મિનરલ વોટરનું ATM માર્કેટમાં લાવનાર લક્ષ્મી રાવની સંઘર્ષથી સફળતા સુધીની અનોખી સફર!

0

અસફળ થવા માટેના ઘણા કારણો હોય છે પરંતુ સફળતા સુધી પહોંચવા માટેનો ફક્ત એક માર્ગ હોય છે, અને એ માર્ગ છે કઠોર પરિશ્રમનો. 

સફળતા ક્યારેય રાતોરાત મળતી નથી, દરેક સફળ વ્યક્તિની સફળતા પાછળ કઠોર પરિશ્રમની લાંબી વાર્તા હોય છે. સોલ્વિક્સ ફોકસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિડેટની સંસ્થાપક પી. લક્ષ્મી રાવની પણ કઇંક એવી જ વાર્તા છે. વિજયવાડામાં જન્મેલા લક્ષ્મીએ શરૂઆતનું ભણતર ઉત્તર પ્રદેશમાં મેળવ્યું છે. લક્ષ્મી ડૉક્ટર બનવા માંગતા હતા પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેઓએ અલાહાબાદ યૂનિવર્સિટીમાં બીએસસીની પદવી મેળવી.

લક્ષ્મી પરિવારમાં સૌથી મોટા હતા જેના કારણે તમના પર લગન માટેનું દબાણ વધવા લાગ્યું. જોકે તેમની ઉંમર નાની હતી અને લક્ષ્મી અત્યારે લગ્ન કરવા માંગતા નહોતા છતાં પણ પિતાના આગ્રહને કારણે લક્ષ્મીએ વર્ષ 1994માં લગ્ન કરી લીધા. લક્ષ્મીના લગ્ન સાઉથમાં થયા હતા જ્યાં કલ્ચર અને ભાષા જુદી હતી. લક્ષ્મી નોકરી કરવા માગતા હતા પરંતુ સાસરીયા પક્ષથી એમને સહયોગ મળી રહ્યો નહોતો. પરિવારના વિરોધની વચ્ચે લક્ષ્મીએ નોકરી કરવાનો નિર્ણય કર્યો, તેઓ બાળકોને ભણાવતા હતા જ્યાં તેમને મહિને રૂ.1500 મળતા.

નોકરીની સાથે લક્ષ્મીએ આગળ અભ્યાસ કરવાનું નક્કી કર્યુ અને એમબીએ થયા. ત્યાર બાદ તેઓ મારૂતી કંપનીમાં જોડાયા. ઓટોમોબાઇલ ક્ષેત્ર આમતો મેલ ડોમિનેડિંગ સેક્ટર કહેવાય પરંતુ લક્ષ્મીએ મારૂતી કંપનીમાં બેસ્ટ સેલ્સ પર્સન એવોર્ડ જીતીને બધાને ચોંકાવી દીધા.

લક્ષ્મી કહે છે, 

"હું આ ક્ષેત્રમાં નોકરી કરીને ખૂબ જ ખુશ હતી, મારા પતિ પણ આ જ ક્ષેત્રમાં હતા પરંતુ હું કામને કારણે પરિવારને સમય આપી શકતી ન હોવાને કારણે મેં એક દિવસ અચાનક નોકરી છોડી દીધી. નોકરી છોડીને સિમ્બોયસિસ પૂણેથી એમબીએ કરવા લાગી, એમબીએ કર્યા પછી એક કંપનીના HR ડિપાર્ટમેન્ટમાં નોકરી શરૂ કરી."

પહેલા એચઆર એક્ઝિક્યુટિવ પછી સિનિયર એચઆર હેડ અને ત્યારબાદ બ્રાન્ચ હેડ અને ડિરેક્ટરના પદ સુધી લક્ષ્મી પહોંચ્યા.

આ સંબંધિત સ્ટોરી પણ વાંચો:  માત્ર રૂ.1500માં એક એન્જિનિયરે બનાવ્યું સૌથી સસ્તું વૉશિંગ મશીન

ત્યારબાદ લક્ષ્મીએ પોતાની એચઆર કન્સલ્ટિંગ ફર્મ શરૂ કરી. ચાર કર્મચારીયોની નાની ટીમ હોવા છતા લક્ષ્મીની ફર્મ સારી કામગીરી કરી રહી હતી. 2012 સુધી લક્ષ્મીની કંપની ખુબ પ્રસિદ્ધી મેળવી ચુકી હતી. તેથી લક્ષ્મીએ પોતાની ફર્મને કંપનીનું સ્વરૂપ આપવાનુ નક્કી કર્યુ. આ કામ માટે તેઓને રૂપિયા ઉછીના પણ લેવા પડ્યા.

લક્ષ્મી કહે છે,

"એ સમયે પણ મારા પતિ મને સમજાવતા હતા કે, આટલી બધી મથામણ કરવા કરતા બધુ છોડી દે અને કોઇ સારી કંપનીમાં નોકરી શરૂ કરું." 

પણ લક્ષ્મી માનવાના ના હતા? તેઓ પોતાના પ્લાન પ્રમાણે આગળ વધતા રહ્યા.

યોરસ્ટોરી સાથે વાત કરતા લક્ષ્મી કહે છે....

"હું આજે જે જે કાંઇ પણ છું મારા પિતાના કારણે છું. હું મારા પિતાની ખૂબ નજીક હતી. કેન્સરના કારણે વર્ષ 2009માં એમનું મૃત્યુ થઇ ગયું હતું. ત્યારથી મારા મનમાં હતુ કે હું હેલ્થ કેર સેક્ટરમાં મારો ફાળો આપીશ."

તેઓ કહે છે, પાણીને કારણે ઘણી બધી બીમારીઓ થતી હોય છે. પણ આપણા દેશની દરેક વ્યક્તિને પીવા માટે સ્વચ્છ પાણી મળતું નથી. તેથી અમે નવેમ્બર, 2015માં વોટર ATMની શરૂઆત કરી. વોટર ATMના માધ્યમથી લક્ષ્મી ભારતના દરેક નાગરીક સુધી સ્વચ્છ પાણી પહોંચાડવા માંગે છે, એક લિટર મિનરલ વોટરની કિંમત છે ફક્ત 5 રૂપિયા. વોટર એટીએમને ઓફીસ, સ્કૂલ, હોસ્પિટલ કે રેલ્વે સ્ટેશન કોઇ પણ જગ્યાએ ઇન્સ્ટોલ કરી શકાય છે, લોંચ કરતાની સાથે જ લક્ષ્મીને બેંગલુરુની એક કંપની પાસેથી 1000 વોટર એટીએમનો ઓર્ડર મળી ગયો.

લક્ષ્મી જણાવે છે કે તે દેશના દરેક ગામ સુધી સ્વચ્છ પાણી પહોંચાડવા ઇચ્છે છે. જેથી કરીને કોઇને પણ દૂષિત પાણી પીવું ન પડે. ભારત ઉપરાંત હવે સોલ્વિક્સ ઇંડિયા દુબઇમાં પણ કામ કરી રહી છે. લક્ષ્મીના મતે બિઝનેસ કરવા પાછળ નફો જ એક માત્ર હેતુ નથી. વોટર એટીએમ જેવા પ્રોજેક્ટના માધ્યમે લક્ષ્મી ભારતના જનસાધારણ સાથે કનેક્ટ થવા ઇચ્છે છે. 

લેખક- આશુતોષ ખંતવાલ

અનુવાદક- YS ટીમ ગુજરાતી

આવી જ અન્ય સ્ટોરીઝ વાંચવા અને જાણવા અમારું Facebook Page લાઈક કરો

હવે આ સ્ટોરીઝ પણ વાંચો:

લલિતા પ્રસિદાએ નકામા મકાઈ ડોડામાંથી પાણી શુદ્ધ કરતું સસ્તુ અને શ્રેષ્ઠ વોટર પ્યોરિફાયર બનાવ્યું

ટીપે ટીપે આવતી ખુશીઓથી છલકાયા ગ્રામજનોના ઘર

હજારો નવજાત શિશુઓનો જીવ બચાવનાર માતાના દૂધની અનોખી બૅંક

Related Stories