ઓડિશાના જંગલોમાંથી એડ એજન્સી ચલાવતા ચમકી દત્તા

0

જીવનના તમામ વિપરીત સંજોગોમાં હસતાં હસતાં સંઘર્ષ કરવાનું શીખવતી એક મહિલા

સામાન્ય રીતે દિવ્યાંગ વ્યક્તિઓ માટે વ્હીલચેર પરવશતાની નિશાની બની જાય છે, પણ ચમકી દત્તા નોખી માટીના નોખા માનવી છે. તેમણે વ્હીલચેરનો ઉપયોગ કર્યો છે અને વધુને વધુ સ્વતંત્રતા મેળવી છે. તેમને વર્ષ 2003ની શિયાળાની રાત હજુ યાદ છે. રાતે બે વાગે તેઓ તેમની કારમાં હતા. પણ એક કલાકમાં જ તેમણે પોતાને ઓપરેટશન થિયેટરમાં ટેબલ પર જોયા હતા. તેમનો અકસ્માત થયો હતો અને તેઓ કાયમ માટે વ્હીલચેરને વશ થઈ ગયા હતા.

ગમે તેવા વિપરીત સંજોગોનો સામનો હસતાં હસતાં કરતાં ચમકી દત્તા
ગમે તેવા વિપરીત સંજોગોનો સામનો હસતાં હસતાં કરતાં ચમકી દત્તા

તેઓ કહે છે, 

“જિંદગી ઘડીના છઠ્ઠા ભાગમાં બદલાઈ જાય છે, તો આપણે હંમેશા ખુશ રહેવું જોઈએ.”

અત્યારે ચમકી કોઈ પણ પ્રકારની મૂંઝવણ રાખ્યા વિના પોતાની દિવ્યાંગતા વિશે જણાવે છે. તેઓ વિવેકાનંદને ટાંકીને કહે છે કે, “બધી શક્તિ તમારી અંદર છે, તમે ધારો એ કરી શકો છો.” બંગાળીમાં તેમના નામનો અર્થ ચમકવું એવો થાય છે અને તેમણે તેમના જીવનમાં વિપરીત સંજોગો સામે પણ ચમકી દેખાડ્યું છે. અને આ કસોટીના કાળમાં તેમને તેમના પતિ તથાગત દત્તાએ ઘણો સાથસહકાર આપ્યો હતો. ચમકી કહે છે કે તથાગતની પોઝિટિવિટીએ જ તેમને પ્રેરણા આપી હતી. તથાગત માનતા હતા કે તમારે સતત કાર્યરત અને પ્રેરિત રહેવું પડશે.

અત્યારે તેમના પતિ જીવિત નથી, પણ તેમણે જે જુસ્સો આપ્યો તેના બળે જ ચમકી દત્તા અન્ય વિકલાંગ મહિલાઓ માટે પ્રેરણારૂપ બની શક્યાં છે. તેઓ અત્યારે બહેરામપુરના જગંલોમાં રહે છે, જ્યાં તેઓ થોડા વર્ષ અગાઉ શિફ્ટ થયા હતા.

સમાજ માટે પ્રેરણારૂપ સાહસ

ચમકીની સ્ટોરી વર્ષ 2003 અગાઉ શરૂ થઈ હતી. સ્વનિર્ભર અને મજબૂત થવું ચમકી માટે નવીન નહોતું, પણ તેમણે સમાજ માટે પ્રેરણારૂપ બને તેવી કામગીરી કરી હતી. શરૂઆત તેમની પૃષ્ઠભૂમિથી કરીએ.


આ સ્ટોરી પણ વાંચો:

સાઇકલ રિપેર કરનારની દિકરીએ ફેશનની દુનિયામાં બનાવ્યું એક મોટું નામ, ‘યેલોફેશન’

ચમકીએ કોલકાતાની લોરેટોમાં અભ્યાસ કર્યો હતો અને એડવર્ટાઇઝિંગમાં સ્પેશિયાલાઇઝેશન કર્યું હતું. તેઓ અગ્રણી સાડીની બ્રાન્ડના મોડલ હતા. શાળાના દિવસોમાં ક્રિકેટર હતા. લગ્ન કર્યા પછી તેઓ ભુવનેશ્વર ગયા હતા અને પોતાની રીતે શરૂઆત કરી હતી.

તે વર્ષ 1993નું હતું. તે સમયે મહિલાઓ પોતાની રીતે શરૂઆત કરે તે ભુવનેશ્વર જેવા નાનાં શહેરમાં નવાઈની વાત હતી. ચમકીએ માસ્ટરમાઇન્ડ એડવર્ટાઇઝિંગ સર્વિસીસ નામની એડવર્ટાઇઝિંગ એજન્સી શરૂ કરી હતી. પુરુષ પ્રધાન સમાજમાં કાઠું કાઢવું એક મહિલા માટે થોડું વધારે મુશ્કેલ હોય છે. વળી ભારતમાં કોઈ પણ વ્યવસાયિક ક્ષેત્રમાં અલગ પડવું પણ મુશ્કેલ છે. પણ તેમણે પોતાના આત્મવિશ્વાસ, ગુણવત્તાયુક્ત સેવા અને પ્રતિબદ્ધતા વડે સફળતા મેળવી. અત્યારે તેમની એજન્સીની ગણતરી ઓડિશામાં ટોચની 10 એડવર્ટાઇઝિંગ અને બ્રાન્ડ કન્સલ્ટિંગ કંપનીઓમાં થાય છે. તેઓ કન્ઝ્યુમર રિટેલ અને કોર્પોરેટ સેક્ટરમાંથી ક્લાયન્ટ ધરાવે છે, જેમાં સીન્ડિકેટ જ્વેલર્સ અને હિંદુસ્તાન ઇલેક્ટ્રોનિક્સ સામેલ છે.

અત્યારે તેમની સાથે આઠ કર્મચારીઓ છે. ચમકીનું માનવું છે કે સખત મહેનત અને ખંત એ સફળતાની ચાવી છે. પોતાની એડવર્ટાઇઝિંગ એજન્સી સાથે તેઓ ભુવનેશ્વરમાં કોર્પોરેટ ગેસ્ટ હાઉસ એક્સેલ હોમ્સના માલિક પણ છે અને શાંતા મેમોરિયલ રિહેબિલિટેશન સેન્ટરના બોર્ડમાં સ્થાન ધરાવે છે, જે દિવ્યાંગ મહિલાઓના સશક્તિકરણમાં માને છે.

ચમકી કહે છે કે, “એક સમયે લોકો મારી તમારી નાણાકીય સ્થિતિનો લાભ લેતા હતા. તેઓ પ્રોજેક્ટ કરાવતા હતા અને ચુકવણી કરતાં નહોતા. તેઓ વિચારતા કે હું ક્યાં ટ્રાવેલ કરી શકવાની છું.”

પણ તેમણે ચમકીના આત્મવિશ્વાસ, દ્રઢ નિર્ધાર અને ખંતને નજરઅંદાજ કર્યો હતો.

પ્રેરણામૂર્તિ ચમકી

ચમકીને ઘરમાં બગીચો રાખવાનો શોખ છે અને તેમનો બગીચો પણ તેની ડિઝાઇનિંગની કળાનો પુરાવો છે
ચમકીને ઘરમાં બગીચો રાખવાનો શોખ છે અને તેમનો બગીચો પણ તેની ડિઝાઇનિંગની કળાનો પુરાવો છે

અત્યારે ચમકી બહેરામપુરની આસપાસના ગામડાઓમાં દિવ્યાંગતા ધરાવતી મહિલાઓને સક્ષમ બનાવવા માટે કાર્યરત છે અને આવી મહિલાઓ માટે ઘણી પહેલ શરૂ કરવાની યોજના ધરાવે છે. તેઓ ઇચ્છે છે કે સરકાર દિવ્યાંગ લોકો માટે અલગ કોર્ટ ઊભી કરે. તે વ્હોટ્સએપ ગ્રૂપ મારફતે મોટા ભાગની મહિલાઓના સંપર્ક રહે છે અને સરકાર દિવ્યાંગ લોકોની અનુકૂળ ક્ષેત્રોમાં યોજનાઓ શરૂ કરે તેવું માને છે.

ચમકી સમજાવે છે, 

“તમે ફિલ્મો જોવા જઈ ન શકો, કારણ કે તે દિવ્યાંગ લોકો માટે અનુકૂળ નથી. હોસ્પિટલમાં એક્સ-રે ટેબલ જેવી નાની ચીજવસ્તુઓ પણ સુલભ નથી. જ્યારે કોઈ વ્યક્તિ ઊંચકે છે ત્યારે દિવ્યાંગ લોકોને મૂંઝવણ થાય છે. તમારી આસપાસ પોટેટો ચિપ્સની બેગ જેવી ચીજવસ્તુઓ ફેંકે તેવું તમને પસંદ હોતું નથી.”

આપણા માટે ચમકી પ્રેરણામૂર્તિ છે. તેમની પાસે અનુભવોનું ભાથું છે અને વિપરિત પરિસ્થિતિઓમાં વધુને વધુ મજબૂત બનીને બહાર આવ્યાં છે. તેમણે કપરાં ચઢાણ સર કર્યા છે અને અશક્યને શક્ય બનાવી દીધું છે.

તો આપણે ચમકી દત્તાના જુસ્સાને બિરદાવીએ છીએ. તેઓ એવી મહિલા છે, એવી વ્યક્તિ છે, જેમણે હસતાં હસતાં દુઃખો સહન કર્યા છે અને તેમાંથી સુખી અને સંતોષી બનવાની કેડી કંડારી છે.


લેખક પરિચય- તરુશ ભલ્લા

અનુવાદક- કેયૂર કોટક


આવી જ અન્ય લોકોની પ્રેરણાત્મક જીવનસફર અને સંઘર્ષયાત્રા જાણવા અમારા Facebook Pageને લાઈક કરો


આ સંબંધિત અન્ય સ્ટોરીઝ વાંચો:


જ્યારે પણ બેંગ્લોર જાઓ ત્યારે આ મહિલા ડ્રાઈવરને ચોક્કસ મળજો!

પતિના મૃત્યુ બાદ આવી પડી ઓચિંતી જવાબદારી, પતિના સપનાને પૂરા કરવા અથાગ પરિશ્રમ કરતી ઉજ્જવલાના જીવનની સફર

પિતાની મોતના આઘાતમાંથી હિંમતપૂર્વક બહાર આવી વાણી ભાટિયા પહોંચી એક નવા મુકામ પર

Related Stories