા માટે એક લાખ રૂપિયા મળવા બરાબર હતી. હવે હું મારા બાળકોની દવાઓ પર પૈસા ખર્ચી શકતી હતી. આ મારા માટે ઘણી સારી રકમ હતી."

સમય સાથે જ્યોતિનાં સપનાઓ પણ મોટા થતા ગયા. તેણે આંબેડકર યુનિવર્સિટીમાંથી તેણે એક વિષયમાં માસ્ટર્સ કર્યું. તે માટે તેણે વારંગલનાં કાકતિયા યુનિવર્સિટીમાં પોતાનું નામ લખાવ્યું. પણ જ્યોતિનાં નસીબ સારા હતાં કે તેની અમેરિકામાં રહેનારી એક સંબંધીએ તેને મદદ કરી અને ગરીબીનાં દલદલમાંથી બહાર કાઢી તેના સપનાને નવી પાંખો મળી. તેને વિદેશ જવાની તક મળી.

મે તેમને પુછ્યું હતું હું અમેરિકા કેવી રીતે આવી શકું તો તેમણે મને કહ્યું હતું કે, 'મારા જેવી મહત્વકાંક્ષી મહિલા સરળતાથી અમેરિકામાં પોતાને સંભાળી શકે છે અને પોતાની રીતે નોકરી પણ શોધી શકે છે.'

જ્યોતિએ એક પણ સેકેન્ડનો વિચાર કર્યા વગર કોમ્પ્યુટર સોફ્ટવેર ક્લાસમાં એડમિશન લીધુ. તેને આ માટે દરરોજ હૈદરાબાદ જવું પડતું. કારણ કે તેનાં પતિને જ્યોતિનાં આ નિર્ણય સામે વિરોધ હતો જ્યારે જ્યોતિ આ નિર્ણય પર દ્રઢ હતી. 

"હું અમેરિકા જવા માટે વાસ્તવમાં ખૂબ જ ઉતાવળી હતી. કારણ કે મને ખબર હતી કે મારા બાળકોને એક સુંદર જીવન આપવા માટે મારી પાસે આ જ એક રસ્તો હતો."

મે અમેરિકા જવા માટે વિઝા મેળવવા મારા મિત્રો અને સગાસંબંધીઓની મદદ લીધી. 

"મેં મારી પહોંચમાં આવનારા દરેક સંસાધન અને વ્યક્તિઓની મદદ લીધી. હું ભણતાં ભણતાં આ બધું જ કરતી હતી. જરાં પણ સમય નહોતી વેડફતી. મે અન્ય અધ્યાપકો સાથે મળીને એક ચિટ ફંડનો પ્રારંભ કર્યો. વર્ષ 1994-95માં મારો પગાર 5 હજાર રૂપિયા હતો. તે ઉપરાંત હું ચિટ ફંડની મદદથી 25 હજાર રૂપિયા દર મહિને કમાતી હતી. તે પણ ફક્ત 23-24 વર્ષની ઉંમરમાં. હું અમેરિકા જવા માટે વધુમાં વધુ બચત કરવા લાગી હતી."

જ્યોતિની સૌથી મોટી ઇચ્છા હતી કે તે કાર ચલાવતાં શીખી જાય. અને તેણે તેની આ ઇચ્છા ટૂંક સમયમાં જ પૂરી કરી લીધી. જ્યોતિ કટાક્ષ કરતાં કહે છે,

"ઘરમાં 17 જાતનાં પ્રતિબંધ હોવા છતાં પણ એક બાબત સારી હતી કે હું બે દીકરીઓની માતા હતી. જેમણે મને આ દુનિયા સામે લડવાની શક્તિ આપી."

તેમણે ઉમેર્યું કે, "મારી બંને દીકરીઓ મારા જેવી છે તે ખૂબ મહેનત કરે છે અને સમયનો જરા પણ વ્યય કરતી નથી."

તેમની બંને દીકરીઓ પણ સોફ્ટવેર એન્જિનિયર છે. બંનેનાં લગ્ન અમેરિકામાં જ થયા છે.

આખરે તેમની સામે આવેલા બધા જ પડકારો તેમણે પાર કર્યા અને પોતાની સપનાની દુનિયામાં પગ માંડયો. તેમણે ન્યૂજર્સીમાં રહેનારા એક ગુજરાતી પરિવાર સાથે પીજી તરીકે રહેવાનું શરૂ કર્યું. જેનાં બદલામાં તેઓ દર મહિને 350 ડૉલર ચૂકવતા હતાં. તેમણે ત્યાં પોતાનો જ બિઝનેસ શરૂ કર્યો. જોકે તે પહેલાં તેઓ સેલ્સ ગર્લથી માંડીને એક આયા અને રૂમ સર્વિસ જેવી ઘણી બધી નાની મોટી નોકરીઓ કરી ચૂક્યાં હતાં.

જ્યોતિ કહે છે કે, બે વર્ષ બાદ જ્યારે તે ભારત પાછા ફર્યાં તો તેમનાં ગામનાં શિવ મંદિરમાં પૂજા માટે ગયા તો પૂજારીએ તેમને કહ્યું કે, તેમને અમેરિકામાં પરમનેન્ટ જોબ નહીં મળે. જો તે ત્યાં પોતાનો બિઝનેસ કરશે તો તેમને ઘણી સફળતા મળશે. "તે સમયે મેં પૂજારીની વાત પર હંસી કાઢ્યું હતું. પણ પૂજારીનાં આ શબ્દો ભવિષ્યમાં સાચા થવાનાં હતાં. એટલે જ થોડા સમય બાદ હું મારી દીકરીઓ અને પતિને પણ અમેરિકા લઇ ગઇ."

જૂના દિવસોને યાદ કરતાં જ્યોતિ તે સમયમાં ખોવાઇ જાય છે જ્યારે તે ભર ઉનાળાનાં દિવસોમાં ઉઘાડા પગે ચાલીને જતી હતી.. આ સાંભળીને મેં તેમને કુતૂહલથી પૂછ્યું આજે તમારી પાસે કેટલાં જોડી ચંપલ છે? જેનો જવાબ આપતાં જ્યોતિ કહે છે,

"આજે મારી પાસે 200 જોડી ચંપલ છે. અને મારે મારા કપડાં પ્રમાણે મેચિંગ પણ ચંપલ હું ખરીદી શકું છું. તે સમયે મારી પાસે ફક્ત બે સાડી હતી. અને મારે ત્રીજી સાડીની ખુબ જરૂર હતી. તે મસેય 135 રૂપિયામાં મે મારા માટે એક સાડી ખરીદી હતી. આપ વિશ્વાસ નહીં કરો પણ આજે પણ મેં તે સાડી સંભાળીને રાખી છે."

મે તુરંત જ તેમને પૂછ્યું કે,હાલમાં તમારા કબાટમાં સૌથી મોંઘી સાડીની કિંમત શું છે. ચહેરાં પર એક સ્મિત સાથે તેમણે કહ્યું કે, "મેં મારી નાની દીકરીનાં લગ્નમાં પહેરેલી 1 લાખ 60 હજાર રૂપિયાની બ્લૂ અને સિલવર રંગની સાડી."

હાલમાં જ્યોતિ અમેરિકામાં 6 અને ભારતમાં બે મકાનની માલિક છે. અને તેમણે તેમનાં કાર ચલાવવાનાં સપનાને પણ સાકાર કરી લીધુ છે. હવે તે મર્સિડિઝ બેન્ઝ ચલાવે છે અને કાળા ગોગલ્સ પણ પહેરે છે. અને વાળ પણ ખુલ્લા રાખે છે.

જ્યોતિના આ સફરને જાણીને કાકતીય યુનિવર્સિટીએ તેમની અંગ્રેજી ડિગ્રીનાં કોર્સમાં જ્યોતિ પર એક ચેપ્ટર પણ ઉમેર્યું છે.

આ વિશે જ્યોતિ કહે છે,

"વિશ્વાસ રાખજો. એક દિવસ મેં આ યુનિવર્સિટીમાં કામ કરવા માટે વિનંતી કરી હતી અને મને ઘણી જ ઉદ્ધતાઇથી ના પાડવામાં આવી હતી. આજે ગામમાં રહેનારા દરેક બાળક મારા અંગે મારા સફરથી સફળતા અંગે વાંચે છે અને મને એ જિજ્ઞાસા સાથે મળે છે કે હું આ જ જિવિત વ્યક્તિ છું."


લેખક- નિશાંત ગોએલ

અનુવાદક- YS ટીમ ગુજરાતી

Related Stories