'ટ્રૂવ્હેઈટ' અપનાવો અને વજન ઘટાડો

સુપરફૂડ કિટમાં, એક સુપર જ્યૂસ, સુપર ફાઈબર અને સુપર ગ્રીન જેવાં સુપરફૂડ હોય છે, જે વજન ઘટાડવામાં તમને મદદ કરશે.

'ટ્રૂવ્હેઈટ' અપનાવો અને વજન ઘટાડો

Saturday October 24, 2015,

5 min Read

image


ભારતમાં છેલ્લાં પાંચ વર્ષોમાં ફિટનેસ અને લોકોને 'સ્લિમ એન્ડ ટ્રીમ' બનાવવાનો વ્યાપાર દિવસેને દિવસે વધતો જ જાય છે. એક બાજું જ્યાં સ્વાસ્થ્ય સેવાઓએ આ ખંડના લગભગ અડધાથી વધુ ક્ષેત્ર પર કબ્જો કરી રાખ્યો છે, ત્યાં જ બીજી બાજુ વજન ઓછું કરતા ઉત્પાદનોના વેચાણમાં પાછલાં એક વર્ષ દરમ્યાન જ 35% થી 40% ની વૃદ્ધિ થઈ છે. આ વૃદ્ધિનું મુખ્ય કારણ, એવાં શહેરી ગ્રાહકો છે, જે પાતળા અને સ્વસ્થ રહવા પર વધુ ધ્યાન આપી રહ્યાં છે. જેમ-જેમ લોકો વચ્ચે પોતાને સ્વસ્થ બતાવવાની હૉડ વધતી જાય છે, તેમ-તેમ જ ભારતમાં વજન ઘટાડવાના વ્યવસાય સાથે જોડાયેલા બજારમાં, નવા ઉત્પાદ તથા સેવાઓની શરૂઆત થઈ રહી છે. પણ કમનસીબે આમાંથી વધારે પડતા ઉત્પાદનો લાભકારી ન થઈને માત્ર શોર્ટકટ જ છે. જ્યાં આમાંથી કેટલાક બેલ્ટ વેચી રહ્યાં છે, તો કેટલાક વજન ઘટાડવાના મશીન અને ગોળીઓથી જનતાને રૂબરૂ કરાવવા સિવાય પેય પદાર્થ પણ વેચી રહ્યાં છે.

આમાંથી કોઈ પણ વસ્તુ લોકોની અપેક્ષાઓ પર ખરી નથી ઉતરતી અને અંતમાં તેઓ પોતાને ઠગાઈ ગયેલા મહેસૂસ કરે છે અને નિરાશ થઈ જાય છે. જો તમે વૈશ્ચિક સ્તર પર વજન ઘટાડવાના બજાર પર નજર નાંખશો, તો આ મુખ્યત્વે સ્વસ્થ આહારના વિચાર પર ટકેલું છે.

'Truweightનું DNA

વજન ઘટાડવાના ક્ષેત્રમાં વિશ્વસનીય મંચની ઉણપે વિષ્ણુ સર્રાફ અને મેઘા મોરેને, 'ટ્રૂવ્હેઈટ' શરૂ કરવાની પ્રેરણા આપી. "'ટ્રૂવ્હેઈટ' ને શરૂ કરવા પાછળ અમારો માત્ર એક જ ઉદ્દેશ્ય રહ્યો છે, કોઈ પણ જૂઠાણું ચલાવ્યા વિના ઈમાનદારીથી વજન ઘટાડવું'. 'ટ્રૂવ્હેઈટ'નું સંપૂર્ણ ધ્યાન માત્ર સ્વસ્થ ભોજન પર રહે છે, ના કે કોઈ પણ પ્રકારની મશીન, બેલ્ટ અથવા ગોળીઓ પર."

'ટ્રૂવ્હેઈટ'નો પાયો નાખતા પહેલાં આ જોડી મહિલાઓ માટે 'આઈડેન્ટિટી' નામથી એક ફિટનેસ સેન્ટરનું સંચાલન કરતી હતી. તેમનું આ ફિટનેસ સેન્ટર વૈશ્ચિક સ્તર પર મહિલાઓ માટે માન્યતા પ્રાપ્ત કસરતોના એક મૉડલ પર આધારિત હતું. કેટલાક વર્ષોના સફળ સંચાલન બાદ તેમણે સમજાયું કે લોકો ફિટનેસ સેન્ટરમાં ફિટ રહેવા માટે ન આવીને માત્ર પોતાનું વજન ઓછું કરવાની આશાથી આવે છે.

'ટ્રૂવ્હેઈટ' ની સહ-સંસ્થાપક મેઘા કહે છે કે, "આઈડેન્ટિટીમાં આવનારી મહિલાઓમાંથી 90% મુખ્યત્વે માત્ર પોતાનું વજન ઓછું કરવા માટે જ કસરત કરવા આવતી હતી. પણ કેટલાક વ્યવસાયિક કારણોસર આ પ્રકારના જીમને વજન ઓછું કરવાવાળા ક્લબ ન કહીને ફિટનેસ કલ્બ તરીકે ઓળખવામાં આવે છે. વજન ઘટાડવામાં અથવા નિયંત્રણમાં રાખવામાં કસરતનો માત્ર 20% જ યોગદાન હોય છે. તો આનો સાફ મતલબ છે કે, અમે માત્ર 20% સમાધાન જ પોતાના ગ્રાહકો સામે મૂકી રહ્યાં છે. આવામાં સવાલ એ છે કે, પછી આ બાકીના 80%નું શું? આનો જવાબ છે ભોજન."

અને આ જ વિચાર તેમના જીવનનો વળાંક હતો. 'ટ્રૂવ્હેઈટ' પોતાના ગ્રાહકોને સુપરફૂડ ઉપલબ્ધ કરાવવા સિવાય વિભિન્ન ખાદ્યપદાર્થોથી પણ રૂબરૂ કરાવે છે.

image


વિષ્ણુ, આઈ.આઈ.એમ અમદાવાદ અને દિલ્હીની પ્રસિદ્ધ શ્રીરામ કૉમર્સ કૉલેજના પૂર્વ છાત્ર છે. આ સિવાય, તેઓ મૅક્કિંસે, લંડનની ડચ બૅન્ક અને કોટક ઈન્વૅસ્ટમેન્ટ બૅન્કની સાથે કામ કરી ચૂક્યાં છે. આ સિવાય, તેઓ ભારત અને ચીનના સંબંધ પર એક પુસ્તક પણ લખી ચૂક્યાં છે, જેને મૅકમિલાને પ્રકાશિત કરી હતી.

image


મેઘાએ, દિલ્હીના લેડી શ્રીરામ કૉલેજમાંથી સ્નાતક કર્યા બાદ, ગુડ઼ગાંવના એમ.ડી.આઈથી એમ.બી.એ કર્યું છે. તેઓ સ્કૂલ સમયથી લેડી શ્રીરામ કૉલેજ અને એમ.ડી.આઈમાં દિવસો સુધી સતત પોતાના રાજ્યની ટૉપર રહી છે. તેમણે પણ ગોલ્ડમૅન સૅચસ અને મૅક્કિંસે સાથે કામ કર્યું છે.

image


હવે તમને સુપરફૂડ વિશે જણાવીએ. વર્તમાન સમયમાં સુપરફૂડ મુખ્યત્વે સ્વાસ્થ્ય માટે કથિત રીતે લાભકારી પોષક તત્વોના રૂપમાં પરિભાષિત કરવામાં આવે છે. "પોતાની શોધ દરમિયાન અમે જાણ્યું કે ઘણાં સુપરફૂડ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે, પણ એમની જાણકારી અને ઉપલબ્ધતાની ઉણપના લીધે આપણે આપણાં રોજીંદા જીવનમાં એમનો ઉપયોગ નથી કરી શકતાં."

નાસા અનુસાર, એક ગ્રામ સ્પિરુલીના, એક કિલો મિશ્રિત શાકના બરાબર છે. તેમના ખાદ્ય પદાર્થ આવાં જ 25થી વધુ સુપરફૂડથી બનાવવામાં આવે છે. જેમાં મુખ્યત્વે જવ, ઘાસ, અલ્ફાલ્ફા ઘાસ, બબૂલનો ગુંદર, જડીબૂટિઓ અને ફોક્સટેલ મિલટ સામેલ છે.

સુપરફૂડ કિટના રૂપમાં, પ્રત્યેક ગ્રાહકને એક સુપર જ્યૂસ, સુપર ફાઈબર અને સુપર ગ્રીન જેવા સુપરફૂડ આપવામાં આવે છે. વિષ્ણુ કહે છે કે, "આમાં સ્વસ્થ અલ્પાહારના 7 થી 8 પ્રકાર સિવાય, ત્રણ પ્રકારના સૂપ, બે પ્રકારના લોટ અને 3 થી 4 નાસ્તામાં પ્રયોગ થવાવાળા ખાદ્ય પદાર્થ હોય છે. અમે ઘણાં અનુસંધાન પછી જ આ કિટને બનાવી છે. આ સુપરફૂડ કિટ પાછળનો મુખ્ય વિચાર તમારું વજન ઓછું કરવાની યાત્રાને સુવિધાજનકરૂપથી સરળ બનાવવાનો છે."

સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે 'ટ્રૂવ્હેઈટ' પોતાના ગ્રાહકોને વજન ઘટાડવાના નામ પર માત્ર એક ગ્લાસ શેકની અથવા એક વાટકી કોર્નફ્લેક્સની મદદે આખો દિવસ વિતાવવામાં વિશ્વાસ નથી કરતાં. આ તમને બધું જ અને કંઈ પણ ખાવાની આઝાદી આપવા સિવાય, વધુ પડતા ભોજન પદાર્થોનું એક સ્વસ્થ સંસ્કરણ ઉપલબ્ધ કરાવે છે. 

તેઓ જે પણ પ્રોડક્ટ બનાવે છે તે માટેની સામગ્રી આખા દેશમાંથી ભેગા કરવામાં આવે છે, જે જોધપુરથી લઈ સોનાવલા અને સૂરતથી લઈ કોલકાતાથી આવે છે. 2013માં પોતાના આ સાહસ પછીથી આ કંપની સાથે વિતેલા 18 મહીનામાં 10 ગણી કરતા વધુ ઝડપથી સફળતા મળવી છે. હાલમાં તેના એક હજારથી વધુ સક્રિય ગ્રાહકો છે.

હાલમાં, કંપનીનો માસિક કારોબાર 50 લાખ રૂપિયાથી વધુંનો છે, અને તે આવનારા વર્ષોમાં આખા દેશમાં પ્રસારની યોજના પર કામ કરી રહ્યાં છે.

વજન ઓછું કરવાની ઈચ્છાને લઈને તેમની સાથે જોડાનારા ગ્રાહકો પોતાના કાર્યક્રમના રૂપમાં ત્રણ વસ્તુ પામે છે. પ્રથમ છે સાપ્તાહિક આધાર પર અનુકૂલિત પોષણ યોજના, બીજું છે એક સુપરફૂડ જેમાં દર મહીને 12 થી 20 ખાદ્ય પદાર્થ આપવામાં આવે છે અને ત્રીજું છે સલાહ, જેમાં 30 આહાર વિજ્ઞાનિયો દ્વારા વિશેષરૂપથી તૈયાર કરવામાં આવેલા ડાયટ પ્લાન સિવાય એવાં ભોજનની સૂચી હોય છે, જે ગ્રાહકો માટે વજન ઘટાડવામાં કારગર છે.

‘ટ્રૂવેઈટ’ જલ્દી જ પોતાની મોબાઈલ ઍપ્લિકેશન સાથે બજારમાં આવશે. જેની મદદથી તેઓ ગ્રાહકોના ડાયટ ચાર્ટને, તેમની રૂચિ અનુસાર તૈયાર કરવામાં સફળ રહેશે. તેના ઉપયોગ માટે ગ્રાહકોને દર મહીને લગભગ 9 હજાર રૂપિયા અને ત્રિમાસિક આધાર પર લગભગ 18 હજાર રૂપિયા ચૂકવવાનાં રહશે.

ઘણાં દાયકાઓ સુધી જંકફૂડની જાળમાં ફસાયેલા ભારતીય ગ્રાહકો હવે સ્વસ્થ અને પૌષ્ટિક ખાવાના મહત્વને સમજવા લાગ્યાં છે. આવામાં ‘ટ્રૂવેઈટ’ પોતાના દ્રષ્ટિકોણ, ગ્રાહકના આધાર અને રાજસ્વના આધાર પર જલ્દી જ બજારમાં છવાઈ જવાની તૈયારીમાં અન્યોથી ઘણાં આગળ દેખાઈ રહ્યાં છે.

જેવો કે અમે પ્રારંભમાં જ ઉલ્લેખ કર્યો છે, વજન ઘટાડવાનો દાવો કરવા વાળા વધું પડતાં સમાધાન કેન્દ્ર ઉત્પાદ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાની જગ્યાએ માત્ર ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવાની ચાલથી વધુ કાંઈ પ્રતિત નથી થતાં.